Tuesday, August 25, 2020

Unknown place of Kutchh કચ્છના અજાણ્યા સ્થળો...

કચ્છમાં આપે પ્રવાસ કરેલો હશે... ઘણા પ્રખ્યાત સ્થળો જોયા હશે.. પણ ચિત્રમાં દેખાય છે.. તે સ્થળ આપે જોયું નહિ હોય....100 %...







આ ખૂબ ઓછું જાણીતું સ્થળ છે.. ભારતમાં કચ્છમાં આવેલ પુરાતન સ્થળ ધોળાવીરાની નજીક...
નામ છે......

ઝર નો ગહ (ખડીર બેટ કચ્છ)

ખડીર બેટની એક એવી જગ્યા જ્યાં સ્થાનિક રહેવાસી સિવાય કોઈ પહોંચી શક્યું નથી.. હોલીવુડ ફિલ્મોમાં જોયેલા દ્રશ્યો... તેમજ ડાયનોસોર યુગની યાદ તાજી થઈ જાય તેવા રમણીય દ્રશ્યો... આપ કેમેરામાં કંડારી શકો છો..

ધોળાવીરા નજીક આવેલ

Dholavira homestay
મોબાઇલ નંબર 8758271671 
www.dholavirahomestay.com
આપને એવી જગ્યા બતાવશે.. જેનું આપ નામ પણ પહેલીવાર સાંભળશો.. રહેવા જમવા તેમજ માર્ગદર્શન સાથે ની સગવડતા સાથે... માણો..

ઝર નો ગહ

ઝર મહાદેવ થઈ ને ઝર ના ગહ સ્થળ સુધી પહોંચી શકાય છે. કુદરત ની કમાલ જોવા જેવી છે. પથ્થર ના આકાર જોઈ દિલ ખુશ થઇ જાય અને એમાં પણ જવાનો રસ્તો offbeat છે. ઝર નો ગહ એ ખુબજ ઊંચાઈ ઉપર આવેલ છે. સામે અફાટ રણ છે અને પથ્થરો ડાયનાસોર સમયગાળાના છે એટલે કે ૧૭ કરોડ વર્ષ પહેલાં ના છે!
























✍️✍️✍️
આ સિવાય મિત્ર
મહાદેવભાઈ બારડ દ્વારા અનુભવેલ અને તેમના દ્વારા લિખિત પ્રવાસ વર્ણન વાંચી ત્યાં જવાનું મન અચૂક થશે..


**ખડીરબેટ નો પ્રવાસ**
(ખડીર ની ઉડતી મુલાકાતે)

ખડીર એ એક બેટ છે ખડીર કુદરત નો ખોળો પણ કહી શકાય છે ખડીર મા વરસાદ પછી ત્યાં પ્રકૃતિ સોળે કળા એ ખીલી ઊઠે છે ધરતી પર નું સ્વર્ગ લાગે છે! ખડીર મા બોર બકરી અને બાજરો પ્રખ્યાત છે! ખડીર પ્રારંભિક કાળ નો ઇતિહાસ સાચવીને બેઠું છે! ખડીરમાં ડાયનાસોર ના અવશેષો મળી આવેલ છે. ખડીરમાં કરોડો વર્ષ પહેલાંનો ફોસિલ પાર્ક આવેલ છે! હાલમાં ફોસિલ પાર્ક નો વિકાસ ચાલુ છે ટૂંક સમયમાં બની જશે અને એક રમણીય પ્રવાસ-પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે! ખડીરમાં ભજડો ડુંગર આવેલ છે જે નાથ સંપ્રદાય સાથે સંકળાયેલ છે નાથ સંપ્રદાય ના ભજડનાથ દાદા એ આ ડુંગર ઉપર તપ કરેલું છે તેથી ભજડો ડુંગર તરીકે ઓળખાય છે! આ ડુંગર ઉપર ઉનાળા સિવાય જઈ શકાતું નથી ઉનાળા માં પણ બીએસએફ ચોંકી માં થી મંજુરી લઈ ને જઈ શકાય છે અને ડુંગર ઉપર એક ત્રિશૂળ છે તેમજ આ ડુંગર મા એક નાનું એવું તળાવ આવેલું છે આ ડુંગર મા સસલા હરણ વગેરે રહે છે ચાર મહિના સિવાય આ ડુંગર ચારે બાજુ પાણી થી ઘેરાયેલો રહે છે એટલે ત્યાં જઈ શકાતું નથી જેના કારણે રણ ના કાઠે દાદા નું મંદિર બનાવેલ છે અને મદીર ની આરતી પૂજા બીએસએફ ના જવાનો કરે છે! ચારે બાજુ અફાટ રણ હાલ માં રણ મા પાણી આવેલ હોવા થી એમ લાગે કે સમુદ્ર છે! ભજડો ડુંગર તો દૂર થી અતિ રમણીય લાગે છે પેલા ના સમય માં ભજડા દાદા નો મેળો ભરાતો ત્યારે ખડીર બેટ ના તમામ ગામ ના લોકો ગાડું બળદ લઈ ને આવતા અને મેળા નો આનદ લેતા અને રાત પણ રોકાતા હતા રણ મા ગાડાં છૂટ્યા હોય અને બળદો ની જાલર વાગતી હોય અદ્ભુત સ્મરણો ગાંઠ છૂટ્યા ની વેળા લેખક વર્ષા અડાલજા ની બુક્સ મા લખેલ છે જે બુક્સ મા પેલા સમય નું ખડીર કેવું હતું તેનું અદ્ભુત વર્ણન છે અને સ્મરણો છે! 

આ ઉપરાંત અંદર રણ મા હજી એક બેટ આવેલ છે જે કરોડો વર્ષ જૂનો છે સ્ફટિક ટાઈપ નો ડુંગર છે ત્યાં ભારત આઝાદ થયા પછી કોઈ માણસ ગયું નથી છેલ્લે ગયા વર્ષે ગાંધીનગર થી મંજુરી લઈ ને એક ટીમ ગઈ હતી હાલ માં બહુ નાનો ડુંગર છે કાળક્રમ નાશ થતો જાય છે જ્યાં એવું કહેવાય છે કે મોટું બંદર હતું અમારા નસીબ કે અમને આ વખતે નરી આંખે એ ડુંગર જોવા મળ્યો બાકી હું ઘણી વાર ગયો છું ક્યારેય દેખાતો નથી! જે ભારત પાકિસ્તાન ની બોર્ડર ઉપર આવેલ છે અમે ગયા ત્યારે વરસાદ પડી ને રહી ગયો હતો એટલે દૂર દૂર સુધી ચોખુ વાતાવરણ હતું એટલે એમણે નરી આંખે એ ડુંગર દેખાતો હતો! 

ખડીર મા આવીજ એક અદ્ભુત જગ્યા બોકરગળો છે જ્યાં પણ પાચ કિમી ચાલતા જવું પડે છે જ્યાં પહોંચ્યા પછી સ્વર્ગ નો અનુભવ થાય છે નીચે ઊંડી ખીણ છે.  અને એક બાજુ ઉચો પહાડ છે ત્યાં તમે નીચે ખીણ બાજુ મોઢું રાખી ને સુવો એટલે નીચે થી તમારા મોઢા માં એકદમ સૂસવાટા કરતો ઠંડો પવન લાગે જેનો આનંદ ક્યારેય ના ભુલાય આવો હોય છે! આ બધીજ જગ્યાઓ અદ્ભુત છે જે ખડીર ફોલ્ટ લાઈન છે ત્યાં થી તમને એક દમ ડુંગર ને કાપી નાખ્યો હોય એવો દેખાય છે અને નીચે રણ છે! ત્યારબાદ બીજી એક ભીમગુડો કરી ને અદ્ભુત જગ્યા આવેલી છે તેમજ સારણ નામ ની અદ્ભુત જગ્યા છે જ્યાં ડુંગર છે અને નીચે ખીણ માં પથ્થર મા ગાય ના આચર જેવું છે જેમાં થી કેટલાય વર્ષો થી અવિરત મીઠું પાણી ચાલુ છે ગમે તેવા દુષ્કાળ મા પણ પાણી બંધ નથી થયું કહેવાય છે ને કે ડુંગર પણ દૂજે છે એમ અહીંયા ડુંગર દૂજે છે પાણી બારેમાસ ચાલુ છે!  આ ઉપરાંત ખડીર બેટ ની તમામ સમાજ ના પૂજનીય માતાજી આઈ સાગવારી માતાજી બિરાજમાન છે જે જગ્યા અદ્ભુત છે પાછળ ની બાજુ વાગડીયા પટેલ સમાજ ના સુરાપુરા દાદા નો પાળિયો છે બાજુ માં મોટું તળાવ છે માતાજી મા સાનિઘ્યમાં મા મોટો મેળો ભરાય છે!  હનુમાન બેટ પર રનેશ્ચર હનુમાન બિરાજમાન છે રનેશ્વર હનુમાન જવા માટે બાભાણકા થઈ ને એકલ માતાજી ના જુના રાજાશાહી ના સમય ના રસ્તા ઉપર આવે છે પરંતુ બાભાણકા થી ૩ કિમી પછી રસ્તો નથી રણ હોવા થી રણ મા પાણી છે તો રણ મા પાણી મા ચાલતા ચાલતા ૫ કિમી પછી રણેશ્વર હનુમાન પહોંચી શકાય છે! જે બેટ ઉપર એક તળાવ છે તેમજ અખો બેટ લાપ નામ ના ખડ થી ઘેરાયેલો છે ચોમાસા મા ત્યાં નું વાતાવરણ અદ્ભુત છે ત્યાં જવા માટે દર પૂનમ ના સ્વયમ સેવકો મોહનભાઈ ભગત ને જાય છે તેમનો સંપર્ક કરવો પડે તો જ પહોંચી શકાય છે બાકી એકલા તમે ત્યાં ના જઈ શકાય ભવિષ્યમાં મા દાદા ની કૃપા થી રસ્તો બનશે જે એકલ માતાજી થઈ ને બાભણકા ખડીર મા નીકળશે જેથી ખડિર ના લોકો ને જે તકલીફ પડે છે એ દૂર થઈ જાય આ રસ્તા માટે એકલ માતાજી મહંત શ્રી દેવનાથ બાપુ દિલ્લી સુધી ની મહેનત કરી છે અને આ રસ્તો કરી ને જ રહેશે અને દાદા ની અને માતાજી ની કૃપા થી થશે જ એવો વિશ્વાસ છે! ભારત દેશ મા ખડીર એ એક એવો વિસ્તાર છે જેને પોતાના ના તાલુકા મથકે સરકારી કામકાજ થી જવા માટે બીજા તાલુકા મા થઈ ને જવું પડે છે ખડીર ના લોકો ને રાપર થઈ ને ભચાઉ જવાય છે જ્યારે તેમણે તાલુકો ભચાઉ લાગે છે અને ભારત દેશ મા કોઈ વિસ્તાર થી દુર મા દૂર તાલુકા મથક હોય તો એ છે ખડીર વિસ્તાર વર્ષો ની તકલીફો ભોગવી ને ખડીર ના લોકો ખમીરવંતા થયા છે આજે પણ ખડીર ના ખમીરવંતા લોકો એમ કહેવાય છે જેમણે કોઠા સૂઝ થી ઘણી પ્રગતિ કરી છે આજે ખડીર વિસ્તાર માં થી સરકારી નોકરી મા ઘણા યુવાનો છે આર્મી બીએસએફ મા પણ સેવા આપી રહ્યા છે તો ખડીર ને જેના પર ગર્વ લઈ સકે આવા મુરાલાલા મારવાડા ફોક્ સિંગર પણ જનાળ ના છે તેમાંજ ખડીર ના હાસ્ય કલાકાર અને ગુજરાત ના ખ્યાતનામ એન્કરિંગ મા નામ છે એવા હીરજીભાઈ આહિર મેક્સ પણ ખડીર નું ખમીર છે! તેમજ રાજકીય તરીકે નરેન્દ્રદાન રાવદાન ગઢવી પણ ખડીર ના છે જેમનો રણ રિસોર્ટ છે તેમજ ભરતભાઈ આહિર જેમનો રિસોર્ટ ધોળાવીરા હોમ સ્ટે છે જે ખુબજ વ્યાજબી ભાવે રોકવા માટે ની તેમજ ઘર જેવું જ અને ખડીર વિસ્તાર ના કકોડા ના શાક પણ તમને ખવડાવે છે પરિવાર ના સભ્ય ની જેમ તમને રાખે છે અને ખડીર પણ બતાવે છે ! ખડીર મા ભગત તરીકે ઓળખતા અમારા ખાસ મિત્ર અને સેવાભાવી ભાઈ શ્રી મોહનભાઈ ભગત જેઓ એ લોકડાઉન દરમ્યાન જે બીમાર લોકો ની પ્રાઇવેટ દવા ચાલુ હતી અલગ અલગ બીમારી ની તેમના માટે મોહનભાઈ ભુજ ગઈ ને દવા લઈ ને આખા ખડીર બેટ મા ઘરે ઘરે દવા પહોંચાડી છે  તેમજ સવા બાપા નો રોટલો બહુ પ્રખ્યાત હતો કોઈ ને જમ્યા વગર ના જવા દે રોટલો ત્યાં હરી ઢુંકડો આમ ખડીર મા ઘણા ઘણા ખમીરવંતા લોકો થઈ ગયા છે! તેમજ ઘણી જગ્યાઓ ખડીર મા આવેલી છે જે દુનિયા થી અજાણી છે હવે પ્રવાસ પર્યટન ના કારણે લોકો આવે છે પરંતુ આવી જગ્યા સુધી હજી લોકો નથી પોચી શક્યા આવી તો અનેક નાની મોટી જગ્યા ને સઘરી ને ખડીર બેઠું છે ખડીર તો ખડીર છે તેમાંય તમે ચોમાસામાં જાઓ એટલે તમને ખડીર મા થી આવવા નું મન જ ના થાય એ ખડીર છે!

ખડીર નો પ્રારંભિક ઇતિહાસ (ઈ.પૂ. ૩૨૫ પહેલાં)

ધોળાવીરાના ઉત્તર દરવાજે મળી આવેલ દાર્શનિક અક્ષરો જે વિશ્વ ની તમામ સસ્કૃતિ ની લિપિ ને મેચ કરી પણ લિપિ નો ઉકેલ થઈ શક્યો નથી સરકારે આ લિપિ ઉકેલ માટે ઈનામ પણ રાખેલ છે ! કચ્છમાં વિવિધ કાળખંડના ડાયનોસોરના અવશેષો ધરાવતા ૧૫૦થી વધુ સ્થળો છે.

સિંધુ ખીણ સંસ્કૃતિ 
આ ક્ષેત્રમાં માનવ વસવાટના સૌથી પુરાતન નમુના સિંધુ ખીણની સંસ્કૃતિના પૂર્વી હડ્ડપીય કાળ (ઈ.પૂ. ૩૩૦૦ - ૨૬૦૦) દરમ્યાનના મળી આવ્યાં છે. કચ્છમાં ઘણાં સ્થળોએ સિંધુ સંસ્કૃતિના કાળના પુરાતાત્વીક અવશેષો મળ્યા છે. કચ્છમાં આવેલું ધોળાવીરા, સિંધુ સંસ્કૃતિનું એક મહત્ત્વપૂર્ણ પુરાતત્ત્વીક સ્થળ છે. સ્થાનીક ભાષામાં તે કોટડા ટીંબો તરીકે ઓળખાય છે. આ સ્થળ ઉત્તર કચ્છના ખડીર બેટ પર આવેલું છે. ચોમાસા દરમ્યાન ખડીર બેટ પાણીથી ઘેરાયેલું રહે છે. ધોળાવીરામાં માનવ વસવાટ ઈ.પૂ. ૨૯૦૦ થી ૧૯૦૦ વચ્ચે હોવાનું અનુમાન છે. લગભગ ઈ.પૂ. ૨૧૦૦ બાદ તેના પતનની શરૂઆત થઈ. ત્યાર બાદ અમુક સમય સુધી તે આ સ્થળ તજી દીધું હતું. છેવટે તેના ખંડેરમાં ગામડાના લોકોએ લગભગ ઈ.સ. ૧૪૫૦ સુધી વસવાટ કર્યો હતો. ધોળાવીરા સિવાય સુરકોટડા, દેશલપર ગુંથલી, પાબુમઠ, કાનમેર અને શિકારપુર અન્ય પુરાતત્વીય સ્થળો છે.

✍️ મહાદેવ બારડ વાગડ કચ્છ