Tuesday, August 25, 2020

કાકા-કાકીનો ધોધ



કાકા કાકીના આ ધોધ સુધી સ્થાનિક ભોમીયા વિના પહોંચવું મુશ્કેલ

ડાંગના કેશબંધ ગામની નજીક આ કાકા કાકીનો ધોધ આવેલો છે. સ્થાનિક બોલીમાં તે કાકાનો કળસો તરીકે ઓળખાય છે. જેની ઉંચાઈ અંદાજીત ૩૦૦ ફૂટથી વધુ છે. દક્ષિણ આફ્રિકાના જંગલોની અનુભુતી કરાવતાં ગીચ જંગલો વચ્ચેથી તે સૌંદર્યની સરવાણી બનીને ખાબકે છે ત્યારે આંખો ત્યાંથી હટશે નહિ.

કેશબંધ ગામના લોકોના કહેવા પ્રમાણે કાકા-કાકીના ધોધ પૈકી કાકાનો ધોધ ગુજરાતના ડાંગ જિલ્લાની સરહદેથી તથા કાકીનો ધોધ મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવે છે. કેશબંધ ગામથી અંદાજીત ૫ કિ.મી.દુર અંતરીયાળ વિસ્તારમાં આવેલો છે. જે માત્ર પગપાળા જ જઈ શકાય છે અને બે કલાક લાગે છે. ફાગણમાસ સુધી ધોધ વહેતો રહે છે.


તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી અંદાજીત ૭૦ કિ.મી.સોનગઢ થી ૬૫ કિ.મી. અને ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી ૫૦ કિ.મી.ના અંતરે આવેલો છે. મહારાષ્ટ્રના નંદરબાર અને ધુલિયા જિલ્લાની સરહદ અહીં આવેલી છે. તાપી જિલ્લાના મલંગદેવ, માળ અને વીરથવા ગામથી ૫ કી.મી.અને ડાંગના કેશબંધ ગામથી અંદાજીત ૫ કિ.મી. દુર આવેલો છે. જે માત્ર પગદંડીના રસ્તે જ જઈ શકાય છે. ગાઢ઼ જગલ હોવાથી આ અંતર કાપતા બે કલાક જેટલો સમય થાય છે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ સ્થળે પહોંચવા માટે માર્ગોનું નિર્માણ કર્યું છે. જ્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવાપુર-પીંપલનેર-નંદરબાર-ધુલિયા માર્ગ ઉપર બરજર ગામ નજીક નદી કિનારે રસ્તો બનાવવાનો પ્લાન છે.

સાભાર :- વિપુલ જસાણી (આપણો વન વગડો)

https://www.facebook.com/groups/192995224646618/permalink/650018938944242/