અધ્યયન અને અધ્યાપન પરસ્પર જોડાયેલી પ્રક્રિયા છે. શિક્ષક શીખવે છે અને વિદ્યાર્થી શીખે છે. શિક્ષકની શીખવવાની પ્રક્રિયાને અધ્યાપન કહે છે. જ્યારે વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને અધ્યયન કહે છે. અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાના શાસ્ત્રીય અભ્યાસને પેડોગોજી કે અધ્યાપનશાસ્ત્ર કહે છે. શિક્ષણ અને તેને અસર કરતા પાસાંઓનો અભ્યાસ અધ્યાપનશાસ્ત્ર કરે છે.
"અધ્યાપન શાસ્ત્ર એટલે કે અધ્યાપનની કળા, વિજ્ઞાન કે ભણાવવાનો વ્યવસાય."
અધ્યાપનશાસ્ત્ર એટલે અસરકારક અધ્યાપન માટે જ્ઞાન અને કૌશલ્યોનો સમૂહ.
મુખ્યત્વે
ત્રણ
બાબતો
છે
- વિષયવસ્તુનું
જ્ઞાન
- અધ્યાપનશાસ્ત્રનું જ્ઞાન
- અભ્યાસક્રમનું
જ્ઞાન
બદલાતા સમય સાથે અધ્યાપનશાસ્ત્રમાં પણ મોટા બદલાવ આવે છે. એટલે જ પ્રાચીનકાળથી લઈને 21મી સદીપર્યંત શિક્ષણ પ્રક્રિયામાં ખૂબ મોટા ફેરફારો આવ્યા છે. નવીનતમ શોધો, આધુનિકીકરણ, મનોવિજ્ઞાનનો વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ વગેરેના લીધે શિક્ષણની તરાહોમાં પણ પરિવર્તન આવ્યું છે. વર્તમાન સમયમાં શિક્ષણ એકમાર્ગી ન રહેતાં દ્વિ-માર્ગી થયું છે, અને તેનાથી પણ આગળ વધી ઓનલાઈન થયું છે, શિક્ષણ શિક્ષકકેન્દ્રી મટી બાળકેન્દ્રી, પ્રવૃત્તિકેન્દ્રી, અનુભવકેન્દ્રી બન્યું છે. અત્યાર સુધીની શિક્ષણ પદ્ધતિમાં બાળક શું વિચારે છે ? (What to think ?) તે અગત્યનું હતું, જ્યારે આધુનિક અધ્યાપનશાસ્ત્રમાં બાળકે કેવી રીતે વિચારવું? (How to think?) ને મહત્વ આપવામાં આવે છે. બાળકોના અધ્યયનને પૂછપરછ આધારિત, શોધ આધારિત, ચર્ચા આધારિત અને અવલોકન આધારિત પદ્ધતિ સાથે જોડી દેવા પર ભાર આપવામાં આવે છે. સમગ્ર શિક્ષણ પ્રક્રિયા એવી હોવી જોઈએ કે જે માત્ર સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર જ નહિ, પરંતુ ઉચ્ચસ્તરીય તાર્કિક અને સમસ્યા ઉકેલ સંબંધિત બોધાત્મક ક્ષમતાઓનો વિકાસ કરે. તેની સાથે વિદ્યાર્થીનો નૈતિક, સામાજિક અને સાંવેગિક સ્તર પર પણ વિકાસ કરે.
સરળ ભાષામાં કહીએ તો ‘અધ્યાપનશાસ્ત્ર એટલે અધ્યાપન માટેની પદ્ધતિ અને તેને અમલમાં મૂકવાની રીત' કે જેમાં આપણે આપણા વિદ્યાર્થીને સમજીએ તેની ક્ષમતાઓને જાણીએ છીએ.
pedagogy એટલે કે તમે કઈ રીતે શિક્ષણકાર્ય કે વર્ગખંડકાર્ય કરાવી રહ્યા છો, કઈ પદ્ધતિઓ, પ્રયુક્તિઓનો શિક્ષણમાં ઉપયોગ કરી રહ્યા છો?
અધ્યાપનશાસ્ત્ર એ અધ્યાપનની કલા કે અધ્યાપનનું વિજ્ઞાન છે. તેથી અધ્યયન કઈ રીતે થાય છે તે સમજવું ખૂબ જ જરૂર છે. વિદ્યાર્થી શિક્ષકને સાંભળે, સમજે અને વર્ગખંડ કાર્ય પૂરું થાય ત્યાં સુધી સક્રિય રહે, એટલેથી શિક્ષણકાર્ય સીમિત ન રહેતાં વિદ્યાર્થી પોતાના જ્ઞાનની સંરચના સક્રિય અધ્યયન દ્વારા કરવો જોઈએ અને તે માટે શિક્ષકે વર્ગખંડમાં એવી અધ્યયન-અધ્યાપન પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી વિદ્યાર્થી પોતાની અધ્યયન યાત્રામાં શ્રેષ્ઠ રીતે શીખી શકે. વર્ગખંડ અંદર અને વર્ગખંડની બહાર પણ સતત ચિંતનશીલ બને અને સમસ્યા ઉકેલ લાવતા શીખે.
અધ્યયન-અધ્યાપનના કાર્યને વધુ
શ્રેષ્ઠ કે અનુકૂળ રીતે આગળ વધા૨વાનો માર્ગ એટલે અદ્યતન અધ્યાપનશાસ્ત્ર
અદ્યતન અધ્યાપનશાસ્ત્રનો અર્થ છે કે શિક્ષક વિવિધ
નવીન શિક્ષણ વ્યૂહરચનાઓ, તકનીકીઓ, ICT સાધનો, નિર્ણય લેવાના સાધનો વગેરેને શિક્ષણમાં
એકીકૃત કરે છે, અને અભ્યાસક્રમો માટે વૈકલ્પિક વિતરણ પ્રણાલી (alternative delivery system) દ્વારા શીખવાની
પ્રક્રિયાઓની વિવિધ પદ્ધતિઓનું આયોજન અને અમલીકરણ કરે છે.
અઘતન અધ્યાપનશાસ્ત્ર એ એવું
અધ્યાપનશાસ્ત્ર છે કે જેને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક (Theoretical and Practical) એમ બંને પ્રકારના શિક્ષણ સાથે સંબંધ
છે, જેનાથી વિદ્યાર્થીને અસરકારક શિક્ષણ મળે છે. અસરકારક અધ્યાપનશાસ્ત્ર વિદ્યાર્થીને
જીવન જીવવા માટે વિશાળ પરિપ્રેક્ષ્યમાં તૈયાર કરે છે એટલે કે વિદ્યાર્થીનો સર્વાંગીણ
વિકાસ કરે છે.
અદ્યતન અધ્યાપનશાસ્ત્ર એ વિદ્યાર્થીને
‘કઈ રીતે શ્રેષ્ઠ શીખવવું’ તેના અભ્યાસ અને વ્યવહાર (study and practice of how best to teach) પર ધ્યાન કેન્દ્રિત કરે
છે. અદ્યતન અધ્યાપનશાસ્ત્રનો હેતુ સામાન્ય (ઉદાર શિક્ષણ દ્વારા બાળકના સર્વાંગી વિકાસ)થી
લઈ વ્યાવસાયિક શિક્ષણના અતિ વિશિષ્ટ હેતુ (વિશિષ્ટ કૌશલ્યો)ની પ્રાપ્તિનો છે.
અદ્યતન
અધ્યાપનશાસ્ત્રની
જરૂરિયાત
- વિદ્યાર્થી જ્ઞાનની સાથે કૌશલ્યો પ્રાપ્ત કરી તેનો
જીવનવ્યવહારમાં યોગ્ય ઉપયોગ કરી શકે તે માટે અદ્યતન અધ્યાપનશાસ્ત્રખૂબ જ જરૂરી
છે.
- વિદ્યાર્થીઓ જાતે કાર્ય દ્વારા શીખતા હોવાથી અને
તેમાં સફળતા મળતાં તેમનો આત્મવિશ્વાસ વધે છે, અને નવું શીખવા માટે પ્રેરાય છે.
આમ, અદ્યતન અધ્યાપનશાસ્ત્ર વિદ્યાર્થીઓની પ્રેરણાને મજબૂત બનાવે છે.
- વિદ્યાર્થી શોધ (explore) દ્વારા શીખે છે, જેમાં
જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક એમ ત્રણે પાસાંનો ઉપયોગ થવાથી અદ્યતન અધ્યાપનશાસ્ત્ર
શોધ અધ્યયન કે સક્રિય અધ્યયનને પ્રોત્સાહન આપે છે.
- વિદ્યાર્થી જાતે શીખતાં હોવાથી અને જરૂર પડ્યે શિક્ષક
દ્વારા માર્ગદર્શન મળતું હોવાથી વિદ્યાર્થીઓની સમજ વધે છે. આમ, અદ્યતન અધ્યાપનશાસ્ત્ર
વિદ્યાર્થીઓની સમજ વધા૨વામાં ખૂબ જ ઉપયોગી છે.
- અહીં દરેક બાળક પોતાની ગતિ મુજબ કાર્ય કરતું હોવાથી
દરેક પ્રકારના બાળકો સાથે વિશિષ્ટ બાળકો માટે પણ અદ્યતન અધ્યાપનશાસ્ત્ર ખૂબ ઉપયોગી
બને છે.
- વિદ્યાર્થીએ મેળવેલ પ્રાયોગિક જ્ઞાન તેને ઝડપથી બદલાતી
જતી પરિસ્થિતિઓ અને અસ્થિર વાતાવરણનો સામનો કરવા માટે ઉપયોગી બની શકે તેમ છે,
તેથી વર્તમાન સમયમાં અદ્યતન અધ્યાપનશાસ્ત્ર જરૂરી બન્યું છે.
- અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ
કરી શકાય તે માટે, અદ્યતન અધ્યાપનશાસ્ત્ર ખૂબ જરૂરી છે.
- વિવિધ નવી અધ્યયન-અધ્યાપન પદ્ધતિઓથી માહિતગાર થઈ
શકાય તે માટે અદ્યતન અધ્યાપનશાસ્ત્ર જરૂરી છે.
- વિદ્યાર્થી પોતાની જાતે શીખી શકે છે તેવી પ્રેરણા
તેનામાં જગાવવા એટલે કે સ્વ નિર્દેશિત અધ્યયન માટે અદ્યતન અધ્યાપનશાસ્ત્ર વર્તમાન
સમયમાં ખૂબ જ જરૂરી બન્યું છે.
અદ્યતન અધ્યાપનશાસ્ત્ર મહત્વ
- અદ્યતન
અધ્યાપનશાસ્ત્ર અધ્યયનની ગુણવત્તા વધારે છે.
- અદ્યતન
અધ્યાપનશાસ્ત્રના ઉપયોગથી અધ્યયનકાર્ય દરમિયાન વિદ્યાર્થી વધુને વધુ ગ્રહણકર્તા
બને છે.
- તે શિક્ષણમાં
વિદ્યાર્થીની સહભાગીદારિતા વધારે છે.
- અદ્યતન
અધ્યાપનશાસ્ત્ર દ્વારા વિદ્યાર્થી જે તે બાબતને ઊંડાણપૂર્વક સમજી શકે તેવું અસરકારક
જ્ઞાન મળે છે. તેનાથી વિદ્યાર્થીઓમાં ઉચ્ચ જ્ઞાનાત્મક કૌશલ્યોનો વિકાસ થાય છે.
- અદ્યતન
અધ્યાપનશાસ્ત્ર દ્વારા શોધ દ્વારા અધ્યયન શક્ય બને છે.
- તેનાથી
સક્રિય અધ્યયન થાય છે.
- અદ્યતન
અધ્યાપનશાસ્ત્રના ઉપયોગથી ક્રિયા દ્વારા શિક્ષણ પ્રાપ્ત થાય છે.
- તેનાથી
વ્યક્તિગત અધ્યયન શક્ય બને છે.
- અધ્યાપનશાસ્ત્ર
દ્વારા પ્રત્યાયનની માત્રામાં વધારો થવાથી શીખવું સરળ બને છે.
- સહયોગમાં
વધારા દ્વારા અધ્યયન થતાં અધ્યયન ચિરંજીવ બને છે.
- શિક્ષક
માર્ગદર્શિત અધ્યયનનો ઉપયોગ થવાથી બાળકનું અધ્યયન યોગ્ય દિશામાં થાય છે.
- પરિસ્થિતિજન્ય
અધ્યયન થતું હોવાથી બાળક વાસ્તવિક પરિસ્થિતિનો કાર્યાનુભવ મેળવે છે.
ICT and Advance Pedagogy
Saurashtra university
Bed Sem 3
EPC-8 Computer New Course
યુનિટ -3
અધ્યતન અધ્યાપનશાસ્ત્રનો પરિચય
3.1 અદ્યતન-અધ્યાપનશાસ્ત્ર : અર્થ, સિદ્ધાંતો, જરૂરિયાત
3.2 સંકલિત અધ્યાપનશાસ્ત્ર અને STEAM શિક્ષણ : સંકલ્પના અને પરિચય
3.3 5E મોડેલ: સોપાન અને શિક્ષકની ભૂમિકા
3.4 ચિંતનાત્મક અધ્યયન : સંકલ્પના, Gibs નું ચક્ર અને શિક્ષકની ભૂમિકા