કર્મની ગતિ

રાત નો સમય હતો અને હું મારી કાર માં જઈ રહ્યો હતો ,, આગળ જોયું તો એક પરિવાર એમની બંધ કાર પાસે ઉભો હતો , રાત નો સમય હોઈ કોઈ મદદ કરવા ઉભું નોતું રેહતું ,, હું તો એકલો રામ હતો, કાર ઉભી રાખી પૂછ્યું શું મદદ કરું?
એમનું કાર માં પેટ્રોલ ખાલી થઇ ગયું હતું.. છેલ્લા શહેર થી નીકળ્યા ત્યારે વિચાર્યું કે highway પર ભરવી લેશું પણ પછી ભરવી જ નો શક્યા..
નસીબ જોગે મારી પાસે એક ૫ લીટર નું કેન ભરેલું પડ્યું હતું ,, મેં એમને આપી દીધું ,, ભાઈ એ તરત પૈસા આપવા માંડ્યા ,, મને પણ શું થયું કે મેં કીધું એક કામ કરો મિત્ર, પૈસા રેહવા દ્યો ... આ કેન ભરાવી ને તમારી કાર માં રાખજો અને ભવિષ્ય માં કોઈ જરૂરત વળી વ્યક્તિ ને આપી દેજો,,
આમ વાત કરી અમે હસતા હસતા છુટા પડ્યા

વરસો વીતી ગયા હતા આ વાત ને અને હું પણ ભૂલી ગયો હતો
ત્યાં અચાનક એક રાત્રે મારી જ કાર highway પર અટકી ગઈ, જોયું તો પેટ્રોલ જ ખાલી,, થોડા વખતે એક કાર રોકાણી મારી વ્યથા સાંભળી એ ભાઈ એ કહ્યું લ્યો મારી પાસે આ પેટ્રોલ નું કેન છે તમે ભરી લ્યો,, અને એ એ જ કેન હતું જે મેં વર્ષો પેહલા એક મિત્ર ને આપડી દીધું હતું ... જયારે મેં પૈસા આપવા ની તૈયારી બતાવી ત્યારે એ ભાઈ એ એમ જ કહ્યું કે તમે પણ આ કેન ભરી ને રાખજો અને જરૂરિયાતમંદ ને આપી દેજો,,,

બસ મિત્રો, આજ કુદરત નો નિયમ છે,, જે સારું કે ખરાબ તમે કરો છો તે આજે કે કાલે, ફરી ફરી ને તમારી પાસે આવશે જ ,,
માટે શક્ય એટલા સત્કર્મો કરતા રેહજો,,

સાભાર
Raje Kanz
https://www.facebook.com/groups/rajesh.kanzariya2712/permalink/1823775527799667/

Post a Comment

Previous Post Next Post