આપણાં માટે આજે કમ્પ્યુટરનો અર્થ ઘણો વિશાળ છે કારણ કે તેની મદદથી આપણે વિચારી ન શકીએ એવા કામો કરી શકીએ છીએ પણ જૂના સમયમાં જ્યારે આજના સમય જેવુ કમ્પ્યુટર વિકાસ પણ ન પામ્યું હતું તે સમયમાં લોકો કમ્પ્યુટરનો અર્થ ગણતરી કરનાર સાધન તરીકે સમજતા હતા. કમ્પ્યુટર પેઢી પરથી સમજવા મળશે કે કમ્પ્યુટરની શરૂઆત કેવી રીતે થઈ હતી અને આજે કમ્પ્યુટરની ટેક્નોલોજી કેટલી આગળ વધી ગઈ છે.
કમ્પ્યુટરમાં અત્યાર સુધીમાં જે કંઇ પણ ફેરફારો થયા છે. તેમાં જે સંસોધનનો અમૂક ચોકકસ સમયગાળો નકકી કરવામાં આવ્યો છે તેને કમ્પ્યુટર જનરેશન કહે છે.
સૌથી પહેલા તો મિકેનિકલ કમ્પ્યુટર બન્યું હતું અને પછી વિજળીથી ચાલતા કમ્પ્યુટર આવ્યા. પછી હાલમાં AIની મદદથી કમ્પ્યુટરને વધારે સ્માર્ટ બનાવવામાં આવે છે. જ્યારે કમ્પ્યુટરની generation ની વાત આવે છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે જેમ જેમ કમ્પ્યૂટર વિકસિત થયું તેમ તેમ તેને જુદી જુદી generation ઓમાં વહેંચવા માં આવ્યું જેથી તેમને યોગ્ય રીતે સમજવામાં સરળતા રહે.
કમ્પ્યુટરનો વિકાસ ક્યારે શરૂ થયો તે યોગ્ય રીતે સાબિત કરી શકાતું નથી.પરંતુ development રીતે કોમ્પ્યુટરના વિકાસને generation પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. આ મુખ્યત્વે 5 ભાગોમાં વહેંચાયેલા છે.
પ્રથમ પેઢી :-
Vaccume Tube
Machine language
1920 ની આસપાસ Vaccume Tube નામનું સાધન ઈલેક્ટ્રીકલ સાધન શોધાયું. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં કરવાથી તેની ઝડપ અનેક ગણી વધી હતી. તેઓ size માં ખૂબ મોટા હતા. તેમને ચલાવવા માટે ઘણી શક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પહેલી પેઢીના કમ્પ્યુટર્સની શરૂઆત ENIAC થી થઈ. 1946માં જે. પ્રેસ્પર એકર્ટ અને જહોન ડબલ્યુ. મોચલી નામના અમેરિકન ઈજનેરોએ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને એનિઆક (ENIAC) (Electronic Numerical Integrator and Calculator) નામે ગણતરી કરતું યંત્ર વિકસાવ્યું. આથી એનિઆક સૌપ્રથમ ઈલેક્ટ્રોનિક ગણતરી યંત્ર બન્યું.
કમ્પ્યુટ એટલે ગણતરી કરવી. એનિઆક ગણતરી કરી શકતું હોવાથી તે કમ્પ્યુટર કહેવાયું. તેમાં 18000 ટ્યુબ ગોઠવવામાં આવી. તે 1 સેકન્ડમાં 5000 સરવાળા અને 500 બે અંકના ગુણાકાર કરી શકતું. એનિઆકને હાલના કમ્પ્યુટરના પિતામહ તરીકે ગણી શકાય. તે વિશાળ જગ્યા રોકતું હતું. આવાં કમ્પ્યુટર શરૂ થતાં 52 મિનિટનો સમય લાગતો હતો. આ પેઢીના કમ્પ્યુટરમાં એકવાર પ્રોગ્રામ લખ્યા પછી સુધારા થઈ શકતા ન હતા. 1951 માં મોચલી અને એકર્ટ દ્વારા IBM UNIVAC 1 (Universal Automatic Computer) બનાવવામાં આવ્યું હતું.
આ કમ્પ્યુટર ખૂબ મોટી સાઈઝના હોવાને કારણે, તેને ગરમીની ઘણી સમસ્યા હતી, જેના કારણે તેમાં ઘણી વખત ખામી સર્જતી હતી.
બીજી પેઢી:-
Assembly language
Transistors1948 માં વિલિયમ શોકલીએ ટ્રાન્ઝીસ્ટરની શોધ કરી. ટ્રાન્ઝિસ્ટર્સે ખૂબ ઓછી જગ્યા લીધી, નાની હતી, ઝડપી હતી, સસ્તી હતી.. તેનાથી કમ્પ્યુટરનુ કદ નાનું થયું. વીજ વપરશ ઘટ્યો અને ઝડપ વધી.
આ કમ્પ્યુટરની યાંત્રિક ભાષામાં (Machine Language) કામ કરવાને બદલે ALGOL અને FORTRAN જેવી એસેમ્બલી લેંગ્વેઝમાં કામ કરવાનું શક્ય બન્યું. IBM 1620 એ બીજી પેઢીનું કમ્પ્યુટર છે. મશીન લેંગ્વેઝની તકલીફોને નિવારવા એસેમ્બલી લેંગ્વેઝનો ઉપયોગ આ સમય દરમ્યાન થવા લાગ્યો.
ત્રીજી પેઢી :- Higher Level Language
(Compiler-Translator-Interpreter)
Integrated Circuit
1958 માં જેક કિલ્બીએ સિલિકોનની ચિપની શોધ કરી. Integrated Circuit (IC) તરીકે ઓળખાતી એક ચિપ પર તેણે ઘણા બધા ટ્રાન્ઝીસ્ટર લગાડ્યા. Transistors નાના હતા અને silicon chip ની અંદર નાખવામાં આવ્યા હતા, જેને સેમી કંડક્ટર કહેવામાં આવે છે. આને કારણે, કમ્પ્યુટરની પ્રોસેસિંગ ક્ષમતા ઘણી હદ સુધી વધી જાય છે. આ ચિપના કારણે કદમાં ઘટાડો થતાં એક ટેબલ પર મૂકી શકાય એવા કમ્પ્યુટરનું નિર્માણ થઈ શક્યું.
પહેલી વાર આ generation ના કમ્પ્યુટર્સને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે પ્રથમ વખત Monitors, keyboards અને Operating System, નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને પ્રથમ વખત બજારમાં ઉતારવામાં આવ્યું હતું.
પ્રોગ્રામીંગની ભાષા સમજવા માટે કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને કમ્પાઈલર કહે છે. C, COBOL, JAVA વગેરેઆ પ્રકારનાં કમ્પાઈલર છે. IBM 360, PDP 8 અને PDP 11 ત્રીજી પેઢીનાં કમ્પ્યુટરનાં ઉદાહરણ છે.
ચોથી પેઢી :- Structured Query Language Microprocessors1969 માં ટેડ હોફ નામના વૈજ્ઞાનિકે માઈક્રો પ્રોસેસર ચિપની શોધ કર્યા બાદ તેનો આ સમયગાળા દરમ્યાન વિશેષ ઉપયોગ થયો. જેને કારણે હજારો Integrated Circuit એક જ સિલિકોન chip માં embedded હતા. આનાથી મશીનનું કદ ઘટાડવું ખૂબ જ સરળ બન્યું.
Semi-Conductor Technology ના કારણે કમ્પ્યુટરની ગતિમાં વધારો અને કદમાં ઘટાડો થયો. આ ટેકનોલોજી LSI ( Large scale integration) / VLSI ( Very Large scale integration) તરીકે ઓળખાય છે. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં CRAY શ્રેણીના સુપર કમ્પ્યુટરનો સમાવેશ થાય છે. આ પેઢીનાં કમ્પ્યુટર અંગત ઉપયોગ માટે વધુ વપરાતાં હોવાથી તે Personal Computer (PC) કહેવાયાં. IBM PC અને APPLE 2 એ આ શ્રેણીનાં કમ્પ્યુટરનાં ઉદાહરણ છે.
પાંચમી પેઢી :- Artificial Intelligence
આ કમ્પ્યુટર પોર્ટેબલ અને સગવડભર્યાં બન્યાં. આ પેઢીનાં કમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતાઓમાં ઓપ્ટીકલ ફાઈબર અને કૃત્રિમ બુદ્ધિનો સમાવેશ થાય છે. રોબોટના પ્રોગ્રામિંગમાં આ પ્રકારની ભાષાનો ઉપયોગ થાય છે. IBM Notebook, PENTIUM PC અને PARAM 10000 એ આ પેઢીનાં ઉદાહરણ છે.
આ એક એવી generation છે જ્યાં કોમ્પ્યુટરની Artificial Intelligence ને કારણે, જાતે નિર્ણય લેવાની ક્ષમતા આવી છે. ધીરે ધીરે, તેના તમામ કામ Automated થઈ જશે.
પાંચમી પેઢી generation આજના યુગની છે જ્યાં Artificial Intelligence એ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. હવે ઘણી નવી તકનીકો જેવી કે નવી ટેક્નોલોજી જેવી Speech recognition, Parallel Processing, Quantum Calculation ઉપયોગમાં આવી રહી છે.
વિવિધ કમ્પ્યુટરનો પરિચય :-
જ્યારે પણ આપણે ક્યારેય કમ્પ્યુટર શબ્દનો ઉપયોગ સાંભળીએ છીએ, ત્યારે જ આપણા મનમાં પર્સનલ કમ્પ્યુટરનું ચિત્ર આવે છે. ચાલો હું તમને જણાવી દઉં કે ઘણા પ્રકારના કોમ્પ્યુટર છે. વિવિધ આકારો અને કદમાં આવે છે. આપણે જરૂરિયાત મુજબ તેમનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે પૈસા ઉપાડવા માટે ATM, બારકોડ સ્કેન કરવા માટે સ્કેનર, કોઈપણ મોટી ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટર. આ બધા વિવિધ પ્રકારના કમ્પ્યુટર્સ છે. ભૂતકાળમાં અને હાલમાં પણ વપરાતા વિવિધ કમ્પ્યુટર યંત્રોનો પરિચય
એબેક્સ :-
5000 વર્ષ અગાઉ ચીનમાં ગણતરી માટે વપરાતી એક લખોટા ઘોડી કે જે સોરોબનના નામથી પણ ઓળખાતી હતી.
નેપિયર્સ બોન્સ :-
1614 માં નેપિયર નામના સ્કોટીસ ગણિતજ્ઞે ગુણાકાર કરવા માટે વિકસાવેલું સાધન.
સ્લાઈડ રૂલ :-
નેપિયર બોન્સમાંથી પ્રેરણા લઈને વિલિયમ ઓડ્રીડ નામના અંગ્રેજ ગણિતજ્ઞે 1620 માં સ્લાઈડ રૂલની શોધ કરી.
પાસ્કલાઈન :-
1642 માં સરવાળા બાદબાકી કરવા માટે બ્લેઈઝ પાસ્કલે ગણતરી કરવાનું એક યંત્ર શોધ્યું. જે પાસ્કલાઈન કહેવાય છે. આ યંત્રનું નિર્માણ તેણે પિતાની મદદથી કર્યું, જે એક ઈન્કમ ટેક્ષ ઓફિસર હતા. ત્યાર બાદ તેણે 1684 માં તૈયાર કરેલા યંત્રમાં ગુણાકાર અને ભાગાકાર પણ થઈ શકતા હતા.
મલ્ટીપ્લાયર વીલ :-
1674 માં લિબ્નિઝ નામના જર્મન ગણિતજ્ઞે પાસ્કલાઈનમાં સુધારા કરી નવું યંત્ર વિકસાવ્યું. આમાં ગુણાકાર તથા ભાગાકાર પણ થઈ શકતા હતા.
એનેલિટીકલ એન્જિન :-
1822માં ડિફરન્સ એન્જીન નામના એક મોડલની ડિઝાઈન બનાવી હતી. ત્યારબાદ 1833માં કેમ્બ્રિજ યુનિ.ના પ્રોફેસર ચાર્લ્સ બેબેજ નામના સ્કોટીશ ગણિતજ્ઞે એનેલીટીકલ એન્જિન બનાવ્યું જે સૌપ્રથમ કમ્પ્યુટર તરીકે ઓળખાય છે.
અદ્યતન કમ્પ્યુટરની જેમ એનેલીટીકલ એન્જિનમાં ઈનપુટ ડિવાઈસ, ગણતરી માટેનું યુનિટ, કંટ્રોલ યુનિટ, મેમરી બેન્ક અને આઉટપુટ ડિવાઈસ પણ હતાં. આથી ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતામહ કહેવામાં આવે છે.
પંચ કાર્ડ :-
1890 માં હર્માન હોલેરિથ નામના અમેરિકન જનગણના વિભાગના એક આંકડાશાસ્ત્રીએ વીજળીથી ચાલતા એક યંત્રની રચના કરી. યંત્રમાં ડેટા તથા અંકો દાખલ કરવા માટે તેમણે પંચ્ડ કાર્ડ (ચોક્કસ અંતરે કાણાં પાડેલો કડક કાગળ) નો ઉપયોગ કર્યો. હર્મનનું આ યંત્ર અંક ની સાથે સાથે અક્ષર વાંચવા પણ સક્ષમ હતું. અમેરિકામાં 1890 માં જનગણતરીમાં આ યંત્રની મદદથી 6 કરોડ લોકોની માહિતી સંભાળીને રાખવામાં આવી હતી. હર્મને પોતાની કંપનીનું નિર્માણ IBMC (International Business Machine Corporation) ના નામથી કર્યું. જે આજે B.M. ના ટૂંકા નામથી ઓળખાય છે.
હાલમાં ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર
1. Desktop
ઘણા લોકો તેમના ઘરો, શાળાઓ અને તેમના અંગત કામ માટે ડેસ્કટોપ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. તેઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે આપણે તેને ડેસ્ક પર રાખી શકીએ. તેમની પાસે ,Monitor, Keyboard, Mouse,કોમ્પ્યુટર કેસ જેવા ઘણા ભાગો છે.
2. Laptop
તમે લેપટોપ વિશે જાણતા જ હશો જે બેટરી સંચાલિત છે, તે ખૂબ જ પોર્ટેબલ છે જેથી તેઓ ગમે ત્યાં અને ગમે ત્યારે લઈ શકાય.
3. Tablet
હવે વાત કરીએ ટેબલેટની, જેને આપણે હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર પણ કહીએ છીએ કારણ કે તેને સરળતાથી હાથમાં પકડી શકાય છે. તેમાં કીબોર્ડ અને માઉસ નથી, ફક્ત ટચ સેન્સિટિવ સ્ક્રીન છે જેનો ઉપયોગ ટાઇપિંગ અને નેવિગેશન માટે થાય છે. Example- iPAD .
4. Servers
સર્વર એ અમુક પ્રકારનું કમ્પ્યુટર છે જેનો ઉપયોગ આપણે માહિતીની આપલે કરવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે પણ આપણે ઈન્ટરનેટ પર કોઈ વસ્તુની શોધ કરીએ છીએ, ત્યારે તે બધી વસ્તુઓ સર્વરમાં જ સંગ્રહિત થાય છે.
અન્ય પ્રકારના કમ્પ્યુટર્સ
સ્માર્ટફોન:
જ્યારે સામાન્ય સેલ ફોનમાં ઇન્ટરનેટ સક્ષમ હોય છે, ત્યારે આપણે તેનો ઉપયોગ કરીને ઘણી વસ્તુઓ કરી શકીએ છીએ, ત્યારે આવા સેલ ફોનને સ્માર્ટફોન કહેવામાં આવે છે.
પહેરવાલાયક: Wearable
એ ટેકનોલોજી ઉપકરણોના જૂથ માટે સામાન્ય શબ્દ છે – જેમાં ફિટનેસ ટ્રેકર અને સ્માર્ટવોચનો સમાવેશ થાય છે – જે દિવસભર પહેરવા માટે રચાયેલ છે. આ ઉપકરણોને ઘણીવાર પહેરવાલાયક કહેવામાં આવે છે.
ગેમ કન્સોલ:(Game Control)
પણ એક ખાસ પ્રકારનું કોમ્પ્યુટર છે જેનો ઉપયોગ તમે તમારા ટીવી પર વિડીયો ગેમ્સ રમવા માટે કરો છો.
સ્માર્ટ ટીવી:
ટીવી પણ એક પ્રકારનું કમ્પ્યુટર છે જેમાં હવે ઘણી બધી એપ્લીકેશન અથવા એપ્સનો સમાવેશ થાય છે જે તેને સ્માર્ટ ટીવીમાં રૂપાંતરિત કરે છે. તે જ સમયે, તમે હવે ઇન્ટરનેટ પરથી સીધા તમારા ટીવી પર વિડિઓ સ્ટ્રીમ કરી શકો છો.