ગમો અણગમો વિરોધ સ્વીકાર નિરંતર ચાલતી પ્રક્રિયા

આ દુનિયામાં જ્યારે કોઈ નવી વસ્તુ કે વિચારો નું સર્જન થાય ત્યારે સ્વાભાવિક જોવા મળ્યું છે કે સૌ પ્રથમ તેનો વિરોધ થાય છે... પછી ક્રમશઃ તેનો સ્વીકાર થતો જાય છે... આ નિયમ ઘણું શીખવે છે... ઉદાહરણો જોઈએ તો...

એક
મેં વાંચેલ છે, સાંભળેલ છે કે, ગાંધીજીને ફિલ્મો પ્રત્યે સખત અણગમો હતો. ગાંધીજી એ પુરા જીવન દરમિયાન માત્ર એક જ ફિલ્મ જોયેલ. એ ફિલ્મ એટલે "રાજા હરીશ્ચંદ્ર."
હરીશ્ચંદ્ર સત્યવાદી હતા અને એ ફિલમમાં તો સત્યનો મહિમા જ ગવાયો હોય છતાં બાપુને કેમ અણગમો હશે ?
બાપુની વાતો બાપુ જાણે.

બે
નવું નવું ટેલીવિઝન આવેલ ત્યારે એના પ્રત્યે અનેક લોકો અણગમો ધરાવતા. ટીવી ને ઇડીયટ બોક્સ એવું ઉપનામ મળેલ. લગભગ બધા જ ધર્મો સંપ્રદાયો સમુદાયોના મુખ્ય લોકો ટીવીની વિરૂદ્ધ વાણી વિલાસ કરતા. પણ લોકો વાત સાંભળી લેતા ક્યારેક કોઇક તાળીઓ પાડતા પણ કોણે એ વાત સ્વીકારી ?
પણ સમય જતાં.. જતા...
સ્વાધ્યાય પ્રવૃત્તિનો વ્યાપ ગામડે ગામડે થયો એના પાયામાં પાંડુરંગ દાદાના પ્રવચનોનાં વિડીઓ કેન્દ્રો.
વિવિધ ધર્મો સંપ્રદાયોના સાધુ સંતોને ય જયારે લાગ્યું કે અનુયાયીઓ તો આપણી વાત નહી જ સ્વીકારે એટલે એમણે અનુયાયીઓ સાથે સંપર્ક જાળવવા માટે ટીવીનું શરણ સ્વીકારવું પડ્યું.
આસ્થા અને સંસ્કાર જેવી ચેનલોને મળેલ પ્રચંડ સફળતા પછી કેટલી નવી ધાર્મિક ચેનલો કાર્યરત હશે ?
અરે આધુનિકતાને અપનાવવામાં કટ્ટર ગણાતા ઇસ્લામનો પ્રચાર પ્રસાર કરતી ય અનેક ટીવી ચેનલો છે.
ટૂંકમાં સ્વીકાર થયો...

ત્રણ
ટેલીફોન, STD PCO ISD બુથ, ધડીયાળ, રેડીઓ, ટેપ રેકોર્ડર, કેમેરા ને સાગમટે ઘર ભેગાં કરનાર સ્માર્ટ ફોન પ્રત્યે ય લોકો ભલે ગમે એટલી નકારાત્મક વાતો કરતા હોય પણ હવે એ જીવનનો એક અનિવાર્ય ભાગ બની ચુક્યો છે.

ચાર
એવું જ ઇન્ટરનેટનું ય.
આજે ભાગ્યેજ કોઇ એવો ધર્મ, સંપ્રદાય, સમુદાય, કે સંસ્થા હશે કે જેનું સોસીયલ મિડીયામાં ઓફીસીયલ પેઇઝ ન હોય કે વિવિધ ગ્રુપ્સ ન હોય.

કહેવાનો મતલબ....
ઉન્નતિ અને પતન બંનેમાએ નિમિત્ત બની શકે.
સવાલ વપરાશના વિવેકનો છે.
સમજણ સંકુચિત થાય એટલે પુર્વ ગ્રહ અને સમજણ પરિપક્વ થાય એનું નામ પ્રજ્ઞા.

તાજો અનુભવ
એક દસ આંકડાનો નંબર ડાયલ કરો ત્યાં કેવો ચમત્કાર બને !
માત્ર એક જ વાર રૂબરૂ સ્થુળ સ્વરૂપે મળેલ અને સદાય સ્મરણોમાં સ્થાયી રહેલ આદરણીય સ્વજનને કોલ લગાડ્યો.
ફોન રિસીવ થતાં જ
"રા...મ મારા રા...મ" શબ્દો માં જે ઉમળકો અનુભવાય છે. એમાં સેંકડો કિલોમીટરનું અંતર ખરી પડ્યું.
લગભગ ૩૩ મિનીટ ૪૨ સેકન્ડ સુધી પરસ્પર એવા અને એટલા ભીંજાયા કે
અનુભૂતિ અંતઃકરણનું ક્ષેત્ર છે.
ઉર્મિઓનું વહન, પ્રસ્તુતિ એ તો અભિવ્યક્તિનું ક્ષેત્ર છે.
જે અનુભવાતું હોય એ કદી પુરૂં અભિવ્યક્ત થઇ શકે ખરૂં ?

સાભાર : ખીમાનંદભાઈ રામની નજરે....

Post a Comment

Previous Post Next Post