Saturday, July 8, 2023

કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર (B.Ed. CC5)


કમ્પ્યુટર ના વિવિધ ભાગો જેમકે કીબોર્ડ માઉસ cpu મોનિટર પ્રિન્ટર વગેરે દ્વારા કમ્પ્યુટર બને છે પણ શું આ બધાને એક સાથે જોડીએ તો શું આપણને કામ કરતું કમ્પ્યુટર મળી જાય ? જેમ માણસ ના હાથ પગ મો મગજ વગેરેને માત્ર જોડી દેવાથી માણસ નથી બની જતો તેમ આપણે જોયેલા કમ્પ્યુટર ના ભાગ ને જોડી દેવાથી કમ્પ્યુટર બની શકે નહીં કમ્પ્યુટરને ઉપયોગમાં લઈ શકાય તેવું બનાવવા માટે કુલ ત્રણ ચીજ ની જરૂર પડે છે..

કમ્પ્યુટર, આપવાની સૂચનાઓ અને સૂચના આપનાર એટલે કે હાર્ડવેર અને સોફ્ટવેર.
 




કમ્પ્યુટરની ક્રાંતિકારી શોધે ઘણા લોકોની જીવનશૈલી જ બદલી નાંખી છે. જુદાં જુદાં ક્ષેત્રોમાં તેનો ઉપયોગ વધતો જાય છે. કમ્પ્યુટરના સંદર્ભમાં ‘હાર્ડવેર’ અને ‘સોફ્ટવેર’ આ બે શબ્દો આપણને વારંવાર સાંભળવા મળે છે. તેથી આ શબ્દો શું સૂચવે છે તે જાણીએ.

કોમ્પ્યુટરના મુખ્ય બે ભાગ હોય છે.
૧.હાર્ડવેર ( hardware )
૨.સોફ્ટવેર ( software )

હાર્ડવેર ( hardware) વિશે

કમ્પ્યુટર હાર્ડવેરનું બનેલું છે.

કમ્પ્યુટરની અંદર અને બહાર જોડવામાં આવેલો ઈલેક્ટ્રોનિક, ઈલેક્ટ્રિકલ અને યાંત્રિક ભાગ એટલે ‘હાર્ડવેર’. કમ્પ્યુટર માં જે ઇલેક્ટ્રિક મશીન અને જે સાધન નો ઉપયોગ થાય છે. જેમ કે

કમ્પ્યુટર હાર્ડવેર ને કુલ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે ઇનપુટ સાધનો cpu અને આઉટપુટ સાધનો કોમ્પ્યુટરમાં દાખલ થયેલી માહિતીનો સંગ્રહ પણ કરવામાં આવે છે તેને સ્ટોરેજ ડિવાઇસ કહેવામાં આવે છે કમ્પ્યુટર હાર્ડવેર અને નીચે દર્શાવ્યા મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ.
1 CPU
2. ઇનપુટ સાધનો
3. આઉટપૂત સાધનો
4. મેમરી યુનિટ

કમ્પ્યુટર એક સાધન નથી તે એક તંત્ર છે અને તેથી જ કમ્પ્યુટરને સીસ્ટમ કહેવામાં આવે છે આ પરથી જ કમ્પ્યુટર સિસ્ટમ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે.

કમ્પ્યુટર સિસ્ટમ એટલે સીપીયુમાં જોડવામાં આવેલા નીચે દર્શાવેલ તમામ સાધનોનું માળખું.

મધરબોર્ડ (Motherboard)
સીપીયુ (CPU)
રેમ (RAM) મેમરી
પાવર સપ્લાય (Power Supply)
સીડી-રોમ ડ્રાઇવ (CD-ROM Drive)
હાર્ડ ડિસ્ક (Hard Disk)
કી બોર્ડ (Keyboard)
માઉસ( mouse )
પ્રિન્ટર( printar )
મોનિટર ( Monitor )
સ્પીકર ( speaker )

આ બધાને હાર્ડવેર ડિવાઈસીસ કહેવામાં આવે છે.

ટૂંકમાં કમ્પ્યુટરમાં વાયરો અને સર્કીટ વડે જોડાયેલાં અનેક ભાગો હોય છે. ઇલેક્ટ્રીક પ્રવાહ માટે પાવર સપ્લાય, પ્રોસેસર, ટાઈપ કરવા માટે કીબોર્ડ, સૂચનાઓ તેમજ ગ્રાફિક્સ કાર્ય માટે માઉસ, આપણે કેવી સૂચના કમ્પ્યુટરને આપીએ છીએ તે જોવા માટે ‘મોનિટર’ ની પણ જરૂર પડે છે, જે કીબોર્ડની માહિતીને તેમજ કમ્પ્યુટરની ગણતરીને ‘ડિસ્પ્લે’ કરે છે, દર્શાવે છે. આપણે આપેલા ‘પ્રોગ્રામ’ નો અમલ થયા પછી જે તારણ કે નિષ્કર્ષ નીકળે છે તેને કાગળ પર છાપેલા સ્વરૂપમાં મેળવવા ‘પ્રિન્ટર’ ની જરૂર પડે છે. પ્રોગ્રામ અને ડેટા (DATA) સંઘરવા માટે ફ્લોપી ડિસ્ક, હાર્ડડિસ્ક તેમજ કમ્પ્યુટરને ઠંડુ રાખવા માટે નાનકડો પંખો, રેમ, વગેરે આપણે જોઇ શકીએ અને અડી શકીએ તેવા ભાગોને હાર્ડવેર કહે છે.



સોફ્ટવેર (software)

"જેમ શરીરનું આત્મા વગર અસ્તિત્વ નથી તેમ કમ્પ્યૂટરનું સોફ્ટવેર વગર અસ્તિત્વ શક્ય નથી"

કમ્પ્યુટર એ બુદ્ધિ વગર નું સાધન છે તેની પોતાની કોઈપણ પ્રકારની સુઝબુઝ નથી તે સ્વયં કઈ કરી શકતું નથી પરંતુ તેને આપેલ સુચના મુજબ તે કાર્ય કરી શકે છે કમ્પ્યુટરને અપાતી સૂચનાઓ નો સમૂહ સોફ્ટવેર તરીકે ઓળખાય છે ટૂંકમાં કમ્પ્યુટરમાં જે પ્રોગ્રામ હોય છે તે બધાને સોફ્ટવેર કહેવામાં આવે છે. કમ્પ્યુટરની અંદર રહેલા બધા હાર્ડવેર ને ચાલુ કરવા માટે તેમાં સોફ્ટવેર હોય તે જરૂરી છે. દરેક storage driveની અંદર માહિતી '૧' અને '૦' નાં રૂપે સંગહ થતી હોય છે. આ દરેક માહિતીને આપણે માત્ર સ્ક્રીન પર જ જોઈ શકીએ છીએ, અડી શકતા નથી. તે બધું સોફ્ટવેર છે.

સોફ્ટવેર ની વ્યાખ્યાઓ :-
1. "કમ્પ્યુટરને કાર્ય કરવા માટે અથવા સમસ્યાઓ ઉકેલવા માટે દિસા સૂચિત કરતો એક પ્રોગ્રામ અથવા પ્રોગ્રામો."

2. સોફ્ટવેર એટલે કમ્પ્યુટર સૂચનાઓ અથવા માહિતી કે જે કોઈ પણ સ્વરૂપની હોય ચિત્ર ગીત વિડીયો કે લખાણ તે તમામનું ઇલેક્ટ્રોનિક રીતે સંગ્રહ કરી શકાય તેવી સુવિધા પુરી પાડે છે તે સોફ્ટવેર છે

3. કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર જ છે જે કોઈપણ પ્રકારની સૂચનાઓ આપ્યા વગર પોતાની જાતે વિચારીને કે કામ કરી શકે નહીં તેની પાસેથી કામ લેવા તેને સૂચનાઓ આપવી પડે છે. કમ્પ્યુટર ફક્ત એ જ કામ કરે છે જે તેને કહેવામાં આવે છે. એટલે કે આવી સૂચનાઓ કે આદેશોની યાદીને પોગ્રામ કહેવામાં આવે છે અને આવા એક કે તેથી વધુ પોગ્રામ કે જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં મદદ કરે છે તેને સોફ્ટવેર કહેવાય છે
1. સિસ્ટમ સોફ્ટવેર
2. એપ્લિકેશન સોફ્ટવેર

સિસ્ટમ સોફ્ટવેર
કમ્પ્યુટર ના સંચાલનમાં ઉપયોગમાં લેવામાં આવતા સોફ્ટવેરને આપણે કમ્પ્યુટર સોફ્ટવેર કે સિસ્ટમ સોફ્ટવેર કહીએ છીએ જ્યારે કમ્પ્યુટરની સિસ્ટમનો કોઈ નિશ્ચિત હતું માટે ઉપયોગમાં લઈએ એટલે કે ગણતરી માટે પત્ર લખવા માટે હિસાબી કામ માટે વગેરે જેમાં કોઈ નક્કી કરેલ કાર્યો માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે આ માટે સિસ્ટમ સોફ્ટવેર માં કમ્પ્યુટર ના પોતાના આંતરિક સંચાલન માટે જરૂરી સુચનાઓનો સમૂહ છે જે વગર કમ્પ્યુટર નું કાર્ય શક્ય બનતું નથી ઓપરેટિંગ સિસ્ટમ એ કમ્પ્યુટર ના સંચાલન માટેનું આવશ્યક સોફ્ટવેર છે ઓપરેટિંગ સિસ્ટમ વગર કમ્પ્યુટર નું સંચાલન શક્ય નથી જેને સિસ્ટમ સોફ્ટવેર કહે છે

એપ્લિકેશન સોફ્ટવેર

ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સભ્યોનો ભાગ છે જ્યારે વ્યવહારુ ઉપયોગીતા સોફ્ટવેર માં ઉપયોગ કરતા માટે વાસ્તવિક કાર્ય કરવા માટે નાપોગરામ નો સમાવેશ થાય છે જેમકે માઈક્રોસોફ્ટ વર્ડ માઈક્રોસોફ્ટ એક્સેલ પાવર પોઇન્ટ નોટપેડ પેઇન્ટ બ્રશ photoshop પેજમેકર coreldraw વગેરે

ઉપસંહાર

‘સોફ્ટવેર’ શબ્દ કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ અને અન્ય સૂચનાઓ, હુકમો વગેરે સૂચવે છે. જો હાર્ડવેર જ ના હોય તો માત્ર સોફ્ટવેર એ એકડા વિનાના મીંડા સમાન છે. એ જ રીતે સોફ્ટવેર વિનાનું કોમ્પ્યુટર એ માત્ર પૂતળાં જેવું છે. હાર્ડવેર અને સોફ્ટવેર એ બંનેએ એકબીજાની સાથે ‘તાલ સે કદમ મિલાકે ચલો’ નો આદેશ પાળવો પડે છે. પેલી એક લંગડાં અને આંધળાંની જાણીતી વાત જેવો સહકાર બંનેએ અમલમાં મૂકવો પડે છે. સોફ્ટવેર વિનાનું કોમ્પ્યુટર લગડું ગણાય. જ્યારે હાર્ડવેર વિનાનું સોફ્ટવેર એ આંધળું ગણી શકાય. બંનેના સાથ વિના કોમ્પ્યુટર જાણે કે કોરુંધાકોર.



કમ્પ્યુટરને સંલગ્ન જુદા જુદા હાર્ડવેર અને સોફ્ટવેર અંગે માહિતી તેમજ પ્રશ્નોની સંકલિત pdf માટે અહીં ક્લિક કરો.
 👇👇
 
 

કમ્પ્યુટર શિક્ષક
Ramde Dangar
Navyuv B.Ed. College Virpar (Morbi)
Saurashtra University
Subject
B.Ed. CC-5 (Computer)