Saturday, December 3, 2022

પોદળામાં હાઠીકુ

આનાથી નીતિમત્તાનો પુરાવો બીજો ક્યો હોઈ શકે.

બળતણ તરીકે કોઈને  છાણાની જરૂર હોય, અથવા તો કોઈને પશુ ન હોય, કાંતો કોઈનુ પશુ માર્ગમા કે ચરતી વખતે ખેતર/ચરાણમા પોદળો કરે તો તે પોદળાની જેને આવશ્યકતા હોઈ તે પોદળામાં એક ઉભુ સાંઠીકડું ખુતાડી દે. હવે આ સાંઠીકડું ખુતાડ્યું એટલે એ પોદળો એની માલીકીનો કહેવાય. અન્ય પાછળ છાણા થાપવા પોદળાની જરૂર હોઈ અને પોદળો જૂએ અને એમા સાંઠીકડું ખુતાડેલુ હોઈ તો એ ત્યાથી ચાલ્યા જાય. ભૂલથી પણ એ પોદળો ન લેતા કારણ કે એ બીજાની માલિકીનો થઈ ચૂક્યો છે હવે આપણાથી ન લેવાય.



વિચારો તો ખરા કે.. એક પોદળો પણ બીજાનો આપણાથી ન લેવાય એવી જેની નીતિ હોઈ, બીજાનુ મારાથી અડાય નહિ આવી જેની ટેક હોઈ ત્યા લાખોના સોનાના ઢગલા હોઈ તો પણ તે કોઈ અડે? ન અડે
આવા હતા આપણા વડીલો, તેમની નીતિમત્તા... અને આજે ????


સાભાર :- બી.એન.આહીર