માનવ સેવા મંદિર સિવિલ હોસ્પિટલ સામે અમદાવાદ

#સારાકાર્યમાંઆંગળીકરાયનહીચીંધાયખરી 👇
મારા એક મજુરને આંખમા વાગી જતાં હુ અમદાવાદ લઇને ગયેલ
વરસ હતુ ઇ.સ. ૧૯૯૮ નુ
એટલે કે વીસ વરસ પહેલાં
સરકારી દવાખાને જ પુછેલ
અહિ આસપાસમાં સારૂ જમવાનુ કયાં મળે ?

ગેટની બહાર નીકળતાં જ મળી જશે
અમે પાંચ જણ હતા
જમ્યા
રોટલી
બે શાક
દાળ
ભાત
સંભારો
છાસ બધું જ અનલિમીટેડ
એક સ્વીટ નો બાઉલ
મારી સાથે હતા એ ગામડાના હતા
એમનો ખોરાક પણ ખુબ સારો
બિલ થયુ
૫૦ રૂપિયા
એક થાળીનુ નહી
પાંચ થાળીના પચાસ
એટલે કે
માત્ર રૂ ૧૦/પ્રતિ થાળી

મારા હાવ ભાવ જોઇને કાઉન્ટર પરના વડિલે કહ્યું
જો સાવ મફતમાં રાખીએ તો સ્વમાની લોકો જમવા ન આવે
આ દસ રૂપિયામાં થી વાસણ સાફ કરનાર અને રસોયાનો ખરચ નીકળી જાય
તમને પીરસતા હતા એ અને અહિ કાઉન્ટર પર હુ કે બીજુ જે કોઇ બેસે તે સેવા આપવા માટે આવે છે

મને સમજાય ગયું કે

વરસો થી સામ્યવાદીઓની દ્વેષનો ભોગ બનનાર
કયારેક સમાજવાદીઓની 'તિલક તરાજુ' વિરૂદ્ધની માનસિકતાનો સામનો કરનાર
કયારેક "યે ઉદ્યોગપતિઓંકી..." જેવાં ઇર્ષા પુર્ણ નિવવદનો નો સામનો કરનાર
પણ
સાચા અર્થ માં 'મહા-જન' લોકોનો આ સેવા યજ્ઞ છે

મે પુછયું મારે આર્થિક અનુદાન આપવું છે સ્વીકારશો ?

હા પાડી

મે એક રકમ આપી પહોચ બનાવતાં મને કહયુ કે
"તમારા કોઇ સ્વજનની પુણ્ય તિથી લખાવશો ?"

હા શ્રાવણ સુદ ૧૪ મારા મા ની તિથી છે

મે એક જ વખત રકમ આપેલ
દર વરસે એકાદ અઠવાડીયા પહેલાં મને એ સંસ્થાનો આ પ્રકારનો પત્ર મળે છે

સાભાર
ખીમાણદ ભાઈ રામ ના અનુભવોમાંથી..

https://m.facebook.com/story.php?story_fbid=2389167361101021&id=100000233425427

Post a Comment

Previous Post Next Post