Saturday, July 8, 2023

કમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે...

પ્રશ્ન 

કમ્પ્યુટરની કાર્ય પધ્ધતિ વર્ણવો.

અથવા

કમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે...
અથવા
કમ્પ્યુટરનું બંધારણ
અથવા
કમ્પ્યુટરનું સાદું મોડેલ સમજાવો
અથવા
કમ્પ્યુટર વિશે સમજ આપો...

ઉપરોક્ત ગમે તે પ્રશ્ન પુછાય તેનો જવાબ....


**પરીક્ષા વર્ક :-

તમારી બુકમાં નીચે આપેલ પેજ માંથી મૌલિક રીતે 2 પેજનો જવાબ તમારી મુજબ સરળ ભાષામાં લખવાનો... છે...

કુલ 4 પેજ છે... તેમાંથી મિક્સ કરી... સરસ વર્ણન દ્વારા પ્રશ્ન તૈયાર કરવો... અને પાકો કરી જ નાખવો... કારણકે ગમે તે પ્રશ્ન પુછાય... આ તો લખવાનું જ રહેશે... 


તા.ક. નોંધ :-  સ્કેન કરેલ પેજ પર ક્લિક કરશો... તો જ તમને પેજ સારી રીતે વાંચવા મળશે....

જવાબ :-






ટૂંકું ટચ

પ્રસ્તાવના

કમ્પ્યૂટર એક બહુલક્ષી યંત્ર છે. જે જુદા જુદા ક્ષેત્રોની અનેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ માટે વપરાય છે. કમ્પ્યૂટરનાં ઉપયોગથી આપણે જે રીતે જીવન જીવીએ છીએ અને પ્રત્યાયન કરીએ છીએ , તેમાં પરિવર્તન આવ્યું.ઉદ્યોગ , સરકાર , શિક્ષણ,સંશોધન અને મનોરંજન ક્ષેત્રમાં કમ્પ્યૂટરએ ઝડપી અને ચોક્કસાઈ પૂર્વક કાર્ય કરતું એવું ઇલોટ્રોનિક યંત્ર છે કે જેમાં કોઈપણ પ્રકારનો ડેટા દાખલ કરવામાં આવે છે ,તેના પર પ્રોસેસ કરીને આઉટપૂટ મેળવી શકાય છે , આ કારણે કમ્પ્યૂટરને એક બહૂલક્ષી યંત્ર કહેવામાં આવે છે.

અર્થ :- 

કમ્પ્યૂટરએ ઉપરોક્ત વ્યાખ્યાઓને આધારે કહી શકાય કે કમ્પ્યૂટર એક એવું ઇલેટ્રોનિક ઉપકરણ છે , કે જેમાં માહિતી દાખલ કરી , પ્રોસેસ બાદ માંગેલ માહિતીનું આઉટપુટ તૈયાર કરી આપનાર સ્માર્ટ ઉપકરણ છે , જે આધુનિક સમયમાં અત્યંત આવશ્યક છે.

કમ્પ્યૂટર કાર્ય પદ્ધતિ:-

કમ્પ્યૂટર કાર્યપદ્ધતિ નીચેના સોપાન અનુસાર કાર્યરત છે.
જેમાં 
input 👉process👉 output 
મુખ્ય પ્રક્રિયા છે.


ઇનપુટ

કમ્પ્યૂટરમાં નંબર, કેરેક્ટર કે પછી કોઈ હકીકત દાખલ કરવામાં આવે, જેનો એક ચોક્કસ અર્થ નાં થતો હોય તેને ઇનપુટ કે ડેટા કહે છે.

પ્રોસેસ

કમ્પ્યૂટરમાં જે ડેટા દાખલ કરવામાં આવ્યા હોય તેના માટે સૂચન મુજબ પ્રકિયા કરવામા આવે છે.


આઉટપુટ

પ્રકિયા થવાથી જે રીઝલ્ટ મળે છે તેને આઉટપુટ કહે છે, જેનો ચોક્ક્સ અર્થ થતો હોય છે.


Navyug B.ed College Morbi
Sau. Uni