Saturday, July 8, 2023

ROM and RAM (CC5 B.Ed.)


કમ્પ્યુટરમાં તમે અલગ-અલગ મેમરી વિશે જરૂર સાંભળ્યુ હશે અને તેમાં સૌથી લોકપ્રિય રેમ (RAM) મેમરી હોય છે. રેમ મેમરી વિશે તમે ઘણું જાણ્યું હશે કે RAM મેમરી કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરીમાં આવે છે.




કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરીમાં બીજી પણ મેમરી આવે છે જેને રોમ (ROM) કહેવાય છે.  


આ બંને વિશે વિસ્તૃત માહિતી નીચે આપેલ છે.


RAM (Random Access Memory)

તમે કમ્પ્યુટર કે મોબાઇલ વાપરતા હોય અને જો એમાં રેમ (RAM) શબ્દ ન સાંભળ્યુ હોય, એવુ તો ભાગ્યે જ બને કારણ કે જ્યારે આપણે નવો મોબાઇલ લેવા જઈએ ત્યારે સૌથી પહેલા આપણે RAM પર વધારે ધ્યાન આપતા હોય છે...

ટૂંકમાં સમજીએ તો..જયારે કમ્પ્યુટર પર કામ કરતા હોઈએ અને જો તે આપડે જાતે સેવ ના કરીયે ત્યાં સુધી એક ખાસ જગ્યા પર રહેતું હોઈ છે, એ ખાસ જગ્યા એટલે રેમ RAM. 

જેમ કે આપડે કાંઈ ડોક્યુમેન્ટ માં ટાઈપ કરતા હોઈ ત્યારે આપડે દરેક શબ્દ ને સેવ નથી કરતા, એક લાઈન કે ફકરો લખાઈ જાય પછી સેવ ના બટન પર ક્લિક કરીને સેવ કરીયે છીએ. જ્યાં સુધી સેવ ના કરીયે ત્યાં સુધી આપડી સ્ક્રીન પર દેખાઈ રહેલ લાઈન કે ફકરો રેમ માં સેવ રહે છે, જેવું સેવ બટન પર ક્લિક કરીયે કે તરત જ આ બધું રેમમાંથી હાર્ડ ડિસ્ક પર જતું રહે છે. 

રેમ કમ્પ્યુટરની મુખ્ય મેમરી (Memory) હોય છે, જો કમ્પ્યુટર કે મોબાઇલમાં રેમ ન હોય તો તે કમ્પ્યુટર કે મોબાઇલ કામ જ ન કરી શકે.

અમુક વખત મિત્રો પણ એક બીજાને પૂછે કે "તારા ફોનમાં કેટલા જીબી રેમ છે?" પછી જેના ફોનમાં વધારે રેમ હોય તે ફોન ઝડપી કામ કરે એવું માનવામાં આવે છે.

RAMનું ફુલ ફોર્મ "Random Access Memory" છે. રેમ એક પ્રકારનું હાર્ડવેર છે જે કમ્પ્યુટરના મધરબોર્ડમાં લગાવેલું હોય છે. રેમ કમ્પ્યુટરની મુખ્ય મેમરી કહેવાય છે જેમાં તેનું કામ ડેટાનું આદાન-પ્રદાન કરવાનું છે. જો કમ્પ્યુટરમાં રેમ ન હોય તો કમ્પ્યુટરને ચલાવવું અશક્ય બની જાય છે.

કમ્પ્યુટરમાં પ્રાથમિક મેમરી (Primary Memory) અને સેકન્ડરી મેમરી (Secondary Memory) એમ 2 પ્રકારની મેમરી હોય છે જેમાં પ્રાથમિક મેમરીમાં RAM, ROM અને Cache Memory આવે છે, સેકન્ડરી મેમરીમાં સ્ટોરેજ ડિવાઇસ આવે છે જેમ કે HDD, SSD, પેનડ્રાઇવ, ફ્લોપી ડિસ્ક અને મેમરી કાર્ડ વગેરે.....

RAM સેકન્ડરી મેમરી કરતાં ખૂબ ઝડપી કામ કરે છે. રેમ એક પટ્ટી જેવી ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય છે જેને મધરબોર્ડ સાથે અટેચ કરવામાં આવે છે. રેમ મધરબોર્ડ સાથે સપોર્ટ થાય એવી હોવી જોઈએ કારણ કે જો રેમ મધરબોર્ડમાં સપોર્ટ ન કરે તો તે કાર્ય ન કરી શકે.

રેમ એક વોલાટાઇલ (Volatile) મેમરી છે, વોલટાઇલનો અર્થ કે જ્યાં સુધી RAMને કરંટ મળે ત્યાં સુધી તે કામ કરશે અને જો RAMને વીજળી મળતી બંધ થઈ જાય તો તેમાં રહેલા ડેટા ડિલીટ થઈ જાય છે. રેમ એક એવી મેમરી છે જેમાં કમ્પ્યુટર ચાલુ હોય ત્યાં જ સુધી ડેટા સ્ટોર રહે છે અને જો લાઇટ જતી રહે તો કમ્પ્યુટર બંધ થતાની સાથે રેમમાં સ્ટોર રહેલા ડેટા ઊડી જાય છે.


RAM રેમ કેવી રીતે કામ કરે છે.

રેમનું કાર્ય કમ્પ્યુટરમાં ડેટાને આદાન-પ્રદાન કરવાનું હોય છે. RAM સીપીયુ માટે એક કામચલાઉ સ્ટોરેજ છે. કમ્પ્યુટરમાં જેટલા પણ સોફ્ટવેર કે પ્રોગ્રામ ચાલે છે તે રેમને કારણે ફાસ્ટ ચાલી શકે છે.

જેમ કે તમે પોતાના કમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર ચાલુ કર્યું, તે સોફ્ટવેર સેકન્ડરી મેમરીમાં ઇન્સ્ટોલ થયેલું હતું અને જ્યારે તમે એને ચાલુ કર્યું તો તે સોફ્ટવેરના જરૂરી ડેટા સેકન્ડરી મેમરીમાંથી કમ્પ્યુટરની પ્રાથમિક મેમરી રેમમાં આવી જશે અને હવે CPU જ તે સોફ્ટવેરની પ્રોસેસિંગ કરશે એટલે તે સોફ્ટવેરને તમે વાપરી શકશો.

જ્યારે CPU તે સોફ્ટવેરને ચલાવશે તો તેના ડેટા સીપીયુ RAM પાસે માંગશે અને હવે CPU રેમમાથી ફટાફટ ડેટા લે છે અને તેના પર પ્રોસેસ ચાલુ કરે છે એટલે આવી રીતે સીપીયુને ડેટા લેવા માટે એક કામચલાઉ જગ્યાની જરૂર પડે અને એ જગ્યા RAM આપે છે.

રેમનું શું મહત્વ છે?

કમ્પ્યુટરમાં રેમનું ખૂબ વિશેષ મહત્વ છે કારણ કે રેમ સીપીયુને ડેટા પ્રોસેસ કરવા માટે કામચલાઉ સ્ટોરેજ આપે છે, સીપીયુ જાતે ડેટા સ્ટોર ન કરી શકે કારણ કે તેનું કામ ડેટા લાવવાનું અને પ્રોસેસ કરીને મોકલી આપવાનું છે.

સીપીયુને એક એવી જગ્યા જોવે જેમાથી તે ડેટા સ્ટોર કરીને ફટાફટ મંગાવી શકે અને તેવી જગ્યા (પ્લેટફોર્મ) સીપીયુને રેમ પ્રદાન કરે છે.

તમે વિચાર્યું હશે રેમ કરતાં તો હાર્ડ ડ્રાઇવની સ્ટોરેજ વધારે હોય છે તો સીપીયુ હાર્ડ ડ્રાઇવમાથી ડાઇરેક્ટ ડેટા કેમ ન મંગાવી શકે?

રેમ હાર્ડ ડ્રાઇવ કરતાં ખૂબ ઝડપી મેમરી છે અને જો સીપીયુ હાર્ડ ડ્રાઇવમાથી ડાઇરેક્ટ ડેટા મંગાવે તો ડેટાનું આદાન-પ્રદાન ખૂબ ધીમી ગતિથી થાય એટલે રેમ ખૂબ ઝડપી CPUને ડેટા આપે છે અને લે છે તેને કારણે હાર્ડ ડ્રાઇવની જગ્યાએ રેમ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

એટલે રેમ CPU અને Hard Drive ની વચ્ચે એક વચેટિયાનું કામ કરે છે, હાર્ડ ડ્રાઇવમાથી ડેટા રેમમાં સ્ટોર થાય અને તે સીપીયુમાં પ્રોસેસ થવા માટે જાય છે.

એટલે જો રેમ ન હોય તો કમ્પ્યુટર કામ ન કરી શકે. અને હાર્ડ ડ્રાઇવ રેમ જેટલું ઝડપી ન થઈ શકે એટલે રેમનું ખૂબ વધારે મહત્વ છે.


રેમની વિશેષતાઓ શું છે?

  • રેમ કમ્પ્યુટરની મુખ્ય અને પ્રાઇમરી મેમરી હોય છે.
  • રેમ ખૂબ ઝડપી મેમરી છે.
  • રેમ વોલાટાઇલ (Volatile) મેમરી છે.
  • રેમને "Working Memory" પણ કહેવાય છે.
  • રેમનો ઉપયોગ સીપીયુ કરે છે.
  • રેમ સેકન્ડરી મેમરી કરતાં વધારે મોંઘી આવે છે.
  • રેમની સ્ટોરેજ સેકન્ડરી મેમરી કરતાં ઓછી આવે છે.
  • રેમ કામ ચલાઉ તરીકે વપરાય છે.
  • રેમ વીજળી મળે ત્યાં સુધી ચાલે છે.
  • કોઈ પણ સોફ્ટવેર રેમ વગર ન ચાલી શકે.
  • રેમ એક ઈંટીગ્રેટેડ સર્કિટ છે.

રેમના પ્રકાર
રેમ વિશે આપણે ઘણી બધી માહિતી લીધી અને હવે આપણે તેના પ્રકાર વિશે જાણીશું. રેમ 2 પ્રકારની હોય છે જેમાં 1 SRAM હોય છે અને 2 DRAM હોય છે.

SRAM અને DRAM નામ સાંભળીને ડરવું નહીં કારણ કે આનો અર્થ આપણે ખૂબ સરળ રીતે સમજવાના છે.

SRAM
SRAMનું પૂરું નામ "Static Random Access Memory" છે. આ એક પ્રકારની રેમ જ છે પણ આ એક સ્ટેટિક (RAM) છે એટલે કે તેમાં ડેટા સ્થિર રહે છે. આ મેમરીમાં ડેટા સ્ટોર કરવા માટે ટ્રાંજીસ્ટરનો ઉપયોગ થાય છે અને આ DRAM કરતાં આ મેમરી ખૂબ ફાસ્ટ હોય છે.

આમાં ઘડીએ-ઘડીએ રિફ્રેશ કરવાની જરૂર નથી હોતી, SRAM વધારે ઝડપી હોવાથી તેને કેશ મેમરી તરીકે પણ વપરાય છે. આ મેમરી DRAM કરતાં વધારે મોંઘી હોય છે.

DRAM
DRAMનું પૂરું નામ "Dynamic Random Access Memory" છે.  આમાં ડેટાને સ્ટોર કરવા માટે કેપીસીટરનો ઉપયોગ થાય છે. DRAM ને મુખ્ય મેમરી તરીકે વાપરવામાં આવે છે.

DRAMનો જ ઉપયોગ પ્રાથમિક મેમરી તરીકે વાપરવામાં આવે છે અને આ મેમરી ઘડીએ-ઘડીએ રિફ્રેશ થાય છે અને આમાં એક ડેટાની જગ્યાએ બીજો ડેટા આવતો જતો રહે છે. DRAM, SRAMની સરખામણીમા થોડી સસ્તી હોય છે.

@@@@@@@@@@@@@@@@@@@@@@@


 
ROM (Read Only Memory)


આ જગ્યા કમ્પ્યુટર માટે રિઝર્વ છે, જેમાં આપડે કોઈ જાતનો ફેરફાર નથી કરી શકતા. મુખ્યત્વે આ જગ્યા પર કમ્પ્યુટર શરુ (પાવર ઓન) કરવા માટે જરૂરી ફાઈલ અને પ્રોગ્રામ લખાયેલા હોઈ છે. રોમ ને BIOS બાયોસ ચિપ પણ કહે છે. 


ROM નું પૂરું નામ Read-only memory છે. આ કમ્પ્યુટરની એવી મેમરી છે જેને વાંચી શકાય છે અને આ એક નોન-વોલોટાઇલ મેમરી હોય છે એટલે આ મેમરીમાં એક વખત કોઈ ડેટા સ્ટોર કરવામાં આવે છે અને જ્યારે કમ્પ્યુટર બંધ થાય તો પણ તેમાં તે ડેટા સ્ટોર રહે છે.

ROM મેમરીમાં કમ્પ્યુટરના શરૂઆતના પ્રોગ્રામ જેમ કે BIOS ઇન્સ્ટોલ હોય છે. ROM મેમરીમાં ફર્મવેર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવે છે.

ROM મેમરી કમ્પ્યુટરને ચાલુ થવામાં મદદ કરે છે અને બૂટિંગ પ્રોસેસમાં જે દેખાય છે તે કમ્પ્યુટરની ROM મેમરીમાં સ્ટોર કરેલું હોય છે. જ્યારે કમ્પ્યુટરના હાર્ડવેર ફેકટરીમાં બનતા હોય ત્યારે જ ROM મેમરીને પ્રોગ્રામ કરવામાં આવે છે જેથી કમ્પ્યુટર ચાલુ થાય ત્યારે તે ROM મેમરીમાંથી ડેટા વાંચી શકે.

કમ્પ્યુટરમાં ઘણી અલગ-અલગ પ્રકારની મેમરી હોય છે જેમ કે પ્રાઇમરી અને સેકન્ડરી તો ROM મેમરી પ્રાઇમરી મેમરીનો ભાગ છે.

ROM મેમરી કમ્પ્યુટર સિવાય બીજા ઘણા ઈલેક્ટ્રોનિક ઉપકરણમાં ઉપયોગ કરવામાં આવે છે જેમ કે વોશિંગ મશીન, સ્માર્ટ વોચ, ટીવી રિમોટ જેવા વગેરે ઈલેક્ટ્રોનિક ઉપકરણ.

રોમ મેમરીના ઉદાહરણ

  • જ્યારે તમે તમારા સ્વિચ ઓફ મોબાઇલને ચાલુ કરો છો તો તે વખતે જે મોબાઇલની કંપની હશે તેનો જ તમને લોગો જોવા મળશે કારણ કે તે કંપનીએ તે મોબાઇલની ROM મેમરીમાં ડેટા સ્ટોર કરેલો છે કે જ્યારે કોઈ ફોનને સ્વિચ ઓન કરે તો આ મોબાઇલ કંપનીનો લોગો આવવો જોઈએ.
  • વોશિંગ મશીનમાં પણ ROM મેમરી હોય છે. જ્યારે તમે તેમાં 10 મિનિટ ટાઈમર સેટ કરો છો, જેમ કે આ વોશિંગ મશીન 10 મિનિટ ફરવું જોઈએ અને 5 મિનિટમાં જ વીજળી જતી રહે તો તે વોશિંગ મશીન બીજી 5 જ મિનિટ ફરશે કારણ કે તેની ROM મેમરીમાં ડેટા પ્રોગ્રામ કરેલા હોય છે.
  • ટીવીના રિમોટમાં પણ ROM મેમરી હોય છે તેને કારણે તમે જે બટન દબાવો તો તેના બટન ROM મેમરીમાં જે કાર્ય ગોઠવેલા હોય એ પ્રમાણે કામ કરે છે.
ROM મેમરીના આવા ઘણા ઉદાહરણ હોય છે.

રોમ મેમરીના પ્રકાર
PROM (Programmable Read Only Memory):- 
આ એક એવી ROM મેમરી હોય છે જેને એક જ વખત પ્રોગ્રામ કરવામાં આવે છે અને ફરી વખત તેમાં રહેલા ડેટાને ડિલીટ કે ફરી બદલી નથી શકાતા.

EPROM (Erasable Programmable Read Only Memory):- 
આ એવી ROM મેમરી હોય છે જેમાં રહેલા ડેટાને ડિલીટ કરી શકાય છે પણ જ્યારે કમ્પ્યુટર બંધ થાય ત્યારે તેમાં રહેલા ડેટા ડિલીટ નથી થતાં કારણ કે આપણે જાતે તેમાં રહેલા ડેટાને અલગ રીતથી ડિલીટ કરવા પડે છે.

EEPROM (Electrically Erasable Programmable Read Only Memory):- આ એવી ROM મેમરી હોય છે જેમાં ઇલેક્ટ્રિકલી ડેટાને મિટાવી શકાય છે અને બદલી શકાય છે.




👍
Teacher
Ramde Dangar
Navyug B.Ed College Virpar Morbi
Saurashtra University
B.Ed CC5 (Computer)