હમણાં સુધી, યુ.એસ. અથવા ચીન તાજેતરના સમયમાં જે રીતે ઓનલાઇન શિક્ષણ આપી રહ્યું હતું તે રીતે ઓનલાઇન ભણતરમાં ભારતમાં વૃદ્ધિ અનુભવી ન હતી. વર્તમાન કોવિડ-૧૯ મહામારીએ ઓનલાઇન શિક્ષણ અને હોમસ્કૂલિંગને પહેલા કરતા વધુ આવશ્યક અને ઉપયોગી બનાવ્યું છે. તેણે થોડા મહિનામાં જ પાંચ-સાત વર્ષ સુધીમાં ઓનલાઇન શિક્ષણ અપનાવવાની પ્રક્રિયા ઝડપી આગળ ધપાવી છે.
શાળાઓ હજી પણ બંધ રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે અને બાળકો પહેલાની ક્યારે ઉપયોગ ના કર્યો હોય એવી ઓનલાઇન શિક્ષણની રીતો સાથે પરિચય માં આવી રહ્યા છે.
રસપ્રદ વાત એ છે કે તે માતાપિતા અથવા વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શિક્ષકો પણ આ પરિવર્તન તરફ દોરી રહ્યા છે જે રોગચાળા પહેલાના સમયમાં, પરંપરાગત રીતે શિક્ષકો ક્યારેય ઓનલાઇન શીખવતા નહીં.હવે, તેઓ ઓનલાઇન શિક્ષણના મોડમાં ગયા છે અને તેનાથી થતા ફાયદા શોધી કાઢ્યા છે અને આ પદ્ધતિએ શિક્ષણને વધુ ટકાઉ બનાવ્યું છે.
વર્તમાન કટોકટી દરમિયાન શિક્ષકોને પણ આ નવીનતા તરફ પહેલ કરવાની ફરજ પડી છે. આ સતત ઇનોવેશનથી આપણે આપણા બાળકોને રોગચાળા પછીના યુગમાં પણ શિક્ષણ આપવા ના ઢાચામાં કાયમી ફેરફાર સ્વીકાર કરવો પડશે
વિશ્વ બદલાઈ રહ્યું છે અને ઘણું બધુ બદલાઈ ચૂક્યું છે. દુનિયામાં શીખવવાની જ્ગ્યાએ શીખવા દેવાની પદ્ધતિ આવી ગઈ છે. આપણા દેશમાં શોધોના ઉપયોગ કરતાં દુરુપયોગ અને ફાયદા કરતાં ગેરફાયદા ઝડપથી ફેલાય છે અને આપણે ત્યાં એ વધુ તીવ્રતાથી અસરમાં આવે છે. ઇન્ટરનેટથી શિક્ષણ ની વાત તો દૂર રહી, ઈન્ટરનેટનો સકારત્મક ઉપયોગ કરવો અને બાળકોને તે તરફ વાળવાને બદલે તેમને ઇન્ટરનેટથી દૂર રાખવાના પણ ઘણા વાલીઓ પ્રયત્ન કરે છે. શાળાઓ મોબાઇલને પ્રતિબંધિત કરે છે. દરેકે વ્યવસ્થા જાળવવી જરૂરી છે, પણ વ્યવસ્થાની સાથે નવીન અને સકારાત્મક બદલાવને પણ પ્રોત્સાહિત કરવો પડશે.
આજના વિશ્વમાં online શિક્ષણ અથવા કહો કે ઇન્ટરનેટથી શિક્ષણ ખૂબ વ્યાપક છે. આપણે પણ તેને અપનાવવું પડશે. બાળકની રુચિ મુજબ, અનુકૂળતા મુજબ અને ઉત્તમ શિક્ષણ ઈંટરનેટથી આપી શકાય તેમ છે. સરકાર કે સમાજ અથવા પછી વ્યક્તિગત જે રીતે શક્ય હોય તે રીતે ઇન્ટરનેટથી શિક્ષણનો ફેલાવો કરવાનો સમય છે. અપાર સાહિત્ય અને નવીન ટેક્નોલોજીથી શિક્ષણ માત્ર ઇન્ટરનેટથી જ શક્ય છે. રાત્રે બે વાગ્યે કોઈ પ્રકરણ મુજબનું નિષ્ણાતનું લેકચર માત્ર ઇન્ટરનેટથી જ પીરસી શકાય. વહેલી પરોઢે બાળક અભ્યાસ કરવા બેસે અને તેને કોઈ પ્રશ્ન થાય તો ઇન્ટરનેટથી જ જવાબ શોધી શકાય. કોઈ સંસ્થા કે સરકાર ગમે ત્યાં અને ગમે તે વિષય ના શીખવી શકે પણ ઇન્ટરનેટ શીખવી શકે. વિદ્યાર્થીઓને દરિયામાથી મોતી શોધતા કરવા હોય તો નવી ટેકનૉલોજિ સાથે તેમણે જોડવા પડે. જ્ઞાન સાગરમાથી તેમની જરૂરનું શોધતા તેમને શીખવીશું તો બાકીની કમીઓ તે જાતે પૂરી લેશે.
ઇન્ટરનેટ ભારત જેવા વિશાળ દેશના શિક્ષણ માટે તો આશીર્વાદ બની શકે તેમ છે. વધુ શાળા મહાશાળાઓ ખોલવા કરતાં વધુ લોકોને નિષ્ણાતો સાથે ઈંટરનેટથી જોડવા સરળ છે. નિષ્ણાતો એક વખત લેકચર આપે તે અનેક વિદ્યાર્થી પોતાના સમયે અને સ્થળે જોઈ કે શીખી શકે તેમ કરવું સરળ છે. શહેરી અને ગ્રામીણ ભારતનો ભેદ મિટાવવો ઇન્ટરનેટથી આસન છે. પ્રશ્નોત્તર, online ટેસ્ટ વગેરે બાળકને જાતે તૈયારી કરતાં કરે છે. સરકાર તો UPSCની online પરિક્ષાની તૈયારી કરી રહી છે, પણ ભણતર ઓનલાઇન બને તે દિશામાં આપણે ધીમા છીએ.
ધોરણ 10 કે ધોરણ 12 એટલે બોર્ડ પરિક્ષાના વર્ષો હોય છે. અત્યંત તીવ્ર સ્પર્ધાના જમાનામાં બાળકો જાણે ચાર દીવાલો વચ્ચે કેદ થઈ જાય છે. શીખવા કરતાં ગોખવાના સ્પર્ધા વધી ગઈ છે. શું ભાષા કે શું વિજ્ઞાન, ગણિત હોય કે સામાજિક વિજ્ઞાન બધે ગોખણપટ્ટી અને અંતે, 70 કે 80% પરિણામ પણ ઠીક મારા ભાઈ ગણાય. સારા કે ગમતા અભ્યાસક્રમમાં તો 90% ય ઓછા પડે છે. આ સ્થિતિમાં સુધારો લાવવા જરૂર છે ઇન્ટરનેટથી શિક્ષણ ની. સરકાર પણ પોતાની રીતે પ્રયત્ન કરે છે, છતાં, બદલાતા સમય મુજબ જડ તંત્રના ફેરફારો ધીમા પડે છે અને શિથિલ અમલીકરણ વધારાની મુશ્કેલીઓ ઊભી કરે છે. સાચો અને સકારાત્મક બદલાવ લાવવા તો જાગૃત નાગરિકો અને સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ એ કમર કસવી પડશે. નવીન ટેકનૉલોજિ અને બદલાતા વિશ્વ સાથે કદમ મિલાવવા સમગ્ર સમાજે એક થવું પડશે.
કોરોનાના કારણે વિશ્વના ઘણાખરા ક્ષેત્રોમાં નોંધપાત્ર અસર વર્તાઇ છે. અનેક ક્ષેત્રોમાં કામકાજ ઠપ્પ થઈ ગયા છે અને જે અમુક સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે, તેમાં પણ નવા અભિગમો અપનાવવામાં આવ્યા છે. નવી પ્રણાલીઓ સાથે શરૂ કરાયેલ નવા વ્યાપાર અને સેવા ક્ષેત્રોમાં ઘણા ફાયદા છે, તો ઘણી નુકશાની પણ છે. આવું જ એક ક્ષેત્ર એટલે સમાજના પાયારૂપી શિક્ષણનું ક્ષેત્ર. અહી, શિક્ષણ ક્ષેત્રે અપનાવેલા નવા અભિગમ “ઓનલાઇન શિક્ષણ” વિષે થોડી મહત્વની ચર્ચા કરવી છે.
ઓનલાઈન શિક્ષણ વિશે વિવિધ ચર્ચાઓ :