સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે ભારતને ગૌરવ અપાવનાર તથા અવકાશ યુગના પિતા તરીકેનું બિરૂદ પામનાર ડો.વિક્રમ સારાભાઈની રાહબરી હેઠળ ભારતને અણુયુગ અને અવકાશયુગ ક્ષેત્રે પ્રગતિની હરણફાળભરી વૈજ્ઞાનિક સંસ્થાઓના સ્થાપક, ઉદ્યોગપતિ, શિક્ષણવિદ, માનવતાવાદી તથા સ્વપ્નદ્રષ્ટા ડો.વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદમાં ધનાઢય કુંટુંબમાં થયો હતો. તેમના પિતા મિલ માલિક અને ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ તથા માતા સરલાદેવી હતા. શ્રીમંત પરંતુ સંસ્કારી અને માનવતાવાદી માતા-પિતાનો ભવ્ય વારસો મેળવનાર વિક્રમનો જન્મ ૧૨મી ઓગષ્ટ-૧૯૧૯ ના થયો હતો. બચપણથી જ વિક્રમ પ્રતિભાશાળી હતો. તેમના માતા-પિતા તેને મોટો ઉદ્યોગપતિ બનાવવા ઈચ્છતા હતા. પરંતુ વિક્રમને વિજ્ઞાન પ્રત્યે વધારે અભિરૂચિ હતી. તેથી ઘરમાં નાની પ્રયોગશાળા બનાવી વિવિધ પ્રયોગો શરૂ કર્યા.
વિક્રમ સારાભાઈનો પ્રિય વિષય વિજ્ઞાન અને ગણિત હતા. પરંતુ ભૌતિકશાસ્ત્રમાં તેમની વિશેષ રૂચિ હતી. સને ૧૯૪૦ માં ઈંગ્લેન્ડમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પદાર્થ વિજ્ઞાન સાથે બી.એ. થયા. ભારત આવી તેમણે કોસ્મિક કિરણો વિષય પર બેંગ્લોરમાં નોબલ પ્રાઈઝ વિનર ડો.સી.વી.રામનના ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં સંશોધન કાર્ય શરૂ કર્યુ. ડો.સી.વી.રામન જેવા વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિકના શિષ્ય બનવાનુ સદભાગ્ય સાંપડ્યું. સને ૧૯૪૭ માં કોસ્મિક કિરણો અંગે સંશોધન કરી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવી ૨૮ વર્ષની ઉંમરે ભારત પરત આવ્યા. તેઓ બેંગ્લોર સંશોધન કરતા હતા ત્યારે નૃત્યકલામાં પારંગત નૃત્યાંગના મૃણાલિની સ્વામીનાથનના પરિચયમાં આવ્યા. સને ૧૯૪૨ માં આ પરિચય પરિણયમાં પરિણમ્યો. કું.મૃણાલિની સ્વામીનાથન લગ્નબાદ શ્રીમતિ મૃણાલિની સારાભાઈ બન્યા. તેઓએ ભારતમાં નૃત્યકલા ક્ષેત્રે મોટું પ્રદાન કરેલ છે.
વિક્રમ સારાભાઈ હંમેશા માનતા કે રાષ્ટ્રનો વિકાસ પ્રજાની વૈજ્ઞાનિક સૂઝ અને અમલીકરણમાં જ રહેલો છે. પ્રાથમીક શિક્ષણ ક્ષેત્રે ઈન્ટીગ્રેટેડ સાયન્સ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષયક સંકલ્પનાઓનો વિકાસ કરવામાં તેમનું યોગદાન મહત્વનું છે. માઘ્યમિક, ઉચ્ચ મા.શાળાઓના વિજ્ઞાન શિક્ષકોની વૈજ્ઞાનિક દૃષ્ટિ કેળવવા, વૈજ્ઞાનિક સૂઝ વધારવા સેવાકાલીન તાલીમવર્ગો અને તેને લગતા વર્કશોપ ઉભા કર્યા. ભારતમાં ફાર્માસ્યુટિકલ દવાના ઉત્પાદનમાં સારાભાઈ કેમિકલ્સનો ઘણો મોટો ફાળો છે.
કાપડ ઉદ્યોગના સંશોધન અને આધુનિકરણ માટે (અટીરા-) અમદાવાદ ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીયલ રીચર્સ એસો.ની સ્થાપના સને ૧૯૪૯ માં કરી. તેમજ અમદાવાદમાં આખા દેશમાં સૌ પ્રથમવાર ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (આઈ.આઈ.એમ.)ની સ્થાપના કરી અમદાવાદનુ મહાત્મય અને ગૌરવ વધારેલ. આજે પણ અમદાવાદની આઈ.આઈ.એમ ભારતની બધી જ આઈ.આઈ.એમ. સંસ્થાઓમાં નંબર વન છે. શ્રેષ્ઠ સંસ્થા છે આંતરરાષ્ટ્રીય મેગા કંપનીઓ સામેથી તેના વિદ્યાર્થીઓને ખુબજ ઉંચા પગાર મોભાવાળી જોબ આપે છે.
શિશુ વયે તેમને કવિવર રવિન્દ્રનાથ ટાગોરનું સાનિઘ્ય મળેલું કવિવર ટાગોર અમદાવાદ આવતા ત્યારે શેઠ અંબાલાલ સારાભાઈના મહેમાન બનતા. કવિવર ટાગોરે તેમની એક મુલાકાતમાં વિક્રમ વિશે ભવિષ્યવાણી ઉચ્ચારતા કહયું હતું કે તમે બહુ નસીબદાર છો, આ તમારો વિક્રમ ભવિષ્યમાં બહુ નામના કમાશે, આ દેશને વિશ્વના ચોકમાં સન્માન અપાવશે.
ગરિબી, દુઃખ, ભૂખમરો અને બિમારી અને મુશ્કેલીઓથી ગૌતમ બુઘ્ધની માફક જ વિક્રમ પણ અજાણ હતા, પરંતુ પછી અમદાવાદની ઝુંપડપટ્ટીઓ જોઈ, લાખો નિરાધાર અને અર્ધભૂખ્યા કિશોરોને જોયા ત્યારે એના હૃદયમાં અનુકંપાની સરવાણી ફૂટી નીકળી હતી. આ દેશને ગરીબીમાંથી બહાર લાવવા, વિજ્ઞાનની કેડી પર આ દેશને દોરી જ્ઞાનના પ્રકાશથી ગરીબી અને તિમિરને દૂર કરવા એ જીવનભર મથતા રહયા. રવિબાબુની ભવિષ્યવાણીને વિક્રમે સત્ય સાબિત કરી બતાવી. વિજ્ઞાનના ધરાતલ પર ખરેખર એક મહાન અને યશસ્વી વૈજ્ઞાનિકના રૂપે આખાય વિશ્વમાં પોતાની પ્રતિભાનો પ્રકાશ ફેલાવી ભારતનો કીર્તિ ઘ્વજ એમણે લહેરાવ્યો.
સને ૧૯૬૬ માં અણુપંચના સ્થાપક અઘ્યક્ષ ડો.જહાંગીર હોમીભાભાનું વિમાની દુર્ઘટનામાં અવસાન થતા વિક્રમ સારાભાઈએ અણુપંચના અઘ્યક્ષ સ્થાનની જવાબદરી સ્વીકાર. સને ૧૯૬૯ માં ભારતના અવકાશ સંશોધન કાર્યક્રમના ઝડપી વિકાસ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈન્ડિયન સ્પેસરિસર્ચ ઓર્ગેનાઈઝેશની સ્થાપના કરી. પી.આર.એલ. અમદાવાદને ઈસરોનું વડુ મથક બનાવી તેના અઘ્યક્ષ સ્થાનેથી અવકાશ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી. સને ૧૯૪૭ થી ૧૯૭૧ ના ૨૪ વર્ષમાં ડો.વિક્રમ-સારાભાઈએ ભારતમાં ૩૫ થી વધુ સંસ્થાઓની સ્થાપના કરી. તેમના વૈજ્ઞાનિક સંશોધન માટે અને ૧૯૬૨ માં શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ અને સને ૧૯૬૬ માં પદ્મભૂષણનો એવોર્ડ મળ્યો હતો. ભારતમાં રોકેટ ઉત્પાદન અને અવકાશ સંશોધન ક્ષેત્રે ડો.સારાભાઈનો ફાળો અનન્ય અને અમૂલ્ય હતો. તેમણે પોતાની વિવિદ્યતા અને કુનેહ વડે વિશ્વમાં ખ્યાતિ મેળવી હતી. ૨૧મી ડીસે.૧૯૭૧ ના રોજ ૫૨ વર્ષની ઉંમરે ત્રિવેન્દ્રમ રોકેટ લોન્ચિંગ સ્ટેશનનું નિરીક્ષણ કરવા ગયા ત્યારે હૃદય રોગના હુમલાથી લોકપ્રિય વૈજ્ઞાનિક ડો.વિક્રમસારાભાઈનું અવસાન થયું હતુ. આવા મહાન વૈજ્ઞાનિકને લાખ લાખ વંદન.
સંપાદક :- બી.જી.કાનાણી-ડાયરેકટર – ઉમિયાજી મહિલા કોલેજ-ધ્રોલ.