ડોડી, ખરખોડી, જીવંતી

#આંખોના_ચશ્મા_દૂર_કરનાર_ડોડીનો_પરિચય

#વિવિધ_નામો
(૧) ગુજરાતી-મીઠા ડોડી, ખરખોડી, જીવંતી
(૨) હિન્દી- ડોડી,જીવંતી
(૩) સંસ્કૃત- જીવંતી, શાકશ્રેષ્ઠા, જીવની
(૪) અંગ્રેજી- leptadane
(૫) લેટિન- Leptadania Reticulata

#ડોડીની_ઓળખ
👉 ડોડી વેલ આ વર્ગની વનસ્પતિ હોવાથી વૃક્ષ ના સહારે અથવા વાડના સહારે ઉપર ચડે છે, જ્યાં વાડ કે વૃક્ષના હોય ત્યાં જમીન પર પથરાયેલી જોવા મળે છે.

👉ડોડી અનેક પાનવાળી અને અનેક શાખા વાળી વનસ્પતિ છ, તેના પાન સાદા સામે ગોઠવાયેલા અંડાકાર અને આગળથી અણીદાર હોય છે.

👉 ડોડીને સફેદ રંગના અને લીલાશ પડતાં ઝૂમખામાં ફૂલ આવે છે.

👉ડોડીના ફળને ડોડા અથવા સૂડિયા તરીકે ઓળખવામાં પણ આવે છે. ડોડા બેથી પાંચ સેન્ટીમીટર લાંબા અર્ધા ઈંચ જાડા અને ચીકાશવાળા હોય છે.

👉 ડોડીના ફળ પાકી ગયા પછી આપોઆપ ફૂટી જાય છે અને તેમાંથી રૂ જેવા રેસા નીકળે છ, એના રેસાની સાથે જીરા જેવા બીજ હોય છે. આ ડોડા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં જોવા મળે છે.

#ડોડીનો_ઉપયોગ

👉 ઋષિમુનિઓએ જીવંતીને શાકશ્રેષ્ઠા કહી છે, એટલે કે તમામ શાકોમાં સર્વશ્રેષ્ઠ કહી છે.

👉 ખરખોડી-મીઠા ડોડીના ફળ ડોડા કૂણા હોય ત્યારે તેનું શાક બનાવીને ખાઈ શકાય છે શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ગુણકારી હોય છે‌. આ શાક ખાવાથી શરીરમાં અલગ પ્રકારની ઊર્જા પ્રાપ્ત થાય છે.

👉 ડોડીના પાનની ભાજી પણ બને છે.

👉 ડોડીના કુણા પાન અને મગની દાળનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે.

👉 ડોડી ના પાન, પુષ્પ, મૂળ અને ફળ વિટામિન એથી ભરપૂર હોવાથી આંખોના નંબર ઉતરી જાય છે જ્યારે નાના બાળકોને કાચા પાનની ભાજી, ડોડાનું શાક અને કુણા ડોડા ખવડાવવાથી આંખોમાં નંબર આવતા નથી.

👉 ડોડીના સેવનથી આંખોનું તેજ વધે છે, આંખોનો આરોગ્ય જળવાઈ રહે છે, આંખોમાં થતી બળતરા દૂર થાય છે.

👉 આયુર્વેદમાં ડોડીની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે, ડોડીના કાચા પાન અને તેના ફૂલો પણ ખાઈ શકાય છે, રોજ સવારે ઊઠીને ડોડીના કાચા પાન અને ફૂલ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે.

👉 ડોડીના પાન અને મૂળ સૂકવીને ચૂર્ણ બનાવીને તેનું સેવન કરી શકાય છે. તો કાચા પાનનું જ્યુસ બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે.

👉 બાળકના જન્મ પછી માતાને ધાવણ આવતું ન હોય અથવા ઓછું આવતું હોય તો ડોડી નું સેવન કરવાથી ધાવણ વધે છે. ગાય ભેંસ ને ખવડાવવા થી દૂધ વધારે આપે છે.

👉 આ ઉપરાંત ડોડી તાવ, કફ, ટીબી, ઉલટી, રતાંધળાપણું, ક્ષય વગેરેમાં ખૂબ ઉપયોગી થાય છે..

આપ સૌને વિનંતી છે કે ડોડી જીવનમાં ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે, માટે ડોડીને તમારા ઘરે કે વાડીએ અવશ્ય ઉછેરો. તમારા સગા સંબંધીને ડોડી ઉછેરવા માટે પ્રોત્સાહિત કરી #હર_હર_ડોડી, #ઘર_ઘર_ડોડી_ નું સ્વપ્ન સાકાર કરો.

#સાભાર
#ભરતભાઈ_મકવાણા (ડોડી મેન)

Post a Comment

Previous Post Next Post