Labels

Showing posts with label B.Ed CC5. Show all posts
Showing posts with label B.Ed CC5. Show all posts

Saturday, May 18, 2024

કમ્પ્યૂટરની મર્યાદાઓ :-

કમ્પ્યુટર અત્યંત શક્તિશાળી સાધન છે. જે આપણા જીવનના અનેક પાસાઓને સરળ બનાવે છે. કમ્પ્યૂટર આપણને ખૂબ જ ઉપયોગી છે, તે જાણ્યા પછી એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે તે કેટલી હદ સુધી ઉપયોગી છે, તેની મર્યાદાઓ કેવી છે. કમ્પ્યૂટરની મર્યાદાઓ નીચે મુજબ છે :

કમ્પ્યૂટરની મર્યાદાઓ :-

માનવ બુદ્ધિનો અભાવ: 

કમ્પ્યુટર માનવ બુદ્ધિ, સહાનુભૂતિ અને સર્જનાત્મકતા જેવી ગુણોથી વંચિત છે. તેઓ માત્ર પ્રોગ્રામ કરેલા કાર્યો જ કરી શકે છે અને સ્વતંત્ર વિચાર કરવા અથવા નવી સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ નથી.

ભાષાની સમસ્યાઓ: 

કમ્પ્યુટર માનવ ભાષાની સૂક્ષ્મતા અને સંદર્ભને સંપૂર્ણ રીતે સમજવામાં મુશ્કલી અનુભવે છે. અર્થના શેડ્સ અને રૂઢિપ્રયોગો તેમના માટે પડકારરૂપ બની શકે છે.

શારીરિક મર્યાદાઓ : 

કમ્પ્યુટર ભૌતિક દુનિયામાં ક્રિયા કરવામાં સક્ષમ નથી. તેઓ વાસ્તવિક વસ્તુઓને સ્પર્શ કરી શકતા નથી, ચાલી શકતા નથી અથવા વાસ્તવિક પર્યાવરણ સાથે સંકલન કરી શકતા નથી.

નૈતિક મર્યાદાઓ : 

કમ્પ્યુટરોને સ્વતંત્ર નૈતિક ચુકાદો આપવાની ક્ષમતા નથી. તેઓ માત્ર પ્રોગ્રામ કરેલા નિયમોનું પાલન કરી શકે છે અને નૈતિક સંઘર્ષોનો ઉકેલ લાવવામાં સક્ષમ નથી.

ઊર્જા ખર્ચ : 

કમ્પ્યુટરો ચાલવા માટે ઊર્જા ખર્ચે છે, જે પર્યાવરણ માટે હાનિકારક હોઈ શકે છે.

હેકિંગ અને સાયબર સુરક્ષા: 

કમ્પ્યુટરો હેકિંગ અને સાયબર હુમલાઓ જેવા સુરક્ષા જોખમોને સંવેદનશીલ છે.


ટુંકમાં સમજીએ તો

તે માનવ મગજની જેમ સમજી શકતું નથી. જેથી કેટલીકવાર ખોટી માહિતીનો સ્વીકાર કરી ખોટા પરિણામો રજૂ કરે છે.

કમ્પ્યૂટરનો ઉપયોગ ગેરકાયદેસરના કામો કરવા માટે પણ થાય છે, જેના કારણે ગુનાખોરીને પ્રોત્સાહન મળે છે.

કમ્પ્યૂટરના ઉપયોગને કારણે નોકરીની તકોમાં ઘટાડો થયો છે અને બેરોજગારીની સ્થિતિનું નિર્માણ થયું છે.

વ્યક્તિ પાસે વિચારવાની અને સર્જન કરવાની શક્તિ છે, જે કમ્પ્યૂટર પાસે નથી.

કમ્પ્યૂટર ઈન્ટરનેટનો ઉપયોગ કરી હૅકર્સ બેંકના ખાતામાંથી પૈસાની ઉચાપત કરી લે છે. ઉપરાંત વિવિધ ગુપ્ત માહિતી કે બાબતો ખુલ્લી કરી દે છે.

કમ્પ્યુટર એ એક પર્યાપ્ત યંત્ર છે અને વારંવાર રીપેરિંગની મુશ્કેલી રહે છે.

કમ્પ્યુટરનો ઉપયોગ કરવો એ આવડત અને કુનેહ માગી લે છે, જે દરેક માટે શક્ય નથી.

કમ્પ્યૂટરમાં વાઇરસ દાખલ થાય તો માહિતી નાશ થઈ જાય છે અને અનેક મુશ્કેલીઓ સર્જાય છે.


ઉપરોક્ત મર્યાદાઓ હોવા છતાં, કમ્પ્યુટરો આજના સમાજમાં અમૂલ્ય સાધનો છે. તેઓ અમને માહિતી પ્રાપ્ત કરવા, સંચાર કરવા, કાર્ય કરવા અને આનંદ માણવામાં મદદ કરે છે.

Thursday, May 9, 2024

કમ્પ્યૂટરની લાક્ષણિકતાઓ:-

સ્વયં સંચાલન :-

કમ્પ્યૂટરએ કોઈ પણ કાર્ય પોતાની મેળે ( સ્વયં સંચાલન) કરે છે.ડેટા અને સૂચનાઓને એક વખત કમ્પ્યૂટરમાં સંગ્રહ કર્યા પછી કોઈ મધ્યસ્થીની જરૂર રહેતી નથી.કોઈ માહિતી સંગ્રહમાંથી શોધવી એટલે કે search 🔎 કરી શોધી આપે છે એવા અનેક કાર્યો આં પ્રકારના સ્વયં સંચાલન લક્ષણ વિના અશક્ય છે.

ચોક્કસાઈ:-

સામાન્ય રીતે કમ્પ્યૂટર પોતાની દરેક ગણતરીમાં ચોક્કસાઈ પૂર્વકનું કાર્ય કરે છે. કમ્પ્યૂટર ગાણિતિક ઉપરાંત તાર્કિક ગણતરી પણ ચોક્કસાઈ પૂર્વક કરે છે.

ઝડપ :-

કમ્પ્યૂટર ખુબ જ ઝડપથી ગણતરી કરી શકે છે. કમ્પ્યુટરની (સ્પીડ)ઝડપથી ગણતરી કરી શકે છે.કમ્પ્યુટરની ઝડપ માઇક્રો અને નેનો સેકન્ડમાં માપવામાં આવે છે..

માહિતી સંગ્રહ :-

સંગ્રહ શક્તિએ કમ્પ્યુટરની અગત્યની લાક્ષણિકતા છે.કમ્પ્યૂટર તેની ગૌણ મેમેરીમાં વિપુલ પ્રમણમાં માહિતીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકે છે

પુનરાવર્તન ક્ષમતા :-

યાંત્રિક કાર્ય એકધારી રીતે કરવા માટે કમ્પ્યૂટર સક્ષમ છે.ઉપરાંત કાર્યમાં રસહીન થવું, અણગમો અને શારીરિક ક્ષમતા જેવી માનવ મર્યાદા કમ્પ્યૂટરમાં નથી.

વિશ્વસનીયતા :-

કમ્પ્યૂટરએ વિશ્વસનીય યંત્ર છે.કમ્પ્યૂટર દ્વારા આપવામાં આવતી માહિતીની વિશ્વનીયતા ઉચ્ચ કક્ષાની હોય છે, માટે જ આજે અનેક ક્ષેત્રોમાં વ્યાપક ઉપયોગ થાય છે.

ઝડપી નિર્ણય શક્તિ:-

કમ્પ્યુટર એ ઝડપી ગણતરી ઉપરાંત ઝડપી નિર્ણય શક્તિની લાક્ષણિકતા પણ ધરાવે છે અનેક પોગ્રામ દ્વારા જટિલ નિર્ણયોની સરળ રજૂઆત કમ્પ્યૂટર કરી શકે છે.

ટીમ વર્ક :-

કમ્પ્યૂટરએ એકબીજા સાથે જોડાઈને નેટવર્કની મદદથી સરળતાથી ટીમવર્કનું કાર્ય કરી શકે છે.

ભૂલો પર અંકુશ :-

કમ્પ્યુટરની મદદથી રાખવામાં આવતા હિસાબોને કારણે પેઢીના ભૂલો પર અંકુશ રાખી શકાય છે. આથી જ કમ્પ્યુટર દ્વારા જ મોટી મોટી પેઢીઓમાં હિસાબો રખાય છે 

માહિતીની આપ-લે :-

માહિતીની આપ લે માટે કમ્પ્યૂટર એક અગત્યનું યંત્ર છે , ઈ મેઈલની મદદથી સંદેશાઓની આપ લે સરળતાથી કરી શકાય છે,માટે કમ્પ્યુટરની જરૂર પડે છે.

આર્થિક બચત :-

કમ્પ્યૂટરએ સમય , શ્રમ અને માનવ શક્તિનો બચાવ કરે છે અને આર્થિક રીતે બચતએ કમ્પ્યુટરની અગત્યની લાક્ષણિકતા રહેલ છે.

અવિરત કામ :-

કમ્પ્યૂટરએ અવિરત કામ સાથે જોડાયેલ યંત્ર છે તે ક્યારેય થાકતું નથી કે કંટાળતું પણ નથી અને સાથે ક્યારેય રજા પણ માંગતું નથી. ક્યારેય રિશેષ કે કોઈ પણ જાતના બ્રેક માંગતું નથી, આ રીતે કમ્પ્યૂટર અવિરત પણે કામ કરતું યંત્ર છે.

સ્મરણશક્તિ :-

કમ્પ્યુટર વિશાળ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ વર્ષો સુધી કરી શકે છે.

એકાગ્રતા :-

તે ક્લાકોનાં ક્લાકો સુધી સતત કાર્ય કરતું હોવા છતાં ક્યારેક તે કંટાળી જતું નથી. એટલે કે તેની એકાગ્રતા ગુમાવતું નથી કે તેની કાર્ય કરવાની ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી.

વિશ્વાસપાત્ર :-

કમ્પ્યુટરમાં સંગ્રહિત માહિતી ક્યારેક પણ ગમે તેટલો સમય પછી જોતા તે તેજ પ્રમાણેની જોવા મળે છે. 2+2 નું પરિણામ 4 જ આપે છે. તે સિવાય કોઈ પરિણામ આપતું નથી.. માટે કમ્પ્યુટર વિશ્વાસપાત્ર છે.

ચિત્રાત્મક રજૂઆત :

કમ્પ્યુટર ઉપર આપણે જરૂરિયાત મુજબનાં મકાનના પ્લાન, કાર્ટુન, ચિત્રો તૈયાર કરી શકીએ છીએ.

     આમ, મુખ્યત્વે કમ્પ્યુટરની ઉપરોક્ત તમામ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે.


Bed Sem 3 EPC-8 syllabus

EPC-8 Syllabus 

ICT and Advance Pedagogy 


યુનિટ -1

ICT અને કમ્પ્યુટર પરિચય

1.1 ICT અને કમ્પ્યૂટરની સંકલ્પના, ઉપયોગ અને મર્યાદા

1.2 MS Word (પરિચય, ઉપયોગિતા) 

પ્રવૃતિ – ટાઈપિંગ, ફોર્મેટિંગ, ફોન્ટ સેટિંગ, પેરેગ્રાફીન્ગ જેવા બેઝિક કાર્યો, મિનિમમ વર્ઝન 2007, અને Google docs નો પરિચય

1.3 MS Excel (પરિચય, ઉપયોગિતા) 

પ્રવૃતિ – ફોર્મ્યુલા સાથે પરિણામ બનાવવું, સમયપત્રક બનાવવું, સેલ ફોર્મેટિંગ જેવા બેઝિક કાર્યો, મિનિમમ વર્ઝન 2007, અને Google sheet नो परियय

1.4 MS PowerPoint (પરિચય અને ઉપયોગિતા)

શબ્દો, ચિત્રો, ઓડિયો અને વિડીયો ઇન્સર્ટ કરી સ્લાઇડ બનાવવી, ડિઝાઇન કરવી અને એનિમેશન આપવું, મિનિમમ વર્ઝન 2007, અને Google slides નો પરિચય


યુનિટ -2

ઇન્ટરનેટ અને ટીચિંગ-લર્નિંગ ટૂલ્સ પરિચય


2.1 ઇન્ટરનેટ, ઈમેઈલ અને બ્લોગ : 

અર્થ, પરિચય, ઉપયોગિતા

2.2 ઓનલાઈન ટીચર સપોર્ટ ટૂલ્સ પરિચય: 

ગૂગલ ક્લાસરૂમ, માઈક્રોસોફ્ટ ટીમ્સ, ગૂગલ મીટ, ChatGPT


2.3 ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ પરિચય: 

SWAYAM, DIKSHA, NROER


2.4 ગૂગલ સર્ચની વિવિધ રીતો

હેકિંગ, કૉપીરાઈટ ઉલ્લંઘન અને સાહિત્યની ચોરી (Plagiarism) नो परियय


યુનિટ -3 

અધ્યતન અધ્યાપનશાસ્ત્રનો પરિચય


3.1 અદ્યતન-અધ્યાપનશાસ્ત્ર : 

અર્થ, સિદ્ધાંતો, જરૂરિયાત


3.2 સંકલિત અધ્યાપનશાસ્ત્ર અને STEAM શિક્ષણ : 

સંકલ્પના અને પરિચય


3.3 5E મોડેલ: 

સોપાન અને શિક્ષકની ભૂમિકા


3.4 ચિંતનાત્મક અધ્યયન : 

સંકલ્પના, Gibs નું ચક્ર અને શિક્ષકની ભૂમિકા


યુનિટ -4 

અધતન અઘ્યાપનશાસ્ત્ર પ્રવાહો

4.1 બલેન્ડેડ લર્નિંગ 

સંકલ્પના, સ્વરૂપો, શિક્ષકની ભૂમિકા


4.2 મૂલ્યાંકનની આધુનિક પ્રયુક્તિઓ : 

સંકલ્પના અને પરિચય: [ કિવઝ (Google form), ગેમ્સ (Kahoot),, સ્ટુડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ (Mentimeter), પીઅર રીવ્યુ ]


4.3 ડિજિટલ પોર્ટફોલિયોઃ 

સંકલ્પના, પ્રકાર, ફાયદા, મર્યાદા


4.4 સંકલ્પના ચિત્રણ: 

સંકલ્પના, પ્રકાર અને મહત્વ શિક્ષણ




Friday, September 22, 2023

B.Ed. Sem 3 CC5 QUESTION BANK (Small Question) (UPDATE)

                                                       Saurashtra University

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

B.Ed. Sem 3 CC5 

QUESTION BANK

Small Question (2  Marks)



 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.     ( પ્રત્યેક ના માર્ક્સ) 

UNIT - 1 (2 MARKS QUESTION)

 

  1. ઇનપુટ ડીવાઇઝ એટલે શું ?   ઇનપુટ ડીવાઇઝના 2 નામ આપો ?
  2. કમ્પ્યુટરના ફક્ત પ્રકાર જણાવો.
  3. કમ્પ્યુટરનો અર્થ આપો.
  4. કમ્પ્યુટરના કોઇપણ બે લક્ષણો જ્ણાવો.
  5. કમ્પ્યુટરની કોઇપણ બે મર્યાદા જ્ણાવો.
  6. કમ્પ્યુટરના કોઇપણ બે ઉપયોગો જ્ણાવો.
  7. સુપર ક્મ્પ્યુટર વિશે જણાવો.
  8. માઇક્રો કમ્પ્યુટરની સંકલ્પના સ્પષ્ટ કરો.
  9. મેઇનફ્રેમ ક્મ્પ્યુટર વિશે સમજાવો.
  10. સુપર ક્મ્પ્યુટર અને મેઇનફ્રેમ ક્મ્પ્યુટર વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો.
  11. કમ્પ્યુટરનુ મગજ કોને કહેવાય છે ?
  12. કમ્પ્યુટરની સંકલ્પના સ્પષ્ટ કરો ?
  13. ROM  શું છે ? તેનુ કાર્ય લખો ?
  14. RAM  શું છે ? તેનુ કાર્ય લખો ?
  15. પ્રાથમિક અને ગૌણ સંગ્રહ સાધનોનો અર્થ આપી એક એક ઉદાહરણ આપો.
  16. ફલોપી ડિસ્ક અને હાર્ડડિસ્ક વચ્ચેનો મુખ્ય તફાવત બતાવો.
  17. માઉસના કોઇપણ બે કાર્યો લખો.
  18. સ્ટોરેજ ડિવાઇસ એટ્લે શું ?
  19. C.P.U. નુ પુર્ણ રૂપ આપો.
  20. માઉસ એટલે શુ?
  21. ICT  નુ પુર્ણ રૂપ આપો.
  22. RAM  નુ પુર્ણ રૂપ આપો.
  23. ROM  નુ પુર્ણ રૂપ આપો.
  24. કોઇપણ બે ઓપરેટીગ સિસ્ટમના નામ આપો.
  25. RAM અને ROM વચ્ચેના કોઇપણ બે તફાવત સમજાવો.
  26. કમ્પ્યુટરના કોઇપણ બે સંગ્રહ સાધનોના નામ જ્ણાવો.
  27. Hard disk વિશે સમજ આપો.
  28. Pen Drive વિશે સમજ આપો.
  29. CD નુ પુર્ણ રૂપ આપો.
  30. DVD નુ પુર્ણ રૂપ આપો.
  31. કોઇપણ બે સ્ટોરેજ ડિવાઇઝના નામ આપો.
  32. કમ્પ્યુટરના કોઇપણ બે કાર્યો જણાવો.
  33. કિબોર્ડમા રહેલી delete અને backspace કી વચ્ચેનો તફાવત સમજાવો.

 

UNIT - 2 (2 MARKS QUESTION)

 

  1. MS OFFICE 2007  ના કોઇપણ બે ઉપયોગો જ્ણાવો.
  2. MS WORD 2007  ના કોઇપણ બે ઉપયોગો જણાવો.
  3. MS WORD 2007  મા વોટરમાર્ક કઇ રીતે આપવામા આવે છે.
  4. MS WORD 2007  મા પેજ નંબર કઇ રીતે આપવામા આવે છે.
  5. MS WORD 2007  મા પેજ બોર્ડર કઇ રીતે આપવામા આવે છે.
  6. MS WORD 2007  મા હેડર ફુટર સમજાવો.
  7. MS WORD 2007  મા પેજને zoom કઇ રીતે કરી શકાય છે.
  8. MS WORD 2007  મા SPLIT  એટલે શું ?
  9. MS WORD 2007  મા ALIGN TEXT સમજાવો.
  10. MS EXCEL 2007  મા Clip board  સમજાવો.
  11. MS EXCEL 2007  મા SORT  વિશે ટુંકમાં સમજાવો
  12. MS EXCEL 2007  મા જોવા મળતા કોઇપણ ચાર ચાર્ટના નામ આપો.
  13. MS EXCEL 2007  મા કોલમ અને રો ટૂંકમાં સમજાવો.
  14. MS EXCEL 2007  ની કોઇપણ પાંચ ફોર્મ્યુલા દર્શાવો.
  15. MS POWERPOINT 2007 મા સ્લાઇડ ડિઝાઇન કેવી રીતે બદલશો ?
  16. MS POWERPOINT 2007 મા સ્લાઈડ શો માટે જોવા માટેની કોઇપણ બે રીત દર્શાવો.
  17. MS POWERPOINT 2007 મા નવી સ્લાઈડ ઉમેરવા માટેની કોઇપણ બે રીત દર્શાવો.
  18. MS POWERPOINT 2007 મા Animation કેવી રીતે ઉમેરશો ?
  19. MS POWERPOINT 2007 મા Clipart કેવી રીતે ઉમેરશો ?
  20. MS POWERPOINT 2007 મા WordArt વિશે સમજાવો.
  21. કટકોપીપેસ્ટ સમજાવો?
  22. ઈન્ટરનેટ એટલે શું ?
  23. www નુ પુર્ણ રુપ આપો.
  24. ઈન્ટરનેટ ની શિક્ષણમાં કોઇપણ બે ઉપયોગીતા જણાવો.
  25. ઈન્ટરનેટ ની કોઇપણ બે મર્યાદા જણાવો.
  26. ગુગલ ડ્રાઈવ એટલે શુ?
  27. ગુગલ સ્લાઇડ શું છે ?
  28. ગુગલ શીટ શું છે ?
  29. ગુગલ ડોક્સ શું છે ?
  30. ગુગલ કેલેન્ડર વિશે સમજાવો.
  31. AutoDraw ની ટેગ લાઇન શું છે ?
  32. AutoDraw વિશે સમજ આપો.
  33. Jamboard ની ટેગ લાઇન શું છે ?
  34. Jamboard વિશે સમજ આપો.
  35. Jamboard શું છે ?

 

UNIT - 3 (2 MARKS QUESTION)

  1. ICT નું પૂરું નામ આપો.
  2. ICTના કોઇપણ બે ઉપયોગો જણાવો.
  3. ICTની કોઇપણ બે મર્યાદા જણાવો.
  4. ICT મા શાનો સમાવેશ થાય છે ?
  5. ઓનલાઇન કલાસના કોઇપણ બે માધ્યમ જણાવો.
  6. face-to-face અધ્યાપનના કોઇપણ બે લક્ષણો જણાવો.
  7. ક્યા ઉદેશ માટે શિક્ષણમા ICT નો ઉપયોગ જરુરી છે ?
  8. ICT નો ઉપયોગ કરવા માટે શિક્ષક અને વિદ્યાર્થી બંનેમા કઇ skill હોવી જરુરી છે ?
  9. TestMoz  શું છે ?
  10. TestMoz  કોના દ્વારા ડીઝાઇન કરવામા આવેલ છે.
  11. Google Quiz માં કેટલા પ્રકારના પ્રશ્નો ઉપયોગમા લઇ શકાય છે ?
  12. ઇ-લર્નીગ એટલે શું ?
  13. ઇ-લર્નીગ સંદર્ભે શિક્ષક-વિદ્યાર્થીના કૌશલ્યો જણાવો.
  14. ઓનલાઇન અધ્યાપન અને અધ્યાપન સંકલ્પના સ્પષ્ટ કરો.
  15. ઓનલાઇન અધ્યાપન અને face-to-face અધ્યાપન વચ્ચેના કોઇપણ બે તફાવત રજુ કરો.
  16. આપણે ગૂગલ ક્લાસરૂમમાં શું કરી શકીએ છીએ ?
  17. Google Meet એપ્લિકેશનનો ઉપયોગ જણાવો.
  18. Zoom એપ્લિકેશન વિશે જણાવો.
  19. ઓનલાઇન મુલ્યાકનના કોઇપણ બે માધ્યમ જણાવો.
  20. ઓનલાઇન મુલ્યાકન એટલે શું ?
  21. ગૂગલ ફોર્મ દ્વારા કવિઝ બનાવવાના સોપાનો વર્ણવો.
  22. પુર્ણ રૂપ આપો. QR Code
  23. QR Code ના કોઇપણ બે ઉપયોગો જણાવો.
  24. QR Code ની શરુઆત કઇ કંપની દ્વારા કરવામા આવી હતી.
  25. QR Code કઇ કઇ બાબતના બનાવી શકાય છે.

 

 

UNIT - 4 (2 MARKS QUESTION)

  1. ઓનલાઇન શિક્ષણ મંચનો અર્થ આપો.
  2. ઓનલાઇન શિક્ષણ મંચના કોઇપણ બે ઉપયોગો જણાવો.
  3. Swayam નું પૂરું નામ આપો.
  4. Swayam નું સુત્ર જણાવો.
  5. પુર્ણ રૂપ આપો. NREOR
  6. NREOR વિશે ટુકમા સમજ આપો
  7. દિક્ષા પોર્ટલ શું છે ?
  8. DIKSHA નું પૂરું નામ આપો.
  9. DIKSHA શું કાર્ય કરે છે ?
  10. DIKSHA એપ્લિકેશનમા કઇ કઇ બાબતો સમાવેલ છે ?
  11. DIKSHA નું પ્રેરણાસુત્ર ક્યુ છે ?
  12. NAD નું પૂરું નામ આપો.
  13. NAD શુ છે ?
  14. E Pathshala વિશે જણાવો.
  15. E Pathshala ની શરુઆત ક્યારે થઇ અને કોના દ્વારા ડેવલપ થયેલ છે.
  16. Swayam Prabha channel વિશે માહિતી આપો.  
  17. Swayam Prabha channel મા હાલ કુલ કેટલી ચેનલ જોવા મળે છે ?
  18. OBS નું પૂરું નામ આપો.
  19. OBS સ્ટુડીયો દ્વારા શું કરી શકિયે ?
  20. Loom  શું છે ?
  21. OPENSHOT  વિશે ટુંકમા સમજાવો.
  22. TRIMMING એટલે શું ?
  23. Transition એટલે શું ?
  24. કોઇપણ બે રેકોર્ડિંગ ટુલ્સ ના નામ આપો.