30 લાખના પગાર વાળી નોકરી છોડીને સમોસાનો ધંધો શરૂ કર્યો આ ટાઈટલ વાંચીને કેવું લાગે?
સમોસાનો ધંધા માટે 30 લાખના પગાર વાળી નોકરી છોડી દીધી. શિખર બાયોકોનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક હતા અને નિધિ એક ફાર્મા કંપનીમાં ભૂતપૂર્વ કર્મચારી છે.
આ સાહસ કર્યું હતું નિધિ સિંહ અને શિખર વીર સિંહ દ્વારા અને એ હતું વર્ષ 2015. આજે 45 કરોડનું ટર્નઓવર ધરાવતું એક સ્ટાર્ટઅપ નામ સમોસા સિંઘ.
આપણને અકલ્પનીય લાગશે કારણ કે નિધિ સિંહ અને શિખર વીર સિંહે જ્યારે 2015 માં સ્ટાર્ટઅપ "સમોસા સિંઘ" શરૂ કર્યું ત્યારે ઘણાને શંકા હતી કે આ ખરેખર ખોટું સાહસ છે. આનું કારણ પણ હતું, એમણે આ સમોસા સિંઘ શરૂ કર્યું એ સમયે મુડી રોકાણ માટે તેનું 80 લાખનું ઘર વેચી દીધું હતું. એના વડે કિચનને અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કર્યું.
એમની સફળતા માટે કારણો :
શિખર વીર સિંહને સમોસા માટે બહુ જ પ્રેમ હતો. એ જ્યારે પણ બહાર સમોસા ખાતા ત્યારે સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને ગુણવત્તાનો અભાવ જોતાં એમને થયું કે આમાં બહુ મોટો બિઝનેસ છે.
જુસ્સો અને લોભ નહીં, તે ઊંચે ઉડવા માટે બંધાયેલ છે. શિખર વીર સિંહને સમોસા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. સમોસાની રેસિપીમાં સ્ટાન્ડર્ડાઇઝેશન કર્યું.
રિટેલ આઉટલેટ ચેઈન શરૂ કરવાની સાથે સાથે કોર્પોરેટ ઓર્ડર પર ફોકસ કર્યું. શરૂઆતમાં તેઓએ કોલ્ડ કોલ કરવાનું શરૂ કર્યું અને આ રીતે તેઓને કોર્પોરેટ ઓર્ડર મળી ગયા.
પ્રાઈસીંગમાં પણ સ્ટાન્ડર્ડાઇઝેશન કર્યું. એકદમ વ્યાજબી કિંમતે સમોસા સર્વ કરી રહ્યા છે.
આલુ સમોસાના રૂ. 20/પ્લેટ (બે પીસ) અને રૂ. 55/પ્લેટ ચિકન મખની સમોસા.
આનાથી તેમની સમોસાની માંગમાં વધારો થયો. આજે SAMOSA SINGH બ્રાન્ડ હેઠળ WoknStove Foodworks Pvt Ltd નામનું આ સાહસ સમગ્ર ભારતમાં 40 આઉટલેટ ધરાવે છે.
આપણે બધા આપણને જે ગમે છે તેના વિશે વાત કરીએ છીએ. એમાં કાંઈ કરવું જોઈએ એવી લાગણી પણ થાય છે. પરંતુ માત્ર થોડા જ લોકો પહેલું પગલું ભરીને આગળ વધે છે અને તેના પર કામ કરે છે.
એમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સમોસા વેચવાનો વિચાર શિખરને જ્યારે તે ભણતો હતો ત્યારે આવ્યો હતો. પરંતુ, કુટુંબ અને સમાજના ધારા ધોરણોને ધ્યાનમાં રાખીને અને તેમની પાસે રહેલી ડિગ્રીઓને ધ્યાનમાં રાખીને, તેમણે વૈજ્ઞાનિક બનવાનું પસંદ કર્યું હતું.
અહીં બિઝનેસને લગતા કેટલાક પાઠ સમજાય છે....
ગમે તે હોય તમારા પેશનને અનુસરવામાં કોઈ શરમ નથી.
દરેક સાહસોમાં નવી પ્રોડક્ટ કે નવી તક શોધવાની જરૂર નથી. જે નીવડેલી પ્રોડક્ટ છે એમાં વેલ્યુ એડિશન કરીને નવો ટ્રેન્ડ શરૂ કરી શકાય છે. જેમ કે - સમોસા એ બજારમાં છવાયેલી સ્થાપિત પ્રોડક્ટ છે. તેઓએ હમણાં જ એક નવું સેગમેન્ટ બનાવ્યું છે જે હાઇજીનીક રીતે બનાવેલા સમોસા પીરસે છે.
સમોસાની સાથે હવે કચોરી, દાબેલી અને વડાપાઉં પણ સર્વ કરી રહ્યા છે.
પ્રોડક્ટના ભાવ દરેકને પોષણક્ષમ રાખ્યા. જે સફળતા માટે મહત્વપૂર્ણ બાબત પુરવાર થઈ.
માર્કેટ પરિસ્થિતિ, સ્થાનિક ખાણીપીણીની આદતો મુજબ મેનુ અપનાવતા જવાની તૈયારી.
તમારા જીવનસાથીને બિઝનેસ પાર્ટનરમાં ફેરવવું ફળદાયી બની શકે છે. જવાબદારી વહેંચાઈ જાય અને ઝડપી નિર્ણય લેવામાં ફાયદો થાય છે.
સાભાર :-
#આ_તો_એક_વાત #મજ્જાની_લાઈફ #d202306 #entrepreneurship #entrepreneurmindset