તારીખ 20 ઑગસ્ટ 2025 ના રોજ ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા હતા. જેને લઈને સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, અમિત શાહ સામે બિલના ટૂંકડા કરીને ફેંકવામાં પણ આવ્યા હતા. તેના અનુસંધાને આ લેખ અને ચર્ચા...
લાડબાને એક દિકરો હતો,
દિકરાનુ નામ વલ્લભ.
કાળક્રમે એ વલ્લભથી એવા કામો થયા કે, ચરોતરથી શરુ કરીને જગત આખું એમને સરદાર પટેલ કહેવા લાગ્યુ, પણ કોંગ્રેસે, એમને ભારત રત્ન એવોર્ડ, રાહુલ ગાંધીના પિતાને પહેલા આપીને સરદાર પટેલને, પછી થી આપ્યો.
સરદાર પટેલને વિલંબથી, ભારત રત્ન એવોર્ડ આપવાની બાબતથી, સરદાર પટેલને કે ગુજરાતને કોઇ અન્યાય નથી થયો, એવું સેક્યુલરો માને છે.
એ સરદાર, નવી દિલ્હીમાં જે ખુરશી પર બેસતા, તે ખુરશી પર હવે, પ્રભાત સ્મરણિય શ્રી અમિત શાહ બેસે છે.
અને એ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, આજે લોકસભામાં બંધારણીય સંશોધનને લગતા ત્રણ બિલ રજૂ કર્યા હતા, અને આ દરમિયાન સંસદમાં ખૂબ હંગામો થયો હતો. આ બિલમાં ગંભીર ગુનાહિત આરોપોમાં સતત 30 દિવસ સુધી જેલમાં રહેવું પડે તો વડાપ્રધાન, મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને પદ પરથી હટાવવાની જોગવાઈ છે.
આ બિલ પર ચર્ચા કરતા પહેલા, આપણે દેશની ભુરાજકીય પરિસ્થિતિ પર પહેલા ચર્ચા કરીએ, અને પછી, પાછા આ બિલ પર ફરી ચર્ચા કરીશું.
.
આપ જાણતા હશો કે, ઘણા સમય પહેલા, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે 6 મહિના અને તમિલનાડુના એક મંત્રી શ્રી વી. સેન્થિલ બાલાજીએ 241 દિવસ સુધી હિરાસત અને જેલમાં રહ્યા બાદ પણ પદ પરથી રાજીનામુ આપ્યું ન હતું.
.
આ અંગે એ દિવસોમા ખુબ કાનૂની અને રાજકીય વિવાદ થયો હતો. દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શરાબ નીતિ કેસમાં EDની ધરપકડ બાદ પણ જેલમાં હોવા છતાય, મુખ્યમંત્રીના પદ પર રહ્યા હતા.
.
આ ઉપરાંત આવો જ એક અન્ય કેસ, તમિલનાડુના મંત્રી સેન્થિલ બાલાજી પણ 241 દિવસ જેલમાં રહ્યા છતાં મંત્રી રહ્યા હતા. શ્રી બાલાજીને મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MTC)માં નોકરીના બદલામાં રોકડ ગોટાળાના આરોપોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જૂન 2023માં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. તેમ છતાં તેઓ 13 ફેબ્રુઆરી 2024 સુધી પદ પર રહ્યા હતા. તેઓ ધરપકડ પહેલાં તામિલનાડુ સરકારમા, વીજળી, આબકારી અને મદ્ય નિષેધ વિભાગ સંભાળતા હતા. ધરપકડ બાદ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તેમને “વિભાગ વિનાના મંત્રી” તરીકે રાખ્યા અને તેમના વિભાગો અન્ય સહયોગીઓને સોંપી દીધા હતા.
.
મિત્રો, આ એક ખરેખર અજબ અથવા વિચિત્ર પરિસ્થિતિ છે કે, ગાદી સંભાળતી વ્યક્તિ જેલમાં છે, અને છતાય તેઓ, ગાદી પર છે. દિલ્હીના કેસમા કેજરીવાલે જેલમાંથી જે રીતે સત્તા ચલાવી, એ બાબતે, ભારતીય બંધારણના નિષ્ણાતોને પણ, ચિંતા કરાવી કે, આ કેવા પ્રકારની બંધારણીય પરિસ્થિતિ છે કે, જેમાં ગાદી સંભાળતી વ્યક્તિ, જેલમાં હોવા છતાય, તેને બંધારણની જોગવાઇઓ મુજબ હટાવી શકાતી નથી.
.
આ પરિસ્થિતિએ, ભારતીય રાજનૈતિક વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા અને બંધારણીય ઉપચારની આવશ્યકતા પર ભાર મુક્યો.
હજી આપણે એક બીજી બાબતની ચર્ચા કરીએ પછી, શ્રી અમિત શાહ વાળી બાબત, પર પાછા જયીએ.
મિત્રો, ભારતની અંદર ત્રણ પ્રકારે સત્તાની વહેંચણીની વ્યવસ્થા છે.
એક - કેન્દ્ર કક્ષાએ, સરળ ભાષામાં કહીએ તો, માનનીય શ્રી મોદીજી સંભાળે છે, એ.
બે - રાજ્ય કક્ષાએ, આપણે ગુજરાતમા છે, એ માનનીય શ્રી ભુપેન્દ્રભાઈ સંભાળે છે, એ
અને,
ત્રણ - કેન્દ્ર શાસિત પ્રદેશોમા, એટલે કે, દમણ, દિલ્હી, પોંડીચેરી, જમ્મુ કાશ્મીર વગેરે.
ભારતના બંધારણમાં આ ત્રણેય રાજકીય વ્યવસ્થામા, વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રીની નિમણૂક અને બરતરફીની વાતોના નિયમો ઘડાયેલા છે, એ મુજબ........,
હવે ધ્યાનથી વાચો,
તમે જાણતા હશો કે, વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે અને તેમને બરતરફ પણ રાષ્ટ્રપ્રમુખ કરી શકે, એ સિવાય વડાપ્રધાન પોતે રાજીનામું આપે, એ સિવાય જો, સંસદમાં બહુમતી ગુમાવે, અથવા તેમનુ અવસાન થાય તો નવા વડાપ્રધાન આવે, આવા બંધારણીય ઉપચાર અગાઉથી લખાયેલા છે.
પણ, માની લો કે, વડાપ્રધાને કોઈ ગુન્હો કર્યો, અને તે ગુન્હા હેઠળ તેઓ, જેલમાં ગયા, અને તેઓ રાજીનામું નથી આપતા.....,
હવે ઉપરનો પેરા ફરી વાચો, ધ્યાનથી વાચો.
કે, વડાપ્રધાનને, રાષ્ટ્રપ્રમુખ બરતરફ નથી કરતા. વડાપ્રધાન પોતે સંસદમાં બહુમતી ધરાવે છે, તેમનુ અવસાન પણ થતુ નથી, અને જેલમાં જવા છતાય, તેઓ રાજીનામું આપતાં નથી. તો શું કેબિનેટની બેઠકથી શરુ કરીને આન્તરરાષ્ટ્રીય રાજનીતિના કામો, એક જેલમાં બેસેલી વ્યક્તિ કરશે ? ટ્રમ્પ સાથે, ચર્ચા કરવાની હોય તો, જેલમાંથી ફોન કરશે ? યુનાઈટેડ નેશન્સમા વક્તવ્ય આપવાનુ હોય તો, શુ એ જેલમાંથી આવશે ?
.
આનો જવાબ, તમે "ના", આપો છો, પણ એક સત્ય એ પણ છે કે, કેજરીવાલે આવુ જેલમાં બેસીને કરેલુ અને બંધારણ પ્રત્યેની નૈતિક જવાબદારીઓ અને મુલ્યોની હાંસી ઉડાવી હતી.
.
આવી પરિસ્થિતિ ઉભી થવાના કારણે, મોદીજીની સરકાર, એક એવુ બિલ લાવી રહી છે, જેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રીની, કોઈ એવા કામો હેઠળ, જો તેમની ધરપકડ થાય, કે જેમાં તેમને ત્રીસ દિવસ સતત જેલમાં રાખવામાં આવે છે, અને તેમને પાંચ વર્ષ કે તે કરતા વધુની સજા થયી શકે તેમ છે, તો તેમને, આ નવા બિલ સંશોધન હેઠળ, જે તે વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રીને આપોઆપ દુર કરી શકાય છે.
બસ, આટલી જ બાબતો માટે આ બિલ લાવવામાં આવ્યા છે.
હવે આપણે મુખ્ય વિષય પર આવીએ.
કેન્દ્ર સરકાર બુધવારે (20 ઓગસ્ટના રોજ) લોકસભામાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે. જે મુજબ, જો કોઈ ગંભીર ગુનાહિત કેસમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી કે કોઈ મંત્રીની ધરપકડ થાય તો તેમને પદ પરથી હટાવી શકાશે, એવો કાયદો, આ બિલો દ્વારા સરકાર બનાવવા જઈ રહી છે.
જેના નામ છે,
(1)The Constitution (130th Amendment) Bill, 2025,
(2)The Jammu and Kashmir Reorganisation (Amendment) Bill, 2025 and,
(3) The Government of Union Territories (Amendment) Bill, 2025
.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, આ ત્રણેય બિલો આજે સંસદમાં રજૂ કર્યા હતા.
હવે આ ત્રણેય બિલ વિશે વિગતવાર જાણીએ...
હમણાં સુધી,ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ કરાયેલા અને હિરાસતમાં લેવાયેલા મંત્રીને હટાવવાની કોઈ જોગવાઈ નથી. આથી, આવા કેસોમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીપરિષદના કોઈ મંત્રી, રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીના મુખ્યમંત્રી કે મંત્રીપરિષદના કોઈ મંત્રીને હટાવવા માટે કાનૂની ઢાંચો તૈયાર કરવા બંધારણની કલમ 75, 164 અને 239AAમાં સંશોધનની જરૂર છે.
.
આ મુજબ, The Constitution (130th Amendment) Bill, 2025 નામનુ આ બિલ, કેન્દ્ર કક્ષાએ લાગુ પડશે.
.
એ જ રીતે, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 (2019નો 34) હેઠળ ગંભીર ગુનાહિત આરોપોને કારણે ધરપકડ કરાયેલા અને હિરાસતમાં લેવાયેલા મુખ્યમંત્રી કે મંત્રીને હટાવવાની કોઈ જોગવાઈ નથી. આથી, આવા કેસોમાં મુખ્યમંત્રી કે મંત્રીને હટાવવા માટે કાનૂની ઢાંચો તૈયાર કરવા જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019ની કલમ 54માં સંશોધનની જરૂર છે, જેથી એ માટે મધ્યસ્થ સરકાર, The Jammu and Kashmir Reorganisation (Amendment) Bill, 2025, નામનુ બિલ લાવી રહી છે,
.
અને એ જ રીતે, હાલમાં, કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર અધિનિયમ, 1963 (1963નો 20) હેઠળ ગંભીર ગુનાહિત આરોપોને કારણે ધરપકડ કરાયેલા અને હિરાસતમાં લેવાયેલા મુખ્યમંત્રી કે મંત્રીને હટાવવાની કોઈ જોગવાઈ નથી. આવા કેસોમાં મુખ્યમંત્રી કે મંત્રીને હટાવવા માટે કાયદો બનાવવાની જરૂર છે. આ માટે કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર અધિનિયમ, 1963ની કલમ 45માં સંશોધન કરવું પડશે. જે માટે, મધ્યસ્થ સરકાર, The Government of Union Territories (Amendment) Bill, 2025 નામનુ બિલ લાવી રહી છે.
સરદાર પટેલ વાળી ખુરશીમાં બેસવાનુ સદભાગ્ય
જેમને પ્રાપ્ત થયુ છે, એવા ગ્રૃહમંત્રી શ્રી અમિત શાહે બુધવારે, લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા હતા, તે દરમિયાન આ ત્રણેય બિલોની વિરુદ્ધ લોકસભામાં ભારે હોબાળો થયો હતો, અને વિપક્ષે આ ત્રણેય બિલો પાછા ખેંચવાની માગણી કરી. વિપક્ષે ગૃહમંત્રી પર કાગળના ગોળા ફેંક્યા હતા. કોંગ્રેસ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વિરોધ નોંધાવ્યો હતો. સપાએ બિલોને ન્યાય વિરોધી અને બંધારણ વિરોધી ગણાવ્યા હતા. ત્યારબાદ, ગૃહમંત્રી શ્રી અમિત શાહે, આ બિલોને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાની માગણી કરી હતી, જે ગ્રાહ્ય રાખવામાં આવતા, હાલ આ બિલો, જોઈન્ટ પાર્લિયામેન્ટ કમિટીને મોકલી આપવામાં આવનાર છે.
મિત્રો, આ બાબતે, કેન્દ્ર સરકારનો પક્ષ એવો છે કે,
આ ત્રણ બિલ લોકશાહી અને સુશાસનની સાખને મજબૂત કરશે. અત્યાર સુધી બંધારણ હેઠળ, માત્ર દોષી સાબિત થયેલા જનપ્રતિનિધિઓને જ પદ પરથી હટાવી શકાતા હતા. હાલના કાયદાઓમાં બંધારણીય પદ પર બેઠેલા નેતાઓને હટાવવા અંગે સ્પષ્ટ વ્યવસ્થા નથી, આવા સમયે, આ બિલ, રાષ્ટ્રીય કક્ષાએ એક સુશાસન તરફ લયી જવાનુ છે. જેથી આ બિલ રજૂ કરવામાં આવ્યા છે.
આ બાબતે લખીશ કે, આર્યવ્રૃતના વિપક્ષો એ હંમેશા, સરકારનો દરેક બાબતે વિરોધ કરવાનુ કામ કર્યું છે. અને વર્તમાન સમયે, આ બિલનો વિરોધ એક રીતે જોવા જયીએ, તો ખોટો વિરોધ છે, કોઇપણ ચુંટાયેલા નેતાને, ચુટાવા માત્રથી અબાધિત અધિકારો પર, રોક લગાવતુ આ બિલ છે, જેનો વિરોધ, વિપક્ષ કરે છે, એ બરાબર નથી.
આ વાતને જરા, રાજકીય કુટનિતીક રીતે સમજીએ.
એ નિર્વિવાદ સત્ય છે કે, હમણા, આર્યવ્રૃતના 70%થી વધુ ભૌગોલિક વિસ્તાર પર, ભાજપ કે ભાજપના સહયોગી સરકારનુ વર્ચસ્વ છે. એક રીતે જોઈએ તો, આર્યવ્રૃતના કુલ ધારાસભ્યો, કુલ મુખ્યમંત્રીઓ, અને કુલ સંસદસભ્યોની જે સંખ્યા છે, એના 70 ટકા સંખ્યા, ભાજપ કે તેના સહયોગી પાર્ટીઓની છે.
આ બિલો, આર્યવ્રૃતના સત્તાધારી પક્ષના સિત્તેર ટકા નેતાઓ પર અસર કરવાનુ છે, અને વિપક્ષના માત્ર ત્રીસ ટકા નેતાઓ પર અસર કરવાનુ છે, એક રીતે જોવા જઇએ તો, આ બિલો, સત્તાપક્ષના નેતાઓ પર જ ગાળીયો કસી રહ્યુ છે. પણ, વિડંબના એ છે કે, તેનો વિરોધ વિપક્ષ, વધુ કરે છે.
આ વાતને હજી સરળ, બીજી રીતે સમજીએ કે, મોદી સરકાર, આર્યવ્રૃતનુ હિત વિચારે છે, અને તે માટે પોતાની જ સરકારના કોઈ ગુનેગાર મંત્રીનુ હિત જોવા નથી માંગતી. એટલે પોતાના વધુ, મંત્રી કે મુખ્યમંત્રી હોવા છતાય આ બિલો લાવે છે, અને,
બીજી બાજુ, આ વિપક્ષ તેના ઓછા મંત્રીઓ, હોવા છતાય, આ બિલોનો વિરોધ કરી રહ્યુ છે, જે સ્પષ્ટ કરે છે કે, વિપક્ષને, સત્તાધારી પક્ષના વધુ મંત્રીઓના બચાવ કરતા, પોતાના મંત્રીઓની ચિંતા વધુ છે. આ બાબતે વિપક્ષ, એક રીતે જોતા, ગુન્હા સાથે સંકળાયેલા મંત્રીઓની તરફેણમાં છે, એવી છાપ ઉભી થાય છે.
જે વિપક્ષ આ કામે, સંસદમાં વિરોધ કરી રહ્યો છે, એમાં બનાસકાંઠાના સંસદસભ્ય શ્રી ગેનીબહેન ઠાકોરની કોંગ્રેસ પાર્ટી, અને વિસાવદર ખાતે હમણા ચુંટાયેલા શ્રી ગોપાલ ઇટાલિયાની આમ આદમી પાર્ટી પણ છે.
ગોપાલ ઇટાલિયાએ, એકવાર
તત્કાલીન ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ પર તેમના પગરખાંને છુટા ફેકીને કાયદાનુ પાલન ન કરવાની ક્રિયા કરેલી હતી, એવું સોશિયલ મીડિયામાં વાંચવામા આવેલુ છે.
આ બાબતે સૌથી વધુ વિરોધ રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અને કેજરીવાલના આમ આદમી પાર્ટી કરી રહી છે.
હમણાં, ઔવેસીની પાર્ટી આ બિલોના વિરોધમા છે, પણ, એમની બાબતે અનુભવ એવો છે કે, તેમના વિરોધમાં કાનુની જોગવાઈની વાતો વધુ હોય છે, જે સરવાળે રાષ્ટ્રના હિતમાં તરફ લયી જતી હોય છે.
મિત્રો, આપણે કોંગ્રેસ દ્વારા અન્યાય થયેલા લાડબાના દિકરા વલ્લભભાઈની વાતથી શરુઆત કરેલી કે, જેમને ચરોતરથી શરુ કરીને જગત આખું સરદાર કહેતુ હતું, પણ કોંગ્રેસે, એમને ભારત રત્ન, રાહુલ ગાંધીના પિતાને પહેલા આપી, સરદાર પટેલને, પછી થી આપ્યો હતો,
એ સરદાર, નવી દિલ્હીમાં જે ખુરશી પર બેસતા, તે ખુરશી પર હવે, પ્રભાત સ્મરણિય શ્રી અમિત શાહ બેસે છે, અને આજે એમણે, પોતાની જ કેન્દ્ર સરકાર અને અનેક રાજ્યોમાં રહેલી પોતાની પાર્ટીની સરકારના મંત્રીઓને, કાયદા વિરુદ્ધ કોઈ કામ ન કરે, તેવા બિલો રજુ કરીને, આ આર્યવ્રૃતનુ વધુ એકવાર હિત વિચારેલુ છે, એ ફરી ફરી, અને વારંવાર સાબિત થાય છે, ત્યારે વિપક્ષ, રાષ્ટ્રના હિત વિરુદ્ધની રાજનીતિ ન કરે તો સારું.
અને હવે પેટ છુટી વાત,
કાયદો, બંધારણ, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ વગેરે થોડી અઘરી ભાષાની વાતોથી ભરેલા હોય છે, પ્રસંગોપાત આ બાબતને સરળ રીતે રજુ કરવા, સ્વામી અપાર આનંદ, પ્રયત્ન કરે છે, આપને આ પોસ્ટમા કાય ન સમજાયુ હોય તો, એ બાબતે કોમેન્ટ કરવા વિનંતી છે, સ્વામીને જાણકારી હશે, તો તે, અવશ્ય જણાવશે.
અને હવે, આ આલેખનથી, સમાજને જાણકારી મળે તેમ છે, તેવુ આપને લાગતુ હોય તો શેર કરવા, કોપી પેસ્ટ કરવા, ફોરવર્ડ કરવા વિનંતી છે. આ આલેખન, કોપીરાઇટ હેઠળ નથી આવતુ.
સાભાર :-
સ્વામી અપાર આનંદ