Saturday, July 8, 2023

ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ વિશે

B.Ed. Sem 3 CC5 Computer Subject Exam Imp Question


કમ્પ્યુટર ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ (સાધનો) વિશે સમજ આપો.



કમ્પ્યુટર ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટની રીત પર કાર્ય કરે છે, એમાં ઈનપુટ જરૂરી વસ્તુ છે કારણ કે જ્યાં સુધી કમ્પ્યુટરમાં કોઈ ડેટા દાખલ જ નહીં કરવામાં આવે ત્યાં સુધી કમ્પ્યુટર આગળ કામ જ ન કરી શકે.

કમ્પ્યુટરમાં ડેટા અથવા નિર્દેશ એટલે કે સૂચના દાખલ કરવા માટે ઈનપુટ મહત્વનું છે અને કમ્પ્યુટરને ઈનપુટ આપવા માટે ઈનપુટ ડિવાઇસની જરૂરત પડે છે.

ઈનપુટ ડિવાઇસ એટલે એક એવું ડિવાઇસ જેના દ્વારા માણસ કમ્પ્યુટરને કામ કરવાની સમજણ આપી શકે, એવું ડિવાઇસ જેના દ્વારા માણસ કમ્પ્યુટરને કામ કરવા માટે ઓર્ડર આપી શકે, એવું ડિવાઇસ જેના દ્વારા આપણે કમ્પ્યુટરને સૂચનાઓ આપી શકીએ અને નિર્દેશ આપી શકીએ, આવી સૂચનાઓ અને નિર્દેશ પર પ્રક્રિયા કરી કમ્પ્યુટર આપણને આઉટપુટ આપે છે.

કમ્પ્યુટરને ઈનપુટ આપવા માટે ઈનપુટ ડિવાઇસ જરૂરી છે.

ઈનપુટ ડિવાઇસ એટલે કમ્પ્યુટરમાં કોઈ માહિતી, સૂચનાઓ, નિર્દેશ વગેરેને દાખલ કરવા માટેનું ઉપકરણ. ઈનપુટ ડિવાઇસમાં ઘણા બધા નામો આવે છે પણ તેમાથી માઉસ અને કીબોર્ડ ખૂબ ઉપયોગી ઈનપુટ ડિવાઇસ છે.  કમ્પ્યુટરમાં સામાન્ય ઉપયોગ એટલે તેને ઓપેરેટ કરવું, તેમાં ફાઈલો બનાવવી, ટાઈપિંગ કરવું, વિડિયો જોવા કે ઓડિઓ સાંભળવા જેવા વગેરે કામો.

આવા સામાન્ય કાર્યો માટે તમારે ખાલી માઉસ અને કીબોર્ડની જરૂર પડે છે જેની મદદથી તમે કમ્પ્યુટરને સરળતાથી ઉપયોગ કરી શકો છો.

જો તમારે કમ્પ્યુટરમાં અન્ય કાર્યો કરવા હોય તો તેના માટે નીચે દર્શાવેલ અલગ-અલગ ઈનપુટ ડિવાઇસનો ઉપયોગ કરી શકો છો

  • માઉસ
  • કીબોર્ડ
  • લાઇટ પેન
  • જોયસ્ટિક
  • માઇક્રોફોન
  • વેબકેમ
  • ટ્રેકબોલ
  • સ્કેનર
  • ટચસ્ક્રીન
  • ગ્રાફિક ટેબલેટ
  • ડિજિટલ કેમેરા
  • OMR રીડર (Optical Mark Recognition)
  • OCR રીડર (Optical Character Recognition)
  • બારકોડ રીડર (Barcode Reader)
  • MICR (Magnetic Ink Character Recognition)
  • સ્માર્ટ કાર્ડ રીડર

ઈનપુટ ડિવાઇસના ઉદાહરણ સમજીએ..

  • તમે દરરોજ કમ્પ્યુટરને ઓપેરેટ કરો છો, અલગ-અલગ જગ્યાએ ક્લિક કરીને પ્રોગ્રામ ખોલો છો, સિલેક્ટ કરો છો તો આ બધા ઉપયોગ માટે તમે માઉસનો ઉપયોગ કરો છો.

  • તમે કમ્પ્યુટરમાં દરરોજ ટાઈપિંગ કરો છો, તેમાં કોડિંગ કરો છો, તેમાં નવી માહિતી ઉમેરો છો તો તેના માટે તમે કીબોર્ડનો ઉપયોગ કરો છો.

  • તમે પોતાનો અવાજ કમ્પ્યુટરમાં રેકોર્ડ કરવા માટે માઇક્રોફોનનો ઉપયોગ કરો છો.

  • તમે ઓનલાઇન મિટિંગ અથવા પોતાનો વિડિયો કમ્પ્યુટરમાં બતાવવા કે રેકોર્ડ કરવા માટે વેબકેમનો ઉપયોગ કરો છો.

  • કોઈ પણ વસ્તુ સ્કેન કરીને તેના ડેટા કમ્પ્યુટરમાં લેવા માટે તમે સ્કેનરનો ઉપયોગ કરો છો.

કમ્પ્યુટરમાં આવા ઘણા કામો માટે તમે ઘણા ઈનપુટ ડિવાઇસનો ઉપયોગ કરો છો



Output Device 




આઉટપુટ ડિવાઇસ (Output Device) એટલે એવા ડિવાઇસ જેને આપણે કમ્પ્યુટર સાથે કનેક્ટ કરીને તેમાથી પરિણામને પ્રાપ્ત કરી શકીએ છે. કમ્પ્યુટરમાં કોઈ પણ ઈનપુટ દાખલ કરવામાં આવે તો તે ઈનપુટ ડિવાઇસ દ્વારા દાખલ કરવામાં આવે છે અને તેના પર કમ્પ્યુટર પ્રોસેસ કરીને આપણને આઉટપુટ આપે છે જે આઉટપુટ કમ્પ્યુટરના આઉટપુટ ડિવાઇસ દ્વારા યુઝરને બતાવવામાં આવે છે.

Output શબ્દને છૂટા પાડીને સમજીએ તો Outનો અર્થ બહાર થાય છે અને Putનો અર્થ મૂકવું થાય છે; પૂરો અર્થ કમ્પ્યુટરમાં જે પ્રોસેસ થયેલા ડેટા છે તેને બહાર પરિણામ સ્વરૂપે મૂકવા.

કમ્પ્યુટર તો આપણને આઉટપુટ આપે પણ તેના માટે આઉટપુટ ડિવાઇસ ખૂબ જરૂરી છે. જેમ કે તમે તમારા કમ્પ્યુટરમાં કઈ પણ કરો છો તો તેનું પરિણામ તમને મોનીટર પર જોવા મળે છે. મોનિટર આઉટપુટ ડિવાઇસનું સૌથી સારું ઉદાહરણ છે.


આઉટપુટ ડિવાઇસ વિશે..

આઉટપુટ ડિવાઇસ એક પ્રકારના કમ્પ્યુટર હાર્ડવેર હોય છે જે કમ્પ્યુટરના ડેટાને માણસ વાંચી શકે તેવા અલગ-અલગ ફોર્મેટમાં ફેરવીને આપણને બતાવે છે. જેમ કે ઓડિઓ, વિડિયો, લખાણ જેવા વગેરે ફોર્મેટમાં આઉટપુટ ડિવાઇસ આપણને પરિણામ બતાવે છે.

કમ્પ્યુટર માટે ઘણા બધા આઉટપુટ ડિવાઇસ છે જે તમે નીચે જોઈ શકો છો.

  • મોનિટર
  • સ્પીકર
  • પ્રિંટર
  • પ્રોજેક્ટર
  • હેડફોન
  • પ્લોટર


આઉટપુટ ડિવાઇસ કેમ જરૂરી છે?

  • જો તમે કમ્પ્યુટરમાં કીબોર્ડ દ્વારા કઈક લખો અને તમને તે દેખાય જ નહીં કે કમ્પ્યુટરમાં શું લખાયું છે તો શું થશે? આવા કામ માટે આઉટપુટ ડિવાઇસ વપરાય છે.

  • તમને મોનીટરમાં દેખાશે કે તમે કમ્પ્યુટરમાં શું લખાણ લખ્યું અને તમારી ભૂલો પણ દેખાશે.

  • તમારે એક પ્રિન્ટ કાઢવી છે અને જો તમે ડાઇરેક્ટ કમ્પ્યુટરમાં પ્રિંટર લગાવ્યા વગર જ કમાન્ડ આપશો તો પ્રિન્ટ નહીં નીકળે, પ્રિન્ટ કાઢવા માટે પ્રિંટર નામનું આઉટપુટ ડિવાઇસ જરૂરી છે.

  • આવા ઘણા કામો હોય છે જે આપણે કમ્પ્યુટરમાં દરરોજ કરતાં હોઈએ છીએ અને તેનું પરિણામ જોવા માટે કમ્પ્યુટરમાં આઉટપુટ ડિવાઇસ જરૂરી છે.

આઉટપુટ ડિવાઇસના કાર્ય

  • તમે ઓડિઓ સાંભળી શકો છો.
  • તમે વિડિયો જોઈ શકો છો.
  • તમે પ્રિંટિંગ કરી શકો છો.
  • તમે સ્ક્રીનને મોટા પડદા પર દર્શાવી શકો છો.
  • આવા ઘણા કાર્યો તમે આઉટપુટ ડિવાઇસ દ્વારા કરી શકો છો.

આઉટપુટ ડિવાઇસના ઉદાહરણ

  • તમે કમ્પ્યુટરની સ્ક્રીન પર જે પણ જોવો છો એ મોનીટર દ્વારા જોવો છો.
  • તમે જે પણ ઓડિઓનો અવાજ સાંભળી શકો છો તે તમે સ્પીકર કે હેડફોન દ્વારા સાંભળી શકો છો.
  • તમે જે પણ કાગળ પર છાપો છો તે પ્રિન્ટર દ્વારા છાપો છો.
  • તમે જે મોટા પડદા પર કમ્પ્યુટરની સ્ક્રીન જોવો છો એ પ્રોજેક્ટર દ્વારા જોવો છો.
  • તમે વિડિયો જોવો છો એ મોનીટર દ્વારા જોવો છો.
આવા ઘણા આઉટપુટ ડિવાઇસના ઉદાહરણ છે.

કમ્પ્યુટરનો સામાન્ય ઉપયોગ માટે કયા આઉટપુટ ડિવાઇસ જરૂરી છે?

  • જો તમારે કમ્પ્યુટરનો સામાન્ય તરીકે ઉપયોગ કરવો હોય તો તમારે મોનીટર તો જોવે જ કારણ કે તેના વગર તમને કમ્પ્યુટરની સ્ક્રીન જ નહીં દેખાય.
  • જો તમારે ઓડિઓ અને વિડિયોના અવાજનો આનંદ લેવો હોય તો સ્પીકર પણ તમારે લેવા જોઈએ.
  • જો તમારે પ્રિટિંગ કરવું હોય તો એક પ્રિંટર જરૂરી છે.
  • સામાન્ય ઉપયોગ માટે આ આઉટપુટ ડિવાઇસ તમારા માટે જરૂરી છે.
  • તમે કમ્પ્યુટરમાં કોઈ પણ સરવાળા કે ગણતરી કરી તો તે તમને મોનીટર પર દેખાય છે. જો તમારે કમ્પ્યુટરમાથી કોઈ ચિત્રને પ્રિન્ટ કરવું હોય તો તમારે તે ચિત્રને આઉટપુટ ડિવાઇસ દ્વારા પ્રિન્ટ કરવું પડે છે.
  • આઉટપુટ ડિવાઇસ સરળ ભાષામાં કહીએ તો એક એવું ડિવાઇસ જે કમ્પ્યુટરમાથી મળતા પરિણામોને યુઝરની સામે પ્રસ્તુત અથવા પ્રદર્શિત કરે છે.
  • કમ્પ્યુટરમાં ઈનપુટ ડિવાઇસ દ્વારા જે પણ ડેટા દાખલ કરવામાં આવે તો તેના પર પ્રોસેસ થઈને જે પણ આઉટપુટ આવે તો તેને કમ્પ્યુટરના આઉટપુટ ડિવાઇસ દ્વારા બતાવવામાં આવે છે.