Saturday, July 8, 2023

મોનિટર અને પ્રિન્ટર વિશે સમજ

 Printer વિશે સમજ આપો.


પ્રિન્ટર એ કમ્પ્યુટરનું બાહ્ય ઉપકરણ એટલે કે આઉટપુટ ડીવાઇઝ છે. જે રીતે કમ્પ્યુટર માં રહેલ ડેટા જોવા માટે મોનિટર નો ઉપયોગ થાય છે.  તેવી રીતે કમ્પ્યુટરની અંદર સંગ્રહ થયેલ લખાણ, ચિત્રો વગેરેને કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે.આપે છે.  કોમ્પ્યુટરની સાથે પ્રિન્ટર કેબલ અથવા યુ.એસે.બી. કેબલથી જોડાયેલ હોય છે.

પ્રિન્ટર એક ઈલેક્ટ્રોનિક હાર્ડવેર આઉટપુટ ડિવાઇસ છે જે કમ્પ્યુટરમાં રહેલા ટેક્સ્ટ અને ગ્રાફિક્સ માહિતીને કાગળમાં છાપવાનું કામ કરે છે, આ એક એવું ડિવાઇસ છે જે કમ્પ્યુટરમાં રહેલી સોફ્ટકોપીને હાર્ડકોપીમાં ફેરવે છે.

કમ્પ્યુટરમાં તમે જે પણ લખો છો તેને તમે પ્રિન્ટરની મદદથી આઉટપુટના સ્વરૂપમાં પ્રિન્ટ કરી શકો છો.

કમ્પ્યુટરમાં સૌથી મહત્વનું આઉટપુટ ડિવાઇસ મોનિટર હોય છે જેમાં તમે આઉટપુટને સોફ્ટકોપી તરીકે જોઈ શકો છો પણ પ્રિન્ટર દ્વારા તમે કમ્પ્યુટરના આઉટપુટને હાર્ડકોપી તરીકે જોઈ શકો છો અને તે આઉટપુટને સ્પર્શ પણ કરી શકો છો.

પ્રિન્ટર દ્વારા દરરોજ અનેકો કામ થતાં હોય છે જેમ કે ફોર્મને પ્રિન્ટ કરવું, ટિકિટ પ્રિન્ટ કરવી, જાહેરાતો છાપવી, સમાચાર પેપરો વગેરે જેવા ઉપયોગ હોય છે.

કમ્પ્યુટરની સાથે પ્રિન્ટર તમને મોટા ભાગની બધી જ સારી સ્કૂલ અને કોલેજો અથવા સંસ્થાઓમાં જોવા મળી જશે કારણ કે દરરોજ ઘણા બધા ફોર્મ અથવા અમુક જરૂરી ડેટાને પ્રિન્ટ કરવા પ્રિન્ટરની જરૂર પડે છે.


પ્રિન્ટરના ઉપયોગો

પ્રિન્ટરના નાના-નાના ઘણા બધા ઉપયોગ છે જેમ કે રિપોર્ટ બનાવવા, પુસ્તક માટે, પ્રોજેકટ બનાવવા વગેરે જેવા છે. આ સિવાય નીચે દર્શાવેલ ઉપયોગ પણ થઈ શકે છે.


જેમ કે…

  • વ્યક્તિગત ઉપયોગ
  • બિઝનેસ માટે
  • એજ્યુકેશન માટે
  • ગ્રાફિક ડિઝાઇન માટે
  • માર્કેટિંગ અને પ્રમોશન માટે
  • ઈવેન્ટ કે તહેવારો માટે

આવા ઘણા કામો માટે રોજબરોજ પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.


પ્રિન્ટરના પ્રકારો 




મોનિટર વિશે

મોનિટર એ output ડિવાઇસનું સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગમાં લેવાતું સાધન છે.

તેમાં output ને કોમ્પ્યુટરના ટેલિવિઝન જેવા દ્રશ્ય સ્ક્રીન પર રજૂ કરવામાં આવે છે

મોનિટર પર જોવા મળતું આઉટપુટ ફક્ત વાંચવાના હેતુ માટે જ છે જેથી તેને soft copy output તરીકે ઓળખવામાં આવે છે

મોનિટર પર માહિતીને પ્રદર્શિત કરવા માટે કેથોડ રે ટ્યુબ (Cathod Ray Tube CRT) પ્રકારના મોનિટર કે પાતળા એલસીડી કે એલીડી પ્રકારના મોનીટર નો ઉપયોગ કરવામાં આવે છે

હાલમાં લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ( liquid Crystal Display LCD) અને લાઈટ એમીટીંગ ડાયોડસ (Light Emitting Diodes LED) ટેકનોલોજી આધારિત પાતળા મોનિટર ઘણા પ્રચલિત બન્યા છે આ પ્રકારના મોનિટર કદમાં પાતળા વજનમાં હલકા અને ઓછી જગ્યા રોકે છે



1. CRT MONITOR:- કેથોડ રે ટ્યુબ

 માહિતીને આપણી સમક્ષ દર્શાવવા માટે C.R.T. (Cathod Ray Tube)નો ઉપયોગ થાય છે.  Monitor નું બીજું નામ V.D.U. છે એટલેકે  Visual Display Unit.   Computer પર ઈનપુટ ડીવાઈસ વડે થતી   તમામ ક્રિયા જોવા માટે મોનીટર નો ઉપયોગ થાય છે? મોનીટર એ  કોમ્પ્યુટર ની મુખ્ય આઉટપુટ ડીવાઈસ છે.  તે એક ટેલીવિઝન  સ્ક્રીન જેવુ જ હોય છે Monitor ના સામાન્ય રીતે બે પ્રકાર  હોય છે

(i)      Monochrome  Monitor     
(ii)     Color Monitor
v                  આ મોનીટરમાં બે કલર હોય છે. સફેદ (White) અને કાળો (Black). અત્યાર ના સમયમાં આ મોટરનો ઉપયોગ અમુક ભાગ્યે જ જોવા મળે છે. એટલે કે  હાલ માં આ મોનીટર નો ઉપયોગ ઓછો જોવા મળે છે.  E. G.A. (Enhanced Graphic Adpte)  મોનીટર ફક્ત ડેટા  સંબંધિત  કાર્ય માટે જ વપરાય છે. મોનીટર  ઉપર  અક્ષર કે ચિત્ર નાના ટપકાઓની શ્રેણી  (Matrix) વડે  ઉપસાવવામાં આવે છે.  જેમ અક્ષર કે ચિત્રમાં ટપકાઓની સંખ્યા  વધુ તેમ  અક્ષર  કે ચિત્ર વધુ સુખડ અને સુરેખ બને.

2. LCD MONITOR:- 

(લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે)

આ સાધન મોટેભાગે  લેપટોપ કોમ્પ્યુટર સાથે કે નોટબુક કોમ્પ્યુટર  સાથે જોવા મળે છે. કેલ્ક્યુલેટર, મોબઈલ તથા ડીજીટલ ઘડિયાળમાં પણ તે જોવા મળે છે. કારણ કે તે C.R.T. કરતા પાતળા  તથા  હલકા  હોય છે.  તેના કલર  તથા  મોનોક્રોમ એમ બે  પ્રકાર હોય છે.  

તેઓ C.R.T. ની જગ્યાએ Liquid Crystal Display નો ઉપયોગ કરે છે. તેની રચનામાં બે શીટ  વચ્ચે ખાસ પ્રકારના અણુઓ રાખવામાં આવેલા હોય છે. જયારે ઈલેક્ટ્રીક  કરંટ તેમનામાંથી પસાર કરવામાં આવે છે ત્યારે આ અણુઓ  Twist  થઇ જાય છે. પરિણામે  પ્રકાશનો અમુક ભાગ તેમાંથી પસાર થાય છે. જયારે અમુક ભાગ પસાર થતો નથી. આ રીતે  જરૂરી ચિત્ર કે અક્ષર ઉપસે છે.

3. LED MONITOR:-

Led એ સેમી-કંડક્ટર ડિવાઇસ છે જે તેના બેકલાઇટ રોશની માટે ડાયોડ્સનો ઉપયોગ કરે છે.  તેનો રંગ પ્રકાર અન્ય ડિસ્પ્લે ઉપકરણો કરતાં પણ સ્પષ્ટ છે.  તેમની કિંમત એલસીડી કરતા વધારે છે, તેમ જ તેઓ એલસીડીનું નવું સંસ્કરણ માનવામાં આવે છે.  એલઈડીને આઇઆરઇડી (ઇન્ફ્રારેડ - ઇમિટિંગ ડાયોડ) પણ કહેવામાં આવે છે કારણ કે એલઇડીમાંથી જે આઉટપુટ આવે છે તે લાલ, લીલો અથવા વાદળી હોય છે.  એલઇડીમાં બે અર્ધ-વાહક હોય છે - પ્રથમ પી-પ્રકારનો સેમિકન્ડક્ટર અને બીજો એન-પ્રકારનો સેમિકન્ડક્ટર.  તેમનું વજન એલસીડી કરતા હળવા હોય છે, તેમ જ તે તેમના કરતા વધુ પાતળું હોય છે.





Navyug B.Ed. College- Morbi

Saurashtra Univercity 
B.Ed. CC-5 Computer Exam
(Critical Understanding of ICT)