ભ્રષ્ટાચાર ની શરુવાત ઘરથી જ.

હાલ ના સમયમા ભ્રષ્ટાચાર ખુબ જ ફુલ્યો ફાલ્યો છે. જયા જુવો ત્યાં ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર. સરકારી ઓફિસમાં સમયસર કામ કઢાવવા પ્રસાદ ચડાવવો જ પડે નહીંતર તમે નવરા થઈ જાઓ પણ સરકારી કર્મચારી તમારું કામ કરવા કદી નવરો ના પડે.

આ પરિસ્થિતિ નો માનસિક ઉદભવ કયાંથી થાય છે ?
વ્યક્તિ ને કામના બદલામા મહેનતાણું ( પગાર ) મળતુ હોવા છતાં તે, એ ચોકકસ કામ ચોકકસ સમયમાં કરી આપવા માટે વધારાના નાણાંની માંગણી કેમ કરે છે ? કયું પરિબળ આમા કામ કરે છે ? તમે વિચાર્યું છે કે આ ઉપરની કમાણી કે ભ્રષ્ટાચાર ની લાલચ આવે છે કયાથી ?

તો ચાલો થોડુ પીસ્ટીપેષણ કરીએ.

1) લે બેટુ, લે લાલા દુકાને જઈ ને દુધની થેલી લેતો આવ તો. લાલો કે બેટુ ના પાડે એટલે આપણે તેને ચોકલેટ કે રુપિયા ની લાલચ આપીએ છીએ. મફતનું કે કામના બદલામા વસ્તુ કે પૈસાની લાલચ બચપણથી જ બાળકો મા રોપિત કરવાની શરુવાત કદાચ અહીથી જ થાય છે.

2) હે ભગવાન. મારું આટલું કામ થઈ જશે તો સવા શેર સુખડી ચડાવીશ.

હે માતાજી મારા દીકરાના ઘરે દીકરાનો જન્મ થશે તો એક ઘી નો ડબ્બો તારા ચરણોમા ચડાવીશ.
( મતલબ ભગવાન પાસે પણ કામ કરાવવા નારીયેળ કે પ્રસાદની લાલચ. હવે જેની પાસે આખી દુનિયા હોય એને તમારા એક નારીયેળ ની શું જરુરત ? )

3) પ્રભુદાસ માસ્તરસાહેબ બે બાચકા ઘઉં તમારા ઘેરે ઉતરાવી મેલ્યા સે અમારા ઘનશ્યામ નું ભણાવવામા ધ્યાન રાખજો.

4) આપણે તો ઓફિસમાં આરામ જ છે. કોઈ કામ જ નથી. બાર વાગે જવાનુ અને ચાર વાગે પાછા. રજા પાડીએ તો જે દીવસે ઓફિસ જઈએ એ દીવસે રજામા પણ હાજર હોવાની સહી કરી લેવાની. ( સાહેબ હારે સેટીંગ હો બકા. આવું સાંભળ્યું છે ને તમે )

5) અમારા જમાઈ ને તો બહું સરસ ટેબલ મળ્યું છે. કશું કામ જ નથી હોતું. ઉપરથી લોકો પરાણે પૈસા આપતા જાય. મારી દીકરીને તો જલ્સા છે જલ્સા.

6) જો બકા આપણે તો ઓફિસમાં આરામ જ આરામ છે. એક સહી કરવાના પાંચસો લઈ જ લેવાના.

શુ આટલા કારણો પુરતા છે ભ્રષ્ટાચાર ની શરુવાત માટે કે તમારી પાસે પણ બીજા સોલીડ કારણો છે ...

Post a Comment

Previous Post Next Post