આપણા દેશના સૌપ્રથમ CDS સ્વ. Bipin rawat સાહેબ ના અવસાન બાદ, CDS શું હોય છે...?
આ વિશે કેટલાક બાળકોએ જિજ્ઞાસાવશ પ્રશ્ન પૂછ્યા. તો ચાલો હું જેટલું જાણું છું તે આપસૌ વચ્ચે SHARE કરું.
ભારત દેશની રક્ષા કરતી સેનાઓ મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલી છે.
√ભૂમિદળ (ARMY)
√નૌકાદળ (NEAVY)
√વાયુદળ (AIR FORCE)
શસ્ત્ર સેનાઓની આ ત્રણેય પાંખોના વડાઓને
√ ARMYના વડા 'જનરલ',
√ NEAVYના વડા 'એડમિરલ',
√ AIR FORCEના વડા 'એર ચીફ માર્શલ' તરીકે ઓળખાય છે.
સામાન્ય રીતે આ ત્રણેમાં જનરલની POST મોટી ગણવામાં આવે છે. પરંતુ અસામાન્ય સંજોગોમાં નિર્ણયો ઝડપથી લેવાય તથા જવાબદારી નક્કી થાય તેવું જરૂરી હોય છે. વળી કે દર વખતે ભૂમિદળના વડા જ સૌથી વધુ ક્ષમતા ધરાવતા અને બાહોશ હોય તેવું ન પણ બને. સંરક્ષણ મંત્રી આ સેનાઓ વચ્ચે સંવાદ રાખવાનું કામ કરતા હોય છે. વળી મહામહિમ રાષ્ટ્રપતિ સૌથી ઉપર હોય છે.
પરંતુ યુદ્ધ અથવા દેશ પરના ખાસ જોખમ વખતે સશસ્ત્ર દળના વડા જો તમામ સેનાઓના સંચાલનની જવાબદારી સંભાળે તો જ સારું કામ થાય. કેટલાક અસાધારણ સંજોગો, જેવાકે યુદ્ધમાં ત્રણે સેનાઓ વચ્ચે તાલમેલ રાખવા માટે આ ત્રણેનો સમન્વય કરી શકે તેવી 'ફિલ્ડ માર્શલ' તરીકેની post ઉભી કરવામાં આવતી. જે સર્વોચ્ચ ગણાતી.
આપણી સેનાના બહાદુર વડાઓ
(1) ફિલ્ડ માર્શલ: સામ માણેકશા
(2) ફિલ્ડ માર્શલ : કરીઅપ્પા...
આ બે જનરલશ્રીઓ આ સન્માન પ્રાપ્ત કરી ચુક્યા છે.
👉 પરંતુ આ નિયમિત હોદ્દો નથી.👈
કેટલાક સર્જીકલ ઓપરેશનોમાં આ ત્રણે પાંખનો ઉપયોગ થતો હોય પરંતુ ત્રણેનો સમન્વય કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તેથી છેલ્લા કેટલાક સમયથી આ ત્રણેય સેનાઓ વચ્ચેનો કાયમી તાલમેલ જાળવી રાખવા માટે કોઈક વ્યવસ્થા જરૂરી હતી. આ માટે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ' (CDS) નામની પોસ્ટ ઉભી કરવામાં આવી. આ પોસ્ટ પર સેનાની કોઈપણ પાંખના, વધુ ક્ષમતા વાળા વડાને મૂકી શકાય.
જનરલ બિપિન રાવતસાહેબ એવા સૌપ્રથમ સેના પ્રમુખ હતા કે, જેઓ યુદ્ધ જેવા અસાધારણ સંજોગો સિવાય પણ ત્રણેય સેનાઓના તાલમેલ ગોઠવવા માટે સૌપ્રથમ વખત ઊભી કરવામાં આવેલ આ 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ' (CDS) તરીકે સન્માનિત થાય. અને તેમની આકસ્મિક અને કરુણ વિદાય બાદ હવે જનરલ મનોજ મુકુંદ નરવણે તેમનું સ્થાન લેશે.
તો આ છે CDS વિશે હું જાણું છું તેટલી માહિતી.
માહિતી સ્ત્રોત :- ઓઝાસર