Sunday, July 12, 2020

રાજપૂત વંશનો ઇતિહાસ 【history of Rajpoot】

ગુજરાત મા રાજપૂત વંશ ની શરૂઆત
 -
લેખન સેજપાલસિંહ ઝાલા

ગુજરાત ના તમામ રાજપૂત રાજવંશ નો ઇતિહાસ પ્રથમ વાર એક જ લેખમાં

વધુ માં વધુ શેર કરવા વિનંતી

ગરાસિયા શબ્દ નો અર્થ તથા શરૂઆત

ગુજરાત મા ગરાસિયા શબ્દ ની શરૂઆત 5 મી સદી થી થાય છે

5 મી સદી થી 12 મી સદી સુધી નો સમય ગાળો રાજપુતો નો સુવર્ણ યુગ ગણાતો હતો

મૌર્ય યુગ ના પતન બાદ ગુજરાત મા મૈત્રક વંશ ની શરૂઆત થઈ હતી જેમની ગાદી વલ્લભી હતી મૈત્રક વંશ એટલે વાળા વંશ વાળા વંશ ની શરૂઆત ગુજરાત મા ઈસ 475 થી શરૂઆત થઈ હતી વાળા રાજપુતો એ ઈસ 767 સુધી ગુજરાત મા રાજ કર્યું વાળા વંશ ના સંસ્થાપક ભટ્ટાર્ક હતા વાળા રાજપુતો મા અનેક પરાક્રમી રાજ થયા ઉગાજી વાળા એભલજી વાળા એભલજી વાળા એ ઢાંક માં સત્તા સ્થાપી આમ વાળા વંશ એ ગુજરાત મા પ્રથમ રાજપુત વંશ ગણાય છે જેમનાં સ્ટેટ તળાજા વલ્લભી અને ઢાંક મા હતા અને એમના ભાયાતો ને ગામ ગરાસ આપવામાં આવતા જેઓ ગરાસદાર જાગીરદાર રાજપુત થી ઓળખતા
વાળા વંશ પછી ગુજરાત મા ચાવડા વંશ ની શરૂઆત થઈ

*ચાવડા વંશ*

પરમાર રાજપૂતો ની એક શાખા એટલે ચાવડા રાજપૂત

*ચાવડા રાજપૂતો નો ઇતિહાસ*

પરમાર વંશના મહાપ્રતાપી શાસકોએ ઊજ્જૈનગઢમાં રાજસિહાસન સ્થાપ્યું અને ત્યારબાદ "ચાહરગઢ" માં રાજ્ય સ્થાપ્યુ ત્યારથી તેમના વંશજો "ચાવડા" કહેવાયા. આ વંશે અનુક્રમે સેનગઢ, આબુગઢ, માજણોગઢ અને ભિન્નમાલ ગાદી સ્થાપી આધિપત્ય સ્થાપ્યુ. પણ ત્યાં છાડા રાઠોડ સાથેની તકરારમાં ચાવડા શાસકો ગુજરાત આવ્યા.

આમ વિર વિક્માદિત્યથી વનરાજ સુધી છત્રીસ પેઢીઓની પરંપરાઓમા ધરબાયેલો ઈતિહાસ સૂવર્ણ અક્ષરે કોતરાયેલ છે. વિક્રમના છઠ્ઠા સૈકાના ઉતરાર્ધમાં પ્રતાપભાનુજી ચાવડા ભાવનગરની પાસે આવેલ "ચમારડી" ગામમાં (વલ્લભીનગર) માં રાજય કરતા હતા. આ નગર આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક રીતે સમૃદ્ધ અને વિશ્વ વિખ્યાત હતુ. કલા, સાહિત્ય વિદ્ધાન, વેપાર વણજમાં અગ્રેસર હતુ. કાળક્રમે વલ્લભીનગરીનું પતન થતાં પ્રતાપભાનુજી ચાવડાએ પોતાની ગાદી વઢિયાર વિસ્તારના રૂપેણ નદીના કાંઠે વસેલા પંચાસરનગરે સ્થાપી. પ્રતાપભાનુજીના પરાક્મી પુત્ર જયશિખરીજી ચાવડાએ પોતાની કૂશળ રાજનિતિ અને યુદ્ધ ચાપલ્યથી સતા સામ્રાજ્ય વિસ્તાર્યુ અને સવૉપરી બન્યા. કાન્યકુબ્જ દેશના કલ્યાણકટકના ચાલુકય રાજવી "ભૂવડે" જયશિખરીજીની અપાર પ્રશંસા સાભળી પોતાની સામ્રાજ્ય લાલશા વધારવા માટે પોતાના મહાપ્રતાપી મહારથીઓને ગૂજૅરદેશ જીતવા માટે મોકલ્યા પરંતુ સૂરપાલસિહજી ઝાલાએ પોતાની અપ્રતિમ વિરતાના દશૅન કરાવી ભૂવડના લશ્કરને ખદેડી મૂકયુ.

પરંતુ સતાલાલચુ, જિદ્દી, મિલ્કત પ્યાસા, ભૂવડે ફરી પંચાસર પર હૂમલો કરી બાવન દિવસ સૂધી પંચાસરને ધેરો ઘાલ્યો. જય શીખરીજીએ સમય પારખી પોતાનો વંશવારસો કાયમ માટે જળવાઈ રહે તે માટે મુલતાનના કુંવરી અને પોતાના ધમૅપત્ની રૂપસુન્દરીજીને સાળા સુરપાલજી સાથે સલામત સ્થળે રવાના કયૉ. અપ્રતિમ વિરતા અને અપાર યુદ્ધકૌશલ્યના દશૅન કરાવી જયશિખરીજી કેશરિયા કરતાં કરતાં સ્વગૅ સિધાવ્યા. પરંતુ જયશીખરીજીની બહાદૂરી અને ઝનુન જોઈ ભૂવડ રાજા અવાક થઇ ગયો. અવણૅનીય શૌયૅથી પ્રભાવિત થઇ ભૂવડે પંચાસરમાં જયશિખરીજીની યાદ કાયમી રહે તે માટે "ગુજરૅશપ્રાસાદ” બંધાવ્યો અને “ભૂવડેશ્વર મહાદેવ” ની પ્રતિષ્ઠા કરી. અડાબીડ જંગલના ઓથે ભાઈ સૂરપાલજીના સહારે જીવન વિતાવતા રૂપસુન્દરીજીને વિક્રમસંવત ૭૫૨ માં વૈશાખ સુદ પૂનમના દિવસે પૂત્રનો જન્મ થયો. શિલગૂણીસૂરીએ બાળકની અપાર આભા અને પ્રતિભા પારખી તેનુ નામ વનરાજ પાડયું. જયશિખરીજી ચાવડાના વારસ વનરાજ ચાવડાનો બાલ્યશૈશવ કાળ વઢિયારના વણોદ ગામમાં પસાર થયો.

જયાં તેણે વેન કૂવો બંધાવ્યો અને વનાવી માતાનુ સ્થાનક બનાવ્યુ. સમયના વહેણમાં ચાપા વાણિયા અને અણહિલ ભરવાડ વનરાજની ત્રિપુટીએ યૂધ્ધ કૂટનિતીથી કેટલાય સ્થળો પર હૂમલા કરી મા ની મમતા અને મામાનો પ્યાર પામી સફળતાના શિખરો હાંસલ કયૉ. ભૂવડની સેનાને હરાવી પિતા ના વેરનો બદલો લીધો. જીતેલા પ્રદેશોને એક તાંતણે ગૂથવા માટે વનરાજે મિત્ર અણહિલ ભરવાડે દશૉવેલ જગ્યા સરસ્વતી નદીના કિનારે આવેલ "લાખ્ખારામ" ગામે વિક્રમસંવત 802 ને મહાવદી સાતમ ને શનિવારે અણહિલપુર પાટણની સ્થાપના કરી જે લગભગ સાડાપાચસો વષૅથી પણ વધારે સમય સુધી ગુજરાતની રાજધાની રહી નવ ચાવડા રાજવીઓએ ૧૯૬ વષૅસુધી રાજ્ય ભોગવ્યુ. (૧) વનરાજ (૨) યોગરાજ (૩) રત્નાદિત્ય (૪) વૈરસિહ (૫) ક્ષેમરાજ (૬) ચામુડ(૭) રાહડ(૮) ભૂવડ (9) સામંતસિહ ચાવડા વંશના છેલ્લા. રાજવી સામંતસિહની બહેન લિલાવતીબાના લગ્ન "રાજ...” સાથે કરાવ્યા હતા. લિલાવતીબાને પેટે કુંવરનો પ્રસવ થયો. પરંતુ કમનસીબે લિલાવતીબાનુ અવસાન થયુ. રાજા સામંતસિહનો ભાણેજ અને લિલાવતીનો પુત્ર મૂળ નક્ષત્રમાં જન્મ્યો હોવાથી તેનુ નામ “મૂળરાજ” પાડવામાં આવ્યુ અને તેઓ મોસાળમાં મોટા થયા, મૂળરાજે પોતાના મામાને મારી અણહીલપુર પાટણની ગાદી હસ્તગત કરી. આમ, પાટણની ગાદી પર ચાવડા શાસનનો અંત આવ્યો અને સોલંકી શાસનની શરુઆત થઈ. સામંતસિહ ચાવડાને દેવુબા નામની રાણી હતા. તેમનુ પિયર સિધ અને મારવાડની વચ્ચે આવેલુ તણોતનગર હતું. ભાટીરાણી દેવુબા પોતાના કુવર "અહિવનજી” ને લઈ પિયર ગયા અને કેરાકોટના રાજવી “લાખા ફૂલાણી” ના રાજયમાં આશરો લીધો. લાખા ફુલાણીએ અહિવનજીને મોરગઢ ગામની જમીન નિવૉહ માટે આપી કાળક્રમે મૂળરાજ સોલંકી સાથેના યુદ્નમાં ફૂલાણી કામ આવ્યા. લાખા ફૂલાણીને વારસદાર ન હોવાથી તેમનો ભત્રીજો “જામ પૂઅરો” કેરાકોટની ગાદીએ આવ્યો. પૂઅરો પ્રજાપીડક હોવાના કારણે લોકોને ત્રાસપીડા આપતો હતો. સંઘારજાતિના પીરને ઘાણીએ જોડી કાટાળા ગોખરુ પર ફેરવવા લાગ્યો તેથી પોતાના ગૂરુ પરના ત્રાસ ને ન જોઇ શકતા સંઘાર લોકોએ અહિવનજી ચાવડાની મદદ માગી. અહિવનજીએ બોતેર યક્ષ અને ફકીરી લિબાશમાં સિધના દેવલબંદરથી જખૌ બંદરે ઉતરી પધ્ધરગઢ પાસેની ટેકરી પર પડાવ કરી કિલ્લાની દિવાલ તોડી નાખી. પૂઅરો કચડાઈ મયૉ.બોતેર જવાનો પણ શહીદ થયા જે આજે પણ "જખબોતેરા” તરીકે પૂજાય છે.

પ્રજાપીડક ક્રુર પૂઅરો હણાતા અહિવન ચાવડાએ મોરગઢમાં નવસો ગામની રાજગાદી કબ્જે કરી. અહિવનજી ચાવડાથી પૂજાજી ચાવડા સુધીની પંદરપેઢીઓ (1) અહિવનજી (2) વિક્રમસિહ (3) વિભૂરાજ (4) શાદૂલ (5) શેસકરણજી (6) વાઘજી (7) અખેરાજજી (8) તેજસીહજી (9) કરમસિહજી (10) લાખણસિહજી (11) વિરમજી (12) આશકરણજી (13) હૂલસરજી (14) મોકલજી અને તેમના પ્રતાપી પૂત્ર (15) પૂજાજી સુધી કચ્છમાં સંવત ૧૦૬૫ થી ૧૨૦૩ સૂધી એટલે કે ૧૩૮ વષૅ સૂધી શાસન રહયુ. છેલ્લા રાજવી પૂજાજી ચાવડા અને જામ લાખાજી જાડેજા વચ્ચેના યુધ્ધમા હારી જતા પૂજાજી કચ્છ છોડી ધારપુર ગામે આવી ચોરાસી ગામની ગાદી સ્થાપી જયાં અલાઉદીન સાથેના યૂધ્ધમાં પરાજય થયો પરંતુ રોમાંચક ઘટના તરીકે અલાઉદીનના સેનાપતિઓની હાજરીમાં વંકા વિહોલોએ પાટણને લૂંટી બાદશાહનું નાક કાપ્યુ. અલાઉદીનના સેનાપતી ઉલુગખાને પૂજાજીનું યુધ્ધ કૌશલ જોઈ વિહોલોને વશ કરવાનું કામ પૂજાજીને સોપ્યૂં. વિશલવાડના નવ ભાગમાંથી પીલવાઈ અને વડાસણને બાદ કરતાં સાત ભાગ પૂજાજીએ જીતી લીધા. બાદશાહે ખૂશ થઇ તેમણે જીતેલા બસ્સો અડતાળીશ અને બીજા બાવન ભેટના એમ કુલ ૩૦૦ ગામ બક્ષીશમાં મળ્યા. વિક્રમ સંવત ૧૩૫૩માં પૂજાજીએ મૂર્હત જોવડાવી અંબાસણમાં ગાદી સ્થાપી.

પૂજાજી ચાવડાએ ૪૬ વષૅ સૂધી રાજય ભોગવી ૭૮ વષૅ ની ઉમરે વિક્રમ સંવત ૧૩૯૯ માં દેહ છોડયો. પૂજાજીને બે કૂવરો હતા. (૧) મેસાજી (૨) વનવિરજી પૂજાજીનૂ અવસાન થતા. મેસાજી ગાદીએ આવ્યા. પિતા પૂજાજી ચાવડાની હયાતીમાં જ મેસાજીએ મહેસાણા વસાવ્યુ તોરણમાતાના પ્રાચીન ગરબાના ઉલ્લેખ મુજબ વિક્રમ સંવત. ૧૩૭૫ (ઈસ.૧૩૧૯) ની પોષ વદ પાચમે મેસાજી ચાવડાએ મહેસાણા વસાવ્યુ અને તેમના માતૃશ્રી અને રાજપીપળાના રાજકુવરી પદમાવતીની યાદમાં ”પદ્મસાગર" તળાવ બંધાવ્યુ. મેસાજી ચાવડા નિસંતાન હતા. તેથી તેમના ભાઈ વનવિરસિહ ગાદીએ આવ્યા અને ત્યારબાદ પાતાળસિહ, નમૅદસિહ આવ્યા અને ત્યારબાદ તેમના કુવર જૈસિહજી એ અંબાસણની ગાદી સંભાળી. જૈસિહજીને ત્રણ કુવરો હતા.(૧) ઈહરદાસજી (૨) સૂરજમલજી (૩) સામંતસિહજી. જૈસીહજીના અવસાન પછી ૨૫૨ (બસ્સો બાવન ) ગામોને સરખે ભાગે વહેચતા ચોયૉસી ગામોની જાગીર ઈહરદાસજી.ને અંબોડ મૂકામે ગાદી મળી સૂરજમલજીએ ચોરાસી ગામો સાથે મહેસાણા મુકામે ગાદી સ્થાપી (અને ત્યારબાદ તેમના વંશજોએ વરસોડામાં ગાદીસ્થાપી) સામંતસિહજી ચોરાસી ગામો સાથે અંબાસણમાં રહયા (અને ત્યાથી માણસા ગાદી સ્થાપી) સૂરજમલજીનાં કુવર પૂજાજી બીજા શીવદાસજી, સેસાજી, શારદુલજી વગેરેએ મહેસાણામાં ગાદી ભોગવી હતી. કુવરસાહેબ ગાગજીએ ઈ.સ.૧૫૦૯ માં મહેસાણાથી વરસોડા મૂકામે ગાદી સ્થાપી હતી. "આવિયો વરસોડાના વિષે મહિપાળ, મહેસાણા તજી દસપાચસે ને પાચટાની સાલ મધૅ ગાગજી (ચાપોત્કટ પૃ.૧૫૮ ) આમ ચાવડા શાસકોનો સચોટ ઈતિહાસ આ મુજબ રહયો છે.

સોલંકી વાઘેલા વંશ

વાઘેલા સોલંકી રાજવંશ ઈતિહાસ.🚩

ઉત્તપત્તિ ભારદ્વાજ મુનિ એ પોતાના ચાલુક એટલે ખોબા માંથી પુરુષ ઉત્પ્ન્ન કર્યા.

તે પુરુષ નું નામ ચાલુક્ય દેવ નામ રાખ્યું રાખ્યું તેમના વંશ મા આગળ જતા ટૂંક ટોડા કલ્યાણ પ્રદેશ મા રાજા ભુવડ સોલંકી રાજા થયા તેમના પુત્રો 2 પુત્રો થયા રાજ બીજ જેઓ ઈસ 900 મા વઢવાણ આવ્યા..

રાજ સોલંકી ને 2 પુત્રો થયા જેમને બે પત્ની હતા.

પહેલા પત્ની નું નામ લીલાદેવી હતું ચાવડા રાજવંશ ના કુંવરી હતા.

બુજા પત્ની નું નામ રાયાજી હતું.જે કેરાકોટ કચ્છ ના જામકુળ ની દીકરી હતા.

ભુવડ દેવ ને બે પુત્ર થયા લીલાદેવી ના પુત્ર મૂળરાજ સોલંકી થયા.

કેરાકોટ જામકુળ ના દીકરી રયાજી ને સકાયત વાઘેલા થયા..

ગુજરાત મા સોલંકી ની મુખ્ય 2 શાખા થઈ ત્યારે ત્યારે બાદ 16 શાખા

મોટા ભાઈ ની શાખા મૂળરાજ સોલંકી પાટણ

નાના ભાઈ ની શાખા સકાયત વાઘેલા બાંધવગઢ થી વાઘેલા ગામે...

સકાકાયત સોલંકીની હત્યાબ થયા બાદ તેમના પત્ની તેમના પુત્રને મુકીને તેમની પત્ની રાકાયત પાછળ સતી થયા.

ઐતિહાસિક આઠકોટવાળું શહેર આટકોટ, જી. રાજકોટ ની પવિત્ર ભૂમિ પર સમગ્ર વિશ્વના વાઘેલા રાજપૂતોના પ્રથમ રાજપુરૂષ તથા વાઘેલા સામ્રાજ્યના પ્રથમ સ્થાપક મહારાજ શ્રી વ્યાઘ્રદેવજી જન્મ તથા ઉછેર જ્યાં થયેલો અને જ્યાં કુળદેવી તરીકે અંબાજી માતાને અપનાવેલ તે પવિત્ર ભૂમિનો આજે ઈતિહાસ ગવાહ છે.

પાછળ મુકી ગયેલા બાળક ને જંગલમાં રડતું જાણીને વાઘણની નજર બાળક પર પડી.

વાઘણે બાળકને ધવરાવીને શાંત કર્યુ.

આ રીતે વાઘણ નું દુધ પીને ધીમે ધીમે બાળક મોટું થવા લાગ્યું .

એક વખત જંગલ માં શિકાર કરવા નીકળેલ મૂળરાજસિંહ સોલંકી વાઘણ ને બાળક ધાવતો હતો તે જોઈ ગયા.

વાઘણ ના ગયા પછી મૂળરાજે બાળકને ઉપાડયું,

ત્યાં જ આકાશવાણી થઈ કે "તારા ઓરમાન રાકાયતનો કુમાર છે અને વાઘેશ્વલરી માતાએ તેનું રક્ષણકર્યુ છે"

આથી મૂળરાજસિંહ સોલંકીએ તેને સાથે લઈ તેનું "વ્યાધ્રદેવ" નામ પાડયું.

તેમના વંશજ વાઘેલા વંશ તરીકે ઓળખાયા વ્યાઘ્ર દેવ ના માતા શ્રી વ્યાઘ્ર દેવ ને ક્ષેમકલ્યાણી માતા ના મંદિરે મૂકી ને પોતાના પતિ પાછળ સતી થયા હતા..

વ્યાઘ્ર દેવ નો ઉછેર મૂળરાજ કરે છે વ્યાઘ્ર દેવ મોટા થતાં એમને વાઘેલા ગામ ની જાગીર આપી તેઓ મોટા થતાં કાસી એ ગયા ત્યાં થી તેઓ રેવા રાજ્ય ગયા ત્યાં ના રાજા કરણ શેને વ્યાઘ્રાદેવ નુ પરાક્રમ જાણી તેમની કુંવરી સ્તનમતી ને વ્યાઘ્ર દેવ સાથે પરણાવી રેવા નુ રાજ્ય વ્યાઘ્રાદેવ ને સોંપ્યું ત્યાર થી વાઘેલા વંશ ની સ્થાપના થઈ

તેમના પાંચ પુત્ર થયા જેમાં સૂરત દેવ પોતાના વંશજો ની જન્મ ભૂમિ ગુજરાત આવ્યા તેમની વ્યાઘ્રાપલ્લી મા જાગીર હતી ત્યાં રાજ્ય ની સ્થાપના કરી ગુજરાત બહાર મધ્યપ્રદેશ થી વાઘેલા ના પૂર્વજો પાટણ આવ્યા ત્યાં સતા સ્થાપી ત્યાર બાદ તેઓ અલગ અલગ પ્રાંત મા વસ્યા થોડા કચ્છ મા પણ ગયા

આ વ્યાધ્રદેવના વંશજો વાઘેલા કહેવાયા.

મૂળ પુરુષ વ્યઘરદેવ રેવા બાંધવ ગઢ

ગુજરાત મા શાખા ઉતરી વ્યાઘ્ર દેવ ના પુત્ર સુરતદેવ વ્યાઘ્ર પલ્લી ગામે આવ્યા તેમના પુત્ર એ કુન્દર કચ્છ મા જાગીરી કરી

વાઘેલા સામ્રાજ્યના પ્રથમ સ્થાપક મહારાજ શ્રી વ્યાઘ્રદેવજીને તે સમયના પાટણના મહારાજા મૂળરાજ સોલંકી કે જે પાટણની ગાદીના મૂળ હક્કદાર તેના ઓરમાન ભાઈ રાકાયત (મહારાજ શ્રી વ્યાઘ્રદેવજીના પિતા) ના મામા કચ્છના પ્રતાપી રાજા લાખા ફુલાણીએ રાજકોટ પાસે આઠકોટવાળું શહેર આટકોટ વસાવી તેમાં રાખ્યા હતા. ત્યારબાદ મૂળરાજ સોલંકી સામેના યુધ્ધમાં આટકોટ ખાતે લાખો ફુલાણી અને રાકાયત શહીદ થઈ ગયેલા તથા તેમના રાણી સતીએ માં અંબાજીના શરણે તેમના પુત્ર વ્યાઘ્રદેવને . ત્યારબાદ તેમના પાંચ પુત્રો પૈકી એક પુત્ર સુરતદેવ ગુજરાતમાં પાછા આવ્યા અને સોલંકી સમ્રાટ દ્વારા ગરાસમાં મળેલ ધવલનગરી હાલનું ધોળકા માં પોતાની ગાદી સ્થાપેલી. ત્યારબાદ વિક્રમ સંવત ૧૩૦૦ માં સોલંકી વંશના છેલ્લા રાજા ત્રિભોવનપાળને હરાવીને પાટણની ગાદી ઉપર વાઘેલા વંશના પ્રથમ ચક્રવર્તી સમ્રાટ મહારાજા બિરાજમાન થયા હતા. અને આ રીતે ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનો ઉદય થયો હતો.....

વાઘેલા રાજપૂત સમાજના ગામોની યાદી:-

(૧) ધોળકા:- કાવિઠા,ધીંગડા, સીમેજ, કૌકા, આંબારેલી, મોટી બોરુ, ઉતેલીયા, લોલીયા, ગાણોલ, રાસમ, રુપાવટી, આંબલીયાળા, ગાંગડ, છબાસર, વૌઠા, ડુમાલી, ભાત,ધનાળા, બરોડા, ઢેઢાળ, કોઠ, રઢુ, સાથળ

(૨) સાણંદ:- કુંવર, લેખમ્બા, વાસણા, ઝાંપ,મખીયાવ, કુંડળ, બકરાણા, ઈયાવા, લોદરીયાલ, વિંછીયા, કોદાળીયા,મોડાસર, નાનોદરા, ખોડું, રેથળ, પીપણ, દદુકા, કાણેટી, ગોધાવી, ગરોડીયા

(૩) કલોલ:- લિંબોદ્રા,પેથાપુર, પીંડારડા,પીપળજ, બિલોદ્રા

(૪) સાબરકાંઠા-બનાસકાંઠા:- પોઈચા,થરાદ,ભોરડું, મોરવડા,
દિયોદર, સોરઠા, ફોરણા, પાલડી,ઉવાણા, ધ્રણસોલ, વાતમ, ઝાલોઢા, ધનકવાડા, રામસેણ, ડુઆ, ગોધાણી, પોશીના(ઈડર)
(૫) કચ્છ: - પલાસવા, ગેડી, બેલા,ભીમાસર, મઉવાળા, દાટાવાડા,ભુટકીયા,ઉમૈયા
(૬) બંધીયા(ગોંડલ) ભાંડેર(ઉપલેટા) ડભોઈ,બગથળા(મોરબી)
(૭)જેગડવા.(તા.ધ્રાગધ્રા.જી.સુ.નગર)૧૨૫(ખોયડા)
આ સિવાય કોઈએ અમે વાઘેલા દરબાર એમ કહેવુ નહી, બાકી ના તમારી સાબિતી આપો, અથવા બીજા ને પોતાના બાપ દાદા બનાવવા નુ બંધ કરી દેવું.
(૮)મધ્યપ્રદેશ:- રેવા,કસોટા(શીવરાજપુર),તીરવાહ, ભદ્રોહી
(૯) કાંકરેજ જાગીરદાર ના ગામો
(1)થરા ...42ગામ જાઞીર
(2)રાણકપુર ...12 ઞામ જાઞીર
(3)વડા...12 ઞામ જાઞીર
(4)ભલઞામ 7 ગામ જાઞીર
(5)ઉણ ..7 ઞામ જાઞીર
(6)અન્ય 7 ઞામો.....

તથા સોલંકી રાજપુત સ્ટેટ

લુણાવાડા ( સ્ટેટ મુખ્ય ), જનોડ (નાનીજાગીરછે), વાંસદા સ્ટેટ , સાઠબા , મોટી મોરી (મેધરજ) , ઉતર ગુજરાત મા કાલરી ગઢ મુખ્ય ગણાય પછી તેમના ભાયાત ની નાની જાગીરો છે. તે પછી કંબોઇ (ચાણસ્મા વાળુ).તથા ભાયાતી જાગીરી ગામો

ત્યાર બાદ ગુજરાત મા ઝાલા વંશ,જાડેજા વંશ,ચુડાસમા વંશ,ગોહિલ વંશ,જેઠવા વંશ રાઠોડ વંશ,ચૌહાણ વંશ, પરમાર વંશ,સોઢા વંશ તમામ રાજપુતો નું ગુજરાત મા આગમન થઈ ગયુ હતું અને અલગ અલગ પ્રદેશ મા સત્તા સ્થાપી અને ગામ ગરાસ મેળવેલ

સૌરાષ્ટ્ર મા દરબારો ના 222 રજવાડા હતા જેમાં કાઠી,જેઠવા,જાડેજા,વાળા,પરમાર,ઝાલા,ગોહિલ,ચુડાસમા,સરવૈયા,રાયઝાદા, આ તમામ ગરાસદાર રાજપુતો એ સૌરાષ્ટ્ર મા સત્તા ભોગવી હતી.

જેઠવા રાજપુત સ્ટેટ સૌપ્રથમ મોરબી સત્તા સ્થાપી ત્યાર બાદ કાયમ માટે સત્તા બનાવી પોરબંદર

જાડેજા રાજપુત

જાડેજા રાજપુત ઇતિહાસ

જાડેજા રાજવંશ ગુજરાત નો મોટો રાજવંશ ગણવામાં આવે છે સૌરાષ્ટ્ર કચ્છ મા 700 થી વધુ ગામો છે આઝાદ પેલા 2300 ગામ પર જાડેજા નું શાસન રહ્યું છે થોડા સમય પેલા જામ નરેશ ને પ્રદ્યુમ્નજી ના વારિસદાર માની ને સંપત્તિ મા હક હિસ્સો મળ્યો હતો મહાભારત બાદ ઇતિહાસ ના બે મોટા યુદ્ધ પણ જાડેજા રાજપુતો એ લડ્યા હતા ભુચર મોરી અને જારા ના યુદ્ધ

જાડેજા રાજપુતો ના સ્ટેટ ઠિકાના

ભુજ
મોરબી
રાજકોટ
નવાનગર
ધ્રોલ
ગોંડલ
વીરપુર
કોટડા સાંગાણી
ખીરસરા
જાળીયા દેવાની
ગઢકા
ગવરીદડ
પાલ
શાપર
લોધીકા
કોઠારીયા
રાજપરા

ઝાલા રાજપુત

ઝાલા રાજવંશ નો પરિચય

કાઠિયાવાડ મા અનેક રાજકુળ રાજસત્તા ભોગવી હતી જેમાં જેઠવા ચુડાસમા ચાવડા વાળા ઝાલા જાડેજા પરમાર ગોહિલ કાઠી બાબી વગેરે મહત્વના દસ રાજકુળ હતા જેમને સદી ઓ સુધી સૌરાષ્ટ્ર ની ધરતી પર સત્તા ભોગવી હતી

સૌરાષ્ટ્ર જયારે કાઠિયાવાડ નામે ઓળખતું ત્યારે તેના ચાર પ્રાંત હતાં ઝાલાવાડ ગોહિલવાડ હાલાર સોરઠ

કાઠિયાવાડ ના ઝાલારાજવંશ નો પરિચય

ઝાલા રાજવંશ ની ઉત્તપત્તિ અને વિવિધ મંતવ્યો

ઝાલા ની અસલ અટક મકવાણા છે કારણ કે બ્રહ્માજી ના પુત્ર ભૃગુ અને ભૃગુ ના પુત્ર માર્કન્ડેય ઋષિ ના વંશ જ ઉપર થી મકવાણા ગણાય છે માટે ઝાલા ઓ ને ઋષિવંશજ કહેવામાં આવે છે

માર્કન્ડેય એ અગ્નિમાંથી ઉત્પન્ન કરેલા કુંડમાલજી અને કુંડમાલજી ના વંશ મા થયેલ હરપાળદેવ દાદા મકવાણા ના પુત્રો પછી ઝાલા તરિકે ઓળખાણ થઈ

રાજકુમાર કોલેજ ના પ્રી સી મેઈન એમ લખે છે ઝાલા ઓ કાઠિયાવાડ મા આવ્યા એ પહેલાં મધ્ય કચ્છ ના મક નામ ના પ્રદેશ મા રહેતા તે પ્રદેશ પરથી મકવાણા તરિકે ઓડખાયા

એચ વીલ્બ ફોર્સ એક લખે છે કે મકવાણા ઓ ગ્રીસ માંથી ઉત્તરી આવેલ છે અને મકવાણા શબ્દ મેસેડિયા શબ્દ માંથી નીકળ્યો છે જો કે આ મત યોગ્ય નથી લાગતો

આપણે વિધાનો ના મત અને શબ્દ અર્થ મુજબ ઝાલા શબ્દ નો ઇતિહાસ જોઈએ એક મત મુજબ જોઈએ તો ઝાલા ઓ સિંધ માંથી આવ્યા તેમજ ઝાલા શબ્દ સિંધી ભાષાના ઝલ્લા સરોવર ને કાંઠે રહેનારા શબ્દ ઉપર થી ઉતરી આવ્યો છે ડો કે કા શાસ્ત્રી લખે છે કે ઝલ્લોજઝલલીખ શબ્દ નો પૂરતાનો ભાવ આપતો ઝલ્લ શબ્દ ઝાલા શબ્દ ના મૂળમાં છે.
જયારે હિન્દી ભાષા મા ઝાલા શબ્દ નો અર્થ તેજલહર તરંગવલી એવો થાય છે

ઝાલા રાજવંશ ની ઉત્તપત્તિ અંગે ની કથા ઓ

આ બધા અનુમાન અને અભિપ્રાય મકવાણા અટક માટે મળે છે પછી બીજો પ્રશ્ન આપણી સામે આવી ને ઉભો રહે છે કે મકવાણા માંથી ઝાલા અટક કેવી રીતે પડી

ઝાલા શબ્દ કેવી રીતે અસ્તિત્વ મા આવ્યા તેના વિશે બારોટ ના ચુપડા મુજબ અને ઝાલાવંશ વારિધિ મુજબ રાજ હરપાળદેવ એ પાટડી મા રાજ્ય નું સ્થાપના કર્યાં બાદ તેમને ત્યાં માઁ શક્તિ ના પેટે સોઢાજી, માંગુજી, અને શેખડો જી નામે ત્રણ કુમારો તથા તથા ઉમાદે નામ ના એક પુત્રી નો જન્મ થયો એક સમયે આ ત્રણે કુંવરો અને ચારણ નો દીકરો રામજી મંદિર ની નજીક રહેલા વિશાળ ચોક મા દડા થી રમી રહ્યા હતા
આ સમયે હસ્તીસાળામાંથી એક વિશાળ કાય હાથી ગર્જના કરાતા છૂટી ગયો હતો અને દોડતો દોડતો ચોક મા આવી ગયો અને આખા ચોક મા હાહાકાર મચી ગયો હાથી આગળ વધી રહ્યો હતો આ કુંવારો રમતા હતા એમની પાસે હાથી ત્યાં આવી ગયો અને આ બાળકો ને જપત મા લીધા ત્યારે માઁ શક્તિ રાજભુવનના સત્તા મા માળ ના ઝરૂખે બેઠા હતા અને આ જોઈ ગયા અને તરત બાળકો ને બચાવા અને પોતાનું સ્વરૂપ ધારણ કર્યું અને પોતાના હાથ લંબાવી ને ત્રણેય કુંવરો ને ઝાલી લીધા અને ચારણ ના દીકરા ને ટાપલી મારી હાથી થી દૂર કર્યો એ ટાપરીયા ચારણ કહેવાના

આટલા સમય સુધી હરપાળદેવ સુધી ઝાલા ઓ મકવાણા અટક થી માર્કંડેય ના વંશજો થી ઓળખાતા પરંતુ ત્યાર બાદ ત્રણે કુંવરો ને માઁ શક્તિ એ ઝાલ્યા ત્યાર થી ઝાલા તરિકે ઓળખવા માંડ્યા આ મુજબ ઝાલા અટક આવી હોવાનું નોંધાયું છે

ઝાલા રાજવંશ ના રાજ્યો

હરપાળદેવદાદા એ ઇસ 1090 મા હરપાળદેવ ના પુત્રો ઝાલા થી ઓળખાયા હરપાળદેવદાદા એ પાટડી થી પોતાના રાજ્ય ની સ્થાપના કરી હતી હરપાળદેવ દાદા ના વંશજો એ સૌરાષ્ટ્ર મા ધ્રાંગધ્રા લીંબડી, વાંકાનેર, વઢવાણ, લખતર, હળવદ, સાયલા, ચુડા, રામપર મેઘપર, માંડલ, રાજપુર, તે ઉપરાંત વાંજેપાળજી ના વંશજો કટોસણ સ્ટેટ મહીકાંઠા એજન્સી ના સ્ટેટ ખડલ સ્ટેટ,ઇલોલ સ્ટેટ, પુનાદરા સ્ટેટ વગેરે રાજ્યો સ્થાપ્યા હતા આ સિવાય ઝાલા વંશ ના રાજવીઓ એ મળવામાં રાયપુર, નરવર, કોટા, સાદડી, અને દેલવાડા મા પોતાના સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યા હતા..

ઝાલાવાડ ના રાજ્યો અને સંસ્થાપક ની માહિતી

વઢવાણ સ્ટેટ

વઢવાણ સ્ટેટ ના સ્થાપક રાજોજી હતા જેઓ પૃથ્વીરાજ જી ના નાના પુત્ર હતા જેમને ઈસ. 1605 મા સ્થાપના કરી હતી.

લખતર સ્ટેટ

લખતર તથા સ્ટેટ ના સ્થાપક અમરસિંહ ના નાના ભાઈ ને અભેસિંહ ને લખતર અને થાન ન ગરાસ મળ્યો હતો.

ચુડા સ્ટેટ

ચુડા રાજ્ય ઝાલાવન્સ ના સંસ્થાપક વઢવાણ સ્ટેટ ના ભાઈ અર્જુનસિંહ ના નાના ભાઈ ને ચુડા નો ગરાસ ગાદી મળેલ

સાયલા સ્ટેટ

સાયલા સ્ટેટ મા ઝાલારાજવંશ ની સ્થાપના સેજમાલજી એ કરી હતી સાયલા પર આક્રમણ કરી કાઠીઓ પાસે થી સાયલા પડાવી લીધું.

વાંકાનેર
વાંકાનેર સ્ટેટ હળવદ સ્ટેટ થી અલગ થઈ ને પૃથીવરાજસિંહ ના મોટા પુત્ર સરતનજી એ વાંકનેર મા ઝાલારાજવંશ ની સ્થાપના કરી

ધ્રાંગધ્રા સ્ટેટ

હળવદ સ્ટેટ થી અલગ થઈ રાયસિંહ એ ધ્રાંગધ્રા ની સ્થાપના કરી ધ્રાંગ એટલે પથ્થર અને ધા
રા એટલે જમીન એટલે નામ ધ્રાંગધ્રા પાડ્યું.

લીંબડી સ્ટેટ (જાંબુ)

લીંબડી સ્ટેટ ની સૌથી પેહેલી ગાદી જાંબુ હતી જાંબુ મા માંગુજી એ ગાદી સ્થાપી હતી કાલ ક્રમે લીંબડી સત્તા ફેરવી કાયમી સત્તા લીંબડી હાંસલ કરી

ગોહિલ રાજવંશ

ગોહિલ રાજપુત ઇતિહાસ

ગોહિલ રાજપુતો ના અલગ અલગ ઇતિહાસ કરો પાસે અલગ અલગ મંતવ્યો રહેલા છે
ઘણા ઇતિહાસકરો સૂર્યવંશઓ કહે છે ઘણા ઇતિહાસ કરો સૂર્યવંશી કહે છે પણ સિલ્લા લેખો તામરપત્ર તથા ગોહિલ ના સિક્કા મુજબ ગોહિલ સૂર્યવંશી છે ગોહિલ રાજપુતો ના જુના સિક્કાઓ મા સૂર્યનારાયણ ના સિક્કા જોવા મળે છે.
ગોહિલ વંશ ભગવાન રામ ના પુત્ર લવ ના વંશજો છે.લવ એ લાહોર પર રાજ કર્યું હતું.એમના વંશ મા કનકસેન થયા કનકસેન એ ગુજરાત મા રાજ્ય ની સ્થાપના કરી એજ વંશ મા રાજા શીલાદિત્ય થયા ઈસ. 524 મા શીલાદિત્ય યુદ્ધ મા વીરગતિ પામ્યા એ સમયે શીલાદિત્ય ના પત્ની ગર્ભવતી હતા અને તેઓ જાત્રા પર ગયા હતા આ વાત ની જાણ થતાં શીલાદિત્ય ના પાટનો ગુજરાત ની અરાવલી ની ગુફા મા ગયા અને એ ગુફા મા શીલાદિત્ય ના પત્ની એ બાળક નો જન્મ આપ્યો ગુફા મા જન્મ લેવા ના કારણે એ પુત્ર નું નામ ગૃહાદિત્ય નામ રાખ્યું ત્યારબાદ એ પુત્ર ને બ્રાહ્મણ ની સ્ત્રી ને આપી ને રાણી સતી થયા અને ગૃહાદિત્ય મોટા થતાં તેઓ એ ઇડર જીતી ને ત્યાં સત્તા સ્થાપી ત્યાં થી ગોહિલ વંશ ની શરૂઆત થાય છે
ગૃહીલ નો સમય ગાળો 550 થી 560 ની આજુ બાજુ નો હતો.
ગૃહાદિત્ય ના વંશ મા બાપા રાવળ થયા બાપા રાવળ નો સમય ગાળો 734 નો હતો તેઓ એ મેવાડ ચિતોડ મા સત્તા ની સ્થાપના કરી.એમનો સમય ગાળો ઈસ 734 થી 753 સુધી નો હતો જેઓ મહાન રાજવી થયા અને ગોહિલવંશ ની સત્તા ને મજબુત બનાવી.

ગોહિલ વંશ ના રાજવી ઓ ની યાદી ગૃહાદિત્ય થી બાપા રાવળ સુધી ની

1 મહારાજા ગૃહાદિત્ય ગોહિલ વંશ ના સંસ્થાપક ઈસ 586 થી 606

2 ભોજ (ઈસ .586 - 606)

3 મહેંદ્ર પ્રથમ (ઈ.સ606 - 626)

4 નાગઆદિત્ય (ઈ.સ 626 646)

5 શીલાદિત્ય (ઈ.સ 646 - 661)

6 અપરાજિત (ઈ.સ661 - 688)

7 મહેંદ્ર – (બીજા ) (ઈ.સ 688 - 734)

8. કાલ ભોજ (બપ્પા રાવળ ) (ઈ.સ734 - 753)

1) બાપ્પા રાવળ ની 12 મી પેઢી મા શાલિવાહન જી ના પુત્રો નું ખેરગઢ પર શાશન હતું એમની 27 મી પેઢી મા સેજકજી થયા સેજકજી અને એમના ભાઈઓ ખેરગઢ થી ગુજરાત આવ્યા અને ગુજરાત મા ગોહિલ વંશ ની સ્થપના કરી એમના વંશજો ગોહિલ કહેવાણા.અને ગોહિલવાડ ની સ્થપના થઈ સેજકજી ની પેઢી ઓ લગન ડાભી રાજપુત મા કરતા હતા સેજકજી ના લગન મૂળદેવ નામ ના ડાભી સરદાર ના કુંવરી સાથે લગન થયા હતા સેજકજી ખેડગઢ થી ઈ.સ. 1240 મા આવે છે
ખેડગઢમાં કનોજવાળા રાઠોડો વારંવાર લૂંટફાટ કરીને જતા રહેતા હતા, જેથી રાજ્ય નબળું પડી ગયું હતું. વળી ખેડગઢના ઘણા ખરા સામંતો ખપી ગયા હતા. રૈયતનો રંજાડ થતો જોઈ ન શકવાથી સેજકજીએ ખેડગઢ છોડીને બીજે સારા સ્થાનમાં જતા રહેવું એમ નક્કી કર્યું. સેજકજી ખેડગઢ છોડીને સૌરાષ્ટ્રમાં આવ્યા અને સેજકપુર
વસાવ્યું.

ગોહિલવાડમાં ગોહિલ શાખાની સ્થાપના કરનાર સેજકજીનો રાજકાળ ઈ.સ. 1240થી 1290 માનવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વના વિશાળ ભૂભાગને ગોહિલવાડ એવું નામ આપનાર ગોહિલોના આદ્યપુરુષ સેજકજી ગોહિલ હતા. જકજી પોતાના સાતેય ભાઈઓ જોધાજી, સોનજી, હનુજી, માનસિંહજી, વિસાજી, દુદાજી અને દેપાળજીને સાથે લઈને ખેડગઢ છોડીને ગુજરાત તરફ આવવા તૈયાર થયા. પોતાના ભાઈઓ, સગાસંબંધી કુળગોર (પુરોહિત) ગંગારામ વલ્લભરામ તથા કારભારી (મંત્રી) શાહ રાજપાળ અને અમીપાળ સાથે લીધા હતા. સેજકજીએ સાથે લીધેલા પુરહિત ગંગારામના વંશજો શિહોર (જિ. ભાવનગર)માં સ્થાયી થયા હતા. સેજકજીને ઈષ્ટદેવની ભક્તિ ઘણી જ પ્રિય હતી, તેથી તેમણે પોતાના ઈષ્ટદેવ મુરલીધરની પધરામણી એક અલગ સીગરામમાં કરાવી હતી. આ સાથે કુળદેવીનું ત્રિશૂળ તથા ખેત્રપાળને પણ આ રથમાં પઘરાવેલાં હતાં, આમ તૈયારી કરી આખો સંઘ લઈને સેજકજી ગુજરાત તરફ ચાલી નીકળ્યા.
એક રાત્રીએ મુરલીધર શ્રીકૃષ્ણ ભગવાને સેજકજીને સ્વપ્નમાં આવીને કહ્યું, ‘મારા રથનું પૈડું જ્યાં અટકી પડે ત્યાં રોકાઈ જશો. ત્યાં તમને રાજ કરવાનું મળશે. ઉત્તરોત્તર તમારી પ્રગતિ થશે.’ પાંચાલ પરગણું આવતા રથનું પૈડું ભાંગી ગયું. ત્યાં આખો સંઘ રોકાઈ ગયો.
ઝાંઝરજીના પાટવીકુંવર સેજકજી પોતાના સંઘને પાંચાલ પરગાણામાં રોકીને મંત્રી શાહ રાજપાળને લઈને જૂનાગઢ રા’મહીપાલના દરબારમાં જાય છે. રાજ્ય છોડીને ઉચાળા ભરવાની સઘળી હકિકત રા’મહીપાલને જણાવે છે. રા’મહિપાલે રાજ્યની પૂર્વ દિશાએ સાપર વગેરે બાર ગામનો પટ્ટો (જાગીર) કરી આપ્યો અને કહેવામાં આવ્યું કે આટલા ગામો અને પ્રદેશનું ખાંટ કોળીઓ તથા ભીલોથી તમારે રક્ષણ કરવું. કેટલાક મહિના સુધી સેજકજી જૂનાગઢમાં રહ્યા. રાજ્યની સંભાળ સારી રીતે રહે એ હેતુથી રા’મહીપાલે સેજકજી અને તેમના સાતેય ભાઈઓને સૌરાષ્ટ્રના જુદા જુદા પ્રાંતમાં સામંત તરીકે નીમ્યા. આ સમયથી ગોહિલો સૌરાષ્ટ્રના રક્ષણકર્તા કહેવાયા.
રા’મહીપાલે આપેલી સાપર અને બાર ગામોની જાગીર સંભાળીને સેજકજી રહેતા હતા. તેમને બે રાણીઓ હતી. તેમની પ્રથમ રાણીથી રાણોજી નામે કુંવર અને ફુલજીબા નામે કુંવરી જન્મ્યાં હતાં. દ્વિતીય રાણીથી શાહજી તથા સારંગજી નામે કુંવર અને વાલમકુંવરબા નામે કુંવરી જન્મ્યાં હતાં. આમ સેજકજીના પરિવારમાં રાણોજી, શાહજી, સારંગજી નામે ત્રણ કુંવરો અને વાલમકુંવરબા તથા ફુલજીબા નામે બે કુંવરીઓ સંતાનમાં હતી.
રા’મહીપાલના કુંવર ખેંગાર તેર વર્ષના થયા ત્યારે તેઓ એક વખત શિકાર રમવા ગયા. શિકારની શોધ કરતાં કરતાં સાપર સુધી પહોંચી ગયા. ત્યાં એક સસલો નજરે પડ્યો. ખેંગારે તેમના માણસોને કહ્યું, ‘આ સસલાને જીવતો પકડી લ્યો’ માણસોએ પ્રયત્ન કર્યા પરંતુ સસલો સેજકજીના ઉતારામાં જઈને પેસી ગયો. ત્યારે રા’ખેંગારે કહ્યું, ‘સસલો અમને આપી દ્યો.’ ગોહિલોએ વળતા જવાબમાં કહ્યું, ‘શરણે આવેલાનું રક્ષણ કરવું તે ક્ષત્રિય ધર્મ છે, અમો આ સસલો આપને આપીશું નહિ.’ રકઝકને અંતે સંગ્રામ ખેલાયો, સંગ્રામમાં રા’ખેંગારના સઘળા માણસો મરાયા અને રા’ખેંગારને પકડી લીધા.
રા’ખેંગાર જીવતા પકડાયા પરંતુ રા’ના દરબારમાં સમાચાર પહોંચ્યા કે કુંવર મરાયા છે. આ સમાચાર સાંભળી સેજકજી ગોહિલ ઘણા જ દિલગીર થયા. થોડો વિચાર કરીને સેજકજી ઊભા થયા અને રા’મહિપાલને પ્રણામ કરી જાગીરનો પટ્ટો રા’ના ખોળામાં મૂકીને કહેવા લાગ્યા, ‘આ પટ્ટો અમારાથી રખાશે નહિ.’ એટલું કહીને સેજકજી ચાલવા માંડ્યા. રા’એ તેમને રોક્યા અને કહેવા લાગ્યા, ‘કેમ તમારાથી પટ્ટો રખાશે નહિ ?’ સેજકજી કહે, ‘અમારા માણસોએ આપના કુંવરને માર્યા છે, એટલે અમારાથી આપના પ્રદેશમાં કેવી રીતે રહેવાય ? મારા માણસોએ મારા આશ્રયદાતા પર આવું દુઃખ નોતર્યું. હવે હું શું મોઢું લઈને અહીં બેસું.’ રા’મહીપાલ સેજકજીને કહેવા લાગ્યા, ‘ક્ષત્રિય પુત્રો મરવા માટે જ જન્મે છે. તમારા માણસોએ ક્ષાત્રધર્મ પ્રમાણે કર્તવ્ય કર્યું છે. પુત્ર તો બીજો મળશે પણ તમારા જેવા મિત્ર નહીં મળે. અમારે બીજો કુંવર આવશે તેનું નામ ખેંગાર રાખીશું. પરંતુ આ પટ્ટો તમે રાખો.’આટલી ચર્ચા થઈ ત્યાં સુધીમાં બીજા સમાચાર આવ્યા કે કુંવરને મારી નાખ્યા નથી પરંતુ જીવતા પકડી લીધા છે.
આ પ્રસંગ પછી સેજકજીએ પોતાની કુંવરી વાલમકુંવરબાને રા’મહીપાલના કુંવર ખેંગાર વેરે પરણાવ્યાં. તે પ્રસંગે જૂનાગઢનું રક્ષણ કરવા માટે શાહજી ને સારંગજીને જૂનાગઢ તેડાવ્યા, જે વાલમકુંવરબાના સહોદર હતા તેમને સેવામાં રાખ્યા.

ઈ.સ. 1290માં સેજકજી ગોહિલ પરલોકવાસી થયા એ પેલા સેજકજી એ એમના ભાઈઓ ને જુદા જુદા ગામ ગરાસો આપ્યા હતા તેમાં
હનુજી ને બગડ
માનસિંહ ને બોટાદ પાસે નું ટાટમ
દુદાજી ને તુરખા
દેપાળજી ને પાળીયાદ
સોનકજી ને બોટાદ
વિસાજી ને ખસ
જોધાજી ને ઝમરાળું
આ રીતે એમના ભાઈઓ ને ગામ ગરાસ આપવામાં આવ્યા હતા

રાણોજીએ પોતાના નામ પરથી ગોમા અને ભાદર નદીના સંગમ પર ધંધુકાની પાસે રાણપુર વસાવ્યું. સેજકપુરથી રાજગાદી રાણપુરમાં લાવ્યા. રાણપુર ફરતો મજબૂત દુર્ગ કિલ્લો બંધાવ્યો. એભલવાળાએ વાલમ બ્રાહ્મણોને તેમના યજમાન કાયસ્થોના કહેવાથી દુઃખ દીધેલું, તેનું બહાનું કાઢીને રાણજી ગોહિલે બળવાન મેરો સાથે મિત્રાચારી કરી ધનમેર કોળીની સહાયથી એભલવાળા ને હરાવીને વળા જીત્યુ.

એકવાર રાણાજી ગોહિલ ઘોડા પરસવાર થઈને જતા હતા. પાણી પીવાની તરસ લાગી ત્યારે કાઠિયાવાડના ઉમેટા ગામના દુદા ચારણની દીકરી રાજલ પાસે પાણી માંગ્યું. ચારણ રાજબાઈએ ભૂમિ પર બેઠાં બેઠાં હાથ લાંબો કરી ઘોડા પર બેઠેલા રાણોજીને પાણી આપ્યું. આ ચમત્કાર જોઈ રાણોજીએ તેણીને નમસ્કાર કરી પ્રસન્ન કર્યાં. આઈએ વર માગવા કહ્યું. ત્યારે રાણોજીએ કહ્યું, ‘ભીડ ટાણે આવજો.’

આ વચન યાદ કરતા રાણોજીને આઈની સહાય મળી. તે રાણોજી પાસે પ્રગટ થયાં. રાણોજીએ રાણપુર આવી પોતાના કિલ્લામાં રાજબાઈ માતાનું સ્થાનક (મંદિર) કર્યું અને તેણીને પોતાની કુળદેવી માની. સૌરાષ્ટ્રમાં રાણપુરના વીરરાજા રાણોજી માથાભારે છે એવું જાણીને ઝફરખાન એમના પર ચડાઈ કરવાનું બહાનું શોધ્યા કરતો હતો, પરંતુ તેને કોઈ કારણ કે સમય મળતો નહોતો. રાણપુર ગામને પાદર ગોમા નદીને કિનારે એક મસ્જિદ હતી, તેના વિષે એવી કીવંદતિ પ્રચલિત છે કે રાણપુરના વીરરાજા રાણોજી ગોહિલ હતા. એમના રાજ્યકાળના અંત સમયે એક મુસ્લિમ વૃદ્ધ સ્ત્રી અને તેનો પુત્રો મક્કા હજ કરવા નીકળ્યાં હતાં. તેઓ રાણપુરમાં રાતવાસો રહ્યાં હતાં. પ્રાતઃકાળે વૃદ્ધાના પુત્રે આઝાન (બાંગ) પોકારી દીધી. બ્રાહ્મણોએ દરબારમાં જઈને રાણોજીને વાત કરી કે, ‘આ મુસલમાનો એવા સમયે બાંગ પોકારી છે કે અહીંયાં મુસલમાનોનું રાજ્ય થાય.’ રાજા રાણોજીએ મુસ્લિમ વૃદ્ધા અને તેના છોકરાને દરબારમાં બોલાવી કહ્યું, ‘તમે હિંદુના રાજ્યમાં શા માટે બાંગ પોકારી ?’ એમ કહી બ્રાહ્મણોના કહેવાથી રાજાએ મુસ્લિમ છોકરાનો વધ કરાવી નાખ્યો.

મુસ્લિમ વૃદ્ધા અમદાવાદ સુલતાનના દરબારમાં ફરિયાદ કરવા ગઈ. વૃદ્ધાની ફરિયાદ સાંભળી સુલતાને રાણોજીને જીતીને પકડી લાવવા પોતાના સામંતો અને સેનાપતિઓને જણાવ્યું. પરંતુ સિંહની બોડમાં હાથ નાખવા કોઈ તૈયાર ન થયા. સુલતાનનો ભાણેજ ભંડેરીખાન ભંડેરીપુર નામના અમદવાદના પરામાં રહેતો હતો. તેની તે જ દિવસે શાદી થઈ હતી. તેણે આ તક સુલતાન પાસેથી ઝડપી લીધી. તે રાણપુર પર ચડાઈ કરવા તૈયાર થયો. સુલતાને તેને ઘણું જ સૈન્ય આપીને રાણપુર જીતવા મોકલ્યો.


ભંડેરીખાન સૈન્ય લઈને રાણપુરની હદમાં આવ્યો ત્યારે રાણોજી ગોહિલ પણ તેની સામે લડવા નીકળ્યા. એ સમયે મામાની મદદે રા’ખેંગારનો પૌત્ર રા’નોંધણ પણ આવ્યા હતા. રાણોજી રાજપૂતોના શૌર્ય અને ગૌરવના પ્રતિક સમા હતા. તેમણે રાણપુર પાસે ભીષણ સંગ્રામ ખેલ્યો. આ યુદ્ધમાં રાજપૂતોએ ભારે પ્રબળ સામનો કર્યો. સૌરાષ્ટ્રના રાજપૂતોએ તેનાં ખમીર અને વીરતાનું દર્શન કરાવ્યું. સુલતાનના સૈન્ય સામે રાણોજીનું સૈન્ય ઘણું જ ઓછું હતું, જેથી લાંબો સમય ટકી શકાયું નહિ અને અંતે પરાજીત થયા. છેલ્લે રાણોજી અને તેમના સાથી રાજપૂત સૈનિકોએ કેસરિયાં કર્યા. ગોહિલ અને ભાણેજ રા’નોંધણ બંને અતુલ પરાક્રમ બતાવી વીરગતિ પામ્યા. સંગ્રામ ભૂમિમાં રાણોજીનું સૈન્ય પણ મુસ્લિમ સૈન્યની વીરતાપૂર્વક કતલ કરતાં કરતાં સદાને માટે સમરભૂમિમાં પોઢી ગયું. આ પ્રસંગે રાજપૂતાણીઓએ જૌહરવતની ઉજવણી કરી, કુવામાં પડીને જૌહર કરીને સ્વર્ગે સિધાવી. રાણપુર ખાલસા થયું અને ઈ.સ. 1308-09માં રાણપુર મુસ્લિમોની સત્તા હેઠળ આવ્યું.
એ વખતે રાણજી ના કુંવર મોખડોજી સેજકપર રહ્યા મોખડોજી એ ભીમડાદ અને ઉમરાલા જીતી લઈ ત્યાં પોતાની સત્તા સ્થાપી ત્યારબાદ મોખડાજી એ ખોખરા અને તેની આસપાસ ના ગામો જીત્યા અને મુસ્લિમો પાસે થી મીતીયાના નો કિલ્લો જીત્યા ઈસ 1340 મા મોખડોજી એ પીરમબેટ જીત્યું કોળી ઓ પાસે થી અને કોળી ઓ ને મારી ને ભગાડ્યા હતા.
મોખડાજી સરવૈયા રાજપુત હાથસણી ના વાડણ કુંવરબા સાથે પરણ્યા હતા અને મોખડોજી ને ડુંગરજી ના નામ ના પુત્ર થયા ત્યારે બાદ બીજા બે પુત્રો પણ મોખડોજી ને થયા હતા મોખડાજી ના મરણ પછી તેમના કુંવર ડુંગરજી ગાદી એ ઈસ 1347 મા બેઠા તેમને પીરમ છોડી પોતાની રાજધાની ગોધા મા બેસાડી 1370 મા ડુંગરજી સ્વરગવાસી થયા ત્યારે બાદ તેમના નાના ભાઈ સમરસિંહ એમની માણી સાથે એમના મોસાળ રાજપીપલા જઈ ને રહ્યા અને તે આખરે રાજપીપલા ના રાજા બન્યાં.
ડુંગરજી પછી તેમના પુત્ર વિજોજી ગોધા ની ગાદી એ આવ્યા ઈસ 1395 સુધી રાજ કર્યું ત્યારબાદ તેઓ મરણ પામ્યા તેમને કાનજી રૂડોજી અને રામજી એમ ત્રણ દીકરા ઓ હતા સૌથી મોટા કાનજી ગાદી એ બેઠા અને બીજા ભાઈઓ ને આજુ બાજુ ના ગામ ગરાસ આપવા મા આવ્યા કાનજી ના પુત્રો થયા સારંગજી અને જેમલજી
સારંગ જી એ ગોધા ની ગાદી પર સત્તા સ્થાપી અને ઈસ 1445 સુધી રાજ કરી દેવલોક પામ્યા.
સારંગજી પછી તેમના પુત્ર શિવદાસ ગાદી એ બેઠા શિવદાસજી ના પુત્ર જેતજી ત્યારે બાદ ગાદી એ આવ્યા જેતજી ને રામદાસ અને ગંગાદાસજી નામ ના પુત્ર થયા જેમાં રામદાસજી ગાદી એ બેઠા ગંગાદાસજી ને ચમારડી નો ગરાસ મળ્યો રામદાસજી પછી તેમના દીકરા સંતદાસજી ઈસ 1535 એ ગાદી એ બેઠા અને એમના નાના ભાઈ ને ટાણા ગામ નો ગરાસ મળ્યો સતા જી દેવલોક થયા એમના ચાર પુત્ર હતા જેમાં મોટા પુત્ર વિશોજી ગાદી ના વરસ થયા વિશોજી ઉમરાળા ની ગાદી એ બેઠા એમના નાના ભાઈ દેવાજી પછેગામ વીરાજી ને અવાણીયા અને મોકાજી ને નવાણિયા એ રીતે એમના ભાઈઓ ને ગરાસ મળ્યા
ગોહિલ રાજપુત ના મુખ્ય સ્ટેટ ભાવનગર સ્ટેટ પાલીતાણા સ્ટેટ

ચુડાસમા વંશ

ગરાસિયા રાજપૂત ચુડાસમા ઇતિહાસ

ભગવાન શ્રી ક્રિષ્ના ના સીધા વંશજ

ગરાસિયા ચુડાસમા રજપૂતોનો ઇતિહાસ અને વંશાવલી અને તેમના ગામો...

ચુડાસમાઓ યદુકુળ ના યાદવ છે. ભગવાન શ્રી ક્રુષ્ણ ની ૧૪૦મી પેઢીએ ગર્વગોડ યાદવ થયા જે શોણીત પુર (વર્તમાન બેબિલોન)માં રાજ કરતા હતા. તેમની પેઢીએ દેવેન્દ્ર થયા ચારપુત્ર થયા.

દેવેન્દ્ર ના વંશજ ગજપત થયા અને ગજ્પત ના વંશ મા ચૂડચંદ્ર થયા ચૂડચંદ્ર (વંથલી સોરઠ) ગાદીએ બેઠા.

નરપત ના વંશમા સામંત થયા અને સામંત ની પેઢી મા રાજા જડા થયા અને જડા માંથી જાડેજા થયા.

ભૂપત ના વંશમા ભાટી થયા જેમને (જેસલમેર રાજસ્થાન) મા ભટનેર શહેર વસાવ્યું.

ચુડાસમા વંશ મા

રાજા ચંદ્રચુડે ચુડા અને પિતાનું નામ સમા જોડીને ચુડાસમા શાખા ચાલુ કરી હોય હોય તેવું અનુમાન છે.
ચંદ્રચૂડ (૮૭૫-૯૦૭)

નાં મૂળરાજ,.

મૂળરાજ

ના પુત્ર વિશ્વવરાહ હતા.
ચુડાસમા રાજવંશ ઈતિહાસમાં મહારાજા વિશ્વવરાહ એક મહાન રાજા હતા, તેમનાં નામ પાછળ આવતા શબ્દ વરાહ અને પછીના જુનાગઢ બધા રાજવીઓ એ રાહ શબ્દ લગાડવાની શરૂઆત કરી. આમ જૂનાગઢ ના રાજાઓ એ રા શીર્ષક ધારણ કર્યું..

વિશ્વવરાહ પછી રા' ગ્રહરિપુ (૯૪૦-૯૮૨) ગાદીએ આવ્યા

ત્યાર બાદ રા' કંવાટ

(૯૮૨-૧૦૦૩), રા' દિયાસ

(૧૦૦૩-૧૦૧૦), સોલંકી શાસન

(૧૦૧૦-૧૦૨૫), રા' નવઘણ પ્રથમ
(ઈ.સ. ૧૦૨૫-૧૦૪૪), રા' ખેંગાર પ્રથમ
(૧૦૪૪-૧૦૬૭), રા' નવઘણ દ્વિતીય
(૧૦૬૭-૧૦૯૮), રા' ખેંગાર દ્વિતીય
(૧૦૯૮-૧૧૧૪), સોલંકી શાસન (ઈ.સ. ૧૧૧૪-૧૧૨૫), રા' નવઘણ તૃતીય
(૧૧૨૫-૧૧૪૦)[૨] , રા' કંવાટ દ્વિતીય
(૧૧૪૦-૧૧૫૨), રા' જયસિંહ (૧૧૫૨-૧૧૮૦), રા' રાયસિંહ (૧૧૮૦-૧૧૮૪), રા' મહિપાલ ( ૧૧૮૪-૧૨૦૧), રા' જયમલ્લ (૧૨૦૧-૧૨૩૦), રા' જયસિંહ (૧૨૩૦-૧૨૫૩), રા' ખેંગાર તૃતીય (૧૨૫૩-૧૨૬૦),
રા' માંડલીક (૧૨૬૦-૧૩૦૬),
રા' નવઘણ ચતુર્થ (૧૩૦૬-૧૩૦૮),
રા' મહિપાલ તૃતીય (૧૩૦૮-૧૩૨૫),
રા' ખેંગાર ચતુર્થ (૧૩૨૫-૧૩૫૧),
રા' જયસિંહ દ્વિતીય (૧૩૫૧-૧૩૭૩),
રા' મહિપાલ ચતુર્થ (૧૩૭૩),
રા' મુક્તસિંહજી/ રા'મોકળસિંહજી (૧૩૭૩-૧૩૯૭),
રા' માંડલીક દ્વિતીય (૧૩૯૭-૧૪૦૦),
રા' મેલિંગદેવ
(૧૪૦૦-૧૪૧૫),
રા' જયસિંહજી તૃતીય (૧૪૧૫-૧૪૪૦),
રા' મહિપાલ પંચમ (૧૪૪૦-૧૪૫૧) ગાદીએ આવ્યા. રા' માંડલિક તૃતીય (૧૪૫૧-૧૪૭૩) ચુડાસમા વંશનો છેલ્લો રાજા હતો.
૧૫૫.રા નોંધણ(ત્રીજા જુનાગઢ)
૧૫૬.સત્રસાલજી ભીમજી દેવધણજી સ વધણજી રા ખેગાર(જુનાગઢ)

157 દેવજી(હિંગોળગઢ)

158 મંડળીકજી

159 ખેંગારજી

160 રાયસિંહજી

161 કુવાજી

162 મેળાજી

163 મેલકજી

164 મેરજી

165 દેવાજી

166. ભીમજી(ભડલી-બોટાદ)

167 નોંધણજી

168 રાયસલજી(ગોરાસુની ગાદીએ)

169 ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ દેવાજી
(ગોરાસુ ની ગાદીએ)

રાણાજી
(આંબળી)

ઘેલોજી
(સાંઢીડા)

રાધોજી
(ઓતારિયા)

રણમલજી
(બાવલિયારી)

ભોજરાજજી
(ભડીયાદ)

મેરજી
(કાદીપુર-ઘોલેરા)

રાજોજી
(વાઢેળા)

પ્રતાપસંગ
(પીપળી)

પ્રાગજી
(ખરડ)

૧૭૦. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ અમરસંગજી
ગોરાસુની ગાદી કરશનજી

(જસકા) ચાંદોજી

(સાંગાસર) મેળોજી

(તગડી) વિભાજી

(ચેર) વામોજી

(અણયાળી) અરરોજી

(હેબતપુર)
( ૧ ) ( ૨ ) નાગજીરાજજી
(ગોરાસુ થી ગાંફ ગાદી સ્થાપી) વિસાજી
(પોલારપુર)

૧૭૧. ૧૭૨. ૧ ૨ ૩ ૪ ૫ રાયસલજી
(ગાંફ ની ગાદીએ) વેજોજી

(જીંજર) કવાટજી

(જીંજર) ખોડાજી

(વાગડ) માનોજી
(વાગડ)

૧૭૩. ૧ ૨ ૩ દેવોજી

(ગાંફ્ની ગાદીએ) મેરજી

(પરબડી) મેળોજી

(રોજકા)

૧૭૪. દેવોજી

૧૭૫. અમરસંગજી(ગાંફ્ની ગાદીએ)

૧૭૬. ૧ ૨ ૩ ૪ ૫ નાગજીરાજ
(ગાંફની ગાદીએ) રણછોસજી
(બન્ને વચ્ચે કોઠડીયા અને ભલગામડા) ખોડીગાસજી કટાટજી.

(પાંચી) માલજી
(હેબતપુર)

૧૭૭. રાયસલજી(ગાંફની ગાદીએ)

1૭૮ મેળોજી(ગાંફની ગાદીએ)

૧૭૯. ૧ ૨ ૩ અમરસંગજી

(ગાંફની ગાદીએ) અરજણસંગ

(અંકેવાળીયા) રૂપસંગજી
(પિપરીયા)

૧૮૦. નાગજીરાજજી(ગાંફની ગાદીએ)

૧૮૧. રાહુભા(ગાંફની ગાદીએ) .

૧૮૨. અમરસંગજી.( ગાંફની ગાદીએ)

૧૮૩. મનહરસિંહજી.( ગાંફની ગાદીએ)

૧૮૪. ૧ ૨ ૩ ૪ વિક્રમસિંહજી
(ગાંફની ગાદી) ગંભીરસિંહજી દિલાવરસિંહજી પ્રવિણસિંહજી

૧૮૬. વીરભદ્રસિંહજી(ગાંફ ના ઠાકોર સાહેબ હાલ અમદાવાદમાં રહે છે.)

૧૮૭. કૃષ્ણરાજસિંહ (જન્મ – શ્રાવણ માસ ૧૯૯૨)
ચૂડાચંદ્ર હમીર મૂળરાજ રા’ગ્રહરિપુ રા’કવાટ (પ્રથમ) રા’દીયાસ શ્રી ક્રુષ્ણની ૧૫૩મી પેઢીએ રા’નોંધણ (કુળદેવવી તરીકે ખોડિયારમાં ) રા’નોંધણ બીજા રા’ખેંગાર (જુનાગઢની ગાદીએ ) રા’નવઘણ બીજા.

(૧) વંથળી :- ચુડાસમાઓ ની રાજધાની તરીકે અગત્યનું ધરાવે છે. હાલમાં ભાણાવાવ નામની વાવના પગથિયાં વાળી જગ્યાએ શીલા લેખ છે. ખેંગારવાવ હાલ પણ છે, ઉપરકોટ અને જૂનાગઢમાં આવેલી ઈમારતો ચુડાસમા રજવંશની ભવ્યતા અને દુરન્દેશી ર્દષ્ટિનો પુરાવો છે.

(૨) ચુડાસમા રાજવીઓ શૈવધર્મીઓ હતા. સોમનાથ તેનું જાગતુ ઉદાહરણ છે. જુનાગઢનું મુળ નામ ખેંગારગઢ પણ ઈતિહાસમાં લખાયેલું છે.

ખેંગારવાવ :

(૩) રા’દીયાસ વંથલીની ગાદીના પરાક્રમી શૂરવીર તેમજ મહાન દાતાર શાસક હતા. ભારત વર્ષનો કોઈ ક્ષત્રિય રાજવી એની તોલે આવી શકે એમ નથી. તેઓ બોલેલું પાળતા તેનું ઉદાહરણ પાટણના દુર્લભસેન સોલંકીએ સોરઠના રા’દીયાસ ઉપર ચડાઈ કરી. જ્યારે લાંબા સમયના સંઘર્ષ બાદ સોરઠ પર ના વિજયની કોઈ આશા જણાઈ નહિ, ત્યારે બીજલ ચારણને રા’દીયાસનું માથું દાનમાં માગી લાવવાનું કહ્યું ચારણને રા’દીયાસે માથું ઉતારી આપેલું. માથું આપતા પહેલા કહેલું, “જો મારે હજાર માથાં હોત તો બધાં જ દાનમાં આપી દેત” આટલો મોટો દાતાર આ જગતના ઈતિહાસમાં બીજો કોઈ નથી થયો.

(૫) રા’દીયાસના અવસાન બાદ તેમના કુવંર રા’નવઘણને તેમના રાણીએ પોતાની વિશ્વાસુ દાસી વાલબાઈ વડારણ સાથે સોરઠના વફાદાર, બોડીદર ના દેવાયત આહીર ને આશરે મેકલી આપ્યો. દેવાયતે બાળ કુવંર નવઘણને ઉછેરીને મોટા કર્યા. દરમ્યાન સોલંકી રાજાએ દેવાયત ના પુત્ર ઉગાને રા’નવઘણ માનીને મોતને ઘાટ ઉતારેલ. જે આહીર દંપતીએ પોતાના એકના એક પુત્રનું, રાજ્યના વારસદાર ને જીવંતદાન આપેલ, તેમનુ પોતા પરનું ન ચુકાવી શકાય તેવુ રૂણ આંશિક રીતે ચૂકવવાના પ્રયત્ન રૂપે તા.૦૮-૦૫-૨૦૦૯ ના રોજ ચુડાસમા રાજપુત સમાજે બોડીદર મુકામે રાયજાદા, સરવૈયા તથા આહીર ભાઈઓની વિશાળ હાજરીમાં એક ભવ્ય સંમેલન નું આયોજન કર્યુ હતું આ રીતે શ્રી ચુડાસમા રાજપુત સમાજે ઈતિહાસની એક ભવ્ય બલિદાનની ગાથાને જીવંત બનાવી હતી.

(૬) રા’નવઘણ: (ઈ.સ. ૧૦૬૭ થી ૧૦૯૪) એ પોતાના ચાર પુત્રો પૈકી (રાયઘણજી)ને ભડલી (તા. બોટાદ) ની જાગીર આપી રાયઘણજીએ પાતાની ચુડાસમા શાખા ચાલુ રાખી બીજા પુત્ર છત્રસાલજીને સરવાનો ગરાસ મળ્યો હતો તેમના વંશનો સરવા પરથી સરવૈયા કહેવાય છે. ત્રીજા પુત્ર દેવઘણજી અથવા (સવઘણજી) વંશજો ચુડસમા (લાઠીયા) કહેવાયા છે. જ્યારે સૌથી નાના પુત્ર ખેંગાર જૂનાગઢની ગાદીએ બેઠા તેથી તેમના વંશજો રાયજાદા (રાંય (રા’)ના પુત્ર તરીકે ઓળખાય છે.ભડલીના રાયઘણજીના વંશમાં રાયસળજી થયા તે પહેલા જૂનાગઢના કરમજી(ક્રર્મસિંહજી) ને ભાલના રોજકાનો ગરાસ મળ્યો હતો, તેમને ધંધુકા ના મેર સાથે સંઘર્ષ થતા રાયસળજી તેમની મદદે આવ્યા ધંધુકા જીત્યું અને ગોરાસુ ગાદી સ્થાપી.

રાયજાદા, સરવૈયા અને ચુડાસમાઓના ગામોની યાદી

(1) રાયજાદાના ગામો :-

સોંદરડા,
ચાંદીગઢ,
મોટીધનસારી,
પીપળી,
પસવારીયા,
કુકસવાડા,
રૂપાવટી,
મજેવડી,
ચુડી,
ભૂખી- (ધોરાજીની પાસે)
કોયલાણા (લાઠીયા)

(2) સરવૈયાના ગામો:- (વાળાકનાં ગામો) :-

હાથસણી,
દેદરડી,
દેપલા,
કંજરડા,
રાણપરડા,
રાણીગામ,
કાત્રોડી,
ઝડકલા,
જેસર,
પા,
ચિરોડા,
સનાળા,
રાજપરા,
અયાવેજ
, ચોક,
રોહીશાળા,
સાતપડા,
કામરોળ
જુની-નવી,
સાંગાણા જુનુ-નવુ,
છાપરી જુની-નવી,
રોઝિયા,
દાઠા,
વાલર,
ધાણા,
વાટલિયા,
સાંખડાસર,
પસવી,
નાના,
મલકીયા,
શેઢાવદર,
માંડવા,
લોણકોટડા,
રામોદ,
ભોપલકા,
ખાંભા.

(૩) સરવૈયા ના ગામો(કેશવાળા ભાયાત) :-

કેશવાળા,
છત્રાસા,
દેવચડી,
સાજડીયાળી,
સાણથલી,
વેકરી,
સાંઢવાયા,
ચિત્તલ,
વાવડી.

(4) સરવૈયા ના છુટાચવાયા ગામો :-

નાના માડવાં
, લોનકોટડા,
રામોદ,
ભોપલકા,
ખાંભા(શિહોર પાસે)

(૫) ચુડાસમા (બારીયા) ઉપલેટાના ગામો :-

બારિયા,
નવાપરા,
ખાખીજાળીયા,
ગઢાળા,
કેરાળા,
સતવેરા,
નાનીવાવડી,
મોટેવાવડી,
ઝાંઝમેર,
ભાયાવદર,
કોલકી૬)

ચુડાસમા (લાઠીયા) :-

લાઠ,
ભિમોર,
નીલાખા,
મજીઠી
, તલગાણા,
કુઢેચ,
નિલાખા,
કલાણા,
ચરેલ,
ચિત્રાવડ,
બરડીયા

(૭) ચુડાસમા (ભાલનાં ગામો) :-

ગાંફ,
ગોરાસુ,
ભડીયાદ,
કાદીપુર,
ધોલેરા,
વાઢેળા,
પીપળી,
ખરડ,
સાંઢીડા,
બાવળીયારી,
ચેર,
જસકા,
અણેયારી(ભીમજી) ,
સાંગાસર,
હેબતપુર,
તગડી,
પોલારપુર,
જીંજર,
વાગડ,
પરબડી,
રોજકા,
કોઠડીયા,
પાંચી,
અંકેવાળીયા,
પીપરીયા,
બહાડી,
ટીંબલા,
શાહપુર,
દેવગાણા,
કમિયાળા,
આંબળી,
ફતેપુર,
ખમિદાણા,
પીપળ,
આકરૂ,
ઉંચડી,
માલપરા,
સાલાસર......

પરમાર રાજપુત ઇતિહાસ

🚩મુળી પરમાર રાજપુત ઇતિહાસ🚩

પરમારો સૌરાષ્ટ્ર મા વિશળદેવ વાઘેલા ના સમય સિંધ ના થરપાકાર મા થી સૌરાષ્ટ્ર મા 13 મી સદી મા આવ્યા હતાં....
જગદેવ પરમાર ધાર ના કિલ્લા મા થી ગુજરાત આવ્યા હતા..
તેમના ભાઈ રણધવલ પરમાર ઉજૈન મા રાજ કરતા હતા.. તેમના વંશ ના એક ભાઈ થરપાકર સિંધ મા જઈ ને વસ્યા ત્યાં આ વંશ ના ચંદન જી અને સોઢાજી સિંધ થકરપાકર મા રાજ કરતા હતા.
તેઓ સવારે ઉઠતા પૈસા નું દાન કરતા હતા.. ઘણા વર્ષો રાજ કર્યું થરપાકર એક સમયે 1477 ના દુષ્કાળ પડ્યો ઢોર ઢાંખર મારવા લાગ્યા જેથી પોતાનો માલ સમાન લઈ ને સૌરાષ્ટ્ર તરફ આવે છે.
જોમબાઈ ને ચાર દીકરા હતા
આખોજી,આશોજી,લખધીરજી,મુનજોજી,જેમાં લાગધીરજી અને મૂજોજી અને સાથે તેમની માતા જોમબાઈ સૌરાષ્ટ્ર ના વઢવાણ આવે છેં...
તેઓ સૂર્યદેવ ની પૂજા કરતા હતા એ સમયે સૌરાષ્ટ્ર મા સત્તા વાઘેલા રાજપુતો ની હતી એ સમયે સૌરાષ્ટ્ર મા ભીલો ત્રાસ વધ્યો હતો ભીલો લુંટ ફાટ કરતા હતા. મૂંજાજી અને લગધીરજી એ આશરો વીસળદેવ વાઘેલા નો લીધો હતો અને તે ભીલો ને પરમારો એ પોતાની બહાદુરી થી ભગાડી મુક્યા તેથી વઢવાણ ના વાઘેલા વિશળદેવ એ ખુશ થઈ ને લગધીરજી ને થાન, ચોટીલા, મુળી, ચોબારી એમ ચાર ચોરાસી આપી વસવાટ માટે.
પરંતુ ત્યાર બાદ ઝાલા ઓ એ પરમારો પાસે થી થાન ની ચોરાસી પડાવી લીધી. તેમજ કાઠી ઓ એ ચોબારી અને ચોટીલા ની ચોરાસી પડાવી લીધી ત્યાર બાદ મુળી ની ચોરાસી લેવા આવ્યા પણ લઈ નો શકયા અને સંચોજી પરમાર એ હરાવ્યા અને સંચોજી પરમાર મહાપરાક્રમી રાજા થયા...
તેમને મુળી મા ચારણ ને જીવતા જીવ સિંહ નું દાન આપ્યુ હતું સંચોજી ના કુંવર રતનસિંહ મુળી ના પ્રથમ રાજા બન્યા.તેમના પરાક્રમ થી આજુબાજુ ના વિસ્તારો ડરવા લાગ્યા..
વઢવાણ ના રાજા વીસળદેવ વાઘેલા એ વર્તમાન મુળી જયાં વર્ષો પહેલા ઉજ્જડ જમીન હતી ત્યાં પરમારો ને રહેવા આપ્યો હતો...
પરમાર રાજપુતો 13 મી સદી મા આવ્યા હતા જયાં તેઓ એ મુળી નામ ની રબારી નો નેસ હતો જેને લાગધીરજી પરમાર એ બેન બનાવ્યા હતા તેમના નામ પરથી પોતાના સ્થળ નું નામ મુળી પાડ્યું.
પરમાર રાજપુતો નું મુળ સ્થાન માંડવગઢ હતું. તેથી તેમના ઇસ્ટ દેવ માંડવરાયજી દાદા હતા. પરમારો એ માંડવગઢ વસાવ્યું હતું. હાલ મુળી મા પણ માંડવરાયજી દાદા નું મંદિર છે જે મુળી ના રાજવી એ બંધાવેલ હતું. મુળી ની આજુ બાજુ ના ગામ ગરાસ તેમના ભાયાતો ને આપવામાં આવ્યો તે મુળી 24c કહેવાય છે.

જેઠવા રાજપૂત ઇતિહાસ

જેઠવા એ સૂર્યવંશી રાજપૂતોનો એક શાખા વંશ છે.
જેઓ પોતે હનુમાનજી ના વંશજ મકરધ્વજ ના વંશજો છે જેનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે.
આ સૂર્યવંશના સૌથી જુના વંશો પૈકીનો એક વંશ છે. પોરબંદર રજવાડું જેઠવા વંશ શાસિત સૌથી મોટું રજવાડું હતું.
એવું સૂચવવામાં આવે છે કે સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના પૂર્વીય ભાગ પર શાસન કરનાર સૈંધવ વંશને હવે જેઠવા તરીકે ઓળખવામાં આવે છે. જેઠવા કુળના ક્ષત્રિયો પોતાને મકરધ્વજના વારસ માને છે. તેમના કુળની વાર્તા અનુસાર મકરધ્વજે બે પુત્રો હતા મોડ-ધ્વજ અને જેઠી-ધ્વજ જેઠવા કુળ જેઠી ધ્વજના પુત્રો હોવાનું મનાય છે અને તેઓ તેમને કુળ દેવ તરીકે હનુમાનની પૂજા કરે છે.એક સમયે કાઠીયાવાડ અને પોરબંદર પર રાજ કરના જેઠવા કુળના ધ્વજ પર હનુમાનનું ચિત્ર રહેતું હતું.
એવું પણ સૂચન કરવામાં આવે છે કે જેઠવા શબ્દ કદાચ કદાચ જયદ્રથ કે જે સૈંધવ વંશનું અન્ય નામ હતું, જ્યેષ્ઠ એટલે મોટી શાખા અથવા જ્યેઠુકાથી ઉદ્ભવ્યું હતું, જેના કારણે પ્રદેશને પણ જ્યેઠુકદેશ કહેવામાં આવતો હતો
જેઠવા વંશ એ રામાયણ કાળ થી સરુ થયેલ જુનો વંશ છે અને ગુજરાત નો સવથી જુનો રાજવંશ 182 રાજાઓની વંસાવલી છે જેઠવા મા ધણા મહાન રાજા ઓ થય ગયા જોય તો દેવતાય રાજ હતુ ધણા રાજા ઓ ઇતીહાસ ઉપર પોતાની સુવણઁ ગાથા લખીગયા તેમના વીસે ટુકમા થોડી જાયકારી દવ છુ જેઠવા ની વંશાવલી એટલી મોટી છે કે નાના લેખમા તેની ચચાઁ શકય નથી.જેઠવા વંશમા 7ધ્વજ.49કુમારો.17રાજન.27મહારાજ.83જી.2સિંહ ના મુળ પુરુશ મકરધ્વજને તો બધા ઓડ ખે છે
3.મયુરધ્વજ એ મોરબી વસાવીયુ મયુરધ્વજ એ અશ્ર્વમેધ યગ્ન કરેલ (ચક્રવતીરાજા અશ્ર્વમેધ યગ્ન કરી સકે)તેની સામે અરજુને પણ યગ્ન કરેલ અરજુન નો અશ્ર્વ મયુરધ્વજે પકડેલો બને વચે યુધ થયેલ તેમા અરજુન ની હાર થયેલ શ્રી.કુષ્ણ એ વચન લય સમાધાન કરાવીયુ
18. શૈલ જેઠવા માતાજી ના પરમ ભક્ત હતા તેમને હરસીધ્ધી માતાજી ની સહાય થી ધુમલી વસાવીયુ 7200 ગામ નો ધણી થાય છે તેમને કાલોભાર.કછોલુ.હુજન એમ ત્રણ તળાવ બંધાવીયા હતા
19. વારાહ કુમાર તેમની રાજધાની પણ મોરબી હતી ગોપનાથ મહાદેવ ની ભંદીર તેમને બંધાવેલ
22.ફુલ કુમાર તેમનીરાજધાની પણ ધુમલી હતી તેણે શ્રી.નગર મા સુયઁ દેવાલય બંધાવીયુ રાણપુર પાસે ભીમકોટ બંધાવીયુ
33.મેપ કુમાર
95.જેઠીજી
97.વિંકુજી જેઠવા
98.ગોવિંદજી જેઠવા
100.ચાપશેનજી
101.આદિત્યજી જેઠવા
109.રાણા સંગજી
111.રાણા શીઓજી
112. રાણા હલામણજી
118.રાણા વિકયોજી
119.રાણા ખેતાજી
127.રાણા રાણોજી
146.રાણા હરીઆદજી
147. રાણા સંગજી
152.રાણા મેહજી
160. રાણા ભાણજી
161.રાણા જશધવલજી
164.રાણા ભાણજી
167.રાણા રામદેવજી
171.રાણા સુલતાનજી
178.રાણા વીકમાતજી
180.રાણા ભાવસિંહજી
181.રાણા નટવરસિંહજી
182.યુવરાજ ઉરયભાણસિંહજી
ઉપર આપેલા અમુક જે રાજાઓના નામ છે તે ઇતીહાસ રચીગયા તેમાના સવથી પરાક્રમી રાજા હોય તો તે છે નાઞાજણ જેઠવા તેમની રાજધાની ઢાંક મા હતી તે અજેય હતા તેમની ઢાંક સોનાની બનાવી હતીઆ બધા રાજાઓની વીગતવાત માહીતી ટુક વોટસપ કે ફેસબુક મા કહેવુ થોટુ મુસકેલ છે

આ તમામ રાજપુત જેઓ એ સૌરાષ્ટ્ર પર રાજ કરેલ

મહીકાંઠા ના સ્ટેટ ની માહિતી

Mahikantha princely state and estate
IDAR (RATHORE)
MAGODI(RATHORE)
VIJAYNAGAR PAL(RATHORE)
MALPUR(RATHORE)
WADAGAM(RAHEVAR)
MOHANPUR(RAHEVAR)
RANASAN(RAHEVAR)
RUPAL(RAHEVAR)
GHORWADA(RAHEVAR)
SARDOI(RAHEVAR)
HAPA(PARMAR)
HADOL(PARMAR)
LIKHI(CHUHAN)
DETHROTA(JHALA)
ILOL(JHALA)
KHEDAWDA(JHALA)
GABAT(JHALA)
DABHA(JHALA)
PUNADRA(JHALA)
RAMAS(JHALA)
AMBALIYARA(SONGARA)
BOLUNDRA(SONGARA)
SATHAMBA(SOLANKI)
MOTIMORI(SOLANKI)
RUDARDI (KUSHWAHA DABHI)
SATLASANA(CHUHAN)
SUDASANA(PARMAR)
DANTA(PARMAR)
DADHALIYA(SISODIYA)
MALASA(CHUHAN)
ADAHATHROL(RATHORE)
DAHEGAMDA(BARACHA JADEJA DESCENDED OF NAGRECHA JAGIR IN KUTCH)

BEDAJ(BARACHA JADEJA)
MOTASAMERA(BARACHA JADEJA)

KUKADIYA (CHAMPAWAT)
LIMBODARA(VAGHELA )
PETHAPUR(VAGHELA)
PINDARDA(ESTATE VAGHELA)
AGLOD(RATHORE)
ALUVA(RATHORE)
HIRPURA(RATHORE)
MOYAD(RATHORE)
LAKRODA(CHAVDA)
MANSA(CHAVDA)
VARSODA(CHAVDA)
MANEKPUR(CHAVDA)

KATOSAN (JHALA...DESCENDED OF VAJEPALJI JHALA OF DHAGANDHARA)

MORDUNGARA(RAHEVAR)

ગિરાસદાર જાગીરદાર રાજપુત નો અર્થ

જે લોકો ગુજરાત ના ગિરાસદાર જાગીરદાર રાજપુત નો અર્થ નથી જાણતા એના માટે ખાસ ગરાસિયા શબ્દ નો અર્થ થાય છે
'ગરાસ'યા 'ગ્રાસ' ગ્રાસ નો સંસ્કૃત મા અર્થ થાય છે નીવાલા નીવાલા એટલે ખાવા નો કોળિયો જયારે રાજા એ એના પુત્ર ને ભાગ આપે સંપત્તિ મા ત્યારે જે તે વખતે રિવાજ હતો મોટા ભાઈ ને રાજ ગાદી સોંપવામાં આવતી રાજ્ય ની અને નાના ભાઈ ને એમના ગુજારા માટે જમીન જાગીર ગામ ગરાસ આપવામાં આવતો.ગરાસિયા કોઈ ના કોઈ સ્ટેટ રાજ્ય થી આવી ને જમીન જાગીર સાથે ગામ મા વસેલા અમારા પૂર્વજો નાના નાના ભાઈ ને ગાદી ના મળી અને જમીન જાગીર આપવામાં આવી એટલે એ રાજ્ય નો અમુક હિસ્સો એટલે જમીન જાગીર ગામ મળ્યા એટલે એનો અર્થ થાય અમે એ રાજ્ય નો અમારા બાપ દાદા ના રાજ્ય નો અમુક હિસ્સો એટલે પૂરો નહીં એક કોળિયો યાની નીવાલા એટલે (ગ્રાસ) ખાઈ રહ્યા એટલે આહીર રોટલી નો કોળિયો આગળ જતા આ શબ્દ નો ઉપીયોગ જમીન જાગીર માટે થયો આગળ જતા આ ગ્રાસ શબ્દ નો ઉપીયોગ જમીન જાગીર માટે ઉપીયોગ થયો આગળ જતા ગ્રાસ શબ્દ જમીન જાગીર માટે ઉપીયોગ થવા લાગ્યો જે ગ્રાસ જમીન જાગીર હતા તેમના માટે ગિરાસદાર જાગીરદાર શબ્દ નો ઉપીયોગ થવા લાગ્યો એમને ગિરાસદાર જાગીરદાર કહેવામાં આવ્યા અને ગિરાસદાર જાગીરદાર એમને જ કહેવાય જે રજવાડા થી જમીન જાગીર લઈ ને ઉતાર્યા હોઈ અને એ ફક્ત રાજપુત જ હોઈ એટલા માટે રાજપુતો ને ગુજરાત મા ગિરાસદાર જાગીરદાર કહેવામાં આવે છે અને એ રાજપુત એને જ કહેવામાં આવે જે રિયાસત થી આવ્યા હોઈ રાજા ના પુત્ર હોઈ
ગરાસિયા જાગીરદાર એક બીજા ના પૂરક સમાનાર્થી છે ગરાસિયા શબ્દ સૌરાષ્ટ્ર્ર અને કચ્છ મા પ્રચલિત છે જયારે જાગીરદાર શબ્દ ઉત્તર ગુજરાત પંચમહાલ બનાસકાંઠા પાલનપુર દાંતા સાબરકાંઠા બાજુ જાગીરદાર થી પ્રચલિત છે જયાં ગરાસિયા રાજપૂત ની ઓળખ જાગીરદાર થી છે
ઘણા ભાઈયો એમ કેતા હોઈ છે ગરાસિયા આદિવાસી મા આવે તો કઈ દવ બધા આદિવાસી મા ગરાસિયા નથી આવતા ગુજરાત મા ભીલ ગરાસિયા ની વસ્તી દાંતા, પંચમહાલ, બનાસકાંઠા, પાલનપુર બાજુ આમની વસ્તી છે જયાં તેઓ ને સ્ટેટ રજવાડા તરફથી ગરાસ મળેલો જે ભીલ વંશ જ છે રાજપૂતો માટે બલિદાનો આપ્યા રાજપૂત રાજા ના સૈનિક મા કામ કરતા હોઈ એમને ગરાસ આપેલો જેથી તેઓ ગરાસિયા આદિવાસી કહેવાતા જેમ કે મહારાણા પ્રતાપ સાથે ભીલ વંશ જ પુંજાજી અડીખમ રહ્યા એમની સાથે અને દુશ્મન નો સામનો કર્યો અને દેશ માટે બલિદાનો આપ્યા તેવા પુરુષો ને રાજપૂત રાજાઓ ગામ અને ગરાસ આપતા હતા આમ ગરાસિયા કહેવાણા.

સાભાર :-
લેખન સેજપાલસિંહ ઝાલા

https://www.facebook.com/107875494238443/posts/146904913668834/