કાનજી ભૂટા બારોટ

આજે એક એવા કાઠિયાવાડી કલાકાર ની વાત કરવી છે જે કદાચ આજ ની પેઢી ને ના ખબર હોય,

આપણે વાત કરિયે છિયે એ મહાન વાર્તાકાર શ્રી કાનજી ભુટા બારોટ. 

કદાચ આજ ની પેઢીએ નામ બોવ ઓછું સાંભળ્યુ હશે પણ આ કાનજી ભુટા બારોટ એટલે જેણે ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ આપેલો એ  કાઠિયાવાડી કલાકાર લોક સાહિત્ય  નો એવો વડલો કે જે બોલે તો પણ એમ જ લાગે કે એ સૂર મા ગાઈ છે, કાનજીબાપા જયારે જિથરો ભાભો નામ ની વાર્તા કરતા ત્યારે એવુ લાગતું કે સામે સાક્ષાત ચિત્ર દેખાય આવે અને કસ્તુરી મૃગ ની વાત કરે ત્યારે સામે પ્રત્યક્ષ મૃગલો દેખાય એવી કાનજીબાપા ની અદ્ભુત શૈલી.

કાનજી ભુટા બારોટ એ દૂહો સિતાર ઉપર રાગે ચડાવી ને ગાતા અને ત્યારે બનેલી સત્યઘટના કે જે સમયે ઈન્દિરાગાંધી ભારત ના વડાપ્રધાન હતા ત્યારે ઈન્દિરા ગાંધી એ દેશ વિદેશ માથી બધા કલાકારો ને પોતાની વાર્તાઓ,ભજન અને લોક સાહિત્ય સાંભળવા માટે બોલાવેલા  ગુજરાત માથી કાનજી ભુટા બારોટ ને રતૂભાઈ અદાણી લઈ ગયાં એટલે પ્રોગ્રામ શરૂ થવાની થોડી વાર હતી ત્યા ઈન્દિરા ગાંધી ને આવતા જોઈ કાનજીભાઇ બોલ્યા રતૂભાઈ ઝાખણ ચાલ્તી આવે છે હો .(ઝાખણ) આપણો તડપદો શબ્દ છે સિંહણ નુ બીજું નામ (ઝાખણ) કેવાઈ એટલુ કાનજીભાઇ બોલ્યા એટલે એ શબ્દો સીધા ઈન્દિરાજી ના કાને સંભ્ળાયા એટલે ઈન્દિરાજી એ કાનજીભાઇ પાસે આવી ને કીધું ક્યા આપ ને કુછ કૉમેંટ પાસ કી હવે કાનજીભાઇ મુંઝાણા કારણ કે કાનજીભાઇ ને હિન્દી આવડતું નોતૂ એટલે એને રતૂભાઈ ને કીધું તમે ક્યો એટલે રતૂભાઈ બોલ્યા ના મેડમ ઈસને આપકી કોઈ કોમેન્ટ્ પાસ નહી કી આપકો લાયનીસ કી ઉપમા દી હે 

ઈન્દિરાજી એ કીધું ઑહ અચ્છા અચ્છા આપકા નામ ? એટલે રતૂભાઈ એ કીધું એ હમારે બહોત અચ્છે વાર્તાકાર હે , ઓર હમ સબ ઉન્હે કાનજી બાપા કે નામ સે બુલાતે હૈ.. ઓહ ઈન્દિરાજી એ કીધું આપ વાર્તાકાર  હે તો આપકો જસ્માઑડન કી બાત પતા હે આટલુ પૂછ્યું ને એટલે કાનજીભાઇ એ કીધું (એક કાઠીયાવાડી નો જવાબ કેવો હોય )મેડમ પતા તો હે પર રતૂભાઈ આને કયો આપને દસ મિનિટ દી હે દસ મિનિટ મા વાર્તા પુરી ના થાઈ આના માટે દોઢ કલાક જોયે અને મિત્રો આપણા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ની મિનિટ બુક જે ઘટના ની સાક્ષી પૂરે  છે કે તેને દોઢ કલાક ની તમામ એપોઇમેન્ટ કેન્સલ કરીને કાનજીભાઇ ના મોઢે જસ્મા ઓડણ ની વાત સાંભળી અને બીજે દિવસે પ્રોગ્રામ મા રાષ્ટ્રપતિ આવવાના હતા પણ કાનજીભાઇ એ કીધું રતૂભાઈ મારે નીકળવુ પડશે મારે કાલે બરળા મા મેર ને ત્યા છોકરાવ ના નામ પાળવા જાવાનું છે પણ રતૂભાઈ એ કીધું  કાનજીભાઇ તમારા પ્રોગ્રામમા રાષ્ટ્રપતિ આવવાના છે ત્યારે કાનજીભાઇ નો જવાબ સાંભળી એક એક ગુજરાતીઓ ની છાતી આજેય ફૂલી જાઈ છે અને કાનજીભાઇ એ કીધું રતૂભાઈ અદાણી બરળા નો મેર મારો રાષ્ટ્રપતિ જ છે એમ કઇ અને ત્યાથી નીકળી ગયા, વાર્તા ના આવા ગુજરાતી કાઠિયાવાડી કલાકાર ને મારા લાખો સલામ..


જય મુરલીધર

જયસોમનાથ

જયજય ગરવી ગુજરાત


સાભાર  Mahadev Ahir



Post a Comment

Previous Post Next Post