Thursday, May 9, 2024

નહેરુ કુંડ મનાલી

नेहरू कुंड  का पानी पूर्व प्रधानमंत्री जवाहर लाल नेहरू के लिए दिल्ली तक ले जाया जाता था । नेहरू के नाम पर ही बाद में इस कुंड का नाम भी नेहरू कुंड पड़ गया । 


दरअसल बात वर्ष 1958 की है जब पहली बार प्रधानमंत्री जवाहर लाल नेहरू देवभूमि हिमाचल के मनाली दौरे पर आए। घूमते घूमते वे मनाली से पांच किलोमीटर दूर वह इस कुंड के पास पहुंचे और उन्होंने ग्लेश्यिरों से निकल रहे इस कुंड का पानी पीया |


स्‍थानीय लोगों ने उन्हें बताया कि ये पानी सबसे साफ तो है ही, लेकिन कई हिमालय की दुर्लभ जड़ी बूटियों का रस भी इसमें घुला है जो कई बीमारियों को रोकता है ।


इसी दौरे के बाद मनाली की पहचान पर्यटक स्‍थल के तौर पर पहली बार देश ‌दुनिया को हुई थी। स्‍थानीय लोगों का कहना है कि इसके बाद जब भी प्रधानमंत्री मनाली दौरे पर आते थे वह इस कुंड का पानी जरूर पीते थे। ब्यास नदी के किनारे स्थित इस कुंड के आसपास का नजारा भी रमणीय है ।


इस कुंड के लिए पानी भृगु कुंड से आता है। यह रोहतांग के रास्ते में स्थित है। इसके लिए पानी ग्लेशियरों से मिलता है। 


रोहतांग जाने वाले रास्ते में पाए जाने वाले चश्मो और कुंडों का पानी कई बीमारियों से भी मुक्ति ‌दिलवाता है। यही वजह है कि हर वर्ष भादो के महीने में स्‍थानीय लोग इन कुंडो का स्नान करते हैं। उनका मानना है कि पानी में मिली दुर्लभ जड़ी बूटियां उन्हें कई बीमारियों से निजात दिलवाती है। 


Thanx for Google Dev
















કમ્પ્યૂટરની લાક્ષણિકતાઓ:-

 સ્વયં સંચાલન :-

           કમ્પ્યૂટરએ કોઈ પણ કાર્ય પોતાની મેળે ( સ્વયં સંચાલન) કરે છે.ડેટા અને સૂચનાઓને એક વખત કમ્પ્યૂટરમાં સંગ્રહ કર્યા પછી કોઈ મધ્યસ્થીની જરૂર રહેતી નથી.કોઈ માહિતી સંગ્રહમાંથી શોધવી એટલે કે search 🔎 કરી શોધી આપે છે એવા અનેક કાર્યો આં પ્રકારના સ્વયં સંચાલન લક્ષણ વિના અશક્ય છે.


ચોક્કસાઈ:-


          સામાન્ય રીતે કમ્પ્યૂટર પોતાની દરેક ગણતરીમાં ચોક્કસાઈ પૂર્વકનું કાર્ય કરે છે. કમ્પ્યૂટર ગાણિતિક ઉપરાંત તાર્કિક ગણતરી પણ ચોક્કસાઈ પૂર્વક કરે છે.


ઝડપ :-

           કમ્પ્યૂટર ખુબ જ ઝડપથી ગણતરી કરી શકે છે. કમ્પ્યુટરની (સ્પીડ)ઝડપથી ગણતરી કરી શકે છે.કમ્પ્યુટરની ઝડપ માઇક્રો અને નેનો સેકન્ડમાં માપવામાં આવે છે..


માહિતી સંગ્રહ :-

            સંગ્રહ શક્તિએ કમ્પ્યુટરની અગત્યની લાક્ષણિકતા છે.કમ્પ્યૂટર તેની ગૌણ મેમેરીમાં વિપુલ પ્રમણમાં માહિતીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકે છે


પુનરાવર્તન ક્ષમતા :-

            યાંત્રિક કાર્ય એકધારી રીતે કરવા માટે કમ્પ્યૂટર સક્ષમ છે.ઉપરાંત કાર્યમાં રસહીન થવું, અણગમો અને શારીરિક ક્ષમતા જેવી માનવ મર્યાદા કમ્પ્યૂટરમાં નથી.


 વિશ્વસનીયતા :-

               કમ્પ્યૂટરએ વિશ્વસનીય યંત્ર છે.કમ્પ્યૂટર દ્વારા આપવામાં આવતી માહિતીની વિશ્વનીયતા ઉચ્ચ કક્ષાની હોય છે, માટે જ આજે અનેક ક્ષેત્રોમાં વ્યાપક ઉપયોગ થાય છે.


ઝડપી નિર્ણય શક્તિ:-

               કમ્પ્યૂટરએ ઝડપી ગણતરી ઉપરાંત ઝડપી નિર્ણય શક્તિની લાક્ષણિકતા પણ ધરાવે છે અનેક પોગ્રામ દ્વારા જટિલ નિર્ણયોની સરળ રજૂઆત કમ્પ્યૂટર કરી શકે છે.


ટીમ વર્ક :-

               કમ્પ્યૂટરએ એકબીજા સાથે જોડાઈને નેટવર્કની મદદથી સરળતાથી ટીમવર્કનું કાર્ય કરી શકે છે.


ભૂલો પર અંકુશ :-

           કમ્પ્યુટરની મદદથી રાખવામાં આવતા હિસાબોને કારણે પેઢીના ભૂલો પર અંકુશ રાખી શકાય છે. આથી જ કમ્પ્યુટર દ્વારા જ મોટી મોટી પેઢીઓમાં હિસાબો રખાય છે 


માહિતીની આપ-લે :-

              માહિતીની આપ લે માટે કમ્પ્યૂટર એક અગત્યનું યંત્ર છે , ઈ મેઈલની મદદથી સંદેશાઓની આપ લે સરળતાથી કરી શકાય છે,માટે કમ્પ્યુટરની જરૂર પડે છે.


આર્થિક બચત :-

                  કમ્પ્યૂટરએ સમય , શ્રમ અને માનવ શક્તિનો બચાવ કરે છે અને આર્થિક રીતે બચતએ કમ્પ્યુટરની અગત્યની લાક્ષણિકતા રહેલ છે.


અવિરત કામ :-

                કમ્પ્યૂટરએ અવિરત કામ સાથે જોડાયેલ યંત્ર છે તે ક્યારેય થાકતું નથી કે કંટાળતું પણ નથી અને સાથે ક્યારેય રજા પણ માંગતું નથી. ક્યારેય રિશેષ કે કોઈ પણ જાતના બ્રેક માંગતું નથી, આ રીતે કમ્પ્યૂટર અવિરત પણે કામ કરતું યંત્ર છે.


સ્મરણશક્તિ :-

કમ્પ્યુટર વિશાળ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ વર્ષો સુધી કરી શકે છે.


એકાગ્રતા :-

તે ક્લાકોનાં ક્લાકો સુધી સતત કાર્ય કરતું હોવા છતાં ક્યારેક તે કંટાળી જતું નથી. એટલે કે તેની એકાગ્રતા ગુમાવતું નથી કે તેની કાર્ય કરવાની ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી.


વિશ્વાસપાત્ર :-

કમ્પ્યુટરમાં સંગ્રહિત માહિતી ક્યારેક પણ ગમે તેટલો સમય પછી જોતા તે તેજ પ્રમાણેની જોવા મળે છે. 2+2 નું પરિણામ 4 જ આપે છે. તે સિવાય કોઈ પરિણામ આપતું નથી.. માટે કમ્પ્યુટર વિશ્વાસપાત્ર છે.


ચિત્રાત્મક રજૂઆત :

કમ્પ્યુટર ઉપર આપણે જરૂરિયાત મુજબનાં મકાનના પ્લાન, કાર્ટુન, ચિત્રો તૈયાર કરી શકીએ છીએ.


     આમ, મુખ્યત્વે કમ્પ્યુટરની ઉપરોક્ત તમામ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે.

Bed EPC-8 syllabus

EPC-8

ICT and Advance Pedagogy 






Saturday, May 4, 2024

કૃષ્ણ : વ્યક્તિથી વિભૂતિ સુધીની યાત્રા

જગ પ્રખ્યાત દ્વારકા  તીર્થે આવનાર લગભગ મોટાભાગના લોકો ધાર્મિક ભાવથી દર્શનાર્થે આવતા હોય છે. 

વિભુતિની વિદાયનાં વર્ષો પછી એ વિશ્વ વંદનીય બને, પૂજાવા લાગે, એનાં વિશાળ મંદિરો બને, મોટી ધજાઓ ચઢે, આસ્થાળુઓ ભાવ વિભોર બને.. 

આજકાલ પાઘડી ચર્ચામાં છે. ધ્વજા એટલે મંદિરની પાઘડી.

રાજા મહારાજાઓ તો અનેક થયા પણ દ્વારિકાના નાથની વાત જ ન થાય.

એમણે ઘણાને પરાસ્ત કર્યા કેટલાકનો વધ કર્યો, કંસના સિંહાસને જેમ ઉગ્રસેનને બેસાડ્યા એમ અન્ય રાજાઓના ખાલી થયેલ સિંહાસને એ નથી બેઠા.

દ્વારિકા એમણે વસાવ્યું, દ્વાપર યુગનું પ્રથમ ગણતંત્ર રાજ્ય બનાવ્યું.

ગણતંત્ર રાજ્ય એટલે વારસાગત રાજા નહીં પણ જ્યાંની પ્રજાને પોતાના શાસક નક્કી કરવાનો અધિકાર હોય.

એ પદ પામતાં પહેલાં, વ્યક્તિથી વિભૂતિ સુધીની યાત્રાની એક ઝલક.

અત્યારે તો અહીં નાની મોટી ઘણી જ્ઞાતિઓના સમાજ છે. જેમના સમાજ ન હોય કે વધુ સુવિધા જોઈતી હોય તેમને હોટેલોમાં રહેવા જમવાની સુવિધા પણ મળી શકે.

પણ પાંચેક હજાર વર્ષ પહેલાં ?? લોકવાયકાઓ મુજબ નાતજાતના ભેદભાવ વિના અઢારેય વરણ આવતું.

અત્યારે ઈ.સ. ૨૦૨૪ ચાલુ છે ઈ.સ. પૂર્વે ૩૨૨૮ કૃષ્ણનો જન્મ એટલે કે ૩૨૨૮ + ૨૦૨૪ = ૫૨૫૨ વર્ષ પૂર્વે કૃષ્ણ મથુરામાં જન્મ્યા, ગોકુળ વૃંદાવનમાં બાળપણ અને કિશોરવસ્થાનાં થોડાંક વર્ષો મથુરામાં.. પછી દ્વારકા સ્થાયી થયા.

મહાભારતના યુદ્ધ સમયે કૃષ્ણ ૮૯ વર્ષના હતા એ પછીનાં ૧૧ વર્ષ વીત્યાં ત્યારે કૃષ્ણની જન્મ શતાબ્દી દ્વારકામાં ઉજવાઈ ત્યારે ભારત વર્ષના લગભગ સમગ્ર રાજા મહારાજાઓએ કૃષ્ણનું આધિપત્ય સ્વીકાર્યું.

આ પહેલાં ભારત વર્ષના સમ્રાટ તરીકે મગધ નરેશ જરાસંઘ હતા, જે મામા કંસના સસરા થતા, કૃષ્ણના હાથે કંસનો વધ થયા પછી જરાસંઘને પોતાનું સમ્રાટ પદ અસ્થિર થતું લાગેલું. 

સમ્રાટ જરાસંઘની સત્તાની આણ સ્વીકારના ઘણા જાગીરદાર રાજ્યો હતાં એમાનું એક એટલે વિદર્ભ અને વિદર્ભના રાજા ભીષ્મક. ભીષ્મકનો પુત્ર રૂક્મી કંસનો મિત્ર હતો, એ જાણતા જરાસંઘે રુક્મીને પોતાના પક્ષે સાધીને ચેદીના રાજા દમઘોષ કે જે કૃષ્ણના ફુઆ થતા એમના મહત્વાકાંક્ષી પુત્ર શિશુપાલ સાથે વિદર્ભ કુંવરી, ભીષ્મકની પુત્રી અને રુક્મિની બહેન રૂક્ષમણીના વિવાહની યોજના બનાવીને કૃષ્ણ વિરોધી ગઠબંધનને મજબૂત બનાવવાનું નક્કી કરેલ.

રૂક્ષમણીના પિતા ભીષ્મક રૂક્ષમણી માટે કૃષ્ણને વધુ લાયક સમજતા હતા, રૂક્ષમણીએ કૃષ્ણની ખુબ પ્રસંશા સાંભળેલી અને લગભગ એક પક્ષી કહી શકાય એવા પ્રેમમાં પત્ર લખેલ.


કૃષ્ણ વિરોધી જૂથમાં કૃષ્ણના ફઈનો દીકરો શિશુપાલ, રૂક્ષમણીનો ભાઈ રૂક્મી અને અન્ય અનેક રજવાડાંઓ હતાં, કૃષ્ણ સમ્રાટ થયા પૂર્વે  અત્યંત સંઘર્ષમય જીવન જીવ્યા, દ્વારકામાં રહેવાનું કે વૈભવ વિલાસપુર્ણ જીવન જીવવાનો તો સમય જ નહોતો મળ્યો, દ્વારકાથી હસ્તિનાપુર, ઇન્દ્રપ્રષ્થ, દૈવાસુર સંગ્રામ અને અન્ય સંઘર્ષોમાં વ્યસ્ત રહ્યા. 

આજે કોઈ માણસને અસંતોષ હોય તો પ્રથમ પ્રયત્ન હોય કે સમજૂતી કે સમાધાન પંચ થકી સમસ્યાનું નિરાકરણ આવે અને જો એ શક્ય ન બને તો જ્યુડિશનલ કોટ, કે સેશન્સ કોર્ટના શરણે જાય, ત્યાંથી ન્યાય ન મળે તો હાઇકોર્ટ અને ત્યાં પણ સંતોષ ન થાય તો છેલ્લે સુપ્રીમ કોર્ટમાં જાય.


કૃષ્ણની રાજધાની દ્વારકા એટલે એ સમયની સુપ્રીમ કોર્ટ..

આ સુપ્રીમ કોર્ટ અમસ્તી નહોતી બની..


આજે તાલુકા કે જિલ્લા કક્ષાના આગેવાનની ડેલીએ જનદરબાર ભરાતો હોય છે, નાના મોટાં સૌ પોતપોતાની સમસ્યાઓના સમાધાન માટે આવતાં હોય છે, તો કૃષ્ણ તો એ સમયના મગધ સમ્રાટ જરાસંઘને પરાસ્ત કરનારા હતા.

બહુ આયામી વ્યક્તિત્વના સ્વામી વાંસળી જ નહીં સમય આવ્યે પંચજન્ય શંખનો ઘોષ પણ કરી જાણતા અને સુદર્શન ચક્ર પણ ચલાવતા. 

કૃષ્ણને શરણે આવનાર કોઈ નિરાશ ન થતું. સખા + બનેવી અર્જુન જ નહીં હસ્તિનાપુરની કુરુસભામાં વિષ્ટિ કરવા દૂત બનીને ગયેલ કૃષ્ણને કેદ કરવાની ધૃષ્ટતા કરનાર ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધન આવે તો એમને નિરાશ ન કરે નારાયણી સેના આપે.

આ તો થઇ રાજવીઓની વાત, પણ પોરબંદરથી એક નિર્ધન બાળસખા આવે, 

જેને દ્વારકામાં કોઈ ઓળખે નહીં, એમને આવકારવા ખુલ્લા પગે દોટ મૂકે, એ બાળસખા જ્યાં સુધી રોકાય ત્યાં સુધી પોતાની જરૂરિયાત જણાવે નહીં અને છતાં ય પોરબંદર પહોંચતાં સઘળું પામે.

🙏જય દ્વારિકાધીશ🙏



Wednesday, May 1, 2024

HSC BOARD EXAM BA 046 MOST IMP QUESTION

 આગામી બોર્ડની પરીક્ષામાં નીચે આપેલ પ્રશ્નો તૈયાર કરી 69 માર્કસ મેળવી શકશો.

વિભાગ B

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)


Chep 1 ના પ્રશ્નો


1. B.B.A. નું પૂરું નામ જણાવો.


2. ડૉ. જ્યૉર્જ આર. ટેરી મુજબ 6M એટલે શું ?


3. વ્યવસાયની લાક્ષણિકતાઓ જણાવો.


4. ધંધામાં નાણાની જરૂર કયારે પડે છે ?


5. કળા એટલે શું ?


6. સંચાલનમાં કેન્દ્રસ્થાને કોણ હોય છે ?


7. વ્યવસાય એટલે શું ?


8. સંચાલનની વિવિધ સપાટીઓના નામ જણાવો.


9. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી કઈ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત છે ?


10. મધ્યસપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે ?


11. તળ સપાટી બીજા કયા નામે ઓળખાય છે ?


12. યંત્ર વિન્યાસ એટલે શું ?


13. વહીવટનું કાર્ય કઇ સપાટીએ વધુ હોય છે ?


14. સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો.


15. માર્કેટીંગ સંચાલન એટલે શું ?


16. H.R.M. નું વિસ્તૃત રૂપ આપો.


17. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે ?


18. I.I.M. નું વિસ્તૃત રૂપ લખો.


19. M.B.A. નું વિસ્તૃત રૂપ લખો.


20. C.E.O. નું વિસ્તૃત રૂપ લખો.


22. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે ?


23. યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે ?




Chep 3 ના પ્રશ્નો


1. આયોજન કયાં-કયાં ક્ષેત્રમાં જોવા મળે છે ?


2. O.R. નું વિસ્તૃત રૂપ આપો.


3. સંચાલનનું પ્રથમ અને અંતિમ કાર્ય જણાવો.


4. 'જુઓ અને આગળ વધો' નો સિદ્ધાંત કક્યારે અપનાવાય છે ?


5. અંદાજપત્રના પ્રકારો જણાવો.


6. આયોજનમાં કયાં કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે ?


7. આયોજનના આધારો જણાવો.


8. પદ્ધતિ એટલે શું ?


9. આયોજનની પૂર્વ શરત કઈ છે ?


10. આયોજન માટે કઈ બાબતો ધ્યાનમાં રાખી પૂર્વાનુમાન કરવામાં આવે છે ?


11. સુનિયોજિત યોજનાઓનો સમયગાળો કેટલો હોય છે ?


12. આયોજનમાં અનુમાનો અને પૂર્વધારણાઓ માટે કઈ પદ્ધતિઓ અને માહિતીનો ઉપયોગ થાય છે ?


13. કઈ બાબત આયોજનની સફળતાને અવરોધે છે ?


14. ધંધાકીય એકમના ધ્યેય કેવાં હોવા જોઈએ ?


15. કાર્યક્રમ એટલે શું ?


16. આયોજનનાં ઘટકો જણાવો.


17. આયોજનની મર્યાદાઓ જણાવો. (કોઈપણ બે)


18. વ્યૂહાત્મક યોજના એટલે શું ?


19. કાર્યકારી યોજના કોને કહે છે ?


20. આકસ્મિક યોજના એટલે શું ?


21. આયોજન એટલે શું ?


22. 'જુઓ અને આગળ વધો' નો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે.


23. અંદાજપત્રના પ્રકારો જણાવો.


24. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ?


25. આયોજન કયા-કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?



Chep 10 ના પ્રશ્નો


1. માર્કેટિંગ મિશ્ર ના 4P કયા નામે ઓળખવામાં આવે છે?


2. BIS ની કામગીરી જણાવો.


3. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું ?


4. બ્રાન્ડિંગ એટલે શું?


5. પ્રસિદ્ધિનો અર્થ આપો.


6. વેચાણવૃદ્ધિ એટલે શું?


7. અભિવૃદ્ધિના તત્ત્વો(ઘટકો) જણાવો.


8. બજારીય મિશ્ર એટલે શું ?


9. કિંમતને અસર કરતા પરિબળો જણાવો. (કોઈપણ બે)


10. લેબલિંગ એટલે શું ?


11. માર્કેટીંગ મિશ્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?


12. જાહેર સંપર્ક એટલે શું ?


13. વેચાણ-વૃદ્ધિ એટલે શું ?


14. બ્રાન્ડિંગ એટલે શું ?


15. પ્રસિદ્ધિનો અર્થ આપો ?


16. અભિવૃદ્ધિ મિશ્ર કોને કહેવાય?




વિભાગ C


નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)


Chep 1 ના પ્રશ્નો


1. સંચાલન એટલે શું ?


2. સંચાલનની ઉચ્ચ સપાટીએ થતાં કોઈપણ બે કાર્યો જણાવો.


3. સંચાલનથી સમાજને કયા લાભ મળે છે ?


4. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે ?


5. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?


6. મધ્ય સપાટીના કાર્યો જણાવો. (કોઈપણ બે)


7. માનવ સંસાધન સંચાલન એટલે શું ?


8. "સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે” - સમજાવો.


9. “સંચાલન એ વિજ્ઞાન છે” – સમજાવો.


10. સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો કોનો સમાવેશ થાય છે ?


11. સંચાલનથી સમાજને કયા લાભ મળે છે ?


12. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?


13. સંકલનનો અર્થ આપો.



Chep 3 ના પ્રશ્નો


1. હેતુ-નિર્ધારણ એટલે શું ?


2. વ્યૂહરચના શા માટે જરૂરી છે ?


3. આયોજનનાં ઘટકો જણાવો.


4. ગૌણ યોજના કોને કહેવાય ?


5. નીતિ એટલે શું ?


6. “આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે." - સમજાવો.


7. આયોજનને અસર કરતા પરિબળો જણાવો.


8. આયોજન એ પસંદગીનું કાર્ય છે - સમજાવો.


9. ગૌણ યોજના કોને કહેવાય ?


10. નીતિ એટલે શું ?


11. આયોજન ખર્ચાળ છે. શા માટે ?



Chep 5 ના પ્રશ્નો


1. વિકાસ એટલે શું ?


2. ભરતી એટલે શું ?


3. તાલીમનો અર્થ આપો.


4. પસંદગીની વિધિના તબક્કા જણાવો.


5. પ્રતિક્ષા યાદી સમજાવો.


6. બૌદ્ધિક ક્સોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય ?


7. ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય ?


8. બઢતી સાથે બદલી એટલે શું ?


9. રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી ટૂંકમાં સમજાવો.


10. પ્રતિક્ષા યાદી એટલે શું?


11. ભરતીના કોઈ પણ ચાર બાહ્ય પ્રાપ્તિસાધનોનાં નામ લખો.


12. તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે' - વિધાન સમજાવો.


13. તાલીમ અને વિકાસ વચ્ચે તફાવતના બે- બે મુદ્દા જણાવો.


14. કર્મચારીની પસંદગી માટે લેવાતી કસોટીના નામ જણાવો.


15. વિકાસ એટલે શું?


16. ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનોના નામ લખો.


17. તાલીમનો અર્થ આપો.


18. ભરતી એટલે શું?


19. બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે?


20. ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે?



Chep 6 ના પ્રશ્નો


1. સારા નેતાના બૌદ્ધિક ગુણો જણાવો.


2. આત્મસિધ્ધિની જરૂરિયાત એટલે શું ? તેનું કોઈ એક ઉદાહરણ લખો.


3. અનૌપચારિક માહિતીસંચાર એટલે શું ?


4. નેતૃત્વનો અર્થ આપો.


5. કર્મચારી કલ્યાણ કારક પ્રવૃત્તિ અને સુવિધાઓમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે?


6. માલોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ દ્વારા દર્શાવો.


7. દોરવણીના તત્ત્વોની યાદી આપો.


8. પ્રોત્સાહનનો અર્થ સમજાવો.


9. સહભાગીદારી એટલે શું ?


10. માહિતીસંચારની પધ્ધતિઓમાં દૃશ્ય અને શ્રાવ્ય સાધનોના નામ આપો.


11. અભિપ્રેરણથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કઈ રીતે ?


12. નિરીક્ષણ એટલે શું ?


13. બૌદ્ધિક ગુણોમાં કયા કૌશલ્યો જોવા મળે છે ?


14. માહિતીસંચારના શ્રાવ્ય સાધનો જણાવો.


15. નાણાકીય પ્રોત્સાહનોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?


16. દોરવણીનાં તત્ત્વોની યાદી આપો.


17. અભિપ્રેરણ એટલે શું ?


18. પ્રોત્સાહનનો અર્થ સમજાવો.


19. "નિરીક્ષકનું કાર્ય શિક્ષક જેવું છે.” -વિધાન સમજાવો.



Chep 10 ના પ્રશ્નો


1. લેબલિંગના ચાર કર્યો જણાવો.


2. સારા વેચાણકર્તાની કોઈ પણ ચાર લાક્ષણિકતાઓ જણાવો.


3. બજાર પ્રક્રિયાની વેચાણ વિભાવના સમજાવો.


4. માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે?


5. વિતરણના માધ્યમો (પ્રકારો) જણાવો.


6. બજાર સંશોધનનો અર્થ આપો.


7. પેદાશ વિભાવનાની સમજ આપો.


8. માર્કેટિંગ મિશ્ર એટલે શું? તેમાં શેનો સમાવેશ થાય છે.


9. લેબલિંગના ઉપયોગો જણાવો.



વિભાગ D


નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ)


Chep 1 ના પ્રશ્નો


1. સંચાલનનું મહત્ત્વ જણાવો.


2. 'સંચાલન એક વ્યવસાય છે' - સમજાવો.


3. ઉચ્ચ સપાટી સંચાલનનાં કાર્યો જણાવો.


4. સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના મુદ્દાઓ લખો.


5. સંચાલન એટલે શું ? તેની લાક્ષણિકતાઓ સમજાવો.


6. “સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે" - સમજાવો.


7. "સંચાલન એક વ્યવસાય છે." - સમજાવો.


8. સંચાલનનું મહત્ત્વ સમજાવો.


9. માર્કેટિંગ (બજારીય) સંચાલનનો અર્થ આપી તેના કાર્યોની ટૂંકમાં સમજૂતી લખો.


10. ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જણાવો.


11. માનવ સંસાધનનું મહત્ત્વ જણાવો.


12. સંચાલનની તળ સપાટીના કાર્યો જણાવો.


13. 'સંચાલન એ વ્યવસાય છે.' – સમજાવો.


14. નાણાકીય સંચાલનના કાર્યો જણાવો. 


15. સંચાલનની વિવિધ સપાટીઓના નામ આપી આકૃતિ દોરો.


16. સંકલનનું મહત્ત્વ જણાવો.


17. મધ્યસપાટી અને તળસપાટી સંચાલન વચ્ચેના તફાવતના કોઈ પણ છ મુદ્દા લખો.



Chep 10 ના પ્રશ્નો


1. બજારીય પ્રક્રિયા અને વેચાણ તફાવતના ત્રણ મુદ્દા જણાવો.


2. બ્રાન્ડિંગની છ લાક્ષણિકતાઓ જણાવો.


3. જાહેરાતના કાર્યો સમજાવો.


4. કિંમતને અસર કરતાં ત્રણ પરિબળોની ચર્ચા કરો.


5. વેચાણ-વૃદ્ધિની છ પ્રયુક્તિઓ ટૂંકમાં સમજાવો.


6. બજાર પ્રક્રિયાની આકૃતિ દોરો.


7. જાહેરાત સામે વિરોધ વિશે ટૂંકનોંધ લખો.


8. જાહેરાત સંપર્કમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.


9. સારા વેચાણકર્તાના લક્ષણો જણાવો.


10. પેદાશની કિંમતને અસર કરતાં પરિબળો સમજાવો.



વિભાગ E


નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 5 ગુણ)


Chep 3


1. આયોજનની પ્રક્રિયા સમજાવો ?


2. આયોજનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.



Chep: 5


1. કર્મચારી વ્યવસ્થાને સ્પષ્ટ કરી તેનું મહત્ત્વ સમજાવો.


2. ભરતીનો અર્થ આપી તેનાં આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો.


3. ભરતીના પ્રાપ્તિ સ્થાન જણાવી બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની વિગતે સમજ આપો.


4. પસંદગી ની પ્રક્રિયા સમજાવો.


5. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેનાં લક્ષણો જણાવો.


6. તાલીમ એટલે શું ? તેનું મહત્ત્વ સમજાવો .


7. તાલીમ અને વિકાસ વચ્ચે તફાવત સમજાવો.



Chep: 6


1. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ સમજાવો.


2. નાણાકીય અને બિન-નાણાકીય પ્રોત્સાહનો સમજાવો.


3. દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.


4. માહિતીસંચારના અવરોધો સમજાવો.


5. વૈધિક અને અવૈધિક માહિતીસંચારનો તફાવત જણાવો.


6. અભિપ્રેરણનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો.


7. માહિતીસંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.


Monday, April 22, 2024

ઉત્તર વાહિની નર્મદા મૈયાની પરિક્રમા

  વર્ષોથી મનમાં થયા કરતું હતું કે માં નર્મદાની પરિક્રમા કરૂ પરંતુ સમય અને સંજોગો અનુકૂળ થતા નહોતા કોઈકે સાચું જ કહ્યું છે કે પરિક્રમા એ જ કરી શકે જેને માં પોતાના તીરે  બોલાવે. ? આમ તો હું સંસારમાં રહેતો અલગારી જીવ થોડામાં ઘણું માની મસ્તીથી જીવવું એ જ અભિલાષા અને સિદ્ધાંત હમણાં હમણાં ઘણી વાર ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરી અને મા અંબા ના ગબ્બરની 52 શક્તિપીઠ ની પરિક્રમા પણ કરી સાથે સાથે કોઈપણ ધાર્મિક સ્થાન ના દર્શન કરવા મને ખૂબ ગમે જેથી ઘણીવાર કાઠીયાવાડ માં રહેલા આપણા ધાર્મિક અને આધ્યાત્મિક સ્થાનોની મુલાકાત લેવાનું ગમે મારો જન્મ કાંકરેજ તાલુકાના નાનકડા ગામ કસલપુરામાં થયો છે અને મારા ઘરથી બનાસ નદી થોડા જ અંતરે વહે છે અમે નાના હતા ત્યારે એમાં બારેમાસ પાણી વહેતું અને અમે ખૂબ જ નહાતા અને રમતા એ જૂની યાદો અને પ્રકૃતિ જોડેનો મારો નાતો ખૂબ જ પુરાણો સાથે સાથે ઘરમાં ધાર્મિક વાતાવરણના કારણે પુરાતન સ્થાપત્ય શિલ્પો મંદિરો નદીઓ અને પર્વતો પ્રત્યે પ્રગાઢ વળગણ 

       આવી મનોસ્થિતિ ના કારણે વર્ષોથી થતું હતું કે મા નર્મદા ની પરિક્રમા જરૂર કરવી છે કેમકે મ રેવા અહીં પણ આપણા ઉત્તર ગુજરાત રાજસ્થાન અને કચ્છ જિલ્લા સુધીની જીવાદોરી નું કામ કરે છેઃ એટલે હવે (નદી નહીં કહું) માં રેવા ના દર્શને જઈને માનો સાક્ષાતકાર કરવો છે એવી અદમ્ય ઈચ્છા હતી 

              એવામાં જ અત્યારે ત્યાં જવા માટેની જે લાગણીઓ હતી એ હવે શાંત થતી નહોતી એ ઊર્મિઓનો વેગ હવે સહી ના શકાય એટલો પ્રચંડ બની ગયો અને મે જવાનું નક્કી જ કરી લીધું 

મા રેવાની પંચકોષી ઉત્તરવાહિની પરિક્રમા ચૈત્ર મહિનામાં શરૂ થાય છે એ જાણીને ખૂબ જ આનંદની લાગણી થઈ અને જવા માટેની બધી જ તૈયારી કરી લીધી ત્યાં ગરમી ન લાગે એટલા માટે ટોપી ઝભ્ભો કેનવાસના બુટ રાત્રી રોકાણ કરવા માટેનો સામાન બધી જ તૈયારી કરીને સવારે વહેલા પ્રભાતે ગાડી લઈને નીકળ્યા એ વખતનો આનંદ શબ્દો દ્વારા વર્ણવી શકાય એવો નથી કોઈ કવિ શ્રી એ કહ્યું છે ને કે 

  ઘટમાં ઘોડા થનગને આતમ વિઝે પાંખ વણ દીઠેલી ભોમ પર યોવન માડે આંખ 

            આવી મનોદશામ માં માની પરિકરમાં સ્થળે પહોંચવા નીકળી પડ્યા પાટણથી શરૂઆત કરી વચ્ચે ડાકોર શ્રી રણછોડરાયના દર્શન કર્યા અને બપોરે તો છેક ગરુડેશ્વર દત્ત ભગવાનના મંદિરે પહોંચી ગયા ત્યાંથી પરિક્રમા જવાના રૂટ ની શરૂઆત થાય છે એ ગામ જુના રામપુરા પહોંચવાનું હતું લગભગ ચાર વાગે ત્યાં પહોંચ્યા જ્યાંથી માં નર્મદા મૈયાની ઉત્તરકોશી પરિક્રમા શરૂ થાય છે અને લોકો ત્યાંથી પરિક્રમા ની શરૂઆત કરે છે ત્યાં પહોંચીને જોઉં છું તો 

     અ હા હા ?? શું મનોહર દ્રશ્ય છે ત્યાંનું ભેખડ ઉપર ઉભા રહીને જોઈએ તો એક બાજુ સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજી બાજુ તિલકવાડા કે જ્યાં સુધીની પરિક્રમા કરવાની હતી એ સ્થળ સ્પષ્ટ થયું. ઘણા વર્ષોથી જોયેલ સ્વપ્ન સાકાર થતું હતું આટલા બધા કિલોમીટર ગાડી સતત ચલાવી હોવા છતાં થાકનું કોઈ નામો નિશાન ન હતું. આમ તો બે કલાક સતત ગાડી ચલાવું તો પણ થાક લાગે પરંતુ આજે સતત સાત કલાક ગાડી ચલાવી હોવા છતાં થાક કંટાળો કે આળસ નું જાણે કે કોઈ અસ્તિત્વ જ ન હતું આ ને મા રેવાનો સાક્ષાત્કાર જ કહીઁ શકુ 

    માં રેવાના તીરે ઉભો રહીને જોઉં છું તો ઊંચી ઊંચી ભેખડો જેની ક્યારેય કલ્પના પણ નહોતી કરી એવા ઘટાદાર વૃક્ષો કિનારાને અડીને અડીખમ ઉભેલ આશ્રમો અને ભગવાન રણછોડરાયનું મંદિર બાજુમાં જ આવેલ યોગાનંદ આશ્રમ અને માં રેવાનું પવિત્ર અને પુણ્યશાળી વાતાવરણ  અજબ શાંતિ આપી રહ્યું હતું માનો પટ નિહાળતા નિહાળતા ઘણો સમય વીતી ગયો જેનું ભાન જ ન રહ્યું

              સાંજની સંધ્યા આરતીની ઝાલર વાગી અને એ સંભળાણી ત્યારે જ લાગ્યું કે સાંજ થઈ ચૂકી છે અને હું જાગ્રત અવસ્થામાં આવ્યો મન તંદરામાંથી જાગૃત થયું જાણે (સમાધિ લાગી ગઈ ) હતી તે દૂર થઈ 

         સૌની સાથે રણછોડરાય ભગવાનની આરતીના દર્શન કરી એમાં સહભાગી થવા પગ ઉપાડ્યા રામપુરા ગામનું આ મંદિર નવું છે  ભગવાનના દર્શન કર્યા આરતી લીધી અને સાંજ થઈ અંધારાના ઓળા ધરતી પર ઉતરવા લાગ્યા હવે ભૂખ પણ લાગી હતી પરંતુ પ્રથમ વિચાર એ આવ્યો કે પહેલા માના પાવન પવિત્ર જળમાં સ્નાન કરું પછી જ વાળું કરીશ સાથે લાવેલ નહાવાનો સામાન લઈ નદી કિનારે ચાલ્યો  ત્યાં ફુવારા ની પણ સુંદર વ્યવસ્થા કરેલી હતી ઘણો લાંબો સમય સ્નાન કર્યુ ઠંડુ પાણી અને આખો દિવસ ગાડી ચલાવી હોવાથી નાહવાની જે મજા આવી રહી હતી એનું વર્ણન શબ્દ દ્વારા શક્ય નથી મન અને તન પ્રફુલિત થઈ ગયા નાહીને ફ્રેશ થયા પછી જમવા જવાનું હતું અહીં એક વાત ખાસ જણાવું કે જમવા માટે અહીં સુંદર વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ મંદિરો અને આશ્રમ તરફથી કરવામાં આવી હતી અહીં ત્રણ જગ્યાએ ભોજન વ્યવસ્થા હતી અમે યોગાનંદ આશ્રમ ગયા પ્રસાદમાં મોહનથાળ ખીચડી કઢી ભુંગળા અને આચાર સાથે છાશ હતી પેટ ભરીને નહીં કહું પરંતુ મન ભરીને ખાધું શુદ્ધ અને સ્વાક્તિક ભોજન માણ્યા પછી આશ્રમના દર્શન કર્યા જૂની બાંધણીનો સુંદર આશ્રમ જ્યાં સેવાભાવી લોકો પરિક્રમા વાસીઓની ખડે પગે સેવા કરી રહ્યા હતા અને પુણ્ય નું ભાથું બાંધી રહ્યા હતા એની બાજુમાં જ આવેલ રણછોડરાયનું મંદિર જ્યાં રહેવાની અને સુવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે ત્યાં રાત્રિ રોકાણ કર્યું રાત્રે મોટો અને ખુલ્લો હોલ સુવા માટે નો હતો ત્યાં ઘણા પરિક્રમા વાસીઓ સાથે સુવાની વ્યવસ્થા હતી પરંતુ આંખોમાં નીંદર આવતી નહોતી એવું લાગતું હતું કે ક્યારે સવાર થાય અને પરિક્રમા ની શરૂઆત કરું એ જ વિચારમાં પડખા ફેરવી સવારની રાહ જોઈ રહયો છું.


સાભાર :- D.K. Raval