Tuesday, August 29, 2023

હરસિધ્ધિ માતા હર્ષદ કોયલા ડુંગર

હાલાર અને સોરઠની ધરતીની સરહદ ઉપર આવેલ હરસિધ્ધિમાતાનું તિર્થધામ ભગવાન શ્રીક્રિષ્ના તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે. હાલરના સાગરકાઠાની સૃષ્ટીમાં ગાંધવી ગામની હદમાં મેઢાખાડીના કિનારે હરસિધ્ધિમાતાજીનું મંદિર આવેલ છે. 

પોરબંદર થી દ્વારકા જતા માત્ર 42 કિ.મિ. ના અંતરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગાંધવી) મુકામે આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે. કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીનાં મંદિરો છે. કોયલા ડુંગરની મહારાણી માં ભવાની હરસિધ્ધિનું આ સ્થળ હર્ષદ ના નામ થી પ્રસિધ્ધ છે. જ્યાં થી દ્વારકા માત્ર 64 કિ.મિ. દૂર થાય. જામનગર થી 135 કિ.મિ. કાપી ને ખંભાળિયા, ભાટિયા, લાંબા થઇને પણ હર્ષદ પહોંચી શકાય. કોયલા ડુંગર પર 299 પગથિયાં ચડીને આવેલુ છે માં હરસિધ્ધિ નુ અતિ પ્રાચીન મંદિર. એમ કહેવાય છે કે જરાસંધ સામે લડવા અને શંખાસુર નામ ના રાક્ષસ નો વધ કરવા ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં માં અંબા નુ આવાહન કરેલુ અને માતાજી એ શંખાસુર નો વધ કર્યો. ત્યારબાદ ભગવાન માધવરાય શ્રી કૃષ્ણ એ અસૂરો પાસે આ મંદિર બંધાવ્યુ. આ મંદિર ના સ્થંભો ના નિચલા ભાગમાં આજે પણ અસૂરો ના મુખ ચિત્રાયેલા છે. જે એવુ મનાય છે કે માં હરસિધ્ધિ એ આ મંદિર ના સ્થંભ હેઠળ બધા અસૂરો ને દબાવી દીધા છે.

વિક્રમ સંવત શરૂ કરાવનાર સમ્રાટ વિક્રમાદિત્ય ના આરાધ્ય દેવી પણ માં હરસિધ્ધિ હતા. ઉજ્જૈન માં પવિત્ર ક્ષિપ્રા નદી ના કિનારે માં હરસિધ્ધિ નું ભવ્ય મંદિર આવેલુ છે. જ્યાં મંદિર ના પ્રાંગણ માં રહેલા બે સ્થંભ ના દિવડા પ્રગટાવીને માતાજી ની ભવ્ય આરતી કરવામાં આવે છે. જે ભવ્ય આરતી એક કલાક સુધી ચાલે છે. ઉજ્જૈન નું માં હરસિધ્ધિ મંદિર એ એક શક્તિપીઠ પણ છે. હર્ષદ અને ઉજ્જૈન બન્ને જગ્યા એ માતાજી છત્તર કે જુલો હલાવી ને પોતાની ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે. આ આરતી મા હજારો શ્રધાળુઓ ઉમટી પડે છે. હર્ષદ ના નીચે ના મંદિરમાં આ આરતી કરવામાં આવે છે.

કોયલા ડુંગર ની પણ એક ખાસ વાત એ છે કે આ મંદિર ને શિખર જ નથી. જેની પાછળ પણ એક કથા રહેલી છે. એ અરસા માં જગડુશા શેઠ નામના એક શ્રીમંત વણિક હતા. તેમની ફાટફાટ થતી શ્રીમંતાઇ અને અઢળક રૂપિયા ના કારણે તેમને ખુબ અભિમાન હતુ. એ સમય માં જગડુશા શેઠ ની ઘણી બોટો દરિયા માં ચાલતી. માતાજીએ શેઠ ને અભિમાન માંથી ભાન કરાવવું. એક વખત તેની બધી બોટ ડૂબી ગઇ. એક છેલ્લી બોટ બચેલી તેમાં જગડુશા શેઠ ને કોઇએ કહ્યું જો તમે આ કોયલા ડુંગર વાળી ને ખરા દિલ થી પોકાર કરશો તો માતાજી જરૂર તમારી સહાય કરશે. જગડુશા શેઠે માતાજી ને પોકાર કર્યો અને માતજી એ શિખર તોડી ત્રિશૂલ બતાવી અને જગડુશા શેઠ ને મોતમાંથી ઉગારી લીધા. ત્યારબાદ શેઠ નું અભિમાન ચકનાચુર થઇ ગયું અને જગડુશા માતાજીની શરણે આવ્યા. એક માનતા મુજબ જગડુશા એ કોયલા ડુંગર ના દરેક પગથિયા પર પશુબલિ ચડાવેલી અને ઘર ના ચાર સભ્યો સાથે પોતે પણ પગથિયા પર બલિ આપી દીધી એવી પણ કથા છે. આજે પણ તેમના પાળિયા ત્યાં મંદિર મા સ્થાપિત છે. આટલી માત્રામાં પશુબલિ એ થોડુ અરેરાટી ભર્યું તો છે પણ ભવાની એ તો સૌની માં છે એમ કહેવાય છે કે તેમણે બધા પશુઓ ને પુનર્જિવીત કરી દીધેલા.

માં હરસિધ્ધિ ને સાગરખેડૂઓ બહૂ પૂજે છે તેથી માતાજી માં વહાણવટી ના નામથી પણ પ્રસિધ્ધ છે. હરસિધ્ધિમાં ની માં સિકોતેર ના નામ થી પણ ઓળખવામાં આવે છે. હર્ષદ માં એક તરફ કોયલા ડુંગર ની આસપાસ નો પર્વતીય પ્રદેશ અને એક તરફ માં વહાણવટી ના ચરણ પખાળતો સમુદ્ર એક નયનરમ્ય દ્રશ્ય ઊભુ કરે છે. તેમજ મંદિરની સવારની આરતી નો કર્ણપ્રિય ઘંટારવ મનમાં તાજગી તેમજ તન માં શક્તિ અને સ્ફુર્તિ ભરે છે.















હરસિદ્ધિ માતાજીના હર્ષદ ગાંધવિ, પોરબંદર, ઉજ્જૈન અને અન્ય સ્થાનક વિશે લોકવાયકાઓ... દંત કથાઓ...

મિત્રો આજે આપણો નવો પ્રવાસ કરશુ. ગાંધવી ગામ કોયલા ડુંગર માઁહરસિધ્ધિ માતાજી મંદિર ત્યાંથી ઉજેન શ્રીહરસિદ્ધિમાતાજી મંદિર ત્યાંથી રાજપીપળા શ્રીહરસિદ્ધિમાતાજી મંદિર ભગવાન શ્રીકૃષ્ણ અને માઁહરસિધ્ધિ અને શેઠ જગડુશાહ અને રાજાવીર વિક્રમ અને રાજપીપળાના રાજવી વેરીસાલજી સાથે જોડાયેલ વાત કરશુ. હરસિધ્ધિ માઁ ના દર્શન કરી માહિતી જાણશું.


હરસિધ્ધિમાઁનું ધામ ગાંધવીગામ કોયલો ડુંગર જે  ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી ઉપર પોરબંદર થી દ્વારકા હાઈવે ઉપર જતાં 45 કિલોમીટર ના અંતરે શ્રીહરસિધ્ધિ માતાનું મંદિર ગાંધવી ગામ (હર્ષદ) ના નામથી ઓળખવામાં આવે છે. અરબીસમુદ્રના કાંઠે દરિયાદેવના મોજા ઉછાળા મારે છે.ત્યાં કોયલા ડુંગર ઉપર માઁ હરસિધ્ધિ માતાજીના બેસણાં.


શ્રીકૃષ્ણ ભગવાન ના કુળદેવી શ્રી અંબાજીમાં 

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાનાઓખા ગામના(બેટ એટલે બેટ દ્વારકા કહેવાઈ )ઓખાગામનાબેટમાં  સમુદ્રમાં શંખેશ્વરનામનો દૈત્ય રહે.આ દૈત્યની રંજાળ દિવસે ને દિવસે વધતી જતી.બહુજ બધાને હેરાન કરે સાધુ સંતો ભક્તો અને દૈત્યનો ત્રાસ દિવસે અને રાતે બહુજ વધતો જતો.હતો.

ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને તેને મારવા ઓખાના બેટ માં બેટ દ્વારકા જાયછે.


રસ્તામાં કોયલા ડુંગર આવે.ત્યાં ડુંગર ઉપર શ્રી કૃષ્ણ ભગવાન રાતવાસો કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી શ્રીઅંબાજી માતાજી શ્રીકૃષ્ણ ભગવાન તેમના કુળદેવી શ્રીઅંબામાતાજીને યાદ કરેછે. માતાજી પ્રગટ થાય છે.અને શ્રીકૃષ્ણ ભગવાન માતાજી ને કહે કે હે.મા કુળદેવી મારે ઓખાના બેટમાં શંખેશ્વર નામના દૈત્યને મારવા જાવું છે તો તમે મને સહાય કરો.માતાજી કહે પ્રભુ તમે તો સર્વશક્તિ માનછો.ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે મા તમે મારા કુળદેવી છે.તમે સહાય કરો. 


હે..માઁ..હું કુળદૈવીને આગળ નહિ કરું તો જગત મા કુળદેવીને કોઈ આગળ નહીં કરે. અને દુઃખી થાશે.ત્યારે માતાજી કહે હે પ્રભુ હું તમારી સાથે છું શ્રી કૃષ્ણ ભગવાને તેમના કુળદેવી શ્રીઅંબાજી માતાજીનું કોયલા ડુંગર ઉપર સ્થાપન કર્યું.પૂજન કર્યું અને કહું કે હે..મા કુળદેવી અંબા તમેં અહીં કાયમ માટે બિરાજો ભગવાન શ્રી કૃષ્ણ હર્ષથી માતાજી ને હરસિધ્ધિ કહ્યા.


ત્યારથી હરસિધ્ધિ માતાજી કોયલા ડુંગર ઉપર હરસિધ્ધિમાઁ તરીકે પુજાય છે. કોઈ માતાજીને 

વહાણવટીમાઁ તરીકે પૂજે કોઈ સિકોતર માઁ તરીકે પૂજે છે.કોઈ શક્તિદેવી થી પૂજે પણ માઁ જગત જનની દરેકની આસ્થા વિશ્વાસે કામ પુરા કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ ઓખાના બેટમાં શંખેશ્વર નામ ના દૈત્યને માતાજીની સાથે રાખીને દૈત્યનો સંહાર કરે.


કચ્છના વણિક જગડુંશાહ શેઠ બહુ પ્રખ્યાત શેઠ થઈ ગયા.તેમનો દેશ વિદેશમા બહુ મોટો વેપાર જગડુશાહ શેઠના વહાણ ગાંધવીના દરિયામાંથી પસાર થતાં અને ગાંધવી કોયલા ડુંગર ઉપર માતાજી શ્રીહરસિધ્ધિ માઁના બેસણા કોયલા ડુંગર ઉપરથી માતાજીની નજર આખા દરિયામાં પડે અને શેઠજગડુશાહના વહાણ ગાંધવીના દરિયા માંથી પસાર થતા.હરસિધ્ધિ માતાજીની નજર વહાણ પર પડે પડે અને વહાણ દરિયામા ડૂબી જાય છે.શેઠને બહુ મોટી નુકસાની આવે છે.


દરેક વખતે અહીં હરસિધ્ધિ માતાના દરિયા મા વહાણ ડુબી જાય. હવે શું.કરવું જગડુશાહ શેઠ વિચાર કરે શુ કરવું આમ કેમ થાયછે. તેમને ઘણા બ્રાહ્મણો પાસે જોષ જ્યોતિષ જોવરાવીયા અને બ્રાહ્મણએ કહ્યું કોયલા ડુંગર ઉપરથી હરસિધ્ધિ માતાજીની નજર પડે છે.તમારા વહાણ ડુબીજાય છે.તો તમારે હરસિધ્ધિ માતાજી ની પૂજા કરી ને પ્રસન્ન કરો.તો તમારા વહાણ ડૂબતા બંધ થાય જગડુંશાહ શેઠ તેમના પરિવાર સહિત ગાંધવી ગામ કોયલા ડુંગર ઉપર હરસિધ્ધિ માતાજીના દર્શન કરવા આવે છે.હરસિધ્ધિમાનું પૂજન કરી ને માતાજીને પ્રાથના કરે ત્યાં મંદિર માંથી અવાજ આવેછે.અને માતાજી કહેછે.કે જગડુશાહ તું મને કોયલા ડુંગર ઉપરથી નીચે ઉતાર તારા વહાણ હું નહીં ડૂબવા દઉ.


જગડુશાહ કહે માતાજી તમે જ્યારે આવો. ત્યારે હું તૈયાર છું  માતાજી કહે કે તું મને પગલે પગલે બલીદાન આપતો હું કોયલા ડુંગર ઉપરથી નીચે આવું અને હું મંદિરના દ્વારમાંથી નહીં આવું હું મંદિરના શિખર ઉપરથી આવીશ જગડુશાહ શેઠ કહે ભલે મા તમે કહો.તેમ તમે કહો.માઁ તમારે બલીદાન શું જોશે.ત્યારે હરસિદ્ધિ માતાજી કહે. છે. મારે પગલે પગલે પાડાનું બલીદાન જોયે.તું દયાન રાખજે મારુ એક પણ પગલે બલીદાન  નહીં હોય તો હું પાછી કોયલા ડુંગર ઉપર ચાલી જઈશ.


જગડુશાહ શેઠ કહે ભલે માં માતાજીના વચને જગડુશાહ બંધાઈ છે. અને માતાજીના બલિદાન માટે પાડાઓ મંગાવવામાં છે.હરસિધ્ધિ માતાજી ની પૂજા અર્ચના કરી અને જગડુશાહ માતાજી ને કોયલા ડુંગર ઉપરથી નીચે ઉતરવા પ્રાથના કરેછે.  🙏 બોલો હરસિધ્ધિ 

માતાજી ની જય 🙏  ⛳  🌺🌹🌺🌷🌺


 હરસિધ્ધિ માતાજી કોયલા ડુંગર ઉપર મંદીર નું 

શિખર તોડી કડડ વીજળી ના ચમકારા થાય છે.

મા જગત જનની હરસિધ્ધિ માતા ડુંગર ⛳ ઉપરથી પાડા 🐃 ના બલિદાને પગલાં 👣 માંડે 

એક બે એમ પગલાં 🐃 👣 માંડતા જાય છે. 


માતાજી કોયલા ડુંગર ઉપરથી નીચે મંદિરે ઉતરતા જાયછે.જગડુશાહ શેઠની ભક્તિની કસોટી હવે 

હરસિધ્ધિ માતાજી કરેછે. છેલ્લે ચાર પગથિયાં. બાકી રહે છે.બલિદાન માટે પાડા ખાલી થઈ જાયછે. પાડા ક્યાંય થી પણ મળતાં નથી. હવેશું કરવું માતાજીના વચને શેઠ બંધાણા અને માતાજી એ કહું હતું કે એક પણ બલિદાન 🐃 નહીં હોય. તો હું ડુંગર ઉપર પાછી ચાલી જાઈશ. માતાજી હરસિધ્ધિમા જગડુશાહ શેઠને કહે જગડુશાહ બલીદાન આપો.ત્યારે જગડુશાહ કહે માઁ હું તમને બલિદાન આપું.હવે તમને પાછા જાવા દઉ તો. મારી ભક્તિ લાજે જગડુ શાહ શેઠ તેની પત્ની અને જગડુશાહ શેઠ ના દીકરો વહુ એમ ચાર વ્યક્તિનો પરિવારને બલિદાન પણ ચાર ઘટે છે.


એક પગથિયાં ઉપર જગડુશાહ શેઠ તેમના દીકરા 👨 નું બલિદાન આપેછે. માતાજી ને હરસિધ્ધિ👣પગલાં માંડે છે બીજે પગથિયે જગડુશાહ શેઠ દીકરાની વહુ 👩 નું બલિદાન આપે છે.માતાજી હરસિધ્ધિમા  👣 પગલાં માંડે છે.ત્રીજા પગથિયાં ઉપર જગડુશાહ શેઠ તેમની પત્ની 👵 નુંબલિદાન આપેછે માતાજી  હરસિધ્ધિ 👣 પગલાં માંડે છે. અને છેલ્લે પગથિયે જગડુશાહ શેઠ તેમનું પોતાનું બલિદાન તેમના હાથે 👳 માથું કાપી ને માતાજી ને બલિદાન આપે છે.માતાજી 👣પગલાં માંડી ને ડુંગર ઉપર થી નીચેના મંદિરમા બિરાજે છે બોલો મા હરસિધ્ધિની જય 🌸🌻🌺🌷 🙏🙏🙏


હરસિધ્ધિ માતાજી જગડુશાહ શેઠ અને તેમના પરિવાર અને જેટલા પાડાનું બલિદાન આપ્યું તેટલા પાડાઓ ને સજીવન કરે અને જગડુશાહ શેઠને માતાજી હરસિધ્ધિમા વરદાન માગવા નું કહેછે અને જગડુશાહ શેઠ માતાજીને કહે.છે. હે..માઁ જગતજનની મને તમારી ભક્તિ આપો.માઁ જ્યારે યાદ કરું ત્યારે દર્શન દેજો.માતાજી વરદાન આપેછે.અને માતાજી જગડુશાહ શેઠ અને તેના પરિવારના હરસિધ્ધિ માતાજીના મંદિરની અંદર બાજુમાં જમણી સાઈડમાં 4 મૂર્તિ છે.તેની આજ પણ પૂજા થાય છે.જગડુશાહ શેઠ અને તેમની પત્ની દીકરો અને દીકરાની વહુ ની. તમે હરસિધ્ધિ માતાજીના મંદિરે ગાંધવી દર્શન કરવા જાવ ત્યારે જોજો  માતાજીના દર્શન કરોને ત્યાં  જમણી સાઈડમા શેઠજગડુશાહ અને તેમના પરિવારના ચારના પાળિયા છે. તેમના દર્શન જરૂર કરજો.

જય હરસિધ્ધિ માતાજી 🙏

હાલનું (હર્ષદ) ગાંધવી ગામના રાજા પ્રભાતસેન વીર વિક્રમરાજાના માસીના દીકરાભાઈ ગાંધવીનાં રાજા પ્રભાતસેન ગાંધવીમા રાજય કરતા હતા. હરસિધ્ધિ માતાજીના મંદિરમા દરરોજ દર્શન કરી રાજનો કારભાર ચલાવે છે.ભજન ભક્તિ કરે અને માતાજીની સેવા પૂજા કરે નવરાત્રીમા માની ગરબી કરે અને ગામની બેન દિકરીયું ગરબા રમવા આવે છે. હરસિધ્ધિ માતાજીના મંદિરમા ધામ ધૂમ થી નવરાત્રીના ઉત્સવ ઉજવે ભક્તિ ભાવથી માનું પૂજન અર્ચના કરે છે.

એક વખત નવરાત્રીના ગરબા ચાલે  બેનો દિકરીયું રાતે ગરબા રમતાં હતા.તેમાં માઁ હરસિધ્ધિ સોળે શણગાર  સજી અને દીકરીના રૂપમાં ગરબા રમવા આવ્યા.માતાજી હરસિધ્ધિ મા ગરબે રમે છે.અને રાજા પ્રભાત સેન તેમને જોઈ ને વિચારે.તેમનું રૂપ જોઈ પ્રભાતસેન મોહમાં ભાન ભૂલી જાયછે. ગરબા અડધીરાત્રે પુરા થાયછે. અને રાજા પ્રભાત સેન હરસિધ્ધિ માઁ દીકરીના સ્વરૂપમા હતા. તેનો  હાથ પકડે છે.માઁ જગત જનની હરસિધ્ધિ માતા કહે.રાજા પ્રભાતસેન તું મને ઓળખતો નથી તારી ભલાઈ તેમાં છે.તું મારો હાથ મુકીદે રાજા પ્રભાત સેન તો મોહમાં ભાન ભુલ્યો.હતો.માતાજીનો હાથ મુકતો નથી.

હરસિધ્ધિ માતાજી એ તેમનું અસલ સ્વરૂપ રાજા ને બતાવ્યુ રાજા પ્રભાતસેન માતાજી ના પગમાં પડીગ્યો માતાજી પાસે ભૂલની માફી માગવા લાગયો. મા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો. ત્યારે માઁ હરસિધ્ધિ માતા પ્રભાતસેનને કહે તેભૂલ કરી છે.તે માફ કરવા લાયક નથી પણ તું મારો ભક્ત છે.તને માફ કરું તને મારતી નથી પણ તારે  દરરોજ મારા મંદિરે આવી.તારા શરીરનો ભોગ દેવો પડશે.રાજા પ્રભાતસેન માતાજી ને વચને બંધાઈ છે.હરસિધ્ધિ માતાજીના મંદિરે દરરોજ રાતે રાજા પ્રભાતસેન માતાજીને પોતાના શરીરનો ભોગ આપવા હરસિધ્ધિ માઁના મંદિરમા જાઈ છે.

માતાજીના મંદિરમાં ઉકળતી તેલની કડાઈ મા પ્રભાતસેન પડે છે.હરસિદ્ધિ માતાજી પ્રભાતસેનના શરીરનું ભક્ષણ કરીને પાછો સજીવન કરીઅને  રાજ મા જાવાની આજ્ઞા આપેછે. પ્રભાત સેન રાજા શરીરે બહુ રૂસ્ટ પુસ્ત હતાં અને દરરોજનો આ ક્રમ પ્રભાતસેન થોડાસમયમા બહુજ દુબળો પાતળો થઈ ગયો.માતાજી તેના શરીરનું ભક્ષણ કરતા.એક દિવસ પરદુઃખ ભંજન રાજા વીરવિક્રમ ગાંધવી આવે છે.ગાંધવીનો રાજા અને વિક્રમરાજા માસીના દીકરા ભાઈ થાઈ છે. વિક્રમરાજા પ્રભાત સેનને પૂછે કે તને શુ થયું તું સાવ આવો દુબળો કેમ થઈ ગયો. પ્રભાતસેન વાત કરતા નથી પણ વિક્રમ રાજા કહે તારું દુઃખ મને કહે તારા દુઃખ દૂર ના કરુંતો હું રાજાવિક્રમ નહીં.ત્યારે. પ્રભાતસેન રાજા વિક્રમ રાજાને વાત કરે છે. હરસિધ્ધિ માતા નવરાત્રીમા ગરબે રમવા આવ્યાં અને મારાથી ભૂલ થઈ ગઈ મોહમાં મેં માતાજી હરસિધ્ધિ માતાનો હાથ પકડ્યો. માતાજી કોપાયમાન થઈ ગયા. અને મને દંડ આપ્યો. મારે દરરોજ હરસિધ્ધિમાઁના મંદિરે જઈ ને ઉકળતી તેલની કડાઈ મા પડી અને મારા શરીરનું હરસિધ્ધિમાઁ ભક્ષણ કરે અને પછી પાછો માતાજી મને સજીવન કરે છે.રાજા પ્રભાત સેન વિક્રમરાજાને વાત કરેછે.વિક્રમ રાજા કહે બસ એટલી વાત.તારું હું દુઃખ દૂર કરું પછીજ અહીંથી જાઈશ.અને પ્રભાત સેનને વિક્રમ રાજા કહે આજે રાતે તારી બદલીમા હું હરસિધ્ધિમાઁના મંદિરે ભોગ આપવા જાઈશ.

તેજ દિવસે રાતે વિક્રમરાજા દરિયામા સ્નાન કરી. હરસિધ્ધિમાઁના મંદિરે પૂજા પાઠ કરેછે.અને વિક્રમ રાજા સુગંધી ધૂપ શરીરમા લગાડી જાયછે. જઈને ઉકળતી તેલની કડાઈ મા પડેછે.ઉકળતી તેલની કડાઈમા ધૂપની સુગંધ બહુજ આવવા લાગી.

ધુપની સુંગધ અને ભોગથી માતાજી બહુજ ખુશ થઈ ગયા. અને વિક્રમરાજા ને કહે માગ માગ તારે જે માગવું હોયતે માગ. તારી ઉપર હું પ્રસન્ન થઈ છું.વિક્રમરાજા કહે માતાજી હું બે વચન માગું છું. માતાજી કહે માગ વિક્રમ રાજા કહે પહેલું વચન 

મારા માસીના દીકરા ગાંધવીનો રાજા પ્રભાતસેન 

ને તમારા દંડ માંથી મુક્ત કરો.ત્યારે માતાજી એ 

પ્રભાત સેન ને આશિષ આપી દંડમાંથી મુકત કરી  શરીર મા હતો એવો રૂસ્ટ પુષ્ટ કરી દીધો.


હવે વિક્રમ રાજા બીજું વચન માગેછે.હે.માઁ જગત જનની ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવીમા હરસિધ્ધિ તમે મારી ઉપર પ્રસન્ન થયાછે.તોમારી સાથે મારા રાજય મા ઉજજેન ચાલો. હરસિધ્ધિ માતાજી કહે તારી સાથે હું આવું પણ સવાર થી.સાંજ સુધી હું અહીં ગાંધવી રહીશ.અને સાંજથી સવાર સુધી હું ત્યાં ઉજેન રહીશ.વિક્રમરાજા કહે માઁ તમે   કહો તેમ હરસિધ્ધિ માતાજી વિક્રમરાજા ની સાથે ઉજેન જાય છે.વિક્રમરાજા ઘોડા ઉપર જાય છે. ધોડાની પાછળ માતાજી હરસિધ્ધિમા આવે છે અને જાજરી નો અવાજ આવેછે.ગાંધવી થી વિક્રમરાજા સુદામાપુરી (આજનું પોરબંદર) ત્યાં પાણી પીવા અને પોરો ખાવા રોકાઈ છે.(આરામ કરવા)બેઠા વિક્રમરાજા અને માતાજી હરસિધ્ધિ  માઁએ જે જગ્યાએ પોરો ખાધો તે જગ્યા હાલનું પોરાઈ માતાજી નામ પડયું તે ઉપરથી પોરાઈબંદર કહેતા.સમય જતાં પોરાઈ બંદર ઉપરથી પોરબંદર નામ પડી ગયું.તેમ કહેવાઈ છે.


વિક્રમરાજા અને હરસિધ્ધિમાતાજી ઉજેન આવે. હરસિધ્ધિ માતાજી સાંજ થી સવાર સુધી ઉજૈન મંદિરમાં હોયછે. સવાર થી સાંજ સુધી માઁ ગાંધવી મંદિરે હોયછે.હરસિધ્ધિ મા સવારે ગાંધવી મંદિર માં પધારે ત્યારે ત્યાં માતાજીનો હિંડોળો છે. તે  તરત ચાલવા માંડે છે.ત્યારે સવારે  પૂજારી અને ભક્તોને ખબર પડે માતાજી ઉજેનથી આવી ગયા એટલે સવારની આરતી ચાલુ થાય છે. ને સાંજ ની આરતી કરી ને માતાજી ઉજેન મંદિરમાં જાઈ છે. ગાંધવી હરસિધ્ધિ માતાના દર્શન કરવા જરૂર જાજો ત્યાં રહેવા ધર્મશાળાછે.અને સમુદ્રના મોજા ઉછાળા મારે છે બહુજ રમણીય સ્થળ છે ત્યાં અત્યારે મંદિર નું કામ ચાલુ છે.પોરબંદર થી દ્વારકા જાવ ત્યારે રસ્તામાં આવે.પોરબંદર 45 કી.મિ ના અંતરે આવેલું છે(હર્ષદ ગામ ) ગાંધવી


હરસિધ્ધિમાઁ ને વિક્રમરાજા ઉજેન લઈ જાયછે. રસ્તામાં સુદામાપુરી (આજનું પોરબંદર) ગામ 

સુદામાપુરીધામ શ્રીકૃષ્ણ ભગવાનના બાળપણ ના મિત્ર સુદામાજીનું ગામ હરસિધ્ધિ માઁ અને રાજા વિક્રમ ઉજેન જાતા રસ્તામા આવતું એટલે ત્યાં પોરોખાવા બેઠા તે જગ્યા પોરબંદરનું જે મિલપરા વિસ્તાર કેવાય છે.ત્યાં પોરાઈ માતાજી નું મંદિર છે હરસિધ્ધિ માતાજી એ પોરોખાધો હરસિધ્ધિ માતાજી ને પોરાઈ માતાજીનાનામ થી પૂજાયછે.


પોરબંદર નું જૂનું નામ સુદામાપુરી હતુ સમુદ્ર નો કાઠો એટલે માછીમાર ઉદ્યોગ વધારે ત્યાં વહાણ બનાવવાનો અને બંદર હતું ત્યાં વેપાર વહાણ દ્વારા વધુ થતો પોરાઈ માતાજીના મંદિર ઉપરથી પોરાઈ બંદર કહેતા સમય જતાં સુધારી ને પોરાઈ બંદર ને બદલે પોરબંદર નામ પોરબંદરમા સમુદ્ર ને કાંઠે રળિયામણું ગામબરડા ડુંગરની ગોદ મા પથ્થર નો ઉધોગ મોટો છે.


પોરબંદર મા રેલવે લાઇન મા છેલ્લું સ્ટેશન છે.

પોરબંદરમા મચ્છી ઉધોગ મોટોછે. સુદામાપુરી  ચારધામ યાત્રામા સુદામાપુરી ની યાત્રા ગણાય 

સુદામાપુરીના દર્શનના કરેતો યાત્રા અધૂરી છે. યુગોયુગ થી શાસ્ત્રમાં વંચાઈ છે પોરબંદર મા સીટી ની વચ્ચોવચ સુદામાપુરી મંદિર આવેલ છે.

જે વિસ્તાર સુદામાચોક તરીકે પ્રખ્યાતછે. ત્યાં

સુદામાપુરી નું મંદિર ચામુંડા મા મહાકાળી મા 

ભૈરવદાદા નું શિવમંદિર બીજા અનેક મંદિરો છે. સુલ્તાનજીનો ચોરો ફરવા લાયક છે.


આપણાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદગાંધી (ગાંધીજી) નું જન્મ સ્થળ છે. ગાંધીજી નું  સત્ય અહિંસા જીવન સૂત્ર હતું ગાંધીજી ને ભારત દેશના રાષ્ટ્રપિતા કહેવાય 

ગાંધીજી નું મકાન જે જન્મ સ્થળ કીર્તિમંદિર તરીકે ઓળખાય છે ત્યાં ગાંધીજી ના સરસ 

મ્યુઝીયમ છે પોરબંદર ની મુલાકાત લ્યો ત્યારે.

કીર્તિ મંદિર ની મુલાકાત જરૂર લેજો.


વિક્રમરાજા હરસિધ્ધિમાઁને ઉજેન લઈ ગયા. ત્યાંથી હરસિધ્ધિ માતાજી ને રાજપીપળાના રાજવી છત્રશાલજીના કુંવર વેરીસાલજી રાજપીપળા લઈ ગયા.

નર્મદા જિલ્લાનું રાજપીપળા ગામ વડોદરા થી 90 કિલોમીટર ના અંતરે આવેલું ગામ ત્યાં માઁ હરસિધ્ધિ માતાનું ભવ્ય મંદીર છે.

રાજપીપળામા ઇસ.1650 મા રાજા છત્રસાલજી મહારાજ રાજ રાજગાદી ઉપર હતા.તેમના રાણી નંદકુવારબા રાજા અને રાણી હરસિધ્ધિ માઁ ના ઉપાસક હતા.તે ઉજેન હરસિધ્ધિ માઁ ના દર્શન કરવા જતાં અને ગાંધવી કોયલા ડુંગર  હરસિધ્ધિ માઁના દર્શન કરવા જતા હરસિધ્ધિમાઁ નું મૂળ મંદિર સૌરાષ્ટ્રમાં પોરબંદર પાસે ગાંધવી પોરબંદર થી 40 કિલોમીટર દ્વારકા જતા રસ્તામાં હરસિધ્ધિ માતા નું મંદીર રાજપીપળાના રાજા શ્રીછત્રસાલજી

અને રાણી નંદકુવારબા હરસિધ્ધિ માઁના ઉપાસક હતા.માતાજીની કૃપાથી તેને ત્યાં ઇસ.1630 પુત્રજન્મ થયો તેનું નામ વેરીસાલજી વેરીસાલજી પણ માતા પિતાની જેમ હરસિધ્ધિ માતાજી નો ઉપાસક  ધર્મ નીતિ પરાયણ તે પણ માતા પિતા ની સાથે ઉજેન જતાં ત્યાં હરસિધ્ધિ માતા વિશે પૂછતા  માતાજી નું મંદિર અહીં કેમ છે.માતાજી અહીં કેમ પ્રગટ થયા. પૂજારી અને અને કુંવર ના માતાપિતા (રાજા રાણી)કુંવરને માતાજી ની વાત કરતા અને કહેતા શ્રીકૃષ્ણ ભગવાનના કૂળદેવી હરસિધ્ધિ માતાજી છે.

શ્રી કૃષ્ણ ભગવાને કોયલા ડુંગર ઉપર માતાજી ની સ્થાપના કરી અને જગડુશાહ શેઠે હરસિધ્ધિ માતાજીને કોયલા ડુંગર ઉપર થી નીચે  ઉતારી અને નીચે મંદિરમાં સ્થાપના કરી.અને ત્યાંથી રાજા વિર વિક્રમ હરસિધ્ધિ માતાજી ને ઉજેન માં લઈ ગયા કુંવર વેરીસાલજી કહે માતાજી ઉજેન થી રાજપીપળા આવશે. હું હરસિધ્ધિ માતાજીને રાજપીપળા લઈ જાઈશ. તે માતા પિતાની સાથે ઉજેન રોકાણ કરેછે.અને વેરી સાલજી પૂજારી પાસેથી પૂંજા પાઠ મંત્ર જાપ જાણી "ઑમ હારસિદ્ધિયેનમઃ" મંત્ર જાપ કરવા લાગ્યા. અને માતાજીની ભક્તિ જાપ કરે. ઇ.સ1652 મા રાજા છત્રસાલજીનો સ્વર્ગ વાસ થયો. કુંવર વેરીસાલજી ને 22 વર્ષની ઉમરમા રાજ્યાભિષેક કર્યો. રાજ પીપળાના રાજા થઈ રાજ્યનો કારભાર સાંભળી લીધો.રાજપીપળા ની પ્રજાના માનીતા રાજા થઈ ગયા.

વેરીસાલજી માતાજીના જાપ કરે છે.ભક્તિ કરે છે.એક દિવસ રાતે માતાજી વેરીસાલજીને સપના માં આવ્યા.અને કહે વેરીસાલ તારી ભક્તિ થી હું પ્રસન્ન થઈ તું મને અહીં રાજપીપળા લઈ આવવા માંગેછે.હું આવીશ.મારી સાથે કાલેશ્વર મહાદેવ વીર વૈતાળ સાથે બાલપીર આવશે.અને મારી એક શરતછે. અમે તારા ઘોડાની પાછળ પાછળ આવશું. તું જો પાછળ જોઈશ. તો અમે ત્યાં જ રોકાઈ જાશું અને તારે ત્યાં જ મંદિર બનાવી ને પૂજા પાઠ ત્યાંજ કરવા પડશે.

વેરી સાલજી કહે ભલે માતાજી અને આંખખુલી ગઇ વેરીસાલજી તો સવારના તરત ઉજ્જેન જવા ની તૈયારી કરી પૂજાપાઠ સામાન સાથે લીધો. અને 

વેરીસાલજી જ્યારે પૂજા કરે ત્યાંરે કાઈ પણ બોલે નહી. પૂજા કરતા સમયે આસન પરથી ઉભા થાય નહી. વેરીસાલજી ઉજ્જેન પહોંચી નાહીં ધોઇ ને પૂજા કરવા બેઠા કંકુ ભુલી ગયા.હવે શું કરવું ઉભા તો થવાય નહિ.પણ તરત કટાર કાઢી અને તેમની એક આંગળી કાપી લોહીથી હરસિધ્ધિ માતાજી ને ચાંદલો કરી માફી માગે છે. 

માઁ હરસિધ્ધિ માતાજી પ્રગટ થઈ વેરીસાલજીને કહેછે. માગ માગ વરદાન માગવું હોયતે માગ હું તારી ભક્તિ થી પ્રસન્ન થઈ છું. વેરી સાલજી કહે હે...માતાજી તમે પ્રસન્ન થયાં મારે તો તમારી કૃપાથી બધું છે. મારી એક ઈચ્છા છે.તમે જે મને સપનામાં કહ્યું તેમ તમે મારી સાથે. રાજપીપળા પાધારો. હરસિધ્ધિમાઁ કહે મારી શર્ત યાદ છે પાછું વાળીને જોઇશ હું ત્યાં રોકાઈ જાશું ત્યાં સ્થપના કરી મંદીર બનાવી અને પૂજા પાઠ કરવા. વેરીસાલજી કહે હા માઁ મને યાદ છે.


તમે કહો તેમ હરસિધ્ધિ માતાજી કહે આવતીકાલે સવારે આઠમ ને મંગળવાર ના તું તારા ઘોડા પર આગળ ચાલજે અમે પાછળ પાછળ આવશું.. બીજે દિવસે સવારે ઇસ1657 માં નવરાત્રિની  આઠમને મંગળવારના હરસિધ્ધિ માઁ વેરીસાલની સાથે રાજપીપળા ચાલ્યા.માતાજીની આજ્ઞાથી વેરીસાલજી ધોડા ઉપર આગળ ચાલે ને પાછળ પાછળહરસિધ્ધિમાઁ ,મહાદેવ,અને, વીરવૈતાળ, બાલપીર , સાથે પાછળ પાછળ ચાલેછે.અને રાજ પીપળાની બારોબાર પહોંચી.ગયાત્યાં.વેરીસાલજી પાછળ જોવે છે.ત્યાંજ માઁ હરસિધ્ધિ માતાજી સિંહ ઉપર દર્શન આપી ત્યાં જ રોકાઈ જાય છે.

વેરી સાલજી પસ્તાવો કરે છે કે મારાથી પાછળ જોવાઈ ગયું. તેનો  વેરીસાલજી ત્યાં હરસિધ્ધિ માતાજી સ્થાપના કરી માતાજી નું મંદીર બનાવે છે કાલેશ્વર મહાદેવનું મંદિર ,વીરવેંતાળ નું મંદિર, અને બાલપીર ની દરગાહ બનાવી પૂજા કરેછે.

ભક્તિ કરે છે 85 વર્ષ નું આયુષ્ય ભોગવી ઇસ. 1751  વેરીસાલજી માતાજીના ધામમાં જાય છે.

મિત્રો તમે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જાવ ત્યારે  રાજપીપળા જરુર જાજો મા હરસિધ્ધિ માતાજી ના દર્શન કરવા.ત્યાં રાજપીપળા હાઇવે રોડ ઉપર 

હરસિધ્ધિ માતાજી નું મોટું મંદિર છે.🙏🙏🙏

ત્યાં આજુબાજુ માં જોવા ફરવા લાયક સ્થળ 

સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 30 કિલોમીટર અને બરોડા થી.100 કિલોમીટર ના અંતરે અને સ્વામિનારાયણ ના પોઇચા થી 15 કિલોમીટર 

ના અંતરે આવેલ છે.


        🙏જય શ્રી હરસિધ્ધિ માતાજી 🙏

   🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹

સાભાર :-

લેખક:-ભરત. શીંગડીયા "જય માતાજી "

( સો.પ્રજાપતિ)