Showing posts with label ARTICLE. Show all posts
Showing posts with label ARTICLE. Show all posts

Wednesday, March 15, 2023

બાજરો

બાજરો ગઈકાલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને પંજાબના અમુક ભાગ તેમજ પૂર્વ ભારતનું ધાન્ય હતું. જોકે બાજરો આજે પણ સૌરાષ્ટ્રનાં ૮૦ ટકા ઘરોમાં ખવાય છે. પ૦ ટકા ઘરોમાં નિયમિત ખવાય છે. બાજરાને સંસ્કૃતમાં વર્જા‍રી કહે છે. ઉર્દૂમાં ફારી, હિ‌ન્દીમાં બાજરા, તામિલમાં કુમ્બુ, તેલુગુમાં સજ્જા અને અંગ્રેજીમાં પર્લમિલેટ કહે છે. જોકે જ્યારે અંગ્રેજી મિલેટ કહે ત્યારે તેમાં બાજરો, જુવાર અને રાગી પણ આવી જાય છે. જો જુવારનું સૌથી વધુ બહુમાન કર્યું હોય તો મહારાષ્ટ્રીયનોએ અને શિવસૈનિકોએ કર્યું હતું. મુંબઈ અને મહારાષ્ટ્રના શહેરમાં ‘ઝુણકા ભાખર’ની સાવ સસ્તામાં મળતી જુવારની રોટી અને શાક શેરીએ શેરીએ મળતું પણ આજે મહારાષ્ટ્ર પણ ઝુણકા ભાખર ભૂલતું જાય છે.


આપણા દેશના જ નહીં પરદેશના લોકોએ બાજરાને ખૂબ અન્યાય કર્યો છે. અમેરિકનો આફ્રિકા ગયા અને ત્યાં બાજરાનો સ્વાદ ચાખી આવ્યા અને તેના ઔષધિય ગુણો જાણ્યા ત્યારે તે લોકોને બાજરાના ગુણ સમજાયા. જેને આહારશાસ્ત્રના પિતામહ ગણાય છે તે પાયથાગોરસે બાજરાનાં પોષણતત્ત્વોની ૨પ૦૦ વર્ષ પહેલાં ભારે પ્રશંસા કરેલી. લોસ એન્જલસ શહેરના એક સેનેટોરિયમમાં દરદીને પેશાબમાં ખૂબ દર્દ હતું. આખરે ઘઉં બંધ કરીને બાજરીની બ્રેડ (રોટલા) ખવડાવાયી તેથી તેનું પેશાબનું દર્દ ચાલ્યું ગયું ગોંડલના મહારાજા બાજરાનો રોટલો ખાતા અને તે પણ ગોંડલ સ્ટેટનો બાજરો જ ખાતા.


અમેરિકાના એક એનિમલ ફાર્મમાં દૂઝણા ઢોરને સતત મકાઈ અને ઘઉંનું ખાણ ખવડાવતા હતા. તેથી ઢોર બીમાર પડયાં એટલે અમેરિકાની યેલ યુનિ.ના પ્રોફેસરોએ પ્રયોગ કરીને બાજરાને ભરડીને તેનું ખાણ આપવા માંડયું. તેનાથી ગાયો સાજી થઈ ગઈ એટલું જ નહીં પણ વધુ દૂધ આપવા માંડી. ત્યારે અમેરિકાના ફિલસૂફ એસ્કિ ફ્રોઝે કહ્યું કે ફિલસૂફી સાથે બાજરાનો રોટલો ખાઓ તો જલદી જ્ઞાન આવે. બાજરામાં તમામ વિટામિનો, ખનિજો અને પૌષ્ટિક એમિનો એસિડ છે. આયુર્વેદમાં તેને કાંતિ આપનાર બલવર્ધક અને સ્ત્રીઓની કામશક્તિને વધારનાર ગણાય છે.


એવી વાનગીથી મેઘરાજાનું સ્વાગત કરાતું અને વર્ષાને પણ ઊના ઊના રોટલાની લાલચ અપાતી. સૌરાષ્ટ્રમાં અમુક ખેડૂતો બાજરાના જ સ્પેશિયલિસ્ટ હતા. તે પછીથી બાજરિયા અટક ધરાવનારા લેઉવા પટેલ થઈ ગયા.


કચ્છમાં બાજરાના રોટલા ખાવાની મજા છે. બાજરા વિશે એક કચ્છની લોકકથા છે. કચ્છના લાખા ફુલાણીનું લશ્કર અંધારામાં કોઈ પ્રદેશમાં આવી ચઢયું ત્યારે અંધારામાં કોઈ ગામ દેખાયું નહીં. ભૂલું પડેલું લશ્કર આફતમાં આવ્યું. ઘોડા સાથે માણસ પણ કોણ જાણે મરવા માંડયા. એ સમયે ત્યાં બાજરો ઊગેલો જોયો. હજી એ જમાનામાં બાજરાને કોઈ ઓળખતું નહીં. બાજરો એટલો ‘ગરીબડો’ અને સરળતાવાળો છે કે તેને કોઈ જ ખાતર કે લાડકોડ જોતાં નથી. ખેતરમાંય પાકે છે અને ખેતરની બાજરી વધુ વિટામિનવાળી અને ઔષધિય હોય છે. લાખા ફુલાણીનું લશ્કર બાજરાને ઓળખતું નહોતું પણ પછી ડરતા આ બાજરો ખાધો અને બધામાં અદભૂત બળ આવ્યું અને પછી ઠંડા પ્રદેશમાંથી એ બાજરાનું બિયારણ લેતા આવ્યા.રજપૂતોએ બાજરો ખાઈને બાવડાનું બળ વધાર્યું.


શરૂમાં બાજરાનું નામ પડયું નહોતું પણ રજપૂતોએ બાજરો ખાધા ભેગો પચી ગયો અને તુરંત ભૂખ લાગી એટલે શરૂમાં તેનું નામ ‘જ્યોં બા જ્યોં’ એટલે જેવો પેટમાં ગયો એટલે પચ્યો-તેવું નામ રાખ્યું તે ઉપરથી આખરે બાજરો નામ પડયું. પછી ગાંધીજીના આશ્રમમાં એટલે જ કહેવાતું કે ભાઈ બાજરા જેવો સીધો-સરળ થા કોઈને ભારે ન પડ. બાજરા માટે કેટલીય કહેવત હતી. બાજરામાં જીવાત ન પડે અને લાંબો ટકે એટલે તેને ચૂલાની છાણાની રાખ લગાવવામાં આવતી તેથી બાજરો ટકતો તે પરથી બાજરાની કહેવત પડી કે :બાજરો રાખથી સારો રહીને ટકે અને બાવો ભભૂત લગાવવાથી શોભે છાણાની રાખને પણ બાજરો આભૂષણ માને છે. રક્ષક તો ખરી જ. ઈમ્પોટન્સી-નપુંસકતા માટે મૈસુરની ઈન્ડો-અમેરિકન હોસ્પિટલના દરદીને બાજરાના રોટલા ખવડાવાતા.


ઘણા લોકો બાજરાને ‘ગરમ’ ગણે છે. હું કર્ણાટક અને આંધ્રમાં ગયો ત્યાં મેં જોયું કે ત્યાંના વૈદ્યો જેને બ્લીડિંગ પાઈલ્સ-દૂઝતા હરસ થતા તેને બાજરો ખવડાવતા, શરત એટલી કે સાથે ગાયનું ઘી ખવડાવવું. લોસ એન્જલસની પેટના રોગોની અમુક હોસ્પિટલમાં જે દરદીને જમ્યા પછી ખાટા ઓડકાર આવે છે તેવા એસિડિટીવાળાને બાજરાના રોટલા ખવડાવે છે. તમે બાજરો ખાઈ જજો. ઘઉંની રોટલી કે ઘઉંની વાનગી તમને ઢીલો મળ અને વાસ મારતો મળ પેદા કરે છે. બાજરાના રોટલાથી બંધાયેલો અને બહુધા વાસ વગરનો મળ આવે છે. બાજરાના રોટલા ખાનારા સૌરાષ્ટ્રના કવિઓ વધુ ધારદાર અને ગરમાટો લાવનારી કવિતા કે લોકગીત લખી શકે છે.


ખરેખર તો બાજરના રોટલાને ઘી ચોપડવાની પણ જરૂર નથી. બાજરામાં કુદરતી ચરબી છે એટલે ઘી વગર ખાઈ શકાય છે. જો તમારે પ્રમાણભૂત રીતે બાજરાની ઘઉં કરતાં સરસાઈ જાણવી હોય તો ૧૦૦ ગ્રામ બાજરામાં સાડા ચાર ગ્રામ કુદરતી ચરબી રહેલી છે ત્યારે ઘઉંમાં માત્ર સવા ગ્રામ જેટલી જ ચરબી છે. ઘઉંમાં આને કારણે તેની ભાખરી, રોટલી કે થેપલાંના મોણમાં ખૂબ તેલ વાપરવું પડે છે પણ બાજરાના રોટલામાં નહીં. ઘઉં ખોટા લાડ કરે છે. બાજરો પેટને સૌથી વધુ પ્રેમ કરે છે. સૌરાષ્ટ્રમાં હૃદયરોગને કોઈ જાણતું નહીં કારણ કે ત્યાં બાજરો ખવાતો, સાથે લસણની ચટણી ખવાતી. લસણમાં કેલ્શિયમ ફોસ્ફરસ, લોહ, વિટામિન ‘સી’ અને બીજાં પાચક દ્રવ્યો છે.




લસણમાં પેનિસિલીનના ૧પ યુનિટ જેટલું જંતુનાશક તત્ત્વ છે એટલે લસણની ચટણીમાં તૈલી તત્ત્વો છે તે શરીરમાં જઈને લોહીને સાફ કરે છે. ફેફસાંને મજબૂત કરે છે. શિયાળામાં લસણ થકી તમને ગરમી મળે છે અને ઉનાળામાં તમારા શરીરમાંથી પરસેવો કાઢીને તમને ઠંડા રાખે છે. આ દૃષ્ટિએ સૌરાષ્ટ્રમાં બહુ જ ઓછી બીમારી, બહુ જ ઓછા ડોક્ટરો, નામની જ હોસ્પિટલો હતી. સ્વિત્ઝરલેન્ડના એક ડોક્ટર બર્ચર બેનર સૌરાષ્ટ્ર અને રાજસ્થાન આવ્યા. અહીં તેમણે જોયું કે કોઈને લોહીના પરિભ્રમણ કે કોલેસ્ટેરોલની સમસ્યા નહોતી. તેમણે પછી સ્વિત્ઝરલેન્ડમાં બાજરા-લસણ થેરપી શરૂ કરેલી.


ઉરુલીકાંચનમાં બાલકોબા ભાવે (વિનોબા ભાવેના નાના ભાઈ) મુખ્ય સંચાલક તરીકે હતા તેમણે ટીબીનો રોગ બાજરાનો રોટલો અને લસણ થેરપીથી મટાડેલો. આજે ભારતમાં ૯૪.૩ લાખ હેક્ટરમાં બાજરાની ખેતી થાય છે તે ખેતી વધુ થાય એટલે કે બાજરાના ગુણો જાણી વધુ બાજરો ખવાય તો જમીનની પૌષ્ટિકતા જળવાશે અને વિલાયતી ખાતરથી જમીન નહીં બગડે. શોષક લોકો બીજાનો કસ કાઢે છે. બાજરો પોતાનો કસ કાઢી જમીન પાસેથી કાંઈ લેતો નથી. જમીનને ગરીબ કહતો નથી.’


સૌજન્ય: બ્લોગ “દાદીમા ની પોટલી



Monday, March 6, 2023

વાસ્તુશાસ્ત્ર અને જીવન

એક વ્યક્તિએ વેપારમાં ઉન્નતિ થયા બાદ લંડનમાં જમીન લીધી ને સરસ બંગલો બનાવ્યો.

જમીન પર પહેલેથી જ એક સરસ સ્વિમિંગ પુલ અને100 વરસ જૂનું લિચી નું ઝાડ હતું.

એ જગ્યા એમણે એ લિચી ના ઝાડને કારણે જ લીધેલી, કારણકે એની પત્નીને લિચી ખુબ જ પ્રિય હતી.

કેટલાક સમય પછી એમણે Renovation નું કામ કરવા ધાર્યું ત્યારે એમના મિત્રોએ સલાહ આપી કે એણે કોઈ વાસ્તુશાસ્ત્રીની સલાહ લેવી જોઈએ.

જો કે એને આવી કોઈ વાત પર વિશ્વાસ નહોતો પણ મિત્રોનું મન રાખવા એ માની ગયા અને

Hongkongના 30 વરસથી વાસ્તુ શાસ્ત્રમાં પ્રસિદ્ધ Master Cao  ને બોલાવી લીધા.

એમને Airport થી લીધા, બન્ને શહેરમાં જમ્યા અને પછી એમને પોતાની કારમાં પોતાને ઘેર લાવવા નીકળ્યા.

રસ્તામાં કોઈપણ કાર એમને Overtake કરવાની કોશિશ કરે, એ એને રસ્તો આપી દેતા.

Master Cao એ હસતા હસતા કહ્યું તમે ખૂબ Safe driving કરો છો. એણે પણ હસતા હસતા જ કીધું કે લોકો હમેશા Overtake ત્યારે જ કરે છે જ્યારે તેમને કોઈ અનિવાર્ય કાર્ય હોય, તો આપણે એમને રસ્તો આપવો જોઈએ.

ઘર સુધી પહોંચતા રસ્તો થોડો સાંકડો થઈ ગયો એટલે એણે કાર વધુ ધીમી કરી નાખી.ત્યારે જ અચાનક એક નાનો છોકરો હસતો હસતો ગલીમાંથી નીકળી ખૂબ ઝડપથી દોડતો એમની કાર આગળથી જ રસ્તો ક્રોસ કરી જતો રહ્યો.એ એ જ ધીમી ગતિથી પેલી ગલી બાજુ જોતા રહ્યા, જેમ કે એને કોઈની રાહ હોય, ત્યાં અચાનક એ જ ગલીમાંથી બીજો એક છોકરો તેજ ગતિથી દોડતો એમની કાર પાસેથી નીકળી ગયો, કદાચ પેલા આગળના બાળકનો પીછો કરતા કરતા.

Master Cao એ હેરાનીથી પૂછ્યું - તમને કેવી રીતે ખબર પડી કે બીજો છોકરો પણ દોડતો દોડતો નીકળશે?

એણે બહુ સહજભાવે કીધું, બાળકો હંમેશા એકબીજાની પાછળ દોડતા રહેતા હોય છે અને એ વાત પર વિશ્વાસ કરવો જ અસંભવ છે કે કોઈ સાથીદાર વગર કોઈ બાળક આવી ધમાલ કે ભાગદોડ કરતું હોય.

Master Cao આ વાત સાંભળી જોરથી હસ્યાં અને બોલ્યા, તમે નિઃસંદેહ ખૂબ જ સમજદાર વ્યક્તિ છો.

ઘર સુધી, પહોંચી બન્ને કારમાંથી ઉતર્યા,ત્યાં અચાનક ઘરની પાછળથી  7-8 પક્ષીઓ એકદમ ઝડપથી ઉડતા જોવામાં આવ્યા. એ જોઈને એણે Master Cao ને કીધું કે તમને ખરાબ ન લાગે તો આપણે થોડી વાર રોકાઈ જઈએ અહીં?

Master Cao એ કારણ જાણવા માગ્યુ તો એણે કહ્યું કે લગભગ કોઈ બાળકો ઝાડવા પરથી લિચી ચોરતા હશે, ને અચાનક આપણને જોઈને ગભરાહટમાં ભાગદોડ કરશેકે ઝાડ પર થી પડી જશે તો કોઈ બિચારા બાળકને ઇજા થઇ જશે.


Master Cao..... થોડો સમય ચૂપ રહયા,પછી સંયમિત અવાજમાં બોલ્યા, મિત્ર, આ ઘર પર કોઈ જ વાસ્તુદોષ પણ નથી અને વાસ્તુદોષ નિવારણ ની કોઈ આવશ્યકતા પણ નથી.

એણે ખૂબ હેરાનીથી પૂછ્યું, કેમ?

Master Cao જ્યાં તમારા જેવા વિવેકપૂર્ણ અને આસપાસના લોકોની ફક્ત ભલાઈ માટે જ વિચારતા લોકો રહેતા હોય,

એ સ્થાન/સંપત્તિ વાસ્તુશાસ્ત્ર ના નિયમ પ્રમાણે ખૂબ જ પવિત્ર-સુખદાયી-ફળદાયી જ રહેશે.

જયારે આપણું મન અને મસ્તિષ્ક બીજાની ખુશી અને શાંતિને પ્રાથમિકતા આપવા લાગશે, તો એનાથી બીજાને જ નહીં, આપણને પોતાને પણ માનસિક લાભ-શાંતિ- પ્રસન્નતા મળે છે.

જો કોઈ વ્યક્તિ કાયમ સ્વયં ની પહેલા બીજાનું ભલુ વિચારવા લાગે તો અજાણતા જ એને સંતત્વ પ્રાપ્ત થઈ જાય છે.

જેને કારણે બીજાનું ભલું પણ થતું જાય અને એને પોતાને જ્ઞાનબોધ મળે છે.


મિત્રો ભલે આપણે પ્રતિજ્ઞા ન કરીએ પરંતુ એવા પ્રયત્ન તો જરૂર કરીએ કે આપણામાં પણ કોઈ એવા ગુણ વિકસિત થઈ જાય,જેથી આપણા ઘરમાં પણ કોઈ પ્રકારના દોષની શાંતિ માટે મંત્ર તંત્ર ની આવશ્યકતા જ  ન રહે.

સ્વસ્થ રહો, મસ્ત રહો...

સાભાર :- 

પ્રકાશ ઓઝા (અમર કથાઓ)

Thursday, February 23, 2023

Bio -Clock (માઈન્ડ સેટ)

મોટાભાગના લોકોનો અનુભવ હશે કે જયારે પણ બીજે દિવસે સવારના પહોરમાં બસ, ટ્રેન પકડવાની હોય કે અન્ય કામે બહાર જવાનું હોય ત્યારે આપણે સવારના ચાર વાગ્યાનું એલાર્મ મુકીને સુઈ જતા હોય છે, આખી રાત ઉંઘતા જાગતા પસાર કરીએ છીએ અને એલાર્મ વાગે તે પહેલાં જ ઉઠી જઈએ છીએ. ઘણી વાર એલાર્મ વાગવાને સમયે જ આંખ લાગી જાય છે. આને Bio-Clock(માઈન્ડ સેટ) કહે છે. આપણે જ આપણા મનથી આવા એલાર્મ જાણ્યે અજાણ્યે Set કરતાં હોઈએ છીએ.



આપણામાંના ઘણા એવું માનતા હોય છે 80 થી 90 વર્ષના થયા એટલે બહુ જીવ્યા. આપણે એવું માનતા હોય કે આપણું શરીર એક મશીન છે જે 50-60 ની ઉંમરે ખોટકાવા માંડે છે. આવી માન્યતા જ આપણું Bio clock set કરતું હોય છે અને આપણે ખરેખર બીમારીનો શિકાર થતાં હોઈએ છીએ, વૃદ્ધત્વ તરફ અજાણ્યે ધકેલાઈ જઇએ છીએ.

ઘણા  લોકો આરામથી 100 વર્ષ જીવતા હોય છે, કારણકે તેમનું Bio-Clock તે પ્રમાણે સેટ થયેલું હોય છે. આપણામાંના ઘણા લોકો પણ 100 વર્ષ કરતાં વધુ જીવતા જ હોય છે. એટલા માટે આપણે પણ આપણું Bio-clock એવી રીતે set કરીએ કે જેથી કમસે કમ 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવીએ.

આપણા જ કેટલાક મિત્રો કે આપણી જાણમાં હોય તેવા કેટલાય લોકો 75 વર્ષની ઉંમરે પણ જુવાની અનુભવે છે, જયારે  કેટલાય મિત્રો 50-60ની ઉંમરમાં ખખડી ગયેલા જોયા છે.

યાદ રાખીએ કે Age is number and Old age is mind set.

લાંબુ અને તંદુરસ્ત જીવવાની કેટલી વણમાગેલી Tip નીચે મુજબ છે, માનવું કે ના માનવું એ મરજીની વાત છે.

1. આપણે આપણું પોતાનું Bio-clock એવી રીતે set કરીએ કે આપણે 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવીએ. મનમાંથી એવા નકારાત્મક વિચારોને તિલાંજલી આપીએ કે લાંબુ જીવન કોને માટે જીવીએ.?

આપણે દુનિયા ને શા માટે ભારરૂપ થવું જોઈએ. આવું નકારાત્મક વિચારવાને બદલે આપણે એવું પણ વિચારી શકીએ કે આપણું નિર્માણ લોકોના કામો કરવા માટે જ થયેલું છે. આપણે ઘણા કામો કરવાના છે, એટલે જ આપણને અમાપ શક્તિનો ધોધ મળે છે. આવી રીતે વિચારવાથી આપણું Bio-clock એવી રીતે આપો આપ set થશે. એટલે સૌથી પહેલું  Important કામ.. Throw out negative thoughts from your mind and try to implant positive thoughts.

2.  Look Young..

તમારો દેખાવ પહેરવેશ એવો રાખો કે યુવાન લાગો.. એમાં આછકલાઈ ન ગણો, મતલબ તમારા દેખાવ પર ઉંમરનો પ્રભાવ ના પડવા દો. Do Not Allow The Appearance Of Ageing.

3.  હંમેશા કાર્યરત રહો, કદી નવરા ન પડો. ચાલો અને બની શકે તો દોડો. Be Active. Idle mind is devil's workshop.

4. Keep confidence that your health is improving. તમારુ સ્વાસ્થ્ય ઝડપથી સુધરી જશે તેવા આત્મવિશ્વાસ રાખો.


5. Our Mindset Is The Reason For Everything. Never allow the Bio-clock to set your ending.

હંમેશા જીવવાની જ આશા રાખો. મરવાના વિચાર કદી ના કરો. જે થવાનું હશે તે તેના સમયે થશે જ, પણ તેનો ડર રાખીને તમારો વર્તમાન ના બગાડો.

6. તમારી જાતને કદી નીચી ના સમજો.  ખુદ જ સર્વોચ્ચ છો, તમને કોઈ માને યા ના માને, તમને કોઈ ફરક નથી પડતો. તમારામાં જ એક મહાન         શક્તિ બિરાજેલ છે જે તમને સુચનો અને માર્ગદર્શન આપે છે. તો Bio -Clock (માઈન્ડ સેટ) ને હંમેશા માટે પોઝિટિવ કમાન્ડ જ આપવાના છે, આપણા કરમથી એ Bio- Clock ની જ ( માઈન્ડ સેટ)ની જ બધી અસર તમારા જીવનમાં થશે. 

જિંદગી ની આખી રમત જ

માઈન્ડ સેટ (Bio Clock) પર છે...

જો સમજાય તો..

હંમેશાં પોઝિટિવ કમાન્ડ જ આપવા..

No-  નેગેટિવ કમાન્ડ..

બસ ટુંક માં જેવો કમાન્ડ્સ આપશો આવું બહાર આવશે ..

ખુશ રહો અને તંદુરસ્ત રહો...🙏

Monday, February 20, 2023

રેલ્વે સ્ટેશન

રેલ્વે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન કેમ લખવામાં આવે છે?

રેલ્વે સ્ટેશનનાં નામ તો તમે સાંભળ્યા જ હશે પણ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે, જે-તે રેલ્વે સ્ટેશનનાં મુખ્ય નામ સાથે ટર્મિનલ (Terminal), સેન્ટ્રલ (Central) અને જંકશન (Junction) કેમ લખવામાં આવે છે? દા. ત. બાંદ્રા ટર્મિનલ, મુંબઈ સેન્ટ્રલ, મથુરા જંકશન વગેરે..કદાચ તમને એવું લાગતું હોય કે, આવું લખવા પાછળ કોઈ તથ્ય નથી તો તમે અજાણ છો. આજે અમે તમને જણાવીશું કે જે-તે શહેરનાં રેલ્વે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન લખવા પાછળનું રહસ્ય શું છે? ચાલો જાણીએ..

   

ટર્મિનલ (Terminal) :

            

ટર્મિનલ એટલે એવું સ્ટેશન કે ત્યાંથી આગળ કોઈ રેલ્વે ટ્રેક ન હોય. મતલબ ટ્રેન જે દિશામાંથી આવી છે, એ જ દિશામાં પાછી જવાની છે. અત્યારે ભારતમાં કુલ 27 ટર્મિનલ સ્ટેશન આવેલા છે. જેમાં છત્રપતિ શિવાજી અને લોકમાન્ય તિલક ટર્મિનસ એ જાણીતા ટર્મિનલ સ્ટેશનો છે.


સેન્ટ્રલ (Central) :

          

સેન્ટ્રલનો મતલબ એવો છે કે જે-તે શહેરમાં એકથી વધુ રેલ્વે સ્ટેશન આવેલા છે. બીજો મતલબ એવો છે કે તે સ્ટેશન શહેરનું સૌથી વધુ વ્યસ્ત અને મુખ્ય રેલ્વે સ્ટેશન છે. ભારતમાં મુંબઈ, ચેન્નઈ, કાનપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમ એમ કુલ 5 જાણીતા સેન્ટ્રલ સ્ટેશનો છે.


જંકશન (Junction) :

           

જંકશનનો મતલબ એવો છે કે અહીંયા ટ્રેનનાં આવવા-જવાના 3 કે તેથી વધુ રસ્તા છે. એટલે કે ટ્રેન એક રસ્તેથી આવી શકે અને બીજા બે રસ્તેથી જઇ શકે છે. ભારતમાં કુલ 315 જંકશન આવેલા છે. જેમાં

3 રૂટવાળા : 181

4 રૂટવાળા : 109

5 રૂટવાળા : 20 (દા.ત. વિજયવાડા જંકશન)

6 રૂટવાળા : 04 (દા.ત. સેલમ જંકશન)

7 રૂટવાળા : 01 (મથુરા જંકશન)


ભારતીય રેલ્વે વિશે જાણવા જેવું :


● સૌપ્રથમ 8 મે, 1857માં મુંબઈ થી થાણા વચ્ચે ટ્રેન શરૂ થઈ હતી.

● ભારતીય રેલ્વે વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટુ રેલ્વે નેટવર્ક છે.

● ભારતીય રેલ્વે કુલ 1,19,630 કિ.મી.નો રેલ્વે ટ્રેક ધરાવે છે.

● ભારતીય રેલ્વે દરરોજ 66,687 કિ.મી જેટલું અંતર કાપે છે.

● ભારતીય રેલ્વે વિશ્વનું 8માં નંબરનું સૌથી વધુ કર્મચારી ધરાવતું ડિપાર્ટમેન્ટ છે.

● ભારતીય રેલ્વેમાં લગભગ 14,00,143 જેટલા કર્મચારીઓ કામ કરે છે.

● દુનિયાનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ પશ્ચિમ બંગાળનું ખડગપુર રેલ્વે સ્ટેશન છે જેની લંબાઈ 3519 ફૂટ છે.

● આખા ભારતમાં ભાવનગર રેલ્વે સ્ટેશન જ એક એવું છે કે, જ્યાં કુલી તરીકે મહિલાઓ કામ કરે છે.

● દુનીયામાં સૌથી લાંબુ નામ ધરાવતું રેલ્વે સ્ટેશન આંધ્ર પ્રદેશનું છે તેનું નામ ”શ્રી વેન્કટનરસિંહરાજુવારીપેટા” ........


પોરબંદર એક ટર્મીનલ છે.




Sunday, January 22, 2023

સ્વપ્નમાં જોયું ભવ્ય ભારત

પ્રજાસત્તાક દિન ની પૂર્વ રાત્રીએ આજના વિષય અંગે વિચારતા વિચારતાં ઊંઘ આવી ગઈ અને ભવ્ય ભારતનું સ્વપ્ન આવ્યું ...મેં મારા ભારત દેશ માટે જે સપનું જોયું છે જે કૈક આવું છે.



ભારતનો ભૂતકાળ અતિ ભવ્ય હતો. તેના પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ પાસેથી કેળવણી પામેલા વિદ્યાર્થીઓ સંસ્કારી અને ધાર્મિક સમાજની રચના કરતા. આપણા દેશમાં વેદો, ઉપનિષદો અને ગીતા જેવા ધર્મગ્રંથો તેમજ રામાયણ, મહાભારત જેવાં મહાકાવ્યોની રચના થઈ હતી. ભારતના વેપારીઓ દુનિયાના દેશો સાથે વેપાર કરીને અઢળક ધન કમાતા. પ્રાચીન ભારત એક સમૃદ્ધ દેશ ગણાતો. પરંતુ, આપણા દેશમાં પરદેશીઓનું આગમન થયા પછી દેશની દુર્દશા શરૂ થઈ. અંગ્રેજોની ભેદભાવભરી અને શોષણખોર આર્થિક નીતિના લીધે ભારતના ગૃહઉદ્યોગો પડી ભાંગ્યા. આપણા દેશમાં ગરીબી, બેકારી અને ભૂખમરો ફેલાયાં.


.


મારું એક સપનું છે કે ભારત દેશમાં સાક્ષરતા દર ૯૦ ટકા ઉપર હોવો જોઈએ.


દેશના તમામ લોકો ભણેલા ગણેલા હોવા જોઈએ જેથી દેશ વિકાસમાં રાષ્ટ્ર વિકાસમાં હરણફાળ મેળવી શકાય. મારો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણ સુરક્ષા ક્ષેત્રે દુનિયામાં અવ્વલ હોવો જોઈએ.મારું એક સપનું છે કે મારા ભારત દેશમાં જ્ઞાતિવાદ તેમજ ઊચ નીચનો ભેદભાવ જેવા દૂષણો સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય અને લોકો એક સાથે શાંતિથી રહે.


મારા સ્વપ્નના ભારતમાં ભ્રષ્ટાચાર બિલકુલ નહિ હોય. લોકો સુખસંપન્ન અને શાંતિ હશે. દેશના તમામ નાગરિકોને પાયાની જરૂરિયાતો સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે  અને સારી સમાજવ્યવસ્થા ગોઠવાઈ શકે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે આપણા દેશે નોંધપાત્ર પ્રગતિ સાધી હશે. આપણી સરહદો સંપૂર્ણપણે અને  સલામત હશે. તેથી ભારત સાથે સંઘર્ષ કરવાનું પાકિસ્તાન કે ચીન સ્વપ્નમાં પણ વિચારશે નહિ. દેશમાં ગેરરીતિઓ વગર પ્રામાણિકતાથી ચૂંટણીઓ લડાતી હશે અને પ્રામાણિક અને સ્વચ્છ નેતાગણ ચૂંટાશે અને દેશ ને આગળ વધારશે.


ભારત દેશને આખા વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય દેશ ગણવામાં આવે છે. આખા વિશ્વમાં માત્ર ભારત દેશ જ એવો છે જ્યાં  બધીજ જાતિ ના લોકો રહે છે. ભારત દેશ બહુમતી વાળો દેશ ગણવામાં આવે છે.  સદીઓની ગુલામી પછી, ભારત દેશ 15 ઓગસ્ટ 1947 ના રોજ સ્વતંત્ર થયું. પહેલા આપણે અંગ્રેજોના ગુલામ હતા. તેમના વધતા જતા અત્યાચારોથી તમામ ભારતીયો સ્તબ્ધ થઈ ગયા અને પછી વિદ્રોહની જ્વાળા ભભૂકી ઉઠી અને દેશના અનેક વીરોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા, ગોળીઓ ખાધી અને આખરે આઝાદી મળ્યા પછી જ શાંતિ લીધી. આ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો.


મારા સ્વપ્નના ભારતમાં જ્ઞાતિવાદ, જાતિજાતિ વચ્ચેના ઝઘડા તથા ધર્મના નામે થતા ઝઘડા થવા ના જોઈએ બધા હળીમળી ને રે. ત્યારબાદ, નવી પેઢીના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચેનો કોઈ જ ભેદભાવ રે નહિ.  નવી પેઢી માત્ર એક સંતાનની પ્રણાલિકાનો સ્વીકાર કરશે, તેથી વસ્તીવધારાને નાથી શકાશે.


ભારત દેશના લોકોના સારા વિકાસ અને  પ્રગતિ માટે સરકારે પગલાં લેવા જોઈએ. સરકારે સુશાસન અને વધુ નોકરીઓ માટે ભારતને ડિજિટલ વિસ્તરણ આપવું તેનો ધ્યેય. ડિજિટલ ઈન્ડિયાનું મુખ્ય લક્ષ્ય તમામ સરકારી સુવિધાઓ ઈલેક્ટ્રોનિક રીતે ઉપલબ્ધ છે અને ઇન્ટરનેટથી કનેક્ટ થવાનું શરૂ કર્યું છે. 


સરકારી સેવા અને લોકો વચ્ચેનો તફાવત નાબૂદ કરવા માટે ડિજિટાઇઝેશન અભિયાન અને ભારતના PM એ પોતાનું સર્વશ્રેષ્ઠ કામ કરવું જોઈએ. અન્ય કોઈપણ દેશ કરતાં વધુ વૃદ્ધિ અને સારી ભવિષ્ય માટે ભારતમાં પુષ્કળ ડિજિટાઇઝેશન વધુ જરૂરી છે. માત્ર ભારતીય લોકો એટલું જ નહીં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ થશે અને ભ્રષ્ટાચાર પણ ઘટશે.


ભારત ને મેક ઇન ઇન્ડિયા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવવું જોઈએ. એ એક નવી પહેલ છે. આ અભિયાનને સફળ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી માટે ઘણા દેશોમાં આઇ ટી કંપનીઓના સીઈઓને મળ્યા અને તેમને પૂછ્યું ભારતમાં રોકાણ કરવા પ્રેરિત. આ ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓએ આ યોજનાને સમર્થન આપવું જોઈએ અને તે જ સમયે ભારતમાં તે કંપનીઓ ભારત ઘણી જગ્યાએ પોતાની ફેક્ટરીઓ ખોલીને અને તેમાં ઘણા ભારતીય લોકોએ રોકાણ કર્યું છે. તેનાથી રોજગારી પણ મળી રહી છે.



મારા સપનાનું ભારત કુરિવાજોને સંપૂર્ણ મુક્ત હશે. ત્યાં ક્યારેય કોઈ બાળકીને દૂધ માં નાખવામાં નહીં આવે, કે ક્યારેય કોઈ બાળ વિવાહને પરવાનગી નહીં આપવામાં આવે. મારા ભારતમાં ક્યારેય ત્રણ તલાક બોલવા પર કોઈ સ્ત્રીનો હક નહીં છીનવાય. મારા સપનાના ભારતમાં ક્યારેય એક બળાત્કાર માટે ખાલી સ્ત્રીને જ જવાબદાર ગણવામાં નહી આવે. મારા સપનાના ભારતમાં સ્ત્રી સશક્તિકરણ એ એક મજબૂત વિચાર હશે જેના પર ચોક્કસ અમલ કરવામાં આવશે. મારા સપનાં નું ભારત આવું હશે. 




ઈ. સ. 1947માં આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશમાં પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ. નદીઓ પર બંધો બાંધીને સિંચાઈની સગવડો વધારવામાં આવી. તેનાથી કૃષિક્ષેત્રે અને ડેરી ઉદ્યોગક્ષેત્રે ગણનાપાત્ર પ્રગતિ થઈ. મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો ઘડીને સાક્ષરતાનું પ્રમાણ વધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા. દેશની ખનીજ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરીને ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો.


તેમ છતાં આઝાદી પછી ભારતમાં બધું સમુંસૂતરું થઈ ગયું છે એવું પણ નથી. ભારતના રાજકારણીઓ, અમલદારો, પોલીસો અને મોટા ઉદ્યોગપતિઓ દેશમાં ભ્રષ્ટાચાર ફેલાવે છે. દેશમાં કૌભાંડો ઉપર કૌભાંડો થયા કરે છે. આવી અરાજકતામાં સામાન્ય માણસના અવાજનો પડઘો તો ક્યાંય પડતો જ નથી. ગરીબી, મોંઘવારી અને બેકારી જેવી સમસ્યાઓમાં વધારો થયો છે.


આમ, આજે ચોમેર નિરાશાજનક વાતાવરણ દેખાય છે. તેમ છતાં મારા સ્વપ્નનું ભારત અને ભવ્ય જણાય છે. તેનું એક જ કારણ છે : હવે ભારતનો યુવાવર્ગ જાગૃત થવા લાગ્યો છે. તે દેશની સમસ્યાઓની માહિતી મેળવતો અને એમાં રસ લેતો થયો છે. તે દુનિયામાં થતી પ્રગતિ નિહાળી રહ્યો છે. આથી તે ધીરેધીરે દેશની કાયાપલટ કરી શકશે.


21મી સદીના ભારતમાંથી ગંદકી નેસ્તનાબૂદ થઈ ગઈ હશે. મચ્છર અને માખીનો ત્રાસ નહિ જેવો થઈ ગયો હશે અને તેથી તાવ, ખાંસી, ઝાડા ઇત્યાદિ રોગોથી લોકોને મુક્તિ મળી હશે. ભારતભરમાં પીવાનું શુદ્ધ અને મીઠું પાણી મળતું થઈ ગયું હશે, જેથી લોકોને ખારું પાણી પીવાની ફરજ નહિ પડે.


21મી સદીની મારી કલ્પનાના ભારતમાં ગામડાં પગભર થઈ ગયાં હશે જેથી શહેરોનું ભારણ ઓછું થશે. એ સાથે જ ભારતમાંથી બાળમજૂરીની પ્રથાનો પણ અંત આવ્યો હશે. 21મી સદીનું ભારત સમગ્ર વિશ્વમાં વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે ટોચના સ્થાને બિરાજતું હશે. ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે ભારતનો ડંકો વાગતો હશે, જેને કારણે જગતનાં બધાં રાષ્ટ્રો ભારતની મૈત્રીને ઇરછશે.


21મી સદીમાં ભારત રમતગમત બાબતે પણ જગતભરમાં આગળ પડતું સ્થાન ભોગવતું હશે. ક્રિકેટમાં એનો ડંકો વાગતો હશે, તો ઑલિમ્પિક રમતોમાં ભારત ચંદ્રકોના ઢગલા મેળવતું થઈ ગયું હશે.


મારા સ્વપ્નના ભારતમાં જ્ઞાતિવાદ, જાતિજાતિ વચ્ચેના ઝઘડા તથા ધર્મના નામે થતા ઝઘડા રહ્યા નહિ હોય. વળી, નવી પેઢીના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચેનો કોઈ જ ભેદ નહિ હોય. નવી પેઢી એક સંતાનની પ્રણાલિકાનો સ્વીકાર કરશે, તેથી વસ્તીવધારાને નાથી શકાશે. મારા સ્વપ્નના ભારતમાં ભ્રષ્ટાચાર નહિ હોય, લોકો સુખસંપન્ન હશે, દેશના તમામ નાગરિકોને પાયાની જરૂરિયાતો સહેલાઈથી ઉપલબ્ધ થતી હશે અને સારી સમાજવ્યવસ્થા ગોઠવાઈ હશે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે આપણા દેશે નોંધપાત્ર પ્રગતિ સાધી હશે. આપણી સરહદો સંપૂર્ણપણે સલામત હશે. તેથી ભારત સાથે સંઘર્ષ કરવાનું પાકિસ્તાન કે ચન સ્વપ્નમાં પણ વિચારશે નહિ. દેશમાં ગેરરીતિઓ વગર પ્રામાણિકતાથી ચૂંટણીઓ લડાતી હશે અને પ્રામાણિક અને સ્વચ્છ નેતાગા ચૂંટાશે.


આપણા દેશના નાગરિકોમાં વિદ્વાનો, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ અને સૈનિકો પ્રત્યે માનની લાગણી હશે. તમામ ક્ષેત્રોમાં ભારત દુનિયાના દેશોને નમૂનેદાર માર્ગદર્શન આપતું થઈ જશે.


ભારતના ઉજ્વળ ભવિષ્ય વિશેનું મારું સ્વપ્ન જરૂર સાકાર થશે એવી મને શ્રદ્ધા છે


દેશની સમસ્યા કુપોષણ

આ વિશ્વવ્યાપી બહુઆયામી સમસ્યા અંગે માત્ર આપણા દેશની જ વાત કરીએ તો દેશની 14.5 ટકા વસ્તી કુપોષણથી પીડાય છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020 મુજબ ભૂખમરા વિશેના સર્વેમાં 107 દેશોમાં ભારતનો નંબર 94 છે,જે બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન કરતાં પણ પાછળ છે. અંકોની પળોજણમાં ન પડીએ તો પણ આપણા સમાજનું મીડિયા દર્શન પણ આવું જ કંઈક દર્શાવે છે. આ સમસ્યા માટે કોઇ એક પરિબળ જવાબદાર નથી. આર્થિક ધોરણો મુજબ આપણો સમાજ નિમ્ન મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને અમીર વર્ગમાં વહેંચાયેલો છે. જેમાં અમીર – માલેતુજારોની સમસ્યા થોડી અલગ પ્રકારની છે. નિમ્ન મધ્યમ વર્ગમાં કુપોષણ એટલે અલ્પ પોષણ કે અપૂરતું પોષણ કહી શકાય. આ વર્ગનો કૌટુંબિક ઢાંચો દરેક વ્યક્તિને કમાવા મજબૂર કરે છે.



કુટુંબીજનોની સંખ્યા વધુ, શિક્ષણનો અભાવ, અસ્વચ્છતા, અંધશ્રદ્ધા, વ્યસન વગેરે જેવા પરિબળો કુટુંબની દરેક વ્યક્તિને ઓછેવત્તે અંશે કુપોષિત અવસ્થામાં રાખે છે. ઓછી પ્રતિકાર શક્તિ તેમજ અપૂરતું પોષણ તેમની આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. આ વર્ગ માટે રહેઠાણ, વીજળી, પાણી, રાશન વગેરે સરકાર પૂરું પાડે છે. પરંતુ, એ બધું જ તેમના સુધી પહોંચતું નથી આથી, ગંદકી, અસ્વચ્છતા, દૂષિત હવા-પાણી વચ્ચે તેઓ રહે છે. સરકારી શાળાઓમાં તેમના સંતાનો અભ્યાસ કરે તો પુસ્તકો, યુનિફોર્મ, ભોજન ઈત્યાદી પૂરું પાડવામાં આવે છે. આરોગ્યની નિયમિત તપાસ થાય છે પરંતુ, અહીં સવાલ તેમની માનસિકતાનો જ છે.


જેમાં મહિલાઓમાં શિક્ષણનો અભાવ તેઓમાં આરોગ્ય વિશેની જાગૃતિના અભાવ તરીકે પ્રગટ થઇ કુપોષણ માટે જવાબદાર બને છે. ઉપરાંત બાળમજૂરી, અંધશ્રદ્ધા, વ્યસનમાંથી બહાર ન આવવાની તૈયારી જેવી માનસિકતા તેમને કુપોષણ તરફ દોરી જાય છે. નાની વયે માતા બનનાર યુવતીને શરીર વિજ્ઞાન, બાળ ઉછેર તેમજ પોષણ વિશેનું પુરતું જ્ઞાન હોતું નથી. પરિણામે સ્વચ્છતાનો અભાવ, અપૂરતું પોષણ, વધુ પડતો શ્રમ ગર્ભમાં રહેલા બાળકને અલ્પવિકસિત રાખે છે. કારણ કે ઉતરતી ગુણવત્તા ધરાવતા ભોજનને લીધે ગર્ભવતી મહિલાઓમાં વિટામિન, પ્રોટીન વગેરેની ખામી રહી જવા પામે છે.


બાળકના જન્મ પછી સરકારી યોજના મુજબ વિવિધ રસીકરણની સગવડ મળવા છતાં, ઉછેર બાબતે તેઓ એટલા સભાન હોતા નથી એટલે વ્યવસ્થિત અને નિયમિત રસીકરણનો લાભ લઇ શકતા નથી અને આમ બાળકના હાડકાનું બંધારણ નબળું રહે છે. તદુપરાંત, પાચનની સમસ્યા, નબળી આંખો, મંદ-બુદ્ધિ જેવી મુશ્કેલીઓ સાથે બાળકો ઉછરે છે. શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ દરમ્યાન આ બાળકોના સ્વાસ્થ્યની જેટલી ચિંતા સરકાર કરે છે, એ પ્રમાણમાં વાલીઓ તકેદારી કે જવાબદારી લેતા જોવા મળતા નથી. આ રીતે શારીરિક-માનસિક વિકાસ રૂંધાયેલો રહેવાથી બાળક સ્વાભાવિક રીતે જ કુપોષિત રહે છે. વિચરતી જાતિ, પછાત જાતિમાં રહેઠાણ બદલતા રહેતા હોવાથી મોટે ભાગે બાળકો અશિક્ષિત રહે છે. આ વર્ગમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ વધુ છે પરિણામે, બાળકોની માંદગી દરમિયાન સારવાર કરવાને બદલે દોરા-ધાગા, ભુવા-ડાકલાનો આશરો લેવામાં આવે છે. કુટુંબમાં બાળકોની સંખ્યા બે થી વધુ હોય ત્યારે, બાળકો નાની વયે મજૂરી કરવા લાગે છે આથી, કુપોષિત, અલ્પવિકસિત બાળકો કુમળી વયે જ વ્યસની બને છે.


આ પરિસ્થિતિમાં પોષણ કરતાં શ્રમ વધી જાય છે અને છેવટે તેઓ નબળી રોગપ્રતિકારક શક્તિને લીધે હૃદય, ફેફસા, આંતરડાના રોગો નો ભોગ બને છે. આધુનિકતાના પ્રસાર સાથે મોબાઈલ, ટીવીનો ઉપયોગ પણ વ્યસન ની હદે વધી રહ્યો છે. બેરોજગારી સાથે આ બધું જ સીધું જોડાયેલું છે આથી જરૂર છે માનસિકતા બદલવાની!


વ્યાપાર-ધંધા, ખેતી, ઉદ્યોગના વિકાસમાં આ વર્ગનો હિસ્સો ઓછો થાય તો શું પરિણામ આવે તેનો અનુભવ આપણને સૌને હમણાં કોરોના કાળમાં ખાસ કરીને લોકડાઉનમાં થઈ જ ગયો. આથી માત્ર યોજનાઓ જાહેર કરીને સંતોષ માનવાને બદલે દરેક કુટુંબને શુદ્ધ હવા, પાણી, સ્વચ્છ ઘર, પુરતો પૌષ્ટિક ખોરાક મળી રહે તે માટે સરકાર, કંપનીઓ, સ્વૈચ્છિક સંગઠનોએ વ્યવસ્થા કરવી જોઈએ.


ફરજિયાત શિક્ષણ, ગર્ભવતી મહિલાઓનું સ્વાસ્થ્ય, માતાઓની સંભાળ સાથે બાળ ઉછેરનું જ્ઞાન તેમજ શરીર વિજ્ઞાનની સમજણ જેવી બાબતોનું સમયાંતરે મૂલ્યાંકન કરતા રહેવું જરૂરી છે. નાના કુટુંબને પ્રોત્સાહન આપી, આર્થિક જવાબદારીના વહન બાબતે પતિ-પત્ની, વડીલો, કુટુંબનાં બધા જ સક્ષમ સભ્યોની ભૂમિકા નક્કી કરવી જોઈએ. આપણે દરેક વાતમાં પરદેશીઓનું અનુકરણ કરીએ છીએ ત્યારે, અન્ય શુભચિંતકો એ સૂચવેલા સુધારાનું પણ અનુકરણ કેમ નહીં? જવાબ અનન્ય અને સચોટ છે કે, તેમ કરવા માટે ઇચ્છા શક્તિ જરૂરી છે! આપણે જે વર્ગ વિષે વાત કરી રહ્યા છીએ તેઓ માત્ર મત છાપવાનું મશીન નથી પરંતુ, ગામ, શહેર કે પછી દેશ એમ સમગ્ર વિકાસના હિસ્સેદાર છે એવું માનીને દરેક કાર્ય આ વર્ગના લોકો સુધી પહોંચાડી શકાય તો અને તો જ ખરા અર્થમાં દેશનો વિકાસ થાય.


Friday, January 13, 2023

સુદામા :- એક પવિત્ર અને બ્રહ્મજ્ઞાની ચરિત્ર

સુદામા દરિદ્ર હોવાનું કારણ જાણો છો ?

બ્રાહ્મણ માગે અને મગવે, વાક્ય ની ખરી સમજ  જાણો છો ?


સુદામાના સમ્બંધમાં એક મોટી શંકા  થાય તેવું તેમનું ચરિત્ર  લખાયેલું/કથાકારો  દ્વારા વાંચવા/સાંભળવા મલે છે... કે

સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતાં. પોતાના બાલ સખા કૃષ્ણ થી છુપાવીને ચણા કેવી રીતે ખાઇ શકે ?


આજ ભાગવત પર ચર્ચા કરતાં એક વ્યાખાનકારે આ શંકાનું નિરાકરણ કર્યું


જે દરેકે સમજવું જરૂરી છે...


જેથી સુદામાના દરિદ્રયતાની સાચી સમજ આવે.  ફેલાયેલી ભ્રાંતિ દૂર થાય


સુદામાની દરિદ્રતા અને ચોરી પાછળ એક બહું જ મોટી રોચક અને ત્યાગ-પૂર્ણ કથા છે...



એક અત્યંત ગરીબ નિર્ધન ઘરડી ડોશી 


ભિક્ષા માંગી જીવન નિર્વાહ કરતી હતી.....


એક સમય એવો આવ્યો કે, તેને પાંચ દિવસ ભિક્ષા ન મળી


તે રોજ પાણી પી ને ભગવાન નું નામ લઇ સૂઇ જતી


છઠ્ઠા દિવસે તેને ભિક્ષામાં  બે મુઠી ચણા મલ્યા


પોતાની ઝુંપડી પહોંચતા પહોંચતા રાત થઇ ગઇ


ડોશી એ વિચાર કર્યો કે, આ ચણા અત્યારે નહિ, સવારે 


ઠાકોરજી ને ભોગ લગાવીને ખઇશ


આવો વિચાર કરી ચણા કપડાં બાંધી રાખી દિધા. અને વાસુદેવનું નામ જપતાં જપતાં સૂઇ ગઇ.


ડોશીના સૂતા પછી એક ચોર ચોરી  કરવા માટે તેની ઝુંપડીમાં આવ્યો


ચોરે ચણાંની પોટલી જોઇ સમજ્યો કે આમાં સોના ના સિક્કા બાંધ્યા છે અત: તેને ઉપાડી લિધી.


ચોરનો પગરવ સાંભળી 


ડોશી જાગી ગઇ. અને  બૂમો પાડવા લાગી


બૂમો સાંભળી આજૂબાજૂનાલોકો એકઠાં થઇ ગયા


બધા ચોરને પકડવાં દોડ્યા


ચણાની પોટલી લઇ ભાગેલા ચોરે  પકડાઇ જવાના ભયથી તે સંદીપન મુનિના  આશ્રમ માં છુપાઇ ગયો


આ સંદીપન મુનિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામા  શિક્ષણ ગ્રહણ કરી રહ્યા હતા.


ચોરનો પગરવ 


સાંભળી ગુરુમાતાને  લાગ્યું કે કોઇ આશ્રમમાં  આવ્યું છે


ગુરુમાતા એ પોકાર કર્યો-  કોણ છે ?


ગુરુમાતાને પોતાની તરફ આવતાં જોઇ ચોર ચણાની પોટલી ત્યાંજ છોડીને ભાગી ગયો.


આ બાજૂ ભૂખથી વ્યાકુળ ડોશીએ  જાણ્યું કે ચણાની પોટલી ચોર  ઉઠાવી ભાગી ગયો છે


તો તેણે શ્રાપ આપ્યો


"મૂજ દીનહીન અસહાયના ચણા જે કોઇ ખાશે તે દરિદ્ર થઇ જશે".


આ બાજૂ આશ્રમમાં ઝાડૂ લગાવતાં  સમયે  ગુરુમાતાને તે ચણાની પોટલી મળી


ગુરુમાતાએ પોટલી ખોલી ને જોયું તો  તેમાં ચણા હતા


તે સમયે સુદામા અને શ્રીકૃષ્ણ જંગલમાં લાકડા વિણવા જઇ રહ્યા હતા


ગુરુમાતા એ તે ચણાની  પોટલી 


સુદામાને દેતાં કહ્યું


બેટા ! જ્યારે ભૂખ લાગે તો તમે બન્ને આ ચણા ખાજો


સુદામા તો જન્મજાત બ્રહ્મજ્ઞાની હતા


તેમણે જેવી ચણાની  પોટલી હાથમાં લિધી


બધું રહસ્ય જાણી ગયા


સુદામાએ વિચાર કર્યો


ગુરુમાતા એ કહ્યું છે કે,  આ ચણા બન્ને  બરાબર વહેંચી ને ખાજો


પણ આ ચણા તો શ્રાપિત છે


જો હું આ ચણા  ત્રિભુવનપતિ શ્રીકૃષ્ણને ખાવા  આપીશ તો મારા પ્રભુની સાથે સાથે  ત્રણે લોક દરિદ્ર થઇ જશે


નહિ-નહિ હું આવું હરગિઝ નહિ થવા દઉં


મારા જીવિત રહેતાં *"પ્રભુ"* દરિદ્ર થાય !


એવું હું કદાપિ નહિ કરું!


હું આ ચણા ખાઇ જઇશ પણ કૃષ્ણને નહિ ખાવા દઉં !


અને સુદામાએ કૃષ્ણથી 


છુપાવીને બધા ચણા ખાઇ લિધા


અભિશ્રાપિત ચણા ખાઇને સુદામાએ

દરિદ્રતા વ્હોરી લિધી

પણ પોતાના સખા

શ્રીકૃષ્ણ ને બચાવી લિધા


અદ્રિતીય ત્યાગનું ઉદાહરણ

પ્રસ્તુત કરવા વાહલા સુદામા એ

ચોરી-છુપી ચણા

ખાવાનો અપયશ પણ સહન કર્યો


તો બહું અન્યાયી ગેરસમજણ

દેતી કથાની ખરી હકિકત

સમજાવતાં


ગહન શંકાનું નિવારણ થયું.


હવે ખબર પડી કે કૃષ્ણને પટરાણીઓ કરતાંય  રાજ પાટ કરતાંય સુદામો જ કેમ વહાલો હતો ?


એ કાનો કાનુડો તો હતો જ પણ એ યુગપુરુષ પણ હતો


સુદામા ના ત્યાગનો,  ઉપકારનો , પ્રેમનો બદલો ચૂકવવા એ ત્રણ ભુવનનો નાથ પણ અસમર્થ હતો


પરમ જ્ઞાની વિદ્વાન વિપ્ર મિત્ર ના 


પ્રેમ માટે  તરસતો રહ્યો,  તે કરુણ રહી ધીરજ ધરી મિત્ર વિરહને આજીવન સહેતો રહ્યો_


ઉઘાડા પગે દોટ મૂકી એ દ્વારિકા ના ધણી એ એને છાતી સરસો ચાંપવા માટે તો


પટરાણીઓ સામે એ મેલા ઘેલા કપડામાં દરિદ્ર થયેલ સુદામાના પગ ઘોયા  લૂછ્યા ચરણામૃત ગ્રહણ કર્યું એ જગતના નાથ એ વિરાટસ્વરુપે


તાંદુલ ચાવીને દરિદ્તા ટાળવા સંકલ્પ બદ્ધ થયા એ સખા કેશવ એ મિત્ર માધવ


મિત્રતાની વ્યાખ્યા આપવામાં સુદામા કૃષ્ણ એ  બધા માપને , પરિમાણને પણ વામણા બનાવી દીધા

જય  શ્રીકૃષ્ણ ...

હિન્દૂ ધર્મ અને રામાયણ વિશે અજાણી વાતો

રામચરિત માનસની કેટલીક રસપ્રદ હકીકતો 

  • રામજી લંકામાં 111 દિવસ રહ્યા.
  • સીતાજી લંકામાં રહ્યા હતા = 435 દિવસ.
  • માનસમાં શ્લોક સંખ્યા = 27 છે.
  • માનસમાં ચોપાઇ સંખ્યા = 4608.
  • માનસમાં દોહા સંખ્યા = 1074.
  • માનસમાં સોરઠા સંખ્યા = 207.
  • માનસમાં શ્લોક સંખ્યા = 86 છે.


સુગ્રીવ પાસે તાકાત હતી = 10000 હાથી ની..

સીતા રાણી બની = 33 વર્ષની ઉંમરે.

માનસની રચના સમયે તુલસીદાસની ઉંમર = 77 વર્ષ હતી.

પુષ્પક વિમાનની ઝડપ = 400 માઇલ / કલાક હતી.

રામદલ અને રાવણની ટીમ વચ્ચે યુદ્ધ = 87 દિવસ.

રામ રાવણ યુદ્ધ = 32 દિવસ ચાલ્યું.

રામ સેતુ પુલ બાંધકામ = 5 દિવસમાં પૂર્ણ.

રામ સેતુ બાંધનાર નલનીલના પિતા = વિશ્વકર્મા જી.

ત્રિજટા ના પિતા = વિભીષણ.

વિશ્વામિત્ર રામને લઈગયા= 10 દિવસ માટે..

રામ એ પ્રથમ રાવણનો વધ કર્યો હતો = 6 વર્ષની ઉંમરે.

રાવણ પુનર્જીવિત થયો = સુષેન વૈદે નાભિમાં અમૃત રાખ્યું.


 શ્રી રામના પરદાદા અને પેઢી વિશે :-

 1 - બ્રહ્માજીથી મરીચ થયા,

 2 - મરીચીનો પુત્ર કશ્યપ બન્યો,

 3 - કશ્યપનો પુત્ર વિવસ્વાન હતો,

 4 - વિવસ્વાન ના વૈવસ્વત મનુ બન્યા.

       વૈવસ્વત મનુ સમયે પ્રલય થયો,

 5 - વૈવસ્વત્ મનુના દસ પુત્રોમાંથી એકનું નામ ઇક્ષ્વાકુ હતું, ઇક્ષ્વાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને આ રીતે ઇક્ષ્વાકુ કુલની સ્થાપના કરી.

 6 - ઇક્ષ્વાકુનો પુત્ર કુક્ષી બન્યો,

 7 - કુક્ષીના પુત્રનું નામ વિકુક્ષી હતું,

 8 - વિકુક્ષીના પુત્રો બાણ બન્યા,

 9 - બાણના પુત્રો અનરણ્ય બન્યા,

 10- તે અરણ્યથી પૃથ્વીરાજ થયા,

 11- પૃથુ થી ત્રિશંકુનો જન્મ થયો,

 12- ત્રિશંકુનો પુત્ર ધુંધુમાર બન્યો,

 13- ધંધુમારના પુત્રનું નામ યુવનાશ્વ હતું,

 14- યુવનાશ્વના પુત્ર માંધાતા બન્યા,

 15- સુસંધીનો જન્મ માંધાતામાંથી થયો હતો,

 16- સુસંધિને બે પુત્રો હતા- ધ્રુવસંધિ અને પ્રસેનજિત,

 17- ધ્રુવસંધિનો પુત્ર ભરત બન્યો,

 18- ભરતનો પુત્ર અસિત બન્યો,

 19- અસિતનો પુત્ર સગર બન્યો,

 20- સગરાના પુત્રનું નામ અસમંજ હતું,

 21- અસમંજનો પુત્ર અંશુમન બન્યો,

 22- અંશુમનનો પુત્ર દિલીપ હતો,

 23- દિલીપનો પુત્ર ભગીરથ બન્યો, ભગીરથ ગંગાને ધરતી પર ઉતાર્યા હતા.. ભગીરથનો પુત્ર કકુત્સ્થ હતો.

 24- કકુત્સ્થનો પુત્ર રઘુ બન્યો, રઘુ ખૂબ જ તેજસ્વી અને શકિતશાળી રાજા હોવાને કારણે, આ રાજવંશનું નામ રઘુવંશ તેના પરથી પડ્યું, ત્યારથી શ્રી રામના પરિવારને રઘુ કુળ પણ કહેવામાં આવે છે.

 25- રઘુના પુત્રો પ્રવૃદ્ધ થયા,

 26- પ્રવૃદ્ધનો પુત્ર શંખણ હતો,

 27-  શંખણનો પુત્ર સુદર્શન હતો.

 28- સુદર્શનના પુત્રનું નામ અગ્નિવર્ણા હતું,

 29- અગ્નિવર્ણાના પુત્રોનો શિઘ્રજ થયો,

 30- શિઘ્રજના પુત્ર મરુ

 31- મરુનો પુત્ર પ્રસુશ્રુકા હતો,

 32- પ્રસૂશ્રુકનો પુત્ર અંબરીશ હતો,

 33- અંબરીશના પુત્રનું નામ નહુષ હતું,

 34- નહુષનો પુત્ર યયાતી હતો,

 35- યયાતિના પુત્રો નાભાગ થયા,

 36- નાભાગના પુત્રનું નામ અજ હતું,

 37- અજના પુત્ર દશરથ બન્યા,

 38- દશરથને ચાર પુત્રો રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા.

આમ શ્રી રામનો જન્મ બ્રહ્માની ઓગણચાલીસમી (39) પેઢીમાં થયો હતો. 

આપણી નવી પેઢી ધર્મથી દૂર થતી જાય છે... સંખ્યા થી તો હિન્દુ ધર્મ પાળતી પ્રજા ૧૦૦ કરોડ ઉપર છે...પણ આપણા મહાન હિન્દુ ધર્મ વિશે બાળકો પાસે સાચી માહિતી નથી... 

તો તમે પણ આ માહિતી વાંચો અને તમારા બાળકો ને પણ વંચાવો....


હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :

1. ગર્ભાધાન સંસ્કાર 

2. પુંસવન સંસ્કાર 

3. સીમંતોન્ન્યન સંસ્કાર 

4. જાતકર્મ સંસ્કાર 

5. નામકરણ સંસ્કાર 

6. નિષ્ક્રમણ સંસ્કાર 

7. અન્નપ્રાશન સંસ્કાર 

8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર 

9. કર્ણવેધ સંસ્કાર

10. ઉપનયન સંસ્કાર

 11. વેદારંભ સંસ્કાર 

12. કેશાન્ત સંસ્કાર 

13. સમાવર્તન સંસ્કાર 

14. વિવાહ સંસ્કાર 

15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર 

16. અગ્નિ સંસ્કાર


 હિન્દુધર્મના ઉત્સવો 

1. નૂતન વર્ષારંભ 

2. ભાઈબીજ 

3. લાભપાંચમ 

4. દેવદિવાળી 

5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)

 6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ 

7. વસંત પંચમી

 8. શિવરાત્રી 

9. હોળી

10. રામનવમી 

11. અખાત્રીજ 

12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા) 

13. અષાઢી બીજ 

14. ગુરુ પૂર્ણિમા 

15. શ્રાવણી-રક્ષાબંધન 

16. જન્માષ્ટમી 

17. ગણેશ ચતુર્થી 

18. શારદીય નવરાત્રી

 19. વિજ્યા દશમી 

20. શરદપૂર્ણિમા 

21. ધનતેરસ 

22. દીપાવલી. 

હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ

1. દ્વારિકા 

2. જગન્નાથપુરી 

3. બદરીનાથ 

4. રામેશ્વર 

હિમાલયના ચાર ધામ 

1. યમુનોત્રી 

2. ગંગોત્રી 

3. કેદારનાથ 

4. બદરીનાથ 


હિમાલયના પાંચ કેદાર :

1. કેદારનાથ 

2. મદમહેશ્વર 

3. તુંગનાથ 

4. રુદ્રનાથ 

5. કલ્પેશ્વર 


ભારતની સાત પવિત્ર પુરી 

1. અયોધ્યા 

2. મથુરા 

3. હરિદ્વાર 

4. કાશી 

5. કાંચી 

6.. અવંતિકા 

7. દ્વારિકા


 દ્વાદશ જ્યોતિલિંગ

 1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)

 2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત) 

3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ) 

4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર) 

5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) 

6. ભીમાશંકર (મહારાષ્ટ્ર) 

7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) 

8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)

 9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ) 

10. રામેશ્વર (તમિલનાડુ) 

11. કેદારનાથ (ઉત્તરાંચલ) 

12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર) 


અષ્ટવિનાયક ગણપતિ :

1. ઢુંઢીરાજ – વારાણસી 

2. મોરેશ્વર-જેજૂરી 

3. સિધ્ધટેક 

4. પહ્માલય 

5. રાજૂર 

6. લેહ્યાદ્રિ 

7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ 

8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર

શિવની અષ્ટમૂર્તિઓ :

1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર 

2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર 

3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ) 

4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી) 

5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી) 

6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)

 7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર 

8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ) 


પ્રસિધ્ધ 24 શિવલિંગ :

 1. પશુપતિનાથ (નેપાલ) 

2. સુંદરેશ્વર (મદુરા) 

3. કુંભેશ્વર (કુંભકોણમ) 

4. બૃહદીશ્વર (તાંજોર) 

5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)

 6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર) 

7. અમરનાથ (કાશ્મીર) 

8. વૈદ્યનાથ (કાંગજા) 

9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ) 

10. ભુવનેશ્વર (ઓરિસ્સા) 

11. કંડારિયા શિવ (ખાજુરાહો)

 12. એકલિંગજી (રાજસ્થાન) 

13. ગૌરીશંકર (જબલપુર) 

14. હરીશ્વર (માનસરોવર) 

15. વ્યાસેશ્વર (કાશી) 

16. મધ્યમેશ્વર (કાશી)

 17. હાટકેશ્વર (વડનગર) 

18. મુક્તપરમેશ્વર (અરુણાચલ) 

19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત) 

20. કપાલેશ્વર (કૌંચ પર્વત) 

21.કુમારેશ્વર (કૌંચ પર્વત) 

22. સર્વેશ્વર (ચિત્તોડ)

23. સ્તંભેશ્વર (ચિત્તોડ)

24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત) 

સપ્ત બદરી 

1. બદરીનારાયણ 

2. ધ્યાનબદરી 

3. યોગબદરી 

4. આદિ બદરી 

5. નૃસિંહ બદરી 

6. ભવિષ્ય બદરી

7. વૃધ્ધ બદરી. 

પંચનાથ 

1. બદરીનાથ 

2. રંગનાથ 

3. જગન્નાથ 

4. દ્વારિકાનાથ 

5. ગોવર્ધનનાથ 

પંચકાશી :

1. કાશી (વારાણસી) 

2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ) 

3.ઉત્તરકાશી (ઉત્તરાખંડ)

4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ) 

5. શિવકાશી 

સપ્તક્ષેત્ર

1. કુરુક્ષેત્ર (હરિયાણા) 

2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર) 

3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)

4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ) 

5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત) 

6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા) 

7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ) 

પંચ સરોવર :

1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત) 

2. નારાયણ સરોવર (કચ્છ) 

3. પંપા સરોવર (કર્ણાટક) 

4. પુષ્કર સરોવર (રાજસ્થાન) 

5. માનસ સરોવર (તિબેટ) 

નવ અરણ્ય (વન)  

1. દંડકારણ્ય (નાસિક) 

2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)

3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ) 

4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 

5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 

6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર) 

7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી) 

8. અર્બુદારણ્ય (આબુ) 

9. હિમવદારણ્ય (હિમાલય) 


ચૌદ પ્રયાગ

1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)

2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)

3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની) 

4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા) 

5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)

6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા) 

7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી) 

8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા) 

9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)

10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા) 

11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા) 

12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા) 

13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા) 

14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી) 


પ્રધાન દેવીપીઠ 

1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ) 

2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ) 

3. કન્યાકુમારી (તામિલનાડુ)

 4. અંબાજી (ઉત્તર ગુજરાત)

 5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર) 

6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)

 7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)

 8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)

 9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ) 

10. મંગલાવતી (ગયા-બિહાર) 

11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા) 

12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ) 


શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ 

1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ) 

2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)

 3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)

 4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક) 

5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ) 

ચાર પુરુષાર્થ

1. ધર્મ 

2. અર્થ

3. કામ 

4. મોક્ષ 

(વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે. )

ચાર આશ્રમ 

1. બ્રહ્મચર્યાશ્રમ 

2. ગૃહસ્થાશ્રમ 

3. વાનપ્રસ્થાશ્રમ 

4. સંન્યાસાશ્રમ 

હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ 

1. યજ્ઞ

2. પૂજન 

3. સંધ્યા 

4. શ્રાધ્ધ 

5. તર્પણ 

6. યજ્ઞોપવીત 

7. સૂર્યને અર્ધ્ય 

8. તીર્થયાત્રા 

9. ગોદાન 

10. ગોરક્ષા-ગોપોષણ

11. દાન 

12.ગંગાસ્નાન 

13.યમુનાપાન

14. ભૂમિપૂજન  શિલાન્યાસ  વાસ્તુવિધિ 

15.સૂતક 

16.તિલક 

17.કંઠી – માળા 

18. ચાંદલો – ચૂડી – સિંદૂર 

19. નૈવેદ્ય 

20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન 

21. પીપળે પાણી રેડવું 

22. તુલસીને જળ આપવું 

23. અન્નદાન – અન્નક્ષેત્ર 


આપણા કુલ 4 વેદો છે

1. ઋગવેદ 

2. સામવેદ 

3. અથર્વેદ 

4. યજુર્વેદ 


ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય છે. જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.


1. ઉપનીષદો 

2. બ્રમ્હસુત્ર 

3. શ્રીમદ ભગવદગીતા 


આપણા કુલ 6 શાસ્ત્ર છે.

1. વેદાંગ 

2. સાંખ્ય 

3. નિરૂક્ત

4. વ્યાકરણ 

5. યોગ 

6. છંદ 

આપણી 7 નદી 


1. ગંગા 

2. યમુના 

3. ગોદાવરી 

4. સરસ્વતી 

5. નર્મદા 

6. સિંધુ 

7. કાવેરી 

આપણા 18 પુરાણ

1. ભાગવતપુરાણ 

2. ગરૂડપુરાણ 

3. હરિવંશપુરાણ 

4. ભવિષ્યપુરાણ

 5. લિંગપુરાણ 

6. પદ્મપુરાણ 

7. બાવનપુરાણ 

8. બાવનપુરાણ 

9. કૂર્મપુરાણ 

10. બ્રહ્માવતપુરાણ

 11. મત્સ્યપુરાણ 

12. સ્કંધપુરાણ 

13. સ્કંધપુરાણ 

14. નારદપુરાણ 

15. કલ્કિપુરાણ 

16. અગ્નિપુરાણ 

17. શિવપુરાણ 

18. વરાહપુરાણ 

પંચામૃત 

1. દૂધ 

2. દહીં 

3. ઘી 

4. મધ 

5. સાકર 

પંચતત્વ 

1. પૃથ્વી 

2. જળ 

3. વાયુ 

4. આકાશ 

5. અગ્નિ 

ત્રણ ગુણ 

1. સત્વ 

2. રજ 

3. તમસ 

ત્રણ દોષ 

1. વાત 

2. પિત્ત 

3. કફ 

ત્રણ લોક 


1. આકાશ 

2. મૃત્યુલોક 

3. પાતાળ 

સાત સાગર 


1. ક્ષીર સાગર 

2. દૂધ સાગર 

3. ધૃત સાગર 

4. પથાન સાગર 

5. મધુ સાગર 

6. મદિરા સાગર 

7. લડુ સાગર 

સાત દ્વીપ 

1. જમ્બુ દ્વીપ 

2. પલક્ષ દ્વીપ 

3. કુશ દ્વીપ

4. પુષ્કર દ્વીપ

5. શંકર દ્વીપ 

6. કાંચ દ્વીપ 

7. શાલમાલી દ્વીપ 

ત્રણ દેવ 

1. બ્રહ્મા 

2. વિષ્ણુ 

3. મહેશ 

ત્રણ જીવ 

1. જલચર 

2. નભચર 

3. થલચર 

ત્રણ વાયુ 

1. શીતલ

2. મંદ 

3. સુગંધ 

ચાર વર્ણ 


1. બ્રાહ્મણ 

2. ક્ષત્રિય 

3. વૈશ્ય 

4. ક્ષુદ્ર 

ચાર ફળ 

1. ધર્મ 

2. અર્થ 

3. કામ 

4. મોક્ષ 

ચાર શત્રુ 

1. કામ 

2. ક્રોધ 

3. મોહ, 

4. લોભ 

અષ્ટધાતુ 

1. સોનું 

2. ચાંદી 

3. તાબું 

4. લોખંડ 

5. સીસુ 

6. કાંસુ b

7. પિત્તળ 

8. રાંગુ 

પંચદેવ 

1. બ્રહ્મા 

2. વિષ્ણુ 

3. મહેશ 

4. ગણેશ 

5. સૂર્ય 


ચૌદ રત્ન

1. અમૃત 

2. ઐરાવત હાથી 

3. કલ્પવૃક્ષ 

5. કૌસ્તુભમણિ 

6. ઉચ્ચૈશ્રવા ઘોડો 

7. પચજન્ય શંખ 

8. ચન્દ્રમા 

9. ધનુષ 

10. કામધેનુ

11. ધનવન્તરિ 

12. રંભા અપ્સરા 

13. લક્ષ્મીજી 

14. વારુણી 

15. વૃષ 

નવધા ભક્તિ 

1. શ્રવણ 

2. કીર્તન 

3. સ્મરણ 

4. પાદસેવન 

5. અર્ચના 

6. વંદના 

7. મિત્ર 

8. દાસ્ય 

9. આત્મનિવેદન 

ચૌદભુવન 

1. તલ 

2. અતલ 

3. વિતલ 

4. સુતલ 

5. સસાતલ 

6. પાતાલ 

7. ભુવલોક

8. ભુલૌકા 

9. સ્વર્ગ 

10. મૃત્યુલોક 

11. યમલોક 

12. વરૂણલોક 

13. સત્યલોક 

14. બ્રહ્મલોક

  

આપણે સૌને હિન્દૂ હોવાનો ગૌરવ હોવો જોઈએ..

Saturday, January 7, 2023

સંઘર્ષ કથા :- સંધ્યાબેન મહિલા કુલી

પતિના અવસાન પછી, બાળકો ને આર્મી ઓફિસર બનાવવા સંધ્યા બેન કુલી બન્યા.





આજના સમયમાં સ્ત્રી અને પુરુષ બંનેને સમાન ગણવામાં આવે છે. આજકાલ સ્ત્રીઓ પણ દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. ઘણા ક્ષેત્રોમાં મહિલાઓ પરિવારની સાથે સાથે દેશનું નામ રોશન કરી રહી છે. ઘણીવાર ઘણા લોકો એવું વિચારે છે કે સ્ત્રીઓ નબળી છે પરંતુ એવું બિલકુલ નથી. વાસ્તવિક અર્થમાં, સ્ત્રીઓ ખૂબ મજબૂત છે. જો કોઈ સ્ત્રી કંઈક કરવા માટે મક્કમ હોય, તો તે કામ કર્યા વિના તે પાછળ હટતી નથી.

આપણને દરરોજ આવા અનેક સમાચાર સાંભળવા મળે છે, જેમાં મહિલાઓ કંઈક કરે છે, જેની આખા દેશ દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. આજે અમે તમને સંધ્યા મારવીની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે. ખરેખર, બુંદેલખંડની પુત્રી સંધ્યા મારવીએ કુલી બનીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના કટની રેલવે સ્ટેશન પર સંધ્યા 65 પુરુષ કુલીઓમાં એકમાત્ર મહિલા કુલી તરીકે કામ કરે છે. સંધ્યાને જોઈને બધા ચોંકી જાય છે. તમે બધાએ મોટેભાગે પુરૂષ કુલીઓને બધા રેલવે સ્ટેશનો પર લઈ જતા જોયા હશે. સાથે જ કેટલાક મોટા રેલવે સ્ટેશનો પર મહિલા કુલીઓ પણ જોવા મળે છે, પરંતુ સંધ્યાએ મજબૂરીમાં કુલીનું કામ કરવું પડે છે. સંધ્યા કુલી બનીને તેના બાળકો અને પરિવારનું ધ્યાન રાખી રહી છે.

અહેવાલો અનુસાર, સંધ્યા મારવીના પતિનું નામ ભોલારામ હતું, જે મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના કુંડમ ગામની રહેવાસી હતી. વર્ષ 2015 સુધી, સંધ્યાના જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. તે તેના પતિ અને બાળકો સાથે સુખી જીવન જીવી રહી હતી. તમને જણાવી દઈએ કે સંધ્યાનો પતિ વ્યવસાયે મજૂર હતો અને તે ઘરમાં એકમાત્ર કમાનાર હતો. ઘરની દાળ-રોટલી માત્ર સંધ્યાના પતિની કમાણીથી ચાલતી હતી, પરંતુ અચાનક વર્ષ 2016 માં તેના પતિનું નિધન થયું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સંધ્યાના પતિ ભોલારામ લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે સંધ્યાના પતિનું નિધન થયું ત્યારે જાણે તેમના જીવન પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. અચાનક ઘરની સમગ્ર જવાબદારી સંધ્યાના ખભા પર આવી ગઈ. તેમની સામે સૌથી મોટો પડકાર ઘરનો ખર્ચ ચલાવવાનો હતો.

સંધ્યાને ત્રણ બાળકો છે. બાળકોના માથા પરથી પિતાનો પડછાયો પણ ઉઠી ગયો હતો. તેના પતિના મૃત્યુ પછી, સંધ્યા તેના હોશ ગુમાવી ચૂકી હતી, પરંતુ તેણે કોઈક રીતે પોતાની જાતને સંભાળી અને તેણે નક્કી કર્યું કે તે જાતે કામ કરશે અને તેના બાળકોને ખવડાવશે. સંધ્યાએ આ મુશ્કેલ સમયનો નિશ્ચિતપણે સામનો કર્યો અને તેણે નક્કી કર્યું કે તે કુલી બનશે.

સમાજની પરવા કર્યા વગર સંધ્યાએ પોતાનું પગલું આગળ વધાર્યું અને 2017 માં પોતાનું કામ શરૂ કર્યું. આજે સંધ્યા સમગ્ર પ્રદેશ માટે પ્રેરણા સ્ત્રોત છે. તે દરરોજ ઘરથી 45 કિમીની મુસાફરી કરીને કામ માટે કટની રેલવે સ્ટેશન પહોંચે છે. જેથી પોતાના બાળકોને શિક્ષણ આપીને તેઓ પોતાનું ભવિષ્ય સુધારી શકે. સંધ્યાના જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ પરંતુ તેણે દરેક મુશ્કેલીનો તાકાતથી સામનો કર્યો.

ટાઈટેનીક અને પ્રેરણા

એક અંગ્રેજી સ્ટોરીનું ગુજરાતીમાં કરેલું અનુવાદ : સમજવા જેવું

જ્યારે ટાઈટેનીક ડૂબ્યુ ત્યારે એની આસપાસ ત્રણ જહાજો હતાં.

1. સેમ્પસન

2. કેલિફોર્નીઅન

3. કાર્પેથીઆ



એક જહાજ નું નામ 'સેમ્પસન' હતું જે ટાઈટેનીકથી ૭ માઈલ જ દૂર હતું. તેઓએ ટાઈટેનીકમાંથી આવતાં સફેદ ધૂમાડાની ખતરાની નિશાની જોઈ પણ તે જહાજનો ક્રૂ ત્યાં ગેરકાયદેસર સીલ માછલીનો શિકાર કરતો હતો આથી તે ટાઈટેનીક પાસે જવાને બદલે વિરુદ્ધ દિશામાં જતું રહ્યું.


આ જહાંજ દર્શાવે છે કે આપણામાંના અમૂક એવા લોકો હોય છે જે પોતાના પાપ માં અને જિંદગીમાં એટલાં વ્યસ્ત હોય છે કે 'બીજાને આપણી જરૂર છે' એ પારખી નથી શકતાં.


બીજુ શીપ હતું 'કેલિફોર્નીઅન' આ શીપ માત્ર ૧૪ માઈલ દૂર હતું પણ એ બધી બાજુથી બરફથી ઘેરાયેલું હતું અને જહાંજના કેપ્ટને સફેદ ધૂમાડો જોયો પણ પરિસ્થિતી અનૂકુળ નહોતી અને અંધારું પણ હોવાથી તેઓએ ત્યારે સુઈ જવાનું અને સવાર સુધી રાહ જવાનુ નક્કી કર્યું. ક્રૂ પોતાને જ મનાવતું રહ્યું કે કંઈ નહીં થાય.


આ શીપ આપણામાંના એવાં લોકોને દર્શાવે છે જેઓ વિચારતા હોય છે કે 'હું અત્યારે કંઈ નહીં કરી શકું, પરિસ્થિતી બરાબર નથી એટલે આપણે પ્રતિકૂળ પરિસ્થિતી થવાની રાહ જોઈશું અને પછી કામ કરશું'


અને છેલ્લું શીપ હતું 'કાર્પેથીઆ' આ શીપ ટાઈટેનીકની દક્ષિણ બાજુ ૫૮ માઈલ દૂર હતું પણ કેપ્ટનને ખબર નહોતી કે ટાઈટેનીક કઈ બાજુ છે...


જ્યારે તેમણે રેડિયો પર રડવાનો અવાજ સાંભળ્યો તો ભગવાનને સાચી દિશા ચીંધવા માટે યાદ કરીને ફૂલ સ્ટીમ આપીને જહાંજ દરિયામાં બરફની સપાટો વચ્ચે ભગાવ્યું.


આ એ શીપ હતું જેણે ટાઈટેનીકના ૭૦૫ મૂસાફરોને બચાવ્યા.

સારાંશ : 

જવાબદારીઓને અવગણવા માટે અવરોધો અને કારણો કાયમ ત્યાં હાજર જ હોય છે પણ જે એનો સ્વીકાર કરીને, કંઈક સારું કરી બતાવે છે. તેઓ આ દુનીયાના હૃદયમાં હંમેશા માટે એ સારુ કાર્ય કરવા બદલ સ્થાન મેળવી જાય છે...

હું વિશ કરું છું કે આપણે બધા લાઈફમા 'કાર્પેથીઅન' બનીએ, સેમ્પસન કે કેલિફોર્નીઅન નહીં...

જેથી આ દુનીયા વધુ સુંદર જીવવા લાયક સ્થળ બને...


સાભાર :- સોસિયલ મીડિયા અજ્ઞાત પોસ્ટ 

વર્ટીગો :- ચક્કર આવવાની બીમારી

એક રાત્રે અચાનક જ પરસેવો વળવા લાગ્યો અને નિંદરમાં ખલેલ પહોંચતા હું ઊંઘમાંથી જાગી ગયો. જેવી આંખો ખોલી કે રૂમમાં રહેલો પંખો અને ટી.વી. સહીત આખો રૂમ 360 ડિગ્રીએ ગોળ ગોળ ચકડોળની જેમ ફરવા લાગ્યો. મને જબરદસ્ત ચક્કર આવી રહ્યા હતા. જેના કારણે મને ઊલટી પણ થઈ. સારું થયું કે મે મારી ધર્મપત્નીને તરત ઉઠાડી અને ડોલ મંગાવી લીધી હતી નહિતર ઊલટી થવાના કારણે પથારી પણ બગડી ગઈ હોત. 



તરત મારા પપ્પાને ઉઠાડયા કે જેઓ મેડિકલ સારવારના જાણકાર છે. પોતે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટીશનર નું લાયસન્સ ધરાવે છે. એમને મે મારી તકલીફ જણાવી તો એમણે મને કહ્યું કે તને ‘વર્ટીગો’ થઈ ગયું લાગે છે. મે તો પહેલી વખત આ નામ સાંભળ્યું હતું. મને કહે તું હમણાં બે દિવસ પહેલા પરિક્રમામાં સવારે પાંચ વાગ્યે ગયો હતો ત્યાં ઠંડો પવન તારા કાનમાં ગયો હોવો જોઈએ. જેને કારણે અંદરના કાનની નળીમાં ક્યાંક તને સોજો આવી ગયો હશે. આથી કાનની નળીઓમાં વહેતું લિક્વિડ કે જેના કારણે આપણે શરીરનું બેલેન્સ જાળવી શકીએ છીએ એ સરળતાથી નળીમાં વહી શકતું નહીં હોય અને આથી તને ચક્કર આવે છે. અત્યારે જે બાજુ તને ચક્કર આવે નહીં અને આરામ જેવુ જણાય એ તરફ માથું રાખીને સૂઈ જા. સવાર પડતાં જ દવા લઈ આવીશ એ ખાઈ લેજે. લગભગ ડૉક્ટરને બતાવવાની જરૂર નહીં પડે. બે દિવસમાં સારું થઈ જશે. 


▪️હું એમની સૂચના મુજબ જમણી તરફ માથું રાખીને પડખું ફરીને સૂઈ ગયો. મને ઓશીકું થોડું જાડાઈ વાળું લેવાની પણ સૂચના આપેલ. સવારે ઉઠ્યો ત્યાં દવા આવી ગઈ હતી. દવા ખાવાને કારણે બપોર સુધીમાં મને થોડું સારું લાગવા માંડ્યું. પરંતુ મારી જાતે ઊભો થઈ શકતો ન હતો અને માથાની સ્થિતિ ફેરવું એટલે માથું ફરે એવી કઈક મારી હાલત થઈ હતી. બ્રશ પણ માંડ માંડ કર્યું. પરંતુ એટલી ખબર પડી ગઈ હતી કે મારુ માથું જમણી તરફ 45 ડિગ્રીના ખૂણે રાખવાથી મને ચક્કર આવતા ન હતા. આથી દૈનિક ક્રિયાઓ તમામ આ રીતે એ દિવસે પૂર્ણ કરી અને આખો દિવસ આરામ કર્યો. 


▪️બીજા દિવસે પહેલા દિવસ કરતાં પણ સારું હતું. આ ‘વર્ટીગો’ શું છે એ જાણવાની વધુ ઈચ્છા થઈ આવતા મોબાઇલમાં યુ-ટ્યુબ શરૂ કરીને ફટાફટ થોડા વિડીયો જોઈ ગયો. વિડીયો જોયા બાદ થોડી ગભરાહટ પણ થઈ. કારણકે વિડિયોમાં મને જાણવા મળ્યું કે બ્રેઇનમાં જો કઈ તકલીફ હોય જેવી કે ગાંઠ બનતી હોય કે ક્લોટ જમવાની શરૂઆત હોય કે પછી સર્વાઇકલ સ્પોન્ડીલાઇટીસની શરૂઆત હોય તો પણ આ પ્રકારે ચક્કર આવી શકે. મને જાણવા મળ્યું કે આવી તકલીફ ઊભી થાય ત્યારે સૌથી પહેલા એમ. ડી. ડૉક્ટરને બતાવવું જોઈએ અને એમની સલાહ મુજબ ઇ.એન.ટી. અથવા ન્યૂરોફીઝીશિયનને બતાવવું જોઈએ. કેટલાક રિપોર્ટસ અને લક્ષણોના આધારે ડૉક્ટર નક્કી કરશે કે ખરેખર ચક્કર આવવાનું કારણ કાન છે કે બ્રેઇન. 


▪️મારા વિસ્તારના પ્રખ્યાત એમ્.ડી. ડૉક્ટર અને મારા મિત્ર પીનાંક મેર સાહેબને મે બતાવ્યું તો એમણે કેટલાક ટેસ્ટ કરીને મને જણાવ્યું કે નોર્મલ લક્ષણો છે એટલે ડૉક્ટર સાહેબના કહેવા અનુસાર મને મારા પપ્પાએ બે દિવસ પહેલા કરેલું નિદાન સાચું લાગ્યું. કેટલીક દવાઓ આપી અને કહ્યું કે કોર્સ પૂરો કરજો અને છત્તા સારું ન થાય તો ફરીથી આવજો. બે દીવસમાં જ ઘણો ફેર દેખાયો. મને થયું કે હું સાજો થઈ ગયો છું. ભૂલ એ કરી ગયો કે શનિ અને રવિમાં સિઝન બોલમાં ક્રિકેટની એક 20-20 ટુર્નામેંટ રમવા ગયો અને બે દિવસમાં 3 મેચ રમ્યો. મેદાનમાં પવન ખૂબ હતો. કાનમાં રુ ભરાવ્યું હતું પરંતુ છત્તા સોમવારે સવારે માથું એકદમ ભારે ભારે લાગી રહ્યું હતું. શરીર આગળ જાય અને મગજ પછી આવે એવું અનુભવાઈ રહ્યું હતું. ઊભા ઊભા ગમે ત્યારે પડી જવાય એવું લાગતું હતું. હોસ્પિટલ સુધી પહોંચી નહીં શકાય એવું લાગી રહ્યું હતું. આથી બપોરે થોડું સારું થતાં ફરીથી ડૉ. પીનાંક મેર સાહેબ પાસે મારા પપ્પા અને મારા મિત્ર બીપીનભાઈ મને લઈ ગયા. હાથ પકડીને મને લઈ જવો પડ્યો એટલી હદે બેલેન્સ બગડી ગયું હતું. 


▪️ડૉક્ટર સાહેબે તરત કહ્યું કે આપણે ડૉ.પ્રતિક પબાણી, ન્યૂરોફીઝીશિયનને અત્યારે જ બતાવી દઈએ. કારણકે આટલા દિવસ ચક્કર ચાલે એ કઈક અજુગતું લાગે છે. હકીકતે મે એમનાથી આ ક્રિકેટ મેચ રમવા ગયો હતો એ વાળી વાત છુપાવેલ. તેમણે તરત પબાણી સાહેબને ફોન કરીને મારી વિગતો આપી અને મને ત્યાં લઈ જવામાં આવ્યો. લગભગ અડધી કલાકે મારો વારો આવ્યો. સાહેબે સૌથી પહેલા શાંતિથી આખી હિસ્ટ્રી સાંભળી અને પછી કેટલીક કસરતો કરાવીને મને શું અનુભવાઈ છે એ બાબતે કેટલાક ટેસ્ટ કર્યા. મને કહ્યું કે ચિંતા કરવા જેવુ કશું હાલ જણાતું નથી પરંતુ મનના સમાધાન મને એમ.આર.આઈ. કરાવી લઈએ. 


▪️અહીથી અમે એમ.આર.આઈ. કરાવવા મારા ખાસ મિત્ર ડૉ.જલ્પન રૂપાપરા સાહેબના ઇમેજિંગ સેન્ટર ખાતે પહોંચ્યા. ખૂબ ટ્રાફિક હતો. મારા જ મિત્રનું ક્લિનિક હતું એટલે મે કહ્યું કે મારા કરતાં અન્ય દર્દીઓ વધારે તકલીફમાં જણાય છે તો પહેલા એમનો વારો લઈ લ્યો. મને રાત્રે સેન્ટર બંધ કરવા ટાઈમે ફોન કરજો એટલે હું આવી જઈશ. રાત્રે સાડા નવ વાગે સૌથી છેલ્લે મારો એમ.આર.આઈ. કરવામાં આવે છે. નસીબજોગે રિપોર્ટ એકદમ નોર્મલ આવે છે. ડૉ. પબાણી સાહેબ મને કહે છે કે તમને અંદરના કાનમાં જ તકલીફ છે. જેને ‘પોઝીશનલ વર્ટીગો’ કહે છે. શરીરની પોઝીશન ફરવાથી ચક્કર આવે છે. ત્રણ દવાઓ દિવસમાં બે વખત સવાર અને સાંજ લેવાની લખી આપે છે. ડોકી ફેરવવાની કેટલીક કસરત શીખવે છે અને રમવાની તથા વાહન ચલાવવાની સખત મનાઈ કરવાની સાથે પવન લાગવો જોઈએ નહીં એવું પણ ભારપૂર્વક જણાવી અઠવાડિયા પછી પણ જો તકલીફ જણાય તો બતાવવા આવવાનું કહે છે. 


▪️આ લેખમાં મારી આખી કથા જણાવી વાંચકમિત્રોને એટલું જણાવવા માંગુ છું કે નાનકડી પણ તકલીફ હોય તો પણ તરત સારા નામાંકિત ડૉક્ટરને તરત બતાવો, એમની સલાહ પ્રમાણે ચાલો. જરૂર જણાય તો સેકન્ડ ઓપીનિયન પણ લઈ શકાય. સ્વાભાવિક છે કે વિવિધ ટેસ્ટ કરાવવાનો ખર્ચ ખૂબ વધારે થાય છે. ઘણી વખત આપણને એવું લાગે પણ ખરું કે ડૉક્ટરને કમિશન મળતું હશે એટલે એ બિનજરૂરી ટેસ્ટ કરાવતા હશે. પરંતુ આપણું શરીર એક મશીન જ છે એ યાદ રાખજો મિત્રો. ડૉક્ટર પણ લક્ષણો ચેક કરીને અને ટેસ્ટના પરિણામો આધારે ઈલાજ કરતાં હોય છે. ગંભીર બીમારીના લક્ષણો જણાય તો ભલે પૈસા ખર્ચ થાય પણ જરૂરી બધા જ ટેસ્ટ કરવી જ લેવા જોઈએ. મનનું સમાધાન અને માનસિક શાંતિ મેળવવા જ મે એમ.આર.આઈ. કરાવેલ. કારણકે જો બ્રેઇનમાં તકલીફ હોય તો હું ક્રિકેટ રમી શકું નહીં. મને સામે ઉભેલ વ્યક્તિ બબ્બે દેખાય. શરીરનું સંતુલન રહે નહિ. શરીરમાં તાકાત જતી રહે અને અશક્તિ વર્તાય. અવાજ થોથવાય. હું વસ્તુઓ ઉપાડી શકું નહીં. વ્યવસ્થિત અવાજ સાંભળી શકું નહીં. પરંતુ આવું કશું મારી સાથે થતું ન હતું છત્તા મે ડોક્ટર્સની સલાહ લઈને બધા ટેસ્ટ કરાવી લીધા.  


▪️હાલ મને ખૂબ સારું છે. વર્ટીગોની તકલીફ બી.પી. માં મોટા પ્રમાણમાં વધ-ઘટ થવાથી, કાનમાં ઇન્ફેકશન થવાથી, બ્રેઇનની નસ દબાવાથી, એકદમ ઠંડો પવન કાનમાં સતત લાગવાથી વગેરે કારણોથી થઈ શકે છે. કોઈને પણ ‘વર્ટીગો’ પ્રકારની તકલીફ જણાય તો સૌથી પહેલા તો એકલા ક્યાંય જવું નહીં. તમને કઈ પોઝીશનમાં ચક્કર નથી આવતા એ નક્કી કરીને એ જ પોઝીશનમાં રહેવું. ડોકી ફેરવવાની અને શરીરની મુવમેન્ટની કેટલીક કસરતો જે તમને યુ-ટ્યુબ પર જોવા મળશે એ હળવેકથી કરવી. ‘વર્ટીગો’ ના પ્રકારો, લક્ષણો અને ઈલાજ વગેરે બાબતે વધુ જાણકારી મેળવવા કોઈ જાણકાર ડૉક્ટરનો સંપર્ક કરી શકાય. પરંતુ જો કોઈને ‘વર્ટીગો’ જેવુ જણાય તો ગભરાવું નહીં અને તરત એમ.ડી. ડોક્ટરની સલાહ લઈને દવા લેવી તથા આગળ વધવું જોઈએ. 

સાભાર :- 

ન્યૂઝપેપર      : અમરેલી એક્સ્પ્રેસ

કોલમ         : ‘જાગતે રહો’

કોલમિસ્ટ.    : ડો.ચિંતન વૈષ્ણવ

લેખ તારીખ  : 08-01-2023.

શબ્દો          : 1108. 


#vertigo #vertigotreatment 

#ચકકર #માંથુંફરવું #Dizziness

Sunday, December 11, 2022

સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો

વેદવ્યાસજીએ મહાભારતમાં બહુ સરસ પ્રસંગનું વર્ણન કરેલ છે. એકવાર કૃષ્ણ, બલરામ અને સાત્યકિ (સાત્યકિ દ્વારકાનો મોટો યોદ્ધો હતો.) જંગલમાં ફરવા માટે ગયા. સાંજ પડવા આવી અને રસ્તો ભૂલી ગયા. કૃષ્ણએ કહ્યું, “આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું. રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિનો જાગવાનો વારો કાઢીએ. એક જાગે અને બાકીના બે સૂતેલાની રક્ષા કરે.”


પ્રથમ સાત્યકિનો જાગવાનો વારો હતો. એ સમયે બ્રહ્મરાક્ષસ આવ્યો. સાત્યકિએ એની સાથે લડાઈ શરૂ કરી. સાત્યકિ બ્રહ્મરાક્ષસને બરોબરની ફાઈટ આપતો હતો. આ લડાઈમાં જ્યારે સાત્યકિને વાગે એટલે એ દર્દની ચીસ પાડે. એનું પરિણામ એ આવે કે સાત્યકિની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય અને કદ મોટું થવાથી આવનારા મુક્કાની તાકાત વધી જાય. સાત્યકિનો જાગવાનો સમય પૂરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડ્યા. હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઈ ચાલુ કરી પરંતુ સાત્યકિએ કર્યું એવું જ બલરામે કર્યું. બલરામને પણ વાગે એટલે દર્દની ચીસ પાડે અને પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય. એમનો સમય પૂરો થયો એટલે એમણે કૃષ્ણને જગાડ્યા.


કૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઈમાં નવી વ્યૂહરચના અપનાવી. પોતને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરાબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જોઈને ખડખડાટ હસે. એનું પરિણામ એ આવ્યું કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનું થવા લાગ્યું અને થોડા સમયની લડાઈમાં એનું કદ નાની પૂતળી જેવું થઈ ગયું. પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પૂતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો.


મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહુ જ મોટો સંદેશો આપી જાય છે. આપણા બધાના જીવનમાં પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓરૂપી બ્રહ્મરાક્ષસ આવે છે. આ પ્રશ્નો, પડાકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડ્યા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે. પરંતુ જો આ પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પૂતળી જેવું થઈ જાય અને આપણે એને મારી શકીએ...🙏🌹🙏

ક્યારેક એમ થાય છે કે....

ક્યારેક એમ થાય છે કે.. મધ્યમવર્ગ ની જીંદગી આમ જ પુરી થઈ જશે ?😢😢



કાલે સાંજે...

હું થોડો વહેલો ઘરે આવવા નીકળ્યો.

રસ્તા મા શાકભાજી ની માર્કેટ ઘર પાસે ભરાઈ છે..

ત્યાં મારી પત્ની ઘરે થી ચાલતી ચાલતી શાક લેવા રોજ  આવે.

👍

મને થયું એ ઉભી હોય તો તેને બેસાડી ઘરે લઈ જાવ...

તેને ચાલવું નહીં..

મેં એકટીવા ઉભું રાખ્યું..

આજુ બાજુ નજર કરી...

મારી પત્ની ક્યાંય દેખાણી નહીં..

મેં એકટીવા ચાલુ કર્યું..

ત્યાં મારી નજર પાણી પુરી વાળા ના ખુમચા ઉપર પડી.

મારી પત્ની ઉભી ઉભી પાણી પુરી ખાતી હતી.👌👍

દોસ્ત એ એટલી સ્વાદ થી લીજ્જત અને આનંદ થી પાણી પુરી એ ખાતી હતી કે..

આવો તેના ચહેરા નો ભાવ કે.. આનંદ તો હું તેને મોંઘી હોટેલ માં જમવા લઈ જાવ ત્યારે પણ જોયો ન હતો

તેના ચહેરા પરનો નિર્દોષ  આનંદ  જોઈ  મને તેને  ડિસ્ટ્રબ કરવી યોગ્ય ન લાગ્યું..

મેં મારું એકટીવા બંધ કરી તેના ભોળા ચહેરા ને નિરખતો રહ્યો.

તેણે પાણી પુરી નો રાઉન્ડ પુરો કર્યા પછી ની છેલ્લી મસાલા પુરી માંગી

અને તૃપ્ત થયા નો આનંદ લીધો.

એટલે મેં એકટીવા ચાલુ કર્યું

અને તેની બાજુ મા જઈ ઉભો રહ્યો.

અચાનક મને જોઈ..હસ્તા..હસ્તા

મોઢું લૂછતાં બોલી..

આજે વહેલા વહેલા ?👌👍

હા આજે વહેલો છુટ્યો..

ચાલ સ્કૂટર ની પાછળ બેસી જા...

તારે ચાલવું નહીં..

અમે ઘરે પહોચ્યા..

હું બૂટ કાઢતા હસી પડ્યો..🤣

એટલે મારી પત્ની  બોલી..

હસવાનું શું એમાં ?😢

હું રોજ થોડી પાણી પુરી ખાઉ છું ? 😢

તમારી જાણ માટે દસ રૂપિયા ની જ પાણીપુરી મેં ખાધી છે..

રોજ શાક ની લારી લારી એ ફરી તમારા રૂપિયા બચાવું છું તો..

કોઈ વખત આનંદ કરવાનો મારો અધિકાર નથી

😢

એ નિર્દોષપણે બોલતી રહી  તેમ તેમ મારી આખો માંથી આંસુ પડતા રહ્યા.😢😢


અરે તેમાં રડો છો શુ ?😢

આજ થી પાણીપુરી ખાવા નું બંધ..મારી પત્ની બોલી

અરે ગાંડી.. 

મને દુઃખ એ વાત નું નથી કે તે પાણી પુરી કેમ ખાધી ?👍

દુઃખ એ વાત નું છે..

આટલા વર્ષના લગ્ન જીવન પછી પણ  હું એ  ન જાણી શક્યો કે..

તને પાણીપુરી આટલી બધી ભાવે છે.👍👌♥️

આવ બેસ..મારી બાજુ મા.. આજે વહેલું આવવા નું કારણ તું મને પૂછતી હતી ને ?

યાદ છે..

ગયા ઉનાળે તે કિધુ હતું..

ગરમી બહુ લાગે છે.

AC હોવું જોઈએ.

મેં કીધું હતું..

AC નું બિલબહુ આવે.

તે કિધુ હતું કેટલું આવે ? 

મહિને  બે ત્રણ હજાર  રૂપિયા થી વધારે આવે.

તમને કદી હું ઉનાળા મા હિલસ્ટેશન ઉપર ફરવા લઈ જાવ તેવી જીદ તો કદી પકડતી નથી..

ત્યાં તમારે  એક દિવસ ની હોટલ નું ભાડું ત્રણ હજાર કે..

ચાર હજાર આપવું પડે તો અહીં ઘર મા મહિનાના ત્રણ હજાર AC પાછળ ખર્ચી ના શકો ?


તારી વાત મેં  ગંભીરતા થી વિચારી હતી

અને સાચી પણ લાગી હતી

એટલે જાન્યુઆરીમા આવેલ લીવ એનકેશમેન્ટ ના રૂપિયા માથી મેં AC લખાવી દીધું છે.

આજે AC ફિટ કરવા આપણા ઘરે આવે છે.👌👍

મારી પત્ની મને ભેટી પડી♥️♥️

મેં ચુકવેલ AC ની કિંમત તો તેની પ્રેમભરી નજરની સરખામણી માં શુન્ય હતી.

મારા કહેવાનો મતલબ એજ છે કે..ઘણી વાર

મોટી મોટી મહ્ત્વાકાંક્ષા રાખવા કરતા નાની

નાની વસ્તુ માંથી આનંદ મેળવતા શિખવુ જોઇયે.👌👍

કોઈ વખત પાણી પુરી ની લારી એ ઉભા રહો..👌👍

કોઈ વખત રસ્તા ઉપર ઉભા રહી બરફ નો ગોળો ચૂસતા રહી ને જીંદગી ની પળે પળ નો આનંદ લૂટતા રહીએ..👌👍♥️

રૂપિયાને આપણી આત્મીયતા 

અને નિખાલસતા સાથે કોઈ સબંધ નથી.👍👌♥️

બાકી દોસ્ત..

ઈચ્છાઓ તો કદી શહેનશાહો ની પણ પુરી નથી થઈ.😢

કુછ પા કર ખોના હૈ..😢

કુછ ખો કર પાના હૈ.👌

જીવન કા મતલબ તો..

આના ઔર જાના હૈ.👍👌

દો પલ કે જીવન સે..

એક ઉમ્ર ચુરાની હૈ.👌👍

તુફાન કો આના હૈ..😢

આ કર ચલે જાના હૈ.👍  ......🎋🖊️🎯

*જીંદગી ઔર કુછ ભી નહી..* 🥰🤝🏻💕

તેરી મેરી કહાની હૈ.

....મિત્રો ને અર્પણ.... 🙏🙏🙏🙏

Saturday, December 10, 2022

ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર કોણ ?

નીલ આર્મસ્ટ્રોંગ


સૌપ્રથમ ચંદ્ર પર આ યાત્રીઓએ પગ મૂક્યો હતો.

પ્રથમ વ્યક્તિ .. નીલ આર્મસ્ટ્રોંગ

બીજા વ્યક્તિ.. બજ એલ્ડ્રિન

ત્રીજા વ્યક્તિ .. પેટે કૉનરાડ

ચોથા વ્યક્તિ .. એલન બીન


નીલ આર્મસ્ટ્રોંગ અને બજ એલ્ડ્રિન


 પેટે કૉનરાડ અને એલન બીન



અમેરિકાનાં અપોલો-11 મિશનનાં માધ્યમથી 20 જુલાઈ, 1969ના રોજ ચંદ્ર પર પહેલીવાર નીલ આર્મસ્ટ્રોંગ પહોંચ્યા હતા. ત્યારે બજ એલ્ડ્રિન બીજા એવા વ્યક્તિ હતા કે, જેના કદમ ચંદ્ર પર પડ્યા હતા. તે પણ અપોલો-11 મિશનમાં નીલ આર્મસ્ટ્રોંગ સાથે જ હતા. પેટે કૉનરાડ ચંદ્ર પર પગ મૂકનારા ત્રીજા વ્યક્તિ હતા. તે વર્ષ 1969નાં નવેમ્બરમાં અપોલો-12 મિશનનો ભાગ હતો. કૉનરડની સાથે અપોલો-12 ચાલકદળમાં એલન બીન પણ સામેલ હતા. તે ચંદ્ર પર પગ મૂકનારા ચોથા વ્યક્તિ હતા.


Saturday, December 3, 2022

પોદળામાં હાઠીકુ

આનાથી નીતિમત્તાનો પુરાવો બીજો ક્યો હોઈ શકે.

બળતણ તરીકે કોઈને  છાણાની જરૂર હોય, અથવા તો કોઈને પશુ ન હોય, કાંતો કોઈનુ પશુ માર્ગમા કે ચરતી વખતે ખેતર/ચરાણમા પોદળો કરે તો તે પોદળાની જેને આવશ્યકતા હોઈ તે પોદળામાં એક ઉભુ સાંઠીકડું ખુતાડી દે. હવે આ સાંઠીકડું ખુતાડ્યું એટલે એ પોદળો એની માલીકીનો કહેવાય. અન્ય પાછળ છાણા થાપવા પોદળાની જરૂર હોઈ અને પોદળો જૂએ અને એમા સાંઠીકડું ખુતાડેલુ હોઈ તો એ ત્યાથી ચાલ્યા જાય. ભૂલથી પણ એ પોદળો ન લેતા કારણ કે એ બીજાની માલિકીનો થઈ ચૂક્યો છે હવે આપણાથી ન લેવાય.



વિચારો તો ખરા કે.. એક પોદળો પણ બીજાનો આપણાથી ન લેવાય એવી જેની નીતિ હોઈ, બીજાનુ મારાથી અડાય નહિ આવી જેની ટેક હોઈ ત્યા લાખોના સોનાના ઢગલા હોઈ તો પણ તે કોઈ અડે? ન અડે
આવા હતા આપણા વડીલો, તેમની નીતિમત્તા... અને આજે ????


સાભાર :- બી.એન.આહીર

Sunday, November 13, 2022

Ramayan ek सत्य इतिहास है. जिसके समस्त वैज्ञानिक प्रमाण आज उपलब्ध हैं ।

रावण ने माँ सीता जी का अपहरण करके श्रीलंका जाते समय पुष्पक विमान का मार्ग क्या था?

उस मार्ग में कौनसा वैज्ञानिक रहस्य छुपा हुआ है?

उस मार्ग के बारे में हज़ारो साल पहले कैसे जानकारी थी?

पढ़िए इन प्रश्नों के उत्तर

रावण ने माँ सीता जी का अपहरण पंचवटी (नासिक, महाराष्ट्र) से किया और पुष्पक विमान द्वारा हम्पी (कर्नाटक), लेपक्षी (आँध्रप्रदेश) होते हुए श्रीलंका पहुंचा।

आश्चर्य होता है जब हम आधुनिक तकनीक से देखते हैं कि नासिक, हम्पी, लेपक्षी और श्रीलंका बिलकुल एक सीधी लाइन में हैं. 

अर्थात ये पंचवटी से श्रीलंका जाने का सबसे छोटा रास्ता है।

अब आप ये सोचिए उस समय Google Map नहीं था जो Shortest Way बता देता. फिर कैसे उस समय ये पता किया गया कि सबसे छोटा और सीधा मार्ग कौनसा है?

या अगर भारत विरोधियों के अहम् संतुष्टि के लिए मान भी लें कि चलो रामायण केवल एक महाकाव्य है जो महर्षि वाल्मीकि महाराज जी ने लिखा तो फिर ये बताओ कि उस ज़माने में भी गूगल मैप नहीं था तो रामायण लिखने वाले महर्षि वाल्मीकि जी को कैसे पता लगा कि पंचवटी से श्रीलंका का सीधा छोटा रास्ता कौनसा है?

महाकाव्य में तो किन्ही भी स्थानों का ज़िक्र घटनाओं को बताने के लिए आ जाता।

लेकिन क्यों महर्षि वाल्मीकि जी महाराज ने सीता हरण के लिए केवल उन्ही स्थानों का ज़िक्र किया जो पुष्पक विमान का सबसे छोटा और बिलकुल सीधा रास्ता था?

ये ठीक वैसे ही है कि आज से 500 साल पहले गोस्वामी तुलसीदास जी को कैसे पता कि पृथ्वी से सूर्य की दूरी क्या है? (जुग सहस्त्र जोजन पर भानु = 152 मिलियन किमी - हनुमानचालीसा), जबकि नासा ने हाल ही कुछ वर्षों में इस दूरी का पता लगाया है।


अब आगे देखिये...

पंचवटी वो स्थान है जहां प्रभु श्री राम, माता जानकी और भ्राता लक्ष्मण वनवास के समय रह रहे थे।

यहीं शूर्पणखा आई और लक्ष्मण से विवाह करने के लिए उपद्रव करने लगी विवश होकर लक्ष्मण ने शूपर्णखा की नाक यानी नासिका काट दी. और आज इस स्थान को हम नासिक (महाराष्ट्र) के नाम से जानते हैं. आगे चलिए...

पुष्पक विमान में जाते हुए सीताजी ने नीचे देखा कि एक पर्वत के शिखर पर बैठे हुए कुछ वानर ऊपर की ओर कौतुहल से देख रहे हैं तो सीता ने अपने वस्त्र की कोर फाड़कर उसमे अपने कंगन बांधकर नीचे फेंक दिए ताकि राम को उन्हें ढूढ़ने में सहायता प्राप्त हो सके।

जिस स्थान पर सीताजी ने उन वानरों को ये आभूषण फेंके वो स्थान था 'ऋष्यमूक पर्वत' जो आज के हम्पी (कर्नाटक) में स्थित है

इसके बाद... वृद्ध गीधराज जटायु ने रोती हुई सीताजी को देखा, देखा कि कोई राक्षस किसी स्त्री को बलात अपने विमान में लेके जा रहा है जटायु ने सीताजी को छुड़ाने के लिए रावण से युद्ध किया. रावण ने तलवार से जटायु के पंख काट दिए

इसके बाद जब राम और लक्ष्मण सीताजी को ढूंढते हुए पहुंचे तो उन्होंने दूर से ही जटायु को सबसे पहला सम्बोधन 'हे पक्षी' कहते हुए किया और उस जगह का नाम दक्षिण भाषा में 'लेपक्षी' (आंधप्रदेश) है।

अब क्या समझ आया आपको? पंचवटी---हम्पी---लेपक्षी---श्रीलंका। सीधा रास्ता। सबसे छोटा रास्ता। हवाई रास्ता, यानि हमारे जमानों में विमान होने के सबूत।

गूगल मैप का निकाला गया फोटो नीचे है। अपने ज्ञान-विज्ञान, संस्कृति को भूल चुके भारतबन्धुओं रामायण कोई मायथोलोजी नहीं है।

ये महर्षि वाल्मीकि जी द्वारा लिखा गया सत्य इतिहास है. जिसके समस्त वैज्ञानिक प्रमाण आज उपलब्ध हैं।


यही सनातन धर्म है।