એક્સેલ 2007 માં દરેક ક્ષેત્રમાં ઉપયોગમાં લઈ શકાય તેવા સેંકડો ફંક્શન મળી રહે છે. જેવી રીતે સૂત્ર દ્વારા ગણતરી કરી શકાય છે. તેવી જ રીતે ફંક્શનનો ઉપયોગ પણ થઈ શકે છે.. તે માટે જુદા જુદા ફંક્શન આપેલા છે.. જેમકે
Sum Function
Sum :- સરવાળો કરવા માટે આ ફંકશનનો ઉપયોગ થાય છે.જે સેલ નો સરવાળો કરવાનો હોય તે સેલની રેન્જ ફંકશન લખ્યા પછી કૌશમાં આપીને Enter Key આપવી.
દા.ત.
(1) =Sum (C2 : E2)
Average Function
Average :- સરેરાશ કાઢવા માટે આ ફંકશનનો ઉપયોગ થાય છે. જે સેલની સરેરાશ કાઢવાની છે તે સેલની રેન્જ ફંકશન લખ્યા પછી કૌશમાં આપીને Enter Key આપવી.
દા.ત. =Average (C2 : E2)
Minimum Function
> Min :- સૌથી ઓછી રકમ શોધવા માટે આ ફંકશનનો ઉપયોગ થાય છે. જે સેલ માંથી સૌથી ઓછી રકમ શોધવાની છે તે સેલની રેન્જ ફંકશન લખ્યા પછી કૌશમાં આપીને Enter Key આપવી.
દા.ત. =Min (A2 : A12)