Friday, June 23, 2023

કમ્પ્યુટરના પ્રકાર

 પ્રસ્તાવના

આજની દુનિયા માં દરેક ક્ષેત્ર માં કમ્પ્યુટર નો ઉપયોગ થાય છે, જેમ કે – અંતરિક્ષ, ફિલ્મ નિર્માણ, હવાઈમથક, દવાખાનું, એકા એક ઉદ્યોગ, વ્યાપાર, રેલવે સ્ટેશન, શાળાઓ, કોલેજ વગેરે કમ્પ્યુટર થી દરેક કામ જલ્દી અને ઝડપ થી થાય છે.

આજે કમ્પ્યુટર નો ઉપયોગ દસ્તાવેજ બનાવવા,ઈ-મેલ મોકલવા અને પ્રાપ્ત કરવા, સંગીત જોવા, સાંભળવા, મનોરંજન કરવા, રમતો રમવા તેમજ અન્ય વસ્તુઓ જેવી કે – બેંક, શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓમાં, ઘરો, દુકાનો વગેરેમાં કમ્પ્યુટર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આજે કમ્પ્યુટર બધાની જિંદગી નું અભિન્ન અંગ બની રહ્યું છે, અને કમ્પ્યુટર એ આપણી દિવસકાર્ય નો એક હિસ્સો બની ગયો છે.આ એક ઇલેક્ટ્રોનિક મશીન છે જે ઘણા નિર્દેશો અનુસાર કાર્ય ને પૂરું કરે છે.


કમ્પ્યુટરના પ્રકાર

પ્રથમ કમ્પ્યુટર ના આગમન પછી, હાલના કોમ્પ્યુટરમાં વિવિધ ફેરફારો જોવા મળ્યા છે, મુખ્યત્વે ચાર પ્રકાર ના કમ્પ્યુટર છે


સુપર કોમ્પ્યુટર (SUPERCOMPUTER)
મેનફ્રેમ કમ્પ્યુટર (MAINFREMCOMPUTER)
મિની કમ્પ્યુટર (MINICOMPUTER)
માઇક્રો કમ્પ્યુટર (MICROCOMPUTER)

સુપર કોમ્પ્યુટર

જયારે કામગીરી અને ડેટા પ્રોસેસિંગની વાત આવે છે, ત્યારે આ કિસ્સામાં સૌથી શક્તિશાળી કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર છે, તે વિશિષ્ટ કમ્પ્યુટર છે, જેનો ઉપયોગ મોટી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.

સુપર કોમ્પ્યુટર્સનો ઉપયોગ સંશોધન અને સંશોધન હેતુ માટે થાય છે જેમ કે – નાસા લોન્ચિંગ, કન્ટ્રોલિંગ અને અવકાશ સંશોધન હેતુ માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે.

ભારતે ૧૯૯૧માં પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ ૮૦૦૦ બનાવ્યુ હતુ. ભારત ૨૦૨૨ સુધીમાં ૨૦ મેગા વોટથી ઓછો પાવર વાપરતુ એક્ઝા સ્કેલ એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનાવી દેશે. હજુ સુધી દુનિયામાં એક પણ દેશે એક્ઝા સ્કેલ એડવાન્સ સુપર કોમ્પ્યુટર બનાવ્યુ નથી. ભારત સરકાર દ્વારા આ માટેનું મિશનર શરૂ કરી દેવાયુ છે અને આ એક્ઝા સ્કેલ સુપર કોમ્પ્યુટર બનાવવા પાછળ ૪૫૦૦ કરોડ જેટલો ખર્ચ થશે. 

અમેરિકામાં ગયા અઠવાડિયે 'સમિટ' નામનું સુપર કમ્પ્યુટર ખુલ્લું મુકાયુ. દર છ મહિને જગતના સૌથી શક્તિશાળી ૫૦૦ સુપર કમ્ય્યુટરનું લિસ્ટ તૈયાર થાય છે. તેમાં પહેલા ક્રમે રહેવા માટે વિવિધ દેશો વચ્ચે સ્પર્ધા ચાલતી રહે છે.  હમણાં સુધી સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર ચીનનું સનવે ટીહુલાઈટ હતું. તેના આગલા વર્ષે સ્વિત્ઝરલેન્ડનું કમ્પ્યુટર સુપર પાવરમાં પહેલા ક્રમે હતું. હવે હવે અમેરિકા ફરી ટોચ પર આવી ગયું છે.

આપણે વાપરીએ એ પર્સનલ કમ્પ્યુટર (પીસી) કે પછી લેપટોપ છે. એક ટેબલ પર ગોઠવાઈ જાય, બેગમાં પણ સમાઈ જાય. બીજી તરફ સુપર કમ્પ્યુટર હજારો ચોરસ ફીટ કરતાં ઓછી જગ્યા રોકતું નથી. ઓપરેટ કરવા અનેક માણસોની જરૃર પડે છે. મોનિટરની સ્ક્રીન એકાદી નહીં પણ અનેક હોય છે. સર્વરો પણ ગણ્યાગણાય નહીં એટલા અને વાયરો વિણ્યા વિણાય નહીં એટલા હોય. એ બધા ઉપરાંત આગળ વર્ણવી એવી અનેક ખાસિયતો ભેગી થાય ત્યારે બને એક સુપર કમ્પ્યુટર.

નામ પ્રમાણે એ ગણતરીમાં સુપર હોય અને એટલે જ તેનો પથારો વધતો જાય છે.  સાડા પાંચ દાયકા પહેલા ૧૯૬૨માં અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીએ 'સીડીસી (કન્ટ્રોલ ડેટા કોર્પોરેશન) ૬૬૦૦' નામે એક કમ્પ્યુુટર તૈયાર કર્યું. એ કમ્પ્યુટરનું સૌથી મહત્ત્વનું પાસું તેની આસાધારણ ઝડપ હતી. સેકન્ડે ૩૦ લાખ જેવી પ્રભાવશાળી ગણતરી કરી શકતું સીડીસી-૬૬૦૦ એ વખતના સૌથી ઝડપી કમ્પ્યુટર કરતાં દસગણુ પાવરફૂલ હતું.

પરિણામે તેના માટે માનવાચક શબ્દ વપરાયો: 'સુપર કમ્પ્યુટર.' એ પહેલાં સુપર કમ્પ્યુટર એવો કોઈ અલગ પ્રકાર ન હતો અને સુપર કમ્પ્યયુટર એવો શબ્દ પણ ન હતો. અસાધારણ ઝડપ ધરાવતા કમ્પ્યુટરો હવે સુપર કમ્પ્યુટર તરીકે ઓળખાય છે.

આવા સુપર કમ્પ્યુટર કંઈ વ્યક્તિગત વપરાશ માટે બનતા નથી. જ્યાં કરોડો-અબજોની સંખ્યામાં ગણતરીઓ કરવાની હોય, ગણિતશાસ્ત્રીઓને ઊંધે માથે નાખે એવાં ગાણિતિક સુત્રો ઉકેલવાના હોય, કરોડોની સંખ્યામાં દાખલ કરેલી માહિતીમાંથી ચોક્કસ પ્રકારની વિગતોની તપાસ કરી પરિણામ આપવાનું હોય.. એવા સ્થળોએ જ સુપર કમ્પ્યુટરો વપરાતા હોય છે. હવામાન માપન કેન્દ્રો, પરમાણુ શક્તિ સેન્ટરો, ખનિજતેલની શોધખોળ, ભૂસ્તર તપાસ.. વગેરે ક્ષેત્રો એવા છે, જ્યાં સુપર કમ્પ્યુટરો વપરાય છે.

હવે કેટલીક ખાનગી કંપનીઓ પણ સુપર કમ્પ્યુટરો વાપરતી થઈ છે. પરિણામે દુનિયાભરમાં સુપર કમ્પ્યુટરોનો વ્યાપ પણ વધતો જાય છે.

**મેનફ્રેમ કમ્પ્યુટર**

સુપરકોમ્પ્યુટર્સ કરતાં કદમાં નાના હોવા છતાં આ કોમ્પ્યુટર્સ મોંઘા અને ઝડપી છે. એકી વખતે એકસાથે 100 જેટલા માણસો આ કોમ્પ્યુટર પર કામ કરી શકે છે. ઈલેક્ટ્રોનિક સાધનો અને મોટા યંત્રો ની ડિઝાઈન તૈયાર કરવામાં મોટા ઑધિયોગિક ગૃહો આ પ્રકારના કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરે છે. મોટી સંસ્થાઓમા આ કોમ્પ્યુટર્સનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરી તેનું વિશ્લેષણ કરવા માટે થાય છે.

મેનફ્રેમ કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર કરતા વધુ શક્તિશાળી નથી, પરંતુ તે ખુબ ખર્ચાળ છે. તેઓનો ઉપયોગ ઘણી મોટી કંપનીઓ અને સરકારી સંસ્થાઓ દ્વારા તેમના વ્યવસાય માટે કરવામાં આવે છે.  કદમાં મોટા હોવાના કારણે , મેનફ્રેમ કોમ્પ્યુટરને વાતાનુકુલિત ઓરડામાં રાખવામાં આવે છે. સુપર કોમ્પ્યુટર્સની ડેટા સ્ટોરેજ ક્ષમતા ખુબ મોટી છે, જેના કારણે તે સૌથી ઝડપી કાર્યરત કમ્પ્યુટર છે.

તે મોટી માત્રામાં ડેટા પાર પ્રક્રિયા અને સંગ્રહ પણ કરી શકે છે. બેંક શૈક્ષણિક સંસ્થાઓ અને વીમા કંપનીઓ તેમના ગ્રાહકો, વિદ્યાર્થીઓ અને વીમા પોલીસિ ધારકો વિશેનો ડેટા સ્ટોર કરવા માટે મેનફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે.

મિની કમ્પ્યુટર

આ કોમ્પ્યુટર્સ કદમાં નાના અને સસ્તા છે. એક વખતે એકસાથે 10 માણસો આ પ્રકારના કોમ્પ્યુટર પર કામ કરી શકે છે. બેન્ક, મોટી મોટી વ્યાપારી સંસ્થાઓમાં અને સરકારી ખાતાઓમાં આનો વ્યાપક ઉપયોગ થાય છે. તે ખુબ નાના છે અને ડિસ્ક પર સમાવી શકાય છે, તેમની પાસે સુપર કમ્પ્યુટર અને મેનફ્રેમ કમ્પ્યુટર જેટલું ડેટા સ્ટોર કરવાની ક્ષમતા નથી.

આ કોમ્પ્યુટર્સ સિંગલ યુઝર માટે રચાયેલી નથી. તેઓ મોટી કંપની અથવા સંગઠનોના વ્યક્તિગત વિભાગોમાં વિશિષ્ટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે, જેમ કે ઉત્પાદન વિભાગ ચોક્કસ ઉત્પાદન પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરવા માટે મીની – કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે.

માઇક્રો કમ્પ્યુટર

ડેસ્કટોપ કમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ્સ અને સ્માર્ટફોન વગેરે કોમ્પ્યુટર્સ ‘માઇક્રો કોમ્પ્યુટર્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઘર , ઓફિસ અને શાળાઓમાં વપરાય છે. કિમતમાં સસ્તા છે. એક વખત એક જ માણસ તેના પર કામ કરી શકે છે. દસ્તાવેજો તૈયાર કરી તેનો સંગ્રહ કરવો, હિસાબોનો સંગ્રહ કરવો અને સગાસંબંધીઓ અને મિત્રોના નામ-સરનામા, ફોન નમ્બર્સ સંગ્રહ કરવા ઉપરાંત PC પર રમતો રમી શકાય છે અને સંગીત પણ માણી શકાય છે. લેપટોપ (Laptop) કોમ્પ્યુટર પણ PC નો એક પ્રકાર છે. એ તમામ પ્રકારના માઇક્રોકોમ્પ્યુટર્સ છે. તેઓ વ્યવસાયપણે ઉપયોગમાં લેવાય છે અને ઝડપથી વિકસી રહ્યા છે. અન્ય ત્રણ પ્રકારના કોમ્પ્યુટર્સની તુલનામાં માઇક્રોકોમ્પ્યુટર સૌથી સસ્તું છે. તે ખાસ કરીને મનોરંજન, શિક્ષણ અને કાર્ય હેતુઓ જેવા સામાન્ય ઉપયોગ માટે રચાયેલ છે. માઇક્રોકોમ્પ્યુટર્સ ના પ્રખ્યાત ઉત્પાદકો ડેલ, એપલ, સેમસંગ, સોની અને તોશિબા છે.

ઉપસંહાર:-

કમ્પ્યુટર ટેક્નોલોજીનું ક્ષેત્ર એટલું ઊંડું, અટપટું અને જુદા જુદા ફાંટાવાળું છે કે એમાંથી શું કરવું, શું આજે ડિમાન્ડમાં છે અને શું આવતી કાલે ડિમાન્ડમાં રહેશે એ સમજવું કોઈને પણ માટે મુશ્કેલ છે.

આજે સૌ કોઈના હાથમાં સ્માર્ટફોન છે, નાનાં ટાબરિયાંથી માંડીને દાદા-દાદી સૌ કોઈ વોટ્સએપ-ફેસબુક વાપરવા લાગ્યાં છે, દુનિયા આખી ઇન્ટરનેટના જોરે જ ચાલતી હોય એવું લાગે છે એટલે સ્વાભાવિક છે કે સૌ કોઈને આઇટી એટલે કે ઇન્ટર્મેશન ટેક્નોલોજીમાં ઉજ્જવળ ભાવિ દેખાય. આમ આવનારા દિવસોમાં કમ્પ્યુટરમાં પણ પરિવર્તન આવશે..