Monday, April 22, 2024

ઉત્તર વાહિની નર્મદા મૈયાની પરિક્રમા

  વર્ષોથી મનમાં થયા કરતું હતું કે માં નર્મદાની પરિક્રમા કરૂ પરંતુ સમય અને સંજોગો અનુકૂળ થતા નહોતા કોઈકે સાચું જ કહ્યું છે કે પરિક્રમા એ જ કરી શકે જેને માં પોતાના તીરે  બોલાવે. ? આમ તો હું સંસારમાં રહેતો અલગારી જીવ થોડામાં ઘણું માની મસ્તીથી જીવવું એ જ અભિલાષા અને સિદ્ધાંત હમણાં હમણાં ઘણી વાર ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરી અને મા અંબા ના ગબ્બરની 52 શક્તિપીઠ ની પરિક્રમા પણ કરી સાથે સાથે કોઈપણ ધાર્મિક સ્થાન ના દર્શન કરવા મને ખૂબ ગમે જેથી ઘણીવાર કાઠીયાવાડ માં રહેલા આપણા ધાર્મિક અને આધ્યાત્મિક સ્થાનોની મુલાકાત લેવાનું ગમે મારો જન્મ કાંકરેજ તાલુકાના નાનકડા ગામ કસલપુરામાં થયો છે અને મારા ઘરથી બનાસ નદી થોડા જ અંતરે વહે છે અમે નાના હતા ત્યારે એમાં બારેમાસ પાણી વહેતું અને અમે ખૂબ જ નહાતા અને રમતા એ જૂની યાદો અને પ્રકૃતિ જોડેનો મારો નાતો ખૂબ જ પુરાણો સાથે સાથે ઘરમાં ધાર્મિક વાતાવરણના કારણે પુરાતન સ્થાપત્ય શિલ્પો મંદિરો નદીઓ અને પર્વતો પ્રત્યે પ્રગાઢ વળગણ 

       આવી મનોસ્થિતિ ના કારણે વર્ષોથી થતું હતું કે મા નર્મદા ની પરિક્રમા જરૂર કરવી છે કેમકે મ રેવા અહીં પણ આપણા ઉત્તર ગુજરાત રાજસ્થાન અને કચ્છ જિલ્લા સુધીની જીવાદોરી નું કામ કરે છેઃ એટલે હવે (નદી નહીં કહું) માં રેવા ના દર્શને જઈને માનો સાક્ષાતકાર કરવો છે એવી અદમ્ય ઈચ્છા હતી 

              એવામાં જ અત્યારે ત્યાં જવા માટેની જે લાગણીઓ હતી એ હવે શાંત થતી નહોતી એ ઊર્મિઓનો વેગ હવે સહી ના શકાય એટલો પ્રચંડ બની ગયો અને મે જવાનું નક્કી જ કરી લીધું 

મા રેવાની પંચકોષી ઉત્તરવાહિની પરિક્રમા ચૈત્ર મહિનામાં શરૂ થાય છે એ જાણીને ખૂબ જ આનંદની લાગણી થઈ અને જવા માટેની બધી જ તૈયારી કરી લીધી ત્યાં ગરમી ન લાગે એટલા માટે ટોપી ઝભ્ભો કેનવાસના બુટ રાત્રી રોકાણ કરવા માટેનો સામાન બધી જ તૈયારી કરીને સવારે વહેલા પ્રભાતે ગાડી લઈને નીકળ્યા એ વખતનો આનંદ શબ્દો દ્વારા વર્ણવી શકાય એવો નથી કોઈ કવિ શ્રી એ કહ્યું છે ને કે 

  ઘટમાં ઘોડા થનગને આતમ વિઝે પાંખ વણ દીઠેલી ભોમ પર યોવન માડે આંખ 

            આવી મનોદશામ માં માની પરિકરમાં સ્થળે પહોંચવા નીકળી પડ્યા પાટણથી શરૂઆત કરી વચ્ચે ડાકોર શ્રી રણછોડરાયના દર્શન કર્યા અને બપોરે તો છેક ગરુડેશ્વર દત્ત ભગવાનના મંદિરે પહોંચી ગયા ત્યાંથી પરિક્રમા જવાના રૂટ ની શરૂઆત થાય છે એ ગામ જુના રામપુરા પહોંચવાનું હતું લગભગ ચાર વાગે ત્યાં પહોંચ્યા જ્યાંથી માં નર્મદા મૈયાની ઉત્તરકોશી પરિક્રમા શરૂ થાય છે અને લોકો ત્યાંથી પરિક્રમા ની શરૂઆત કરે છે ત્યાં પહોંચીને જોઉં છું તો 

     અ હા હા ?? શું મનોહર દ્રશ્ય છે ત્યાંનું ભેખડ ઉપર ઉભા રહીને જોઈએ તો એક બાજુ સરદાર સરોવર ડેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજી બાજુ તિલકવાડા કે જ્યાં સુધીની પરિક્રમા કરવાની હતી એ સ્થળ સ્પષ્ટ થયું. ઘણા વર્ષોથી જોયેલ સ્વપ્ન સાકાર થતું હતું આટલા બધા કિલોમીટર ગાડી સતત ચલાવી હોવા છતાં થાકનું કોઈ નામો નિશાન ન હતું. આમ તો બે કલાક સતત ગાડી ચલાવું તો પણ થાક લાગે પરંતુ આજે સતત સાત કલાક ગાડી ચલાવી હોવા છતાં થાક કંટાળો કે આળસ નું જાણે કે કોઈ અસ્તિત્વ જ ન હતું આ ને મા રેવાનો સાક્ષાત્કાર જ કહીઁ શકુ 

    માં રેવાના તીરે ઉભો રહીને જોઉં છું તો ઊંચી ઊંચી ભેખડો જેની ક્યારેય કલ્પના પણ નહોતી કરી એવા ઘટાદાર વૃક્ષો કિનારાને અડીને અડીખમ ઉભેલ આશ્રમો અને ભગવાન રણછોડરાયનું મંદિર બાજુમાં જ આવેલ યોગાનંદ આશ્રમ અને માં રેવાનું પવિત્ર અને પુણ્યશાળી વાતાવરણ  અજબ શાંતિ આપી રહ્યું હતું માનો પટ નિહાળતા નિહાળતા ઘણો સમય વીતી ગયો જેનું ભાન જ ન રહ્યું

              સાંજની સંધ્યા આરતીની ઝાલર વાગી અને એ સંભળાણી ત્યારે જ લાગ્યું કે સાંજ થઈ ચૂકી છે અને હું જાગ્રત અવસ્થામાં આવ્યો મન તંદરામાંથી જાગૃત થયું જાણે (સમાધિ લાગી ગઈ ) હતી તે દૂર થઈ 

         સૌની સાથે રણછોડરાય ભગવાનની આરતીના દર્શન કરી એમાં સહભાગી થવા પગ ઉપાડ્યા રામપુરા ગામનું આ મંદિર નવું છે  ભગવાનના દર્શન કર્યા આરતી લીધી અને સાંજ થઈ અંધારાના ઓળા ધરતી પર ઉતરવા લાગ્યા હવે ભૂખ પણ લાગી હતી પરંતુ પ્રથમ વિચાર એ આવ્યો કે પહેલા માના પાવન પવિત્ર જળમાં સ્નાન કરું પછી જ વાળું કરીશ સાથે લાવેલ નહાવાનો સામાન લઈ નદી કિનારે ચાલ્યો  ત્યાં ફુવારા ની પણ સુંદર વ્યવસ્થા કરેલી હતી ઘણો લાંબો સમય સ્નાન કર્યુ ઠંડુ પાણી અને આખો દિવસ ગાડી ચલાવી હોવાથી નાહવાની જે મજા આવી રહી હતી એનું વર્ણન શબ્દ દ્વારા શક્ય નથી મન અને તન પ્રફુલિત થઈ ગયા નાહીને ફ્રેશ થયા પછી જમવા જવાનું હતું અહીં એક વાત ખાસ જણાવું કે જમવા માટે અહીં સુંદર વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓ મંદિરો અને આશ્રમ તરફથી કરવામાં આવી હતી અહીં ત્રણ જગ્યાએ ભોજન વ્યવસ્થા હતી અમે યોગાનંદ આશ્રમ ગયા પ્રસાદમાં મોહનથાળ ખીચડી કઢી ભુંગળા અને આચાર સાથે છાશ હતી પેટ ભરીને નહીં કહું પરંતુ મન ભરીને ખાધું શુદ્ધ અને સ્વાક્તિક ભોજન માણ્યા પછી આશ્રમના દર્શન કર્યા જૂની બાંધણીનો સુંદર આશ્રમ જ્યાં સેવાભાવી લોકો પરિક્રમા વાસીઓની ખડે પગે સેવા કરી રહ્યા હતા અને પુણ્ય નું ભાથું બાંધી રહ્યા હતા એની બાજુમાં જ આવેલ રણછોડરાયનું મંદિર જ્યાં રહેવાની અને સુવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે ત્યાં રાત્રિ રોકાણ કર્યું રાત્રે મોટો અને ખુલ્લો હોલ સુવા માટે નો હતો ત્યાં ઘણા પરિક્રમા વાસીઓ સાથે સુવાની વ્યવસ્થા હતી પરંતુ આંખોમાં નીંદર આવતી નહોતી એવું લાગતું હતું કે ક્યારે સવાર થાય અને પરિક્રમા ની શરૂઆત કરું એ જ વિચારમાં પડખા ફેરવી સવારની રાહ જોઈ રહયો છું.


સાભાર :- D.K. Raval