Monday, October 2, 2023

ગુજરાતના વિવિધ પ્રદેશોની ઓળખ



રાજકીય કે પ્રાદેશિક નામ નહીં, પણ એક સમયે લોકવ્યવહારમાં જે ભૌગોલિક નામ પ્રચલિત હતાં તે આજે પણ એટલાં જ પ્રખ્યાત છે. 


દક્ષિણ ગુજરાત અને ભાલની વચ્ચેની ખાડી અને ઉપરનો વિસ્તાર એ 'ખંભાતબારું'

ભાવનગરથી તળાજાનો વિસ્તાર એ 'ઘોઘાબારું'

ભાવનગરથી મહુવા સુધીનો કાંઠો એ 'વાળાંક'

ઊનાથી સોમનાથનો કાંઠાને અડતો વિસ્તાર એ 'નાઘેર'.

• 

સોમનાથથી માધવપુરનો કાંઠાળને અડતો વિસ્તાર એ 'ઘેડ' 

• 

પોરબંદર ફરતો વિસ્તાર એ 'બરડો'

જામકલ્યાણપુર, ભાટિયા, લાંબાથી ભાણવડ સુધીનો વિસ્તાર એ 'બારાડી'

પોરબંદરથી દ્વારકા અને ઓખાનો કાંઠાનો વિસ્તાર એ 'ઓખામંડળ'

• 

ગિરનારની ફરતાં સોથી બસો કિલોમીટરનો વિસ્તાર એ 'સોરઠ'

• 

અમરેલી-લીલિયાનો વિસ્તાર એ 'ખારો પાટ'

• 

ખાંભા, બગસરા, જૂનાગઢ અને ઊનાની વચ્ચેનો વન વિસ્તાર એ 'ગીર'

ધંધુકા, ધોળકા, બરવાળાનો વિસ્તાર એ 'ભાલ'

• 

જસદણ, બોટાદ, વીંછિયા, ચોટીલા, મૂળી, બાબરા એ 'પંચાળ'

• 

ચોટીલા, થાનનો ડુંગરાળ વિસ્તાર એ 'ઠાંગો'

મોરબી અને વાંકાનેરનો મચ્છુ કાંઠો (મજો કાંઠો)

• 

વિરમગામ - બહુચરાજીનો વિસ્તાર એ 'નળકાંઠો' 

• 

સમી, રાધનપુર અને વારાહીનો વિસ્તાર એ 'વઢિયાર'

વારાહી, દસાડા, પાટડી- બજાણાથી માળિયાં સુધીનાં ચોવીસ ગામનો વિસ્તાર એ 'જતવાડો' (જતવાડ ચોવીસી) 

• 

સાંતલપુર થી રાપર અને ભચાઉનો વઢિયાર અને કચ્છને જોડતો વિસ્તાર એ 'વાગડ'.

સાભાર 

અમર કથા fb પેજ