સ્વયં સંચાલન :-
કમ્પ્યૂટરએ કોઈ પણ કાર્ય પોતાની મેળે ( સ્વયં સંચાલન) કરે છે.ડેટા અને સૂચનાઓને એક વખત કમ્પ્યૂટરમાં સંગ્રહ કર્યા પછી કોઈ મધ્યસ્થીની જરૂર રહેતી નથી.કોઈ માહિતી સંગ્રહમાંથી શોધવી એટલે કે search 🔎 કરી શોધી આપે છે એવા અનેક કાર્યો આં પ્રકારના સ્વયં સંચાલન લક્ષણ વિના અશક્ય છે.
ચોક્કસાઈ:-
સામાન્ય રીતે કમ્પ્યૂટર પોતાની દરેક ગણતરીમાં ચોક્કસાઈ પૂર્વકનું કાર્ય કરે છે. કમ્પ્યૂટર ગાણિતિક ઉપરાંત તાર્કિક ગણતરી પણ ચોક્કસાઈ પૂર્વક કરે છે.
ઝડપ :-
કમ્પ્યૂટર ખુબ જ ઝડપથી ગણતરી કરી શકે છે. કમ્પ્યુટરની (સ્પીડ)ઝડપથી ગણતરી કરી શકે છે.કમ્પ્યુટરની ઝડપ માઇક્રો અને નેનો સેકન્ડમાં માપવામાં આવે છે..
માહિતી સંગ્રહ :-
સંગ્રહ શક્તિએ કમ્પ્યુટરની અગત્યની લાક્ષણિકતા છે.કમ્પ્યૂટર તેની ગૌણ મેમેરીમાં વિપુલ પ્રમણમાં માહિતીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકે છે
પુનરાવર્તન ક્ષમતા :-
યાંત્રિક કાર્ય એકધારી રીતે કરવા માટે કમ્પ્યૂટર સક્ષમ છે.ઉપરાંત કાર્યમાં રસહીન થવું, અણગમો અને શારીરિક ક્ષમતા જેવી માનવ મર્યાદા કમ્પ્યૂટરમાં નથી.
વિશ્વસનીયતા :-
કમ્પ્યૂટરએ વિશ્વસનીય યંત્ર છે.કમ્પ્યૂટર દ્વારા આપવામાં આવતી માહિતીની વિશ્વનીયતા ઉચ્ચ કક્ષાની હોય છે, માટે જ આજે અનેક ક્ષેત્રોમાં વ્યાપક ઉપયોગ થાય છે.
ઝડપી નિર્ણય શક્તિ:-
કમ્પ્યુટર એ ઝડપી ગણતરી ઉપરાંત ઝડપી નિર્ણય શક્તિની લાક્ષણિકતા પણ ધરાવે છે અનેક પોગ્રામ દ્વારા જટિલ નિર્ણયોની સરળ રજૂઆત કમ્પ્યૂટર કરી શકે છે.
ટીમ વર્ક :-
કમ્પ્યૂટરએ એકબીજા સાથે જોડાઈને નેટવર્કની મદદથી સરળતાથી ટીમવર્કનું કાર્ય કરી શકે છે.
ભૂલો પર અંકુશ :-
કમ્પ્યુટરની મદદથી રાખવામાં આવતા હિસાબોને કારણે પેઢીના ભૂલો પર અંકુશ રાખી શકાય છે. આથી જ કમ્પ્યુટર દ્વારા જ મોટી મોટી પેઢીઓમાં હિસાબો રખાય છે
માહિતીની આપ-લે :-
માહિતીની આપ લે માટે કમ્પ્યૂટર એક અગત્યનું યંત્ર છે , ઈ મેઈલની મદદથી સંદેશાઓની આપ લે સરળતાથી કરી શકાય છે,માટે કમ્પ્યુટરની જરૂર પડે છે.
આર્થિક બચત :-
કમ્પ્યૂટરએ સમય , શ્રમ અને માનવ શક્તિનો બચાવ કરે છે અને આર્થિક રીતે બચતએ કમ્પ્યુટરની અગત્યની લાક્ષણિકતા રહેલ છે.
અવિરત કામ :-
કમ્પ્યૂટરએ અવિરત કામ સાથે જોડાયેલ યંત્ર છે તે ક્યારેય થાકતું નથી કે કંટાળતું પણ નથી અને સાથે ક્યારેય રજા પણ માંગતું નથી. ક્યારેય રિશેષ કે કોઈ પણ જાતના બ્રેક માંગતું નથી, આ રીતે કમ્પ્યૂટર અવિરત પણે કામ કરતું યંત્ર છે.
સ્મરણશક્તિ :-
કમ્પ્યુટર વિશાળ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ વર્ષો સુધી કરી શકે છે.
એકાગ્રતા :-
તે ક્લાકોનાં ક્લાકો સુધી સતત કાર્ય કરતું હોવા છતાં ક્યારેક તે કંટાળી જતું નથી. એટલે કે તેની એકાગ્રતા ગુમાવતું નથી કે તેની કાર્ય કરવાની ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી.
વિશ્વાસપાત્ર :-
કમ્પ્યુટરમાં સંગ્રહિત માહિતી ક્યારેક પણ ગમે તેટલો સમય પછી જોતા તે તેજ પ્રમાણેની જોવા મળે છે. 2+2 નું પરિણામ 4 જ આપે છે. તે સિવાય કોઈ પરિણામ આપતું નથી.. માટે કમ્પ્યુટર વિશ્વાસપાત્ર છે.
ચિત્રાત્મક રજૂઆત :
કમ્પ્યુટર ઉપર આપણે જરૂરિયાત મુજબનાં મકાનના પ્લાન, કાર્ટુન, ચિત્રો તૈયાર કરી શકીએ છીએ.
આમ, મુખ્યત્વે કમ્પ્યુટરની ઉપરોક્ત તમામ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે.