Friday, March 17, 2023

Income Tax - Sem 4 Imp Question

 

Saurashtra University B.Com Sem-4
Income Tax - 4




Imp Question

અહી ચેપ્ટર વાઈઝ દાખલાઓની ટૂંકમાં સમજ આપેલ છે.  
Example પર ક્લિક કરી ફાઈલ ડાઉનલોડ કરી શકો છો.

Chep 1



Chep 2



Chep 3




-: ટૂંકનોંધ :-  

  • ઘસારો  (Page No. 8)
  • મિલકતોનો સમૂહ  (Page No. 9)
  • હિસાબી ચોપડા (Page No. 11)
  • મૂડી મિલકત  (Page No. 87)
  • કરમુક્ત મૂડી નફો  (Page No. 95)
  • ખર્ચનો ફુગાવાદર્શક આંક (Page No. 99)
  • અન્ય સાધનોની આવક શીર્ષક હેઠળ મજરે મળતી રકમો  (Page No. 146)
  • મૂળમાંથી કર કપાત (T.D.S.) ((Page No. 187)
  • કર ઉઘરાણીની જુદી જુદી પદ્ધતિ જણાવો.  (Page No. 186)
  • એડવાન્સ ટેક્ષની જોગવાઈઓ જાણો. (Page No. 193)
  • આવકવેરા અધિકારી or આવકવેરા આયુક્ત (ઇન્કમ ટેક્ષ કમિશ્નર) (Page No. 217)
  • પ્રત્યક્ષ કરવેરાનું મધ્યસ્થ મંડળ  (Page No. 214)
  • આવકવેરાનું રીટર્ન (Page No. 221)
  • કાયમી ખાતા નંબર (PAN) (Page No. 224)

Wednesday, March 15, 2023

બાજરો

બાજરો ગઈકાલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને પંજાબના અમુક ભાગ તેમજ પૂર્વ ભારતનું ધાન્ય હતું. જોકે બાજરો આજે પણ સૌરાષ્ટ્રનાં ૮૦ ટકા ઘરોમાં ખવાય છે. પ૦ ટકા ઘરોમાં નિયમિત ખવાય છે. બાજરાને સંસ્કૃતમાં વર્જા‍રી કહે છે. ઉર્દૂમાં ફારી, હિ‌ન્દીમાં બાજરા, તામિલમાં કુમ્બુ, તેલુગુમાં સજ્જા અને અંગ્રેજીમાં પર્લમિલેટ કહે છે. જોકે જ્યારે અંગ્રેજી મિલેટ કહે ત્યારે તેમાં બાજરો, જુવાર અને રાગી પણ આવી જાય છે. જો જુવારનું સૌથી વધુ બહુમાન કર્યું હોય તો મહારાષ્ટ્રીયનોએ અને શિવસૈનિકોએ કર્યું હતું. મુંબઈ અને મહારાષ્ટ્રના શહેરમાં ‘ઝુણકા ભાખર’ની સાવ સસ્તામાં મળતી જુવારની રોટી અને શાક શેરીએ શેરીએ મળતું પણ આજે મહારાષ્ટ્ર પણ ઝુણકા ભાખર ભૂલતું જાય છે.


આપણા દેશના જ નહીં પરદેશના લોકોએ બાજરાને ખૂબ અન્યાય કર્યો છે. અમેરિકનો આફ્રિકા ગયા અને ત્યાં બાજરાનો સ્વાદ ચાખી આવ્યા અને તેના ઔષધિય ગુણો જાણ્યા ત્યારે તે લોકોને બાજરાના ગુણ સમજાયા. જેને આહારશાસ્ત્રના પિતામહ ગણાય છે તે પાયથાગોરસે બાજરાનાં પોષણતત્ત્વોની ૨પ૦૦ વર્ષ પહેલાં ભારે પ્રશંસા કરેલી. લોસ એન્જલસ શહેરના એક સેનેટોરિયમમાં દરદીને પેશાબમાં ખૂબ દર્દ હતું. આખરે ઘઉં બંધ કરીને બાજરીની બ્રેડ (રોટલા) ખવડાવાયી તેથી તેનું પેશાબનું દર્દ ચાલ્યું ગયું ગોંડલના મહારાજા બાજરાનો રોટલો ખાતા અને તે પણ ગોંડલ સ્ટેટનો બાજરો જ ખાતા.


અમેરિકાના એક એનિમલ ફાર્મમાં દૂઝણા ઢોરને સતત મકાઈ અને ઘઉંનું ખાણ ખવડાવતા હતા. તેથી ઢોર બીમાર પડયાં એટલે અમેરિકાની યેલ યુનિ.ના પ્રોફેસરોએ પ્રયોગ કરીને બાજરાને ભરડીને તેનું ખાણ આપવા માંડયું. તેનાથી ગાયો સાજી થઈ ગઈ એટલું જ નહીં પણ વધુ દૂધ આપવા માંડી. ત્યારે અમેરિકાના ફિલસૂફ એસ્કિ ફ્રોઝે કહ્યું કે ફિલસૂફી સાથે બાજરાનો રોટલો ખાઓ તો જલદી જ્ઞાન આવે. બાજરામાં તમામ વિટામિનો, ખનિજો અને પૌષ્ટિક એમિનો એસિડ છે. આયુર્વેદમાં તેને કાંતિ આપનાર બલવર્ધક અને સ્ત્રીઓની કામશક્તિને વધારનાર ગણાય છે.


એવી વાનગીથી મેઘરાજાનું સ્વાગત કરાતું અને વર્ષાને પણ ઊના ઊના રોટલાની લાલચ અપાતી. સૌરાષ્ટ્રમાં અમુક ખેડૂતો બાજરાના જ સ્પેશિયલિસ્ટ હતા. તે પછીથી બાજરિયા અટક ધરાવનારા લેઉવા પટેલ થઈ ગયા.


કચ્છમાં બાજરાના રોટલા ખાવાની મજા છે. બાજરા વિશે એક કચ્છની લોકકથા છે. કચ્છના લાખા ફુલાણીનું લશ્કર અંધારામાં કોઈ પ્રદેશમાં આવી ચઢયું ત્યારે અંધારામાં કોઈ ગામ દેખાયું નહીં. ભૂલું પડેલું લશ્કર આફતમાં આવ્યું. ઘોડા સાથે માણસ પણ કોણ જાણે મરવા માંડયા. એ સમયે ત્યાં બાજરો ઊગેલો જોયો. હજી એ જમાનામાં બાજરાને કોઈ ઓળખતું નહીં. બાજરો એટલો ‘ગરીબડો’ અને સરળતાવાળો છે કે તેને કોઈ જ ખાતર કે લાડકોડ જોતાં નથી. ખેતરમાંય પાકે છે અને ખેતરની બાજરી વધુ વિટામિનવાળી અને ઔષધિય હોય છે. લાખા ફુલાણીનું લશ્કર બાજરાને ઓળખતું નહોતું પણ પછી ડરતા આ બાજરો ખાધો અને બધામાં અદભૂત બળ આવ્યું અને પછી ઠંડા પ્રદેશમાંથી એ બાજરાનું બિયારણ લેતા આવ્યા.રજપૂતોએ બાજરો ખાઈને બાવડાનું બળ વધાર્યું.


શરૂમાં બાજરાનું નામ પડયું નહોતું પણ રજપૂતોએ બાજરો ખાધા ભેગો પચી ગયો અને તુરંત ભૂખ લાગી એટલે શરૂમાં તેનું નામ ‘જ્યોં બા જ્યોં’ એટલે જેવો પેટમાં ગયો એટલે પચ્યો-તેવું નામ રાખ્યું તે ઉપરથી આખરે બાજરો નામ પડયું. પછી ગાંધીજીના આશ્રમમાં એટલે જ કહેવાતું કે ભાઈ બાજરા જેવો સીધો-સરળ થા કોઈને ભારે ન પડ. બાજરા માટે કેટલીય કહેવત હતી. બાજરામાં જીવાત ન પડે અને લાંબો ટકે એટલે તેને ચૂલાની છાણાની રાખ લગાવવામાં આવતી તેથી બાજરો ટકતો તે પરથી બાજરાની કહેવત પડી કે :બાજરો રાખથી સારો રહીને ટકે અને બાવો ભભૂત લગાવવાથી શોભે છાણાની રાખને પણ બાજરો આભૂષણ માને છે. રક્ષક તો ખરી જ. ઈમ્પોટન્સી-નપુંસકતા માટે મૈસુરની ઈન્ડો-અમેરિકન હોસ્પિટલના દરદીને બાજરાના રોટલા ખવડાવાતા.


ઘણા લોકો બાજરાને ‘ગરમ’ ગણે છે. હું કર્ણાટક અને આંધ્રમાં ગયો ત્યાં મેં જોયું કે ત્યાંના વૈદ્યો જેને બ્લીડિંગ પાઈલ્સ-દૂઝતા હરસ થતા તેને બાજરો ખવડાવતા, શરત એટલી કે સાથે ગાયનું ઘી ખવડાવવું. લોસ એન્જલસની પેટના રોગોની અમુક હોસ્પિટલમાં જે દરદીને જમ્યા પછી ખાટા ઓડકાર આવે છે તેવા એસિડિટીવાળાને બાજરાના રોટલા ખવડાવે છે. તમે બાજરો ખાઈ જજો. ઘઉંની રોટલી કે ઘઉંની વાનગી તમને ઢીલો મળ અને વાસ મારતો મળ પેદા કરે છે. બાજરાના રોટલાથી બંધાયેલો અને બહુધા વાસ વગરનો મળ આવે છે. બાજરાના રોટલા ખાનારા સૌરાષ્ટ્રના કવિઓ વધુ ધારદાર અને ગરમાટો લાવનારી કવિતા કે લોકગીત લખી શકે છે.


ખરેખર તો બાજરના રોટલાને ઘી ચોપડવાની પણ જરૂર નથી. બાજરામાં કુદરતી ચરબી છે એટલે ઘી વગર ખાઈ શકાય છે. જો તમારે પ્રમાણભૂત રીતે બાજરાની ઘઉં કરતાં સરસાઈ જાણવી હોય તો ૧૦૦ ગ્રામ બાજરામાં સાડા ચાર ગ્રામ કુદરતી ચરબી રહેલી છે ત્યારે ઘઉંમાં માત્ર સવા ગ્રામ જેટલી જ ચરબી છે. ઘઉંમાં આને કારણે તેની ભાખરી, રોટલી કે થેપલાંના મોણમાં ખૂબ તેલ વાપરવું પડે છે પણ બાજરાના રોટલામાં નહીં. ઘઉં ખોટા લાડ કરે છે. બાજરો પેટને સૌથી વધુ પ્રેમ કરે છે. સૌરાષ્ટ્રમાં હૃદયરોગને કોઈ જાણતું નહીં કારણ કે ત્યાં બાજરો ખવાતો, સાથે લસણની ચટણી ખવાતી. લસણમાં કેલ્શિયમ ફોસ્ફરસ, લોહ, વિટામિન ‘સી’ અને બીજાં પાચક દ્રવ્યો છે.




લસણમાં પેનિસિલીનના ૧પ યુનિટ જેટલું જંતુનાશક તત્ત્વ છે એટલે લસણની ચટણીમાં તૈલી તત્ત્વો છે તે શરીરમાં જઈને લોહીને સાફ કરે છે. ફેફસાંને મજબૂત કરે છે. શિયાળામાં લસણ થકી તમને ગરમી મળે છે અને ઉનાળામાં તમારા શરીરમાંથી પરસેવો કાઢીને તમને ઠંડા રાખે છે. આ દૃષ્ટિએ સૌરાષ્ટ્રમાં બહુ જ ઓછી બીમારી, બહુ જ ઓછા ડોક્ટરો, નામની જ હોસ્પિટલો હતી. સ્વિત્ઝરલેન્ડના એક ડોક્ટર બર્ચર બેનર સૌરાષ્ટ્ર અને રાજસ્થાન આવ્યા. અહીં તેમણે જોયું કે કોઈને લોહીના પરિભ્રમણ કે કોલેસ્ટેરોલની સમસ્યા નહોતી. તેમણે પછી સ્વિત્ઝરલેન્ડમાં બાજરા-લસણ થેરપી શરૂ કરેલી.


ઉરુલીકાંચનમાં બાલકોબા ભાવે (વિનોબા ભાવેના નાના ભાઈ) મુખ્ય સંચાલક તરીકે હતા તેમણે ટીબીનો રોગ બાજરાનો રોટલો અને લસણ થેરપીથી મટાડેલો. આજે ભારતમાં ૯૪.૩ લાખ હેક્ટરમાં બાજરાની ખેતી થાય છે તે ખેતી વધુ થાય એટલે કે બાજરાના ગુણો જાણી વધુ બાજરો ખવાય તો જમીનની પૌષ્ટિકતા જળવાશે અને વિલાયતી ખાતરથી જમીન નહીં બગડે. શોષક લોકો બીજાનો કસ કાઢે છે. બાજરો પોતાનો કસ કાઢી જમીન પાસેથી કાંઈ લેતો નથી. જમીનને ગરીબ કહતો નથી.’


સૌજન્ય: બ્લોગ “દાદીમા ની પોટલી



Monday, March 6, 2023

વાસ્તુશાસ્ત્ર અને જીવન

એક વ્યક્તિએ વેપારમાં ઉન્નતિ થયા બાદ લંડનમાં જમીન લીધી ને સરસ બંગલો બનાવ્યો.

જમીન પર પહેલેથી જ એક સરસ સ્વિમિંગ પુલ અને100 વરસ જૂનું લિચી નું ઝાડ હતું.

એ જગ્યા એમણે એ લિચી ના ઝાડને કારણે જ લીધેલી, કારણકે એની પત્નીને લિચી ખુબ જ પ્રિય હતી.

કેટલાક સમય પછી એમણે Renovation નું કામ કરવા ધાર્યું ત્યારે એમના મિત્રોએ સલાહ આપી કે એણે કોઈ વાસ્તુશાસ્ત્રીની સલાહ લેવી જોઈએ.

જો કે એને આવી કોઈ વાત પર વિશ્વાસ નહોતો પણ મિત્રોનું મન રાખવા એ માની ગયા અને

Hongkongના 30 વરસથી વાસ્તુ શાસ્ત્રમાં પ્રસિદ્ધ Master Cao  ને બોલાવી લીધા.

એમને Airport થી લીધા, બન્ને શહેરમાં જમ્યા અને પછી એમને પોતાની કારમાં પોતાને ઘેર લાવવા નીકળ્યા.

રસ્તામાં કોઈપણ કાર એમને Overtake કરવાની કોશિશ કરે, એ એને રસ્તો આપી દેતા.

Master Cao એ હસતા હસતા કહ્યું તમે ખૂબ Safe driving કરો છો. એણે પણ હસતા હસતા જ કીધું કે લોકો હમેશા Overtake ત્યારે જ કરે છે જ્યારે તેમને કોઈ અનિવાર્ય કાર્ય હોય, તો આપણે એમને રસ્તો આપવો જોઈએ.

ઘર સુધી પહોંચતા રસ્તો થોડો સાંકડો થઈ ગયો એટલે એણે કાર વધુ ધીમી કરી નાખી.ત્યારે જ અચાનક એક નાનો છોકરો હસતો હસતો ગલીમાંથી નીકળી ખૂબ ઝડપથી દોડતો એમની કાર આગળથી જ રસ્તો ક્રોસ કરી જતો રહ્યો.એ એ જ ધીમી ગતિથી પેલી ગલી બાજુ જોતા રહ્યા, જેમ કે એને કોઈની રાહ હોય, ત્યાં અચાનક એ જ ગલીમાંથી બીજો એક છોકરો તેજ ગતિથી દોડતો એમની કાર પાસેથી નીકળી ગયો, કદાચ પેલા આગળના બાળકનો પીછો કરતા કરતા.

Master Cao એ હેરાનીથી પૂછ્યું - તમને કેવી રીતે ખબર પડી કે બીજો છોકરો પણ દોડતો દોડતો નીકળશે?

એણે બહુ સહજભાવે કીધું, બાળકો હંમેશા એકબીજાની પાછળ દોડતા રહેતા હોય છે અને એ વાત પર વિશ્વાસ કરવો જ અસંભવ છે કે કોઈ સાથીદાર વગર કોઈ બાળક આવી ધમાલ કે ભાગદોડ કરતું હોય.

Master Cao આ વાત સાંભળી જોરથી હસ્યાં અને બોલ્યા, તમે નિઃસંદેહ ખૂબ જ સમજદાર વ્યક્તિ છો.

ઘર સુધી, પહોંચી બન્ને કારમાંથી ઉતર્યા,ત્યાં અચાનક ઘરની પાછળથી  7-8 પક્ષીઓ એકદમ ઝડપથી ઉડતા જોવામાં આવ્યા. એ જોઈને એણે Master Cao ને કીધું કે તમને ખરાબ ન લાગે તો આપણે થોડી વાર રોકાઈ જઈએ અહીં?

Master Cao એ કારણ જાણવા માગ્યુ તો એણે કહ્યું કે લગભગ કોઈ બાળકો ઝાડવા પરથી લિચી ચોરતા હશે, ને અચાનક આપણને જોઈને ગભરાહટમાં ભાગદોડ કરશેકે ઝાડ પર થી પડી જશે તો કોઈ બિચારા બાળકને ઇજા થઇ જશે.


Master Cao..... થોડો સમય ચૂપ રહયા,પછી સંયમિત અવાજમાં બોલ્યા, મિત્ર, આ ઘર પર કોઈ જ વાસ્તુદોષ પણ નથી અને વાસ્તુદોષ નિવારણ ની કોઈ આવશ્યકતા પણ નથી.

એણે ખૂબ હેરાનીથી પૂછ્યું, કેમ?

Master Cao જ્યાં તમારા જેવા વિવેકપૂર્ણ અને આસપાસના લોકોની ફક્ત ભલાઈ માટે જ વિચારતા લોકો રહેતા હોય,

એ સ્થાન/સંપત્તિ વાસ્તુશાસ્ત્ર ના નિયમ પ્રમાણે ખૂબ જ પવિત્ર-સુખદાયી-ફળદાયી જ રહેશે.

જયારે આપણું મન અને મસ્તિષ્ક બીજાની ખુશી અને શાંતિને પ્રાથમિકતા આપવા લાગશે, તો એનાથી બીજાને જ નહીં, આપણને પોતાને પણ માનસિક લાભ-શાંતિ- પ્રસન્નતા મળે છે.

જો કોઈ વ્યક્તિ કાયમ સ્વયં ની પહેલા બીજાનું ભલુ વિચારવા લાગે તો અજાણતા જ એને સંતત્વ પ્રાપ્ત થઈ જાય છે.

જેને કારણે બીજાનું ભલું પણ થતું જાય અને એને પોતાને જ્ઞાનબોધ મળે છે.


મિત્રો ભલે આપણે પ્રતિજ્ઞા ન કરીએ પરંતુ એવા પ્રયત્ન તો જરૂર કરીએ કે આપણામાં પણ કોઈ એવા ગુણ વિકસિત થઈ જાય,જેથી આપણા ઘરમાં પણ કોઈ પ્રકારના દોષની શાંતિ માટે મંત્ર તંત્ર ની આવશ્યકતા જ  ન રહે.

સ્વસ્થ રહો, મસ્ત રહો...

સાભાર :- 

પ્રકાશ ઓઝા (અમર કથાઓ)

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...