Chep 2 માહિતી અને માહિતી ટેકનોલોજી

 तेजस्विनाव धीतमस्तु

GCERT

GUJARAT COUNCIL 0F EDUCATIONAL RESEARCH & TRAINING

GANDHINAGR 

D.El.Ed.  F.Y.P.T.C. 

ડી.એલ.એડ્. અભ્યાસક્રમ મોડ્યૂલ

કોર્સ – 7 

માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ- 1


માહિતીનો અર્થ

👉 માહિતીએ કોઈ પણ વિષય, વ્યક્તિ, વસ્તુ, ઘટના, પ્રસંગ કે પ્રક્રિયા અંગેની ઊંડાણપૂર્વકની સ્પષ્ટતા મેળવવાનું એક સાધન છે.

👉  માહિતી પ્રસારિત થઈ શકે તેવો એક (શાબ્દિક કે હાવભાવ) સંદેશ છે. તેથી સામાન્ય સમજ મુજબ માહિતી એટલે એવું પ્રાપ્ત જ્ઞાન જે કોઈ ચોક્કસ હકીકતો કે ઘટનાઓ સાથે સંબંધિત હોય.

👉  માહિતી એટલે હકીકતો, ડેટા ( માહિતીનું કાચું સ્વરૂપ), કે અભિપ્રાયોનું એવું જ્ઞાન કે જે સાંકેતિક રીતે, દૃશ્ય-શ્રાવ્ય રીતે, કે ચિન્હ સ્વરૂપે પ્રત્યાયન પામેલ હોય.

👉  માહિતી શબ્દનો સામાન્ય અર્થ જાણકારી, હકીકતો, આંકડાઓ, અથવા સંદેશા થાય છે. જે કોઈ ચોક્કસ સંદર્ભમાં અર્થપૂર્ણ હોય અને જ્ઞાન મેળવવામાં મદદ કરે.

👉  શીખવા-શીખવવાની પ્રક્રિયામાં ઉપયોગી થતા તમામ તથ્યો, ડેટા, સંદેશાઓ, અને સંસાધનો  જે વ્યવસ્થિત હોય છે અને તેનો ઉપયોગ જ્ઞાન મેળવવા, સમજણ વધારવા અને નિર્ણયો લેવા માટે થાય છે.

શિક્ષણમાં માહિતી એક પુલ સમાન છે જે કાચા ડેટા (જેમ કે પરીક્ષાના માર્ક્સ) ને અર્થપૂર્ણ જ્ઞાન (જેમ કે વિદ્યાર્થીને કયા વિષયમાં વધુ મદદની જરૂર છે) માં પરિવર્તિત કરે છે.

 --------- --------- --------- --------- ------------------ --------- --------- --------- ---------

 માહિતી પ્રસારિત થઈ શકે તેવો એક (મૌખિક કે અભિવ્યક્ત) સંદેશ છે." – વિધાન સમજાવો.

વિધાન માહિતીના કાર્ય અને પ્રકૃતિ પર ભાર મૂકે છે. માહિતી માત્ર કાચો ડેટા નથી, પરંતુ તે એક એવી વ્યવસ્થિત અને અર્થપૂર્ણ સામગ્રી છે જે સંચાર પ્રક્રિયાનો ભાગ બની શકે છે અને એક વ્યક્તિની સમજણમાંથી બીજાની સમજણમાં સ્થળાંતરિત થઈ શકે છે.

 

 --------- --------- --------- --------- ------------------ --------- --------- --------- ---------

 

 

માહિતીની જરૂરિયાત વિષે સમજાવો.

આજે દરેક ક્ષેત્રમાં માહિતીની અનિવાર્યતાને આપણે અનુભવી શકીએ છીએ. ભાગ્યેજ એવું કોઈ ક્ષેત્ર હશે કે જ્યાં માહિતીની જરૂરિયાત હોય. માહિતીક્રાંતિના યુગમાં આપણે માહિતીનો ઉપયોગ સામાન્ય રીતે નિર્ણયો લેવામાં કરતા હોઈએ છીએ. સાચી અને સચોટ માહિતી સારા અને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે.

 

શિક્ષણનું ક્ષેત્ર અને તેમાં માહિતીની જરૂરિયાત

👉 શિક્ષણની વિસ્તરતી ક્ષિતિજોને જોતા એક બાબત ખૂબ સ્પષ્ટ રીતે કહી શકાય છે કે માહિતીના પ્રવાહે શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે.

👉 ગુરુપ્રણાલી થી -લર્નિંગ સુધીની આપણી શિક્ષણયાત્રા માહિતીના બહોળા ઉપયોગને આભારી છે. શિક્ષણને સાર્વત્રિક બનાવવાના સિદ્ધાંતે શિક્ષણને વધુને વધુ મહત્વાકાંક્ષી બનાવી દીધું છે. આજે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાથી અનુસ્નાતકકક્ષા સુધીનું શિક્ષણ સામાન્યરીતે મેળવતા થઇ ગયા છે.

👉 મોટા ભાગની શિક્ષણની પ્રક્રિયાઓ Online થઇ ગઈ છે. વિદ્યાર્થીઓના એડમિશનથી પરિણામ સુધીની બધી વિગતો હવે Online જોઈ શકાય છે.

👉 શિક્ષણક્ષેત્રે જેટલી માહિતી વિદ્યાર્થીને ઉપયોગી છે તેટલીજ શિક્ષકોને પણ ઉપયોગી છે. શિક્ષકો જ્ઞાનની દૃષ્ટિએ જેટલા સમૃદ્ધ હશે તેટલો ફાયદો વિદ્યાર્થીઓને મળશે. શિક્ષકો Internet, લાયબ્રેરી, -લાયબ્રેરી, સેમીનાર તેમજ વર્કશોપ જેવા માધ્યમોનો ઉપયોગ કરી પોતાના જ્ઞાનને સમૃદ્ધ કરે છે. શિક્ષકો મેળવેલા જ્ઞાનનો અભ્યાસક્રમ સાથે અનુબંધ સાધી શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે.

શિક્ષણમાં માહિતીના ઉપયોગના ઉદાહરણ

  • શૈક્ષણિક સંસાધનોની ઍક્સેસ : માહિતી ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિશ્વભરના પુસ્તકો, સંશોધન પત્રો, શૈક્ષણિક વિડિયો અને ઑનલાઇન અભ્યાસક્રમો  જેવા વિશાળ શૈક્ષણિક સંસાધનો સુધી સરળતાથી પહોંચી શકે છે. આનાથી શિક્ષણની ગુણવત્તા વધે છે અને શીખવાનો અનુભવ સમૃદ્ધ બને છે.

  • વ્યક્તિગત શિક્ષણ : વિદ્યાર્થીની જરૂરિયાતો, શીખવાની ગતિ અને રુચિઓ વિશેની માહિતીનો ઉપયોગ કરીને, શિક્ષકો વ્યક્તિગત અભ્યાસક્રમ સામગ્રી અને શિક્ષણ પદ્ધતિઓ બનાવી શકે છે. આનાથી દરેક વિદ્યાર્થીને તેમની ક્ષમતા અનુસાર શીખવાની તક મળે છે અને તેઓ વિષયને વધુ સારી રીતે સમજી શકે છે.

 

  --------- --------- --------- --------- ------------------ --------- --------- --------- ---------

 

જુદા જુદા વ્યવસાયો અને તેમાં માહિતીની જરૂરિયાત

શિક્ષણ ઉપરાંત બીજા વ્યવસાયોમાં જુદા જુદા પ્રકારની માહિતીની જરૂરિયાત રહે છે. આજે મોટાભાગના વ્યવસાયો માહિતીને કેન્દ્રમાં રાખી થતા હોય છે.

👉 મેનેજમેન્ટના ક્ષેત્રમાં ચોક્કસ માહિતી એટલે વધુમાં વધુ લાભ તેવો એક વિચાર સ્થાપિત થયેલો છે. કોઈ પણ વ્યવસ્થાતંત્રના અસરકારક સંચાલનનો આધાર તેના માહિતીની આપ-લે કરતા તંત્ર પર રહેલો છે. જેટલી ચોકસાઈ, તટસ્થતા અને હકીકતોને આધારે માહિતી સારી તેટલી તેની ઉપયોગક્ષમતા વધુ.

👉 તબીબી ક્ષેત્રે પણ નવા નવા રોગને લગતા સંશોધનોથી તબીબોને જાગૃત રહેવું પડે છે અને તે માહિતીનો ઉપયોગ પોતાના વ્યવસાયમાં કરવો પડે છે.

👉 કાયદાશાસ્ત્રીઓને પણ માહિતીથી સજ્જ રહેવું પડે છે અને પોતાના કેસની ફાઈલોમાં તેનો સતત ઉપયોગ કરતા રહેવું પડે છે.

👉 એન્જીનીયરીંગના ક્ષેત્રમાં પણ માહિતીને વધુમાં વધુ ભોગ્ય બનાવવાના પ્રયત્નો થાય છે જેથી કરીને ઉત્પાદન ખર્ચ ઓછો આવે અને વધુમાં વધુ નફો મેળવી શકાય.

 

સંશોધનક્ષેત્ર અને તેમાં માહિતીની જરૂરિયાત

👉  માહિતી સંશોધનની આધારશીલા છે. માહિતી એકત્રિત કર્યા વિના સંશોધન શક્ય બનતું નથી પછી તે કોઈ પણ ક્ષેત્રેને લગતું હોય. સંશોધનનું પ્રથમ ચરણ સમસ્યાની ઓળખ છે.

👉  માહિતીની જરૂરિયાત સંશોધનના પ્રથમ ચરણથી શરુ થાય છે. પ્રથમ સમસ્યાની ઓળખ કરવામાં આવે છે. ત્યારબાદ સંશોધક સમસ્યાને અનુરૂપ માહિતી એકત્રીકરણના ઉપકરણ બનાવીને માહિતી એકઠી કરે છે.

👉  માહિતી એકત્રિત કર્યા બાદનું કાર્ય માહિતીના વર્ગીકરણ અને વિશ્લેષણનું છે. સંશોધક એકત્રિત કરેલી માહિતીનું જુદા જુદા સ્વરૂપમાં વર્ગીકૃત કરી વિશ્લેષણ કરે છે.

👉  વિશ્લેષણ કરેલ માહિતીને અર્થઘટન કરી શકાય તેવા જુદા જુદા સ્વરૂપોમાં ઢાળવામાં આવે છે દા. ગ્રાફ, સૂચિ, ટેબલ (કોઠા) વગેરે. ગ્રાફ, સૂચિ, ટેબલ વગેરેને આધારે બાબતો તારવવામાં આવે જે કોઈ ચોક્કસ પરિણામ તરફ નિર્દેશ કરે છે જેના આધારે અંતિમ ચરણમાં તારણો કાઢવામાં આવે છે. જેના આધારે નિર્ણયો લઇ શકાય છે.

આમ, સંશોધક પોતાના સંશોધનના વિષય આધારિત માહિતીનું એકત્રીકરણ, વર્ગીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન કરીને પરિણામો સુધી પહોચવાના પ્રયત્ન કરે છે.


કૃષિ ક્ષેત્ર અને તેમાં માહિતીની જરૂરિયાત


👉 આજે વિશ્વમાં ટેક્નોલોજીના વિકાસ સાથે કૃષિક્ષેત્રમાં પણ પરિવર્તન આવ્યું છે. વિકસિત દેશોમાં ઈન્ટરનેટના માધ્યમ વડે ખેડૂત કૃષિસભાઓ ભરીને સારામાં સારા પાકો ઓછા ખર્ચે કઈ રીતે લઇ શકાય? તેના ઉકેલની સમજ સાથે કૃષિનો સ્વીકાર કરતા થયા છે. ભારતની વરસાદ આધારિત ખેતીને માહિતીના ઉપયોગ વડે ખેડૂત મિત્રોએ આજે ઘણી સમૃદ્ધ બનાવી દીધી છે.

👉  ભારતમાં Kisan Call Centreની સુવિધા Department of Agriculture & Co-operation દ્વારા ૨૧ જાન્યુઆરી ૨૦૦૪ થી અમલમાં છે. જેમાં ખેડૂતમિત્રો ટોલ-ફ્રી નંબર ૧૫૫૧ પર ફોન કરી પ્રાદેશિક ભાષામાં જરૂરિયાત મુજબ માહિતી મેળવી શકે છે.

👉  કોલ સેન્ટરો જમીન પરીક્ષણ, હવામાન, બિયારણ, માવજત, અને વેચાણ જેવી બાબતોની માહિતી આપતા હોય છે. કૃષિક્ષેત્રે માહિતીના આદાન પ્રદાનના માધ્યમ તરીકે ભારતમાં રેડિયો, ટીવી, ટેલીફોન અને ગ્રામસભાઓનું ખૂબ યોગદાન રહેલું છે.

 

સરકાર અને તેમાં માહિતીની જરૂરિયાત

👉  સરકારને અવારનવાર નીતિવિષયક આયોજનો અને પોલિસીઓનું ઘડતર કરવાનું હોય તેમના માટે માહિતી અત્યંત આવશ્યક બાબત બની રહે છે.

👉  સ્પષ્ટ અને ચોક્કસ સ્વરૂપની માહિતી તેમને આયોજન અને નીતિના બંધારણમાં મદદરૂપ થાય છે. કોઈ કાર્યના આયોજનના વિચારથી માંડીને તેના અમલીકરણ કે પુન:આયોજન સુધીના તમામ સોપાનો માહિતી પર આધારિત છે.

👉  કેન્દ્ર સરકારની પંચવર્ષીય યોજના આનું ઉદાહરણ ગણાય. રાષ્ટ્રીય શિક્ષણપંચો, પગારપંચો વગેરે માહિતીને આધારે નિર્ણયો લે છે. માહિતી એકત્રીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ સરકાર દ્વારા દર દસ વર્ષે થતી વસતિ ગણતરી છે.

 

ટેક્નોલોજીનું ક્ષેત્ર અને તેમાં માહિતીની જરૂરિયાત

👉 આજે અવિરતપણે થઇ રહેલા ટેક્નોલોજીના વિકાસના કારણે ઘણી નવી નવી પ્રયુક્તિઓ અસ્તિત્વમાં આવી છે. ટેલિફોન, મોબાઇલ, આઈપોડ, આઈપેડ અને ટેબલેટ્સના વધતા ઉપયોગે સમાજ ને ટૅકનોલોજીના ઉપયોગ પ્રત્યે સજાગ બનાવી દીધો છે.

👉  લોકોના શિક્ષણમાં વધતા સોશિયલ મીડિયાના ઉપયોગે લોકોને એકબીજાથી ખૂબ નજીક લાવી દીધા છે. Facebook, Twitter, Orkut, Whatsapp, અને Skype જેવા ઈન્ટરનેટ માધ્યમો દ્વારા લોકો આજે ખૂબ નીકટતા અનુભવે છે.

👉 તમામ મીડિયા લોકોની માહિતીના ઉપયોગનું પ્રમાણ દર્શાવે છે. જેમાં સામાન્ય રોજબરોજની માહિતીથી લઇ તેમના વ્યવસાયની સજ્જતા સુધીની તમામ માહિતીઓ શૅઅર (Share) થતી રહે છે. ઉપરાંત Google,Youtube માહિતી મેળવવા માટે સૌથી વધુ વપરાતા માધ્યમ છે.

 

 --------- --------- --------- --------- ------------------ --------- --------- --------- ---------

માહિતીની કક્ષાઓ..


માહિતીની કક્ષાઓ એટલે કાચા અને અવ્યવસ્થિત ડેટામાંથી જ્ઞાન અને સમજણ સુધી પહોંચવાની ક્રમબદ્ધ પ્રક્રિયા. ટૂંકમાં માહિતીની કક્ષાઓ એટલે માહિતીનું સ્તર (level). માહિતી જુદી જુદી કક્ષાઓમાં વહેચાયેલી છે. દરેક કક્ષામાં જુદી જુદી બાબતોનો સમાવેશ થાય છે. માહિતીની કક્ષાને આધારે માહિતીની ઉપયોગીતા, ગુણવત્તા અને અસરકારકતા નક્કી થતા હોય છે.

 

માહિતીને મુખ્ય ચાર કક્ષાઓ(level)માં વિભાજિત કરવામાં આવે છે. પ્રક્રિયાને સામાન્ય રીતે DIKW પિરામિડ (DIKW Pyramid) તરીકે ઓળખવામાં આવે છે, જે માહિતીના પરસ્પર સંબંધ અને તેના મૂલ્યની સમજ આપે છે.  (1) ડેટા (2) માહિતી (3) જ્ઞાન અને (4) ડહાપણ.

 

પિરામિડમાં માહિતીને નીચે પ્રમાણે ચાર મુખ્ય કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવે છે, જે નીચેથી ઉપરની તરફ વધે છે:

 

ડેટા (Data)

માહિતીનું કાચું સ્વરૂપ એટલે ડેટા. જરૂરિયાત મુજબની પ્રક્રિયાઓ કરી ડેટાને પૂર્ણ માહિતીમાં રૂપાંતરિત કરી શકાય છે. ડેટાને ઘણી વાર પ્રક્રિયા થયા વિનાની માહિતી (Unprocessed Information) પણ કહેવામાં આવે છે. સૌથી નીચલી કક્ષા ડેટા કાચા તથ્યો અને આંકડાઓ છે જેનો કોઈ ચોક્કસ સંદર્ભ કે અર્થ નથી. તે માત્ર ચિહ્નો, શબ્દો અથવા સંખ્યાઓ છે. જેમકે  "કોણ?", "શું?", "કેટલું?"

 

આપણે સામાન્ય વપરાશમાં લોકોને એવું કહેતા સાંભળીએ કે તમારો Bio-Data આપજોને, અર્થાત્ આપણે તેમની પાસે તેમનું નામ, સરનામું, ઉમર, શૈક્ષણિક લાયકાત વગેરે જેવી હકીકતલક્ષી બાબતોની માંગ કરીએ છીએ. મેળવેલ Bio-Data માહિતીનું કાચું સ્વરૂપ છે, જેના પર આગળની પ્રક્રિયાઓ કરવામાં આવે છે.

 

શિક્ષણના ક્ષેત્રમાં બાળકોના શૈક્ષણિક વિકાસની તપાસ માટે તેમની સર્વગ્રાહી વિગતોનું એકત્રીકરણ કરવું તે વિગતો ડેટા છે. સામાન્યતઃ ડેટા આંકડાના સ્વરૂપમાં હોય છે, જેનો કોઈ સ્પષ્ટ અર્થ કરી શકાતો નથી.

 

માહિતી (Inforamtion)

માહિતીએ પ્રક્રિયા થયેલ ડેટા (Processed Data) છે. ડેટાનું એકત્રીકરણ કરી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિશ્લેષિત ડેટાને માહિતી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્લેષણ કરેલ ડેટા ચોક્કસ ઉદ્દેશ્ય કે પરિણામ તરફ નિર્દેશ કરે છે. માહિતી અપૂર્ણ કે પરિવર્તનશીલ હોય શકે છે. ટૂંકમાં ડેટાનું પ્રોસેસિંગ એટલે માહિતી જે પ્રોસેસ કરેલો અને સંગઠિત ડેટા છે. જ્યારે ડેટાને કોઈ અર્થ આપવામાં આવે છે, ત્યારે તે માહિતી બને છે.  માહિતીએ "કોણ" "શું?", "ક્યાં?", અને "ક્યારે?" જેવા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરે છે.

 

જીલ્લાની વસતિગણતરીના આંકડા પરથી લોકોની આર્થિક સ્થિતિ વિશેનું અનુમાનની વિગતો મેળવવી કે પછી એન્જીનીયરીંગ કૉલેજ, મેનેજમેન્ટ કૉલેજ, કે શિક્ષણની કૉલેજની મુલાકાત લઇ કયા વ્યવસાય તરફ વિદ્યાર્થીઓનું વલણ વધુ હકારાત્મક છે તે જાણવું વગેરે બાબત.

ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓના સર્વગ્રાહી શૈક્ષણિક વિકાસ પત્રકને આધારે બાળકોની શૈક્ષણિક સિદ્ધિનું પ્રમાણ કેટલું છે તેની વિગતો જાણવી.

 

3. જ્ઞાન (Knowledge)

માહિતીનું સંયોજન એટલે જ્ઞાન  જે પ્રોસેસ કરેલી માહિતીનો સંગ્રહ છે. જે અનુભવ, શિક્ષણ અને સમજણ દ્વારા મેળવવામાં આવે છે.  જ્ઞાન "કેમ?"," "કેવી રીતે?"  જેવા પ્રશ્નોના ઉત્તર આપે છે.

જ્ઞાનનો ખ્યાલ ડેટા અને માહિતીથી અલગ પડે છે. જ્ઞાન વ્યક્તિગત ખ્યાલ છે. તેનું અલગ પડવાનું મહત્ત્વનું કારણ છે કે ડેટા અને માહિતી બધાજ વ્યક્તિઓ માટે સરખા હોય શકે છે, પરંતુ ડેટા અને માહિતીનું અર્થઘટન કરવાની ક્ષમતા દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે.

વ્યક્તિ પોતાના ભૂતકાળના અનુભવો અને પરિસ્થિતિના વિશ્લેષણની ક્ષમતાના આધારે માહિતીનું અર્થઘટન કરવા સક્ષમ બને છે. જ્ઞાનનો ઉપયોગ સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે બાળકોના શૈક્ષણિક વિકાસને જાણી તેની વિચારક્ષમતાને અનુરૂપ શૈક્ષણિક પ્રવૃત્તિઓના આયોજનનું ઘડતર કરવું. આયોજન બનાવતી વખતે શિક્ષકોના ભૂતકાળના અનુભવો આમાં મદદરૂપ બને છે. જ્ઞાન આપણને વર્તમાન નિર્ણય લેવામાં મદદ કરે છે. આવું દરેક બાબતમાં આપણી સાથે બનતું હોય છે. આમ, જ્ઞાનના ઉપયોગથી સિદ્ધાંતો, હકીકતો અને માહિતી વચ્ચે સમજ નો એક સેતુ રચી શકાય છે.

 

4. ડહાપણ (Wisdom)

જ્ઞાનએ મનુષ્યના અનુભવમાંથી જન્મેલું તત્ત્વ છે. જયારે ડહાપણ મૂલ્યાંકિત જ્ઞાન છે. ઘણીવાર તેને વિચારશક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે.  સૌથી ઉચ્ચ કક્ષા એટલે ડહાપણ  શાણપણ કે સમજણ જે જ્ઞાન અને અનુભવનો ઉપયોગ કરીને યોગ્ય નિર્ણય લેવાની અને ભવિષ્યની આગાહી કરવાની ક્ષમતા છે. તે તમને સમજાવે છે કે શા માટે (Why) અને શું કરવું (What to do).  

 

ડહાપણ વ્યક્તિમાં અનુભવના આધારે સંચારિત થતી શક્તિ છે. ડહાપણ વ્યક્તિ ને સારું શું? અને ખરાબ શું? તેમજ સાચું શું? અને ખોટું શું? તે વિચારવા માટે પ્રેરિત કરતી વિચારશક્તિ છે.  ટૂંકમાં ડહાપણ "તેવું કેમ બન્યું છે?", "શા માટે?" અને "આગળ શું?"  તેનાં કારણો વિષે વિચારવાની શક્તિ છે.

 

વિચારશક્તિ વ્યક્તિને નિર્ણય લેતી વખતે તેનામાં રહેલા મૂલ્યોથી સતત જાગૃત કરે છે જેથી કરીને વ્યક્તિ સારા અને સાચા નિર્ણયો લઇ શકે છે. આમ, ડહાપણ મનુષ્યની આત્મા સાથે જોડાયેલી વિચારશક્તિ છે.

 

--------- --------- --------- --------- ------------------ --------- --------- --------- ---------

 

ઉદાહરણ તરીકે જોઈએ તો........... 

 

ડેટા (Data)  માહિતીનું કાચું સ્વરૂપ

ઉદાહરણ

95, 2024, A, ગુજરાત યુનિવર્સિટી (અહીં આંકડાઓ અને શબ્દો જે અલગથી કોઈ અર્થ નથી આપતા).

 

માહિતી (Inforamtion) કોણ’, ‘શું?’, ‘ક્યાં?’, અનેક્યારે?’ જેવા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરે છે.

ઉદાહરણ

"વર્ષ 2024 માં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ગણિતમાં 95 માર્ક્સ મેળવ્યા." (હવે આંકડાઓ એકબીજા સાથે જોડાઈને અર્થપૂર્ણ બને છે).

 

જ્ઞાન (Knowledge) "કેમ?", "કેવી રીતે?" જેવા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરે છે.

ઉદાહરણ

"અમને ખબર છે કે ગણિતમાં સતત 95 માર્ક્સ મેળવવા માટે તે વિદ્યાર્થી નિયમિતપણે પદ્ધતિસરનું પુનરાવર્તન અને પ્રેક્ટિસ કરે છે, અને તે મુશ્કેલ પ્રશ્નોનો સામનો કરવા માટેની પદ્ધતિઓ જાણે છે."

 

ડહાપણ (Wisdom)  શા માટે?,  આગળ શું?,  તેવું કેમ બન્યું છે? તેનાં કારણો વિષે વિચારવાની શક્તિ છે.

ઉદાહરણ તરીકે માહિતી અને જ્ઞાનના આધારે, અમે નક્કી કરીએ છીએ કે વિદ્યાર્થીને ગણિતના શિક્ષક તરીકે પ્રોત્સાહિત કરવો જોઈએ જેથી તે તેના શીખવાના અનુભવનો ઉપયોગ અન્ય વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે કરી શકે.

 

 

 

 

 --------- --------- --------- --------- ------------------ --------- --------- --------- ---------

 

જ્ઞાનની રચના કેવી રીતે ડહાપણની કક્ષા સુધી પહોંચાડે છે?

જ્ઞાન ડહાપણ  સુધી પહોંચવા માટેનું સીધું પગથિયું છે. જ્ઞાનમાંથી ડહાપણ તરફની પ્રક્રિયામાં જ્ઞાનનો અનુભવ અને મૂલ્યાંકન જરૂરી છે. જ્ઞાન ડહાપણમાં નીચે મુજબ રૂપાંતરિત થાય છે:

👉  અનુભવ દ્વારા સંકલન

જ્ઞાન પુસ્તકો કે માહિતી દ્વારા મેળવેલી સમજણ છે, જ્યારે ડહાપણ વ્યવહારિક જીવનના અનુભવો દ્વારા મેળવેલું પરિપક્વ જ્ઞાન છે.

જ્યારે કોઈ વ્યક્તિ તેના જ્ઞાનનો વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં ઉપયોગ કરે છે અને તેના પરિણામો જુએ છે, ત્યારે તે જ્ઞાન ડહાપણ માં રૂપાંતરિત થાય છે.

 

👉   નૈતિક અને મૂલ્યલક્ષી દ્રષ્ટિકોણ

જ્ઞાન માત્ર તકનીકી રીતે 'શું કરવું' તે જણાવે છે

 ડહાપણ 'શું કરવું' તે જણાવવાની સાથે, 'શા માટે કરવું જોઈએ' અને 'શું નૈતિક રીતે યોગ્ય છે' તેનું માર્ગદર્શન આપે છે.

ડહાપણમાં નૈતિકતા, સામાજિક મૂલ્યો અને લાંબા ગાળાની અસરનું મૂલ્યાંકન સમાવિષ્ટ છે.

 

👉   આગાહી અને આયોજન

જ્ઞાન તમને વર્તમાન વલણો સમજવામાં મદદ કરે છે.

ડહાપણ તમને તે જ્ઞાનનો ઉપયોગ કરીને ભવિષ્યની પરિસ્થિતિઓની આગાહી કરવા અને લાંબા ગાળાના શ્રેષ્ઠ પરિણામ માટે આયોજન કરવામાં મદદ કરે છે. તે માત્ર 'કેવી રીતે' નહીં, પણ 'કેમ અને ક્યારે' યોગ્ય છે તે નક્કી કરે છે.

 

ઉપર આપેલા ઉદાહરણોના આધારે જ્ઞાનમાંથી ડહાપણ તરફનું નિર્માણ સમજો :

💢  ડેટા:           25, 78%

💢  માહિતી:     વર્ગ A માં 25 વિદ્યાર્થીઓ હાજર છે (78% હાજરી).

💢   જ્ઞાન:         શુક્રવારે સવારના ક્લાસમાં ગેરહાજરી વધારે છે (વલણની સમજણ).

💢   ડહાપણ:    શુક્રવારે સવારના ક્લાસમાં ગેરહાજરી વધુ હોવાથી, મહત્વના વિષયોનો અભ્યાસ સોમવાર કે મંગળવારે સવારના સમયમાં કરવો જોઈએ, અને શુક્રવારે સવારે વ્યવહારિક કસરતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી હાજરીનું પ્રમાણ વધારી શકાય અને વિદ્યાર્થીઓનો રસ જળવાઈ રહે."

આમ, જ્ઞાન એક શક્તિશાળી સાધન છે, પણ જ્યારે તેનો ઉપયોગ ઊંડી સમજણ, નૈતિકતા અને ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ સાથે થાય છે, ત્યારે તે ડહાપણની કક્ષાએ પહોંચે છે.

 

 ################################

માહિતી ટેકનોલોજી


અર્થ :

માહિતી ટેકનોલોજી (Information Technology) એટલે ડેટા (Data) પર પ્રક્રિયા કરીને તેને અર્થપૂર્ણ માહિતી (Information) માં રૂપાંતરિત કરવા, સંગ્રહ કરવા, સુરક્ષિત કરવા અને તેનું આદાન-પ્રદાન કરવા માટે ઉપયોગમાં લેવાતી તમામ ટેકનોલોજી અને સિસ્ટમ્સનો સમૂહ.


માહિતી ટેકનોલોજીની લાક્ષણિકતા

માહિતી ટેકનોલોજી એક તંત્ર છે. 

માહિતી ટેકનોલોજી (IT) માત્ર હાર્ડવેર કે સોફ્ટવેરનો સમૂહ નથી, પરંતુ તે એક વ્યાપક અને સંકલિત તંત્ર છે જે માહિતીના નિર્માણ, સંગ્રહ, પ્રક્રિયા, વિતરણ અને વ્યવસ્થાપન માટે જરૂરી તમામ ઘટકોને એકસાથે લાવે છે. ઘટકો એકબીજા પર નિર્ભર રહીને કાર્ય કરે છે અને એક સુસંગત પ્રણાલી બનાવે છે.

કારણ કે તે માત્ર કમ્પ્યુટર કે સોફ્ટવેરનું સંકલન નથી, પરંતુ ચોક્કસ ધ્યેય પ્રાપ્ત કરવા માટે વિવિધ ઘટકો જેવા કે હાર્ડવેર, સૉફ્ટવેર, ડેટા વગેરે એકબીજા સાથે મળીને કામ કરે છે.

ડેટા સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ : 

માહિતીનું એકત્રીકરણ અને તેનો સંગ્રહ તેમાં થાય છે. માહિતી ટેક્નોલોજીમાં ડેટાને મોટા પાયે, ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહિત કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. તેમજ સંગ્રહિત ડેટાને જરૂરિયાત મુજબ ગમે ત્યારે ઝડપથી શોધી અને પુનઃપ્રાપ્ત કરી શકાય છે.

ઝડપ અને કાર્યક્ષમતા :-

માહિતી પર જરૂરી પ્રક્રિયાઓ કરી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. માહિતી ટેકનોલોજી મોટા ડેટાને ખૂબ જ ઓછા સમયમાં પ્રોસેસ અને એનાલાઈઝ કરી શકે છે

કનેક્ટિવિટી અને સંચાર :

માહિતીના પ્રસરણ માટે કમ્પ્યુટર અને દૂર સંચારનાં માધ્યમોનો ઉપયોગ કરે છે. ઈન્ટરનેટ અને નેટવર્કિંગ ટેકનોલોજી દ્વારા, વિશ્વભરમાં લોકો અને ઉપકરણો વચ્ચે ઝડપી અને સરળ સંચાર સ્થાપિત થાય છે. તેમજ માહિતી અને સંસાધનોની વહેંચણી સહેલાઈથી અને તુરંત જ થઈ શકે છે.

લવચીકતા અને અનુકૂલનક્ષમતા

માહિતીને ઉપયોગી સ્વરૂપમાં ઢાળે છે. માહિતી ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વહીવટ જેવા લગભગ દરેક ક્ષેત્રમાં થઈ શકે છે. તે સતત વિકસિત થતી ટેકનોલોજી છે, જે નવા ટૂલ્સ અને પદ્ધતિઓ ને અપનાવવાની ક્ષમતા ધરાવે છે.

 ################################

શિક્ષણમાં માહિતી ટેક્નોલોજીની જરૂરિયાત:
શિક્ષણએ આજીવન પ્રક્રિયા છે માટે શીખવા માટે માહિતીની જરૂરિયાત આપણને હંમેશાં રહે છે. માહિતી ટૅકનોલોજીની જરૂરિયાત વિષે વિચારીએ તો, સમગ્ર જગતમાં માહિતીનો વિસ્ફોટ થયો છે, માટે તેને મેળવી અને તેનાથી જ્ઞાત થવાની જરૂરિયાત છે. શિક્ષણને નાવીન્યસભર તેમજ રુચિકર બનાવવા માટે પણ માહિતી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે. અધ્યેતાને શીખવામાં નાવીન્યપૂર્ણ સંદર્ભ અને મદદ મળી રહે તે માટે માહિતી ટેક્નોલોજીનો ઉપયોગ અનિવાર્ય છે. ટેક્નોલોજીની સાક્ષરતાએ આજના સમાજની માંગ છે જે માહિતી ટેક્નોલોજીના ઉપયોગથી પ્રાપ્ય થાય તેમ છે.
આજે સમગ્ર જગતમાં માહિતી ટેક્નોલોજીના ઉપયોગથી શિક્ષણની ગુણવત્તા અને સ્તરમાં ઘણું પરિવર્તન આવ્યું છે. માહિતીની સરળ પ્રાપ્યાતાને લીધે શિક્ષણની ક્ષિતિજો ઘણી વિસ્તરી છે. માહિતી ટેક્નોલોજી શા માટે જરૂરી છે તે પ્રશ્નના જવાબમાં આપણે નીચેની મુખ્ય ત્રણ બાબતો વિષે વિચારીએ.() શિક્ષણનું સાર્વત્રીકરણ સમાજની સૌથી મોટી જરૂરિયાત છે. () શિક્ષણને ઓછું ખર્ચાળ અને બધા લોકો માટે પ્રાપ્ય બનાવવા પ્રયત્નો ચાલી રહ્યા છે. () શિક્ષણની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવે છે

શિક્ષણના ક્ષેત્રમાં માહિતી ટેક્નોલોજી (Information Technology - IT) ની જરૂરિયાત આજના યુગમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે શિક્ષણને વધુ અસરકારક, સુલભ અને આધુનિક બનાવે છે.

૧. સુલભ અને વૈવિધ્યસભર શિક્ષણ સામગ્રી

૨. વ્યક્તિગત શિક્ષણ

૩. ક્રિયાપ્રતિક્રિયા અને સહયોગ

૪. શિક્ષણની ગુણવત્તામાં સુધારો  

૫. ભવિષ્ય માટેની તૈયારી

 

 ################################

 

શિક્ષણમાં માહિતી ટેક્નોલોજીનો વિનિયોગ

શિક્ષણમાં માહિતી ટેક્નોલોજી (IT) નો વિનિયોગ શિક્ષણ પ્રક્રિયાને સુધારવા અને તેને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ રીતે કરવામાં આવે છે. મુખ્ય વિનિયોગ નીચે મુજબ છે:

👉  શિક્ષણના સાર્વત્રીકરણ માટે :

માહિતી ટેક્નોલોજીના વિકાસના કારણે શિક્ષણના સ્વરૂપમાં બદલાવ આવ્યો છે. શાળા કક્ષાએ અપાતું શિક્ષણ મોટા દેશોમાં આજે કમ્પ્યૂટર વડે આપવામાં આવે છે. આજે વિકસિત દેશોમાં માહિતી ટેક્નોલોજીને લીધે શાળા શિક્ષણ વેબ-આધારિત શિક્ષણ બની ગયું છે. ઈન્ટરનેટના ઉપયોગ વડે આજે ખૂબ સરળતાથી શિક્ષણ મેળવી શકાય છે

Online Education જૂથ શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે. જેમાં એક સાથે હજારો લોકો શિક્ષણ મેળવી શકે છે. વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી પોતાના વિચારો, સમસ્યાઓ અને ઉકેલો એક બીજા સાથે ખૂબ સરળતાથી શૅઅર કરી શકે છે. આજે વિકસિત દેશોમાં T.V, રેડિયો અને ઇન્ટરનેટનો આવા જૂથ શિક્ષણના માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. દા.. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) અને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) દ્વારા ચલાવાતા Online અભ્યાસક્રમો જ્યાં વિદ્યાર્થીઓ સ્થળ અને સંખ્યાનાં બંધનો વિના અભ્યાસ કરી શકે છે.

આજે ઘણી યુનિવર્સિટીઓ પોતાની વેબ-સાઈટ્સ ધરાવે છે જ્યાં તે પોતાના વિદ્યાર્થીઓ માટે Online લાઈબ્રેરીની વ્યવસ્થા કરી આપે છે જેથી વિદ્યાર્થીઓ ઘરે બેઠાં પુસ્તકાલયનો ઉપયોગ કરી શકે છે.  

 

👉  શિક્ષણ ઓછું ખર્ચાળ બનાવવા :

માહિતી ટેક્નોલોજીના વિનિયોગથી શિક્ષણ ઓછું ખર્ચાળ બને છે. શિક્ષણ આપવાની નવી વિકસી રહેલી જુદી જુદી પદ્ધતિઓ શિક્ષણની પ્રક્રિયાને સરળ અને ઓછી ખર્ચાળ બનાવે છે. શિક્ષણમાં Online Education, Web-Based Education ના ઉપયોગને લીધે શિક્ષણ ઓછું ખર્ચાળ બન્યું છે. દૂરવર્તી શિક્ષણનું યોગદાન પણ તેમાં સવિશેષ રહ્યું છે. દૂરવર્તી શિક્ષણનો ખ્યાલ આપણને વર્ગખંડની બહારના શિક્ષણ તરફ નિર્દેશ કરે છે. શિક્ષણ હવે માત્ર વર્ગખંડમાં આપી શકાય છે તેવી માન્યતા ચાલે તેવી નથી. જુદી જુદી યુનિવર્સિટીઓમાં દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમો ચાલે છે. જે વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળા અને કોલેજમાં અભ્યાસ કરવા માટે જવા સક્ષમ હોય કે આર્થિક રીતે નબળા હોય તેવા વિદ્યાર્થીઓ માટે પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્યાસ કરી શકતા હોવાથી પ્રકારના અભ્યાસક્રમો ખૂબ ઓછા ખર્ચાળ હોય છે. દા. ભારતમાં ડો. બાબા સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી આવા પ્રકારના અભ્યાસક્રમો ચલાવે છે.

 

👉   શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે :

પ્રાથમિકથી લઇ કૉલેજ કક્ષા સુધી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સરકાર આજે પ્રયત્ન કરી રહી છે. દરેક વિદ્યાર્થીને શિક્ષણમાં સમાન ભાગીદારી, સમાન વાતાવરણ, સમાન સંસાધનો, સમાન તકો પ્રાપ્ત થાય તેવા કાર્યક્રમો અમલમાં મૂકાયા છે. Online Education, Web-based Education, Computer Assisted Learning અને Computer Aided Learning જેવા શિક્ષણના સ્વરૂપો દ્વારા શિક્ષણની ગુણવત્તામાં ઘણોજ સુધારો આવ્યો છે. શિક્ષકને વિષયવસ્તુની અસરકારક રજૂઆત કરવા માટે ચિત્ર, ચલચિત્ર, એનિમેશન વગેરે Internetના માધ્યમથી પ્રાપ્ત થાય છે. ઉપરાંત તે પોતાની સજ્જતા વધારવા માટેના સંદર્ભો ઈન્ટરનેટના માધ્યમથી મેળવે છે અને પોતાની સમજનો વિકાસ કરે છે. વેબબેઇઝ કોન્ફરન્સ શિક્ષક-વિદ્યાર્થી અને વિદ્યાર્થી-વિદ્યાર્થીને એક બીજા સાથે જોડી વાર્તાલાપ કરવામાં સરળતા કરી આપે છે જે અંતે તો શિક્ષણની ગુણવત્તા સુધારે છે.

 

  ################################

 

💢  માહિતી પ્રસારિત થઈ શકે તેવો એક (મૌખિક કે અભિવ્યક્ત) સંદેશ છે." – વિધાન સમજાવો.

વિધાન માહિતીના કાર્ય અને પ્રકૃતિ પર ભાર મૂકે છે. માહિતી માત્ર કાચો ડેટા નથી, પરંતુ તે એક એવી વ્યવસ્થિત અને અર્થપૂર્ણ સામગ્રી છે જે સંચાર પ્રક્રિયા (Communication Process) નો ભાગ બની શકે છે અને એક વ્યક્તિની સમજણમાંથી બીજાની સમજણમાં સ્થળાંતરિત થઈ શકે છે.

 

💢  પૂર્ણ રૂપ આપો. IGNOU, BAOU, OER, DIKW

💢  Facebook, Twitter, Whatsapp અને Skype, Orkut   ઈન્ટરનેટ માધ્યમો દ્વારા લોકો આજે ખૂબ નીકટતા અનુભવે છે.

💢  માહિતી મેળવવા માટે સૌથી વધુ વપરાતા માધ્યમ છે.  -  Google,Youtube

💢  ભારતમાં Kisan Call Centreની સુવિધા Department of Agriculture & Co-operation દ્વારા ૨૧ જાન્યુઆરી ૨૦૦૪ થી અમલમાં છે.

💢  ખેડૂતમિત્રો ટોલ-ફ્રી નંબર ૧૫૫૧ પર ફોન કરી પ્રાદેશિક ભાષામાં જરૂરિયાત મુજબ માહિતી મેળવી શકે છે.

 

💢  ERIC અને Inflibnet વિષે માહિતી  

👉  સંશોધન માટેના તેમજ અન્ય શૈક્ષણિક પુસ્તકો માટે ERIC (http://eric.ed.gov/) 

👉  Online લાઈબ્રેરી Inflibnet (http://www.inflibnet.ac.in/)  

 

 

 

 

 

 

 




 

Previous Post Next Post