ગુજરાતના જિલ્લાઓ

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
✨✨ગુજરાતના જિલ્લાઓ✨✨
🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺

✍ભારતના ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓ આવેલા છે.
⚜કચ્છ એ સૌથી મોટો અને
⚜ ડાંગ એ સૌથી નાનો જિલ્લો છે.
⚜અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને
⚜ ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે.
⚜રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે,
⚜જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🛎ગુજરાતમાં ૨૫૦ તાલુકાઓ આવે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

🌹🌿૧૯૬૦🌿🌹

🌺૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યના ઉત્તર ભાગના ૧૭ જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી.

🛎આ જિલ્લાઓ હતા🛎

♻️અમદાવાદ
♻️અમરેલી
♻️બનાસકાંઠા
♻️ભરૂચ
♻️ભાવનગર
♻️ડાંગ
♻️જામનગર
♻️જુનાગઢ
♻️ખેડા
♻️કચ્છ
♻️મહેસાણા
♻️પંચમહાલ
♻️રાજકોટ
♻️સાબરકાંઠા
♻️સુરત
♻️સુરેન્દ્રનગર અને 
♻️વડોદરા.

〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🌹🌿૧૯૬૪🌿🌹

🌿૧૯૬૪માં ગાંધીનગર જિલ્લો અમદાવાદ અને મહેસાણાના ભાગોમાંથી રચવામાં આવ્યો.

〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🌹🌿૧૯૬૬🌿🌹

🌿સુરતમાંથી વલસાડ જિલ્લો ૧૯૬૬માં છૂટો પાડવામાં આવ્યો.

〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🌹🌿૧૯૯૭🌿🌹

🌺૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ 🌺
🌿પાંચ નવા જિલ્લાઓની રચના કરવામાં આવી:

🌿આણંદ ખેડામાંથી છૂટો પડાયો.

🌿દાહોદ પંચમહાલમાંથી છૂટો પડાયો.

🌿નર્મદા ભરૂચ અને વડોદરાના પ્રદેશોમાંથી રચાયો.

🌿નવસારી વલસાડમાંથી છૂટો પડાયો.

🌿પોરબંદર જુનાગઢમાંથી છુટો પડાયો.

〰〰〰〰〰〰〰〰〰〰〰
🌹🌿૨૦૦૦🌿🌹

🌿૨૦૦૦માં પાટણ જિલ્લો બનાસકાંઠા અને મહેસાણાના પ્રદેશોમાંથી રચાયો.

〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🌺🌿૨૦૦૭🌿🌺

🌺૨ ઓક્ટોબર ૨૦૦૭ ના રોજ🌺
🌿 સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો છૂટો પડાયો જે રાજ્યનો ૨૬મો જિલ્લો બન્યો.

〰〰〰〰〰〰〰〰〰〰〰
🌹🌿૨૦૧૩🌿 🌹

🌺૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ 🌺
🌿સાત નવાં જિલ્લાઓ રચવામાં આવ્યા:

🌿અરવલ્લી સાબરકાંઠામાંથી છૂટો પાડવામાં આવ્યો.

🌿બોટાદ અમદાવાદ અને ભાવનગર જિલ્લાઓના પ્રદેશોમાંથી રચાયો.

🌿છોટા ઉદેપુર વડોદરા જિલ્લામાંથી છૂટો પડાયો.

🌿દેવભૂમિ દ્વારકા જામનગરમાંથી છૂટો પડાયો.

🌿મહીસાગર ખેડા અને પંચમહાલમાંથી રચાયો.

🌿મોરબી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાઓમાંથી રચાયો.

🌿ગીર સોમનાથ જુનાગઢમાંથી રચાયો.

0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram