આજનો યુગ એ Information Technology નો યુગ છે. કોમ્પ્યુટર એ માનવી ની મૂળભૂત જરૂરિયાત બનતું જાય છે. ત્યારે એમ કહી શકાય કે આવતી કાલે કોમ્પ્યુટર ઉપયોગ ન જાણનાર વ્યક્તિ અભણ કહેવાશે. ટાઈમ,સ્પેસ ની બચત તથા ચોકસાઇના જમાનામાં, કંટાળ્યા થાક્યા વગર સતત કામ કરનાર તથા બધી જ બાબતો યાદ રાખનાર સાધન વગર નવી સદીમાં ચાલે તેમ નથી.
કમ્પ્યુટર ના ઉપયોગો
કમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થાય છે? આમ જોવા જઈએ તો હાલના ટેકનોલોજીના યુગમાં કમ્પ્યુટર એ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયું છે મેં નીચે કમ્પ્યુટરના કેટલાક ઉપયોગો ની જાણકારી આપી છે.
શિક્ષણમાં કમ્પ્યુટરનો ઉપયોગ:
શિક્ષણમાં કમ્પ્યુટરનો ખૂબ જ મોટો સહયોગ છે. જો કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ બાબતે જાણકારી પ્રાપ્ત કરવી છે તો ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા સેકન્ડોમાં તે માહિતી પ્રાપ્ત કરી શકે છે. તાજેતરમાં થયેલ રિસર્ચ દ્વારા જાણવા મળેલ છે તે કમ્પ્યુટરની મદદથી વિદ્યાર્થીઓના લર્નિંગ પરફોર્મન્સમાં વધારો થયેલો છે હાલના ટેકનોલોજીના યુગમાં ઓનલાઈન ક્લાસ દ્વારા ઘરે બેઠા છે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે . એમાં પણ કોરોના ( covid-19) ના સમયગાળામાં જ્યારે તમામ શાળાઓ બંધ છે ત્યારે કમ્પ્યુટર ના માધ્યમથી ઓનલાઇન શિક્ષણ આશીર્વાદરૂપ સાબિત થયું છે.
આરોગ્ય અને દવાઓ :
આરોગ્ય ક્ષેત્રમાં કમ્પ્યુટર એ વરદાન સમાન છે તાજેતરમાં તેના ઉપયોગ દ્વારા દર્દીઓની સારવાર ખૂબ જ ઝડપી અને સરળતાથી કરી શકાય છે. ખુબ જ સરળતાથી રોગની જાણકારી મળી શકે છે તેમજ તેનો ઇલાજ કરી શકાય છે. કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા ઓપરેશન ખૂબ જ સરળ બન્યા છે.
વિજ્ઞાન જગતમાં કમ્પ્યુટરનો ઉપયોગ:
કમ્પ્યુટર એ સાયન્સની તો દેન છે. તેના દ્વારા રિસર્ચમાં ખૂબ સરળતા રહે છે તાજેતરમાં વિજ્ઞાન ક્ષેત્રે એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેને collaboratory કહેવામાં આવે છે. જેમાં દુનિયાના અલગ-અલગ ખૂણે વસેલા વૈજ્ઞાનિકો એક સાથે મળીને કામ કરી શકે છે.
ઉધોગ:
ઉદ્યોગ ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ખૂબ જ મોટો હાથ છે તેનો ઉપયોગ મુખ્યત્વે માર્કેટિંગ, retailing, બેન્કિંગ, ટ્રેડિંગમાં થાય છે અહીં બધી જ વસ્તુઓ ડિજિટલ હોવાના કારણે તેની પ્રોસેસિંગ ખૂબ જ ઝડપી થઈ ગઈ છે આજના યુગમાં કેસલેસ ટ્રાન્જેક્શન ને સૌથી વધુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવી રહ્યું છે એ પણ એક કમ્પ્યુટરની જ દેન છે.
મનોરંજન:
અત્યારે કમ્પ્યુટર એ મનોરંજન માટેનું એક ખૂબ જ મહત્વનું સાધન બની ગયું છે. મુવી sports યા રેસ્ટોરન્ટ દરેક માં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તાજેતરમાં સ્માર્ટફોન જ મનોરંજન મુખ્ય સાધન બની ગયું છે.
સરકારી ક્ષેત્ર:
તાજેતરમાં સરકાર પણ કમ્પ્યુટરના ઉપયોગ પર વધુ ભાર આપી રહી છે જો આપણે વાત કરીએ ટ્રાફિક ટુરીઝમ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ શિક્ષણ aviation દરેક જગ્યાએ કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા કામ ખૂબ જ સરળ બની ગયું છે. તાજુતરમાં ગુજરાત સરકાર દ્વારા ખનિજ ચોરી ૫ર નિયંત્રણ માટે, કોરોના ગાઇડલાઇન ઉલ્લ્ઘન કરતા લોકો ૫ર નજર રાખવા ડ્રોનનો ઉ૫યોગ કરવાનો નિર્ણય કરવામાં આવેલ જેમાં મહદ અંશે સફળતા ૫ણ મળેલ છે. આથી જ આજકાલ સરકાર તેમના ઉપયોગ પર પણ વધુ ધ્યાન આપી રહી છે. જો આપણે Traffic, Tourism, Information & Broadcasting, Education, Aviation વિશે વાત કરીએ તો, તમામ સ્થળોએ તેમના ઉપયોગને કારણે કાર્ય ખૂબ જ સરળ બની ગયું છે.
Defence (ડિફેન્સ):
તાજેતરમાં ટેકનોલોજીના યુગમાં સેનામાં પણ કમ્પ્યુટર ના સાધનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે . મિસાઇલ, ઉ૫ગ્રહોનુ લોન્ચિંગ ૫ણ એક પ્રકારના કમ્પ્યુટરને જ આભારી છે. સેનાના ઘણા બધા સાધનો કમ્પ્યુટરની મદદથી કંટ્રોલ થઈ શકે છે.
આ સિવાય અન્ય ઘણા ઉપયોગો આપણે જાણ્યે અજાણ્યે કરી રહ્યા છે... જેમકે..
- કમ્પ્યુટરનો ઉપયોગ હવાઈ મુસાફરી અને રેલ્વેમાં ઝડપી ટિકિટ કાઢવા માટે થાય છે.
- કમ્પ્યુટરનો ઉપયોગ શાળાઓ અને કોલેજમાં વિધ્યાર્થીઓના ડોકયુમેંટ અને તેમની માહિતી સાચવવા માટે થાય છે.
- કમ્પ્યુટરનો ઉપયોગ વ્યક્તિગત કામો માટે પણ થાય છે.
- તેનો ઉપયોગ મનોરંજન ક્ષેત્રે ફિલ્મો જોવા, ગેમ રમવા વગેરે માટે પણ થાય છે.
- કમ્પ્યુટરમાં ઇન્ટરનેટના ઉપયોગથી કોઈ પણ માહિતી જાણી શકાય છે.
- કમ્પ્યુટરમાં યૂટ્યૂબની વેબસાઇટ દ્વારા કોઈ પણ પ્રકારના વિડિયો જોઈ શકાય છે.
- કમ્પ્યુટર દ્વારા કોઈ પણ નવું કૌશલ્ય શીખી શકાય છે.
- કમ્પ્યુટરની મદદથી તમે નવી વેબસાઇટ અને એપ પણ બનાવી શકો છો.
- કમ્પ્યુટરમાં તમે મેસેંજિંગ પણ કરી શકો છો.
- કમ્પ્યુટર દ્વારા તમે વોઇસ કોલિંગ અને વિડિયો કોલિંગ પણ કરી શકો છો.