ઉજ્જૈન ક્ષિપ્રા નદી કિનારે આવેલું છે. વિક્રમ રાજા ના સમયમાં તેનું નામ નામ અવંતિકા નગર હતું. ઉજ્જૈન નગરી રાજા વિક્રમ તેમજ મહાકવિ કાલિદાસના નામે પણ ઓળખાય છે.
ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે દર બાર વર્ષે મહા કુંભ મેળો યોજાય છે.
કહેવાય છે કે ઉજ્જૈન નગરી 5000 વર્ષ પહેલાં પણ જૂની છે અને કહેવાતું હતું કે સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવો હોય ઘડિયાળનો તો ઉજ્જૈન નો સમય છે એને ગણવામાં આવતો હતો.
મહાકાલ મંદિર :-
બાર જ્યોતિર્લિંગ માનો એક આ જ્યોતિલિંગ છે અને એકમાત્ર એવું શિવ મંદિર છે જ્યાં ભસ્મ આરતી કરવામાં આવે છે. એટલે કે આરતી સમય સ્મશાનના મડદાંની ભસ્મ એટલે કે રાખ અહીંયા શિવલિંગ પર ચડાવવામાં આવે છે. પણ હાલ ત્યાં ગાયના છાણમાંથી બનેલી રાખ જ ચડાવવામાં આવે છે.
મહાકાલ કોરિડોર :-
લોકો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કરવા માટે 946 મીટર લાંબા કૉરિડોરથી પસાર થઈને ગર્ભગૃહ સુધી પહોંચશે. ભક્તો કૉરિડોરમાં મહાકાલનાં વિવિધ સ્વરૂપોનાં દર્શન કરી શકે છે. મહાકાલ લોકમાં આવતા લોકોને અહીં કલા, ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો અદ્ભુત મિશ્રણ જોવા મળે છે.
મહાકાલ લોકમાં ભગવાન શિવ અને તેમના સમગ્ર પરિવારની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. ભગવાન શિવના મનોરંજનનું વર્ણન કરતી નાની-મોટી 200 જેટલી મૂર્તિઓ અહીં સ્થાપિત કરવામાં આવી છે. ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કેવી રીતે કર્યો તેનું વર્ણન અહીં એક વિશાળ પ્રતિમા દ્વારા કરવામાં આવ્યું છે.
અહીં દરેક પ્રતિમાની આગળ એક બારકોડ લગાવવામાં આવ્યો છે, તેને સ્કેન કરતાની સાથે જ ભગવાન શિવની કથા કહેતી પ્રતિમાની સંપૂર્ણ માહિતી તમારા મોબાઈલ સ્ક્રીન પર આવી જશે. તેનો હેતુ પ્રાચીન ઈતિહાસ અને વાર્તાઓ વિશે નવી પેઢીને માહિતી આપવાનો છે.
કાલ ભૈરવ મંદિર :-
આ મંદિર આશ્ચર્ય અને આસ્થાનું કેન્દ્ર છે. એટલે કે આ મંદિરમાં કાલભૈરવની મૂર્તિ સામે રકાબીમાં પ્રસાદ તરીકે દારૂ ચઢાવવામાં આવે છે અને કાલભૈરવની મૂર્તિ એ દારૂ પી જાય છે. હજી સુધી કોઈ પણ વૈજ્ઞાનિકો સંશોધન કરીશું શક્ય નથી કે આ દારૂ જાય છે ક્યાં ?
હરસિદ્ધિ મંદિર :-
પોરબંદરની પાસે આવેલ હરસિધ્ધિ મંદિર થી વિક્રમ રાજા માતાજીને લાવેલા. સવારની આરતી પોરબંદર પાસે આવેલા હર્ષદ મંદિર થાય છે અને સાંજની આરતી ઉજ્જૈનમાં થાય છે. જે બંને આરતી જોવાલાયક છે. આ ઉપરાંત આ મંદિરને શક્તિપીઠ તરીકે પણ ગણના થાય છે.
સંદીપની આશ્રમ :-
શ્રીકૃષ્ણ સુદામા અને બલરામજી ત્યાં વિદ્યા અભ્યાસ કરેલો જ્યાં તેઓ ભણેલા હતા તે આશ્રમ.
મંગલનાથ મંદિર:
સ્કંધ પુરાણના અવંતિકા નગર એટલે કે ઉજ્જૈન નગરીની કથા અનુસાર અંધાકાસુર નામના રાક્ષસે શિવ પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે તેના લોહીના દરેક ટીપાંથી એક નવો રાક્ષસ જન્મ લેશે. આ રાક્ષસોના અત્યાચારથી ત્રાસેલા લોકોએ ભગવાન શિવની આરાધના કરી. ત્યારે શિવજી અને અંધાકાસુર વચ્ચે યુધ્ધ થયું. તાકાતવર દૈત્ય સામે લડતાં લડતાં શિવજીના પરસેવાના ટીપાં જમીન પર પડ્યાં જેથી ધરતી બે ભાગોમાં ફાટી ગઈ અને મંગળ ગ્રહની ઉત્પત્તિ થઈ. શિવજીના ઘાને કારણે આ રાક્ષસનું બધું લોહી આ ગ્રહમાં સમાઇ ગયું જેથી મંગળ ગ્રહની ધરતી લાલ થઈ ગઈ. રાક્ષસનો અંત થયો અને શિવજીએ આ ગ્રહને પૃથ્વીથી અલગ કરીને બ્રહ્માંડમાં ફેકી દીધો. આ દંતકથા અનુસાર જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ હોય છે તેઓ અહીંયાં પૂજા અર્ચના કરાવવા માટે આવે છે.
શ્રી વિક્રાંત ભૈરવ મંદિર
ઉજ્જૈન શહેરથી 5 કિમી દૂર ભૈરવગઢમાં શિપ્રા નદીના પૂર્વ કિનારે સ્થિત એક ખૂબ જ પ્રાચીન ચમત્કારિક સ્થળ છે. તે ઓખલેશ્વર સ્મશાનભૂમિ પર, કાલભૈરવ મંદિરની સામે થોડે દૂર આવેલું છે. ઓખલેશ્વર સ્મશાન શિપ્રાના બંને કાંઠે ફેલાયેલું છે.
તેની બાજુમાં સતી માતાનું મંદિર આવેલું છે. ખૂબ જ શાંત અને રમણીય ધાર્મિક સ્થળ છે.
ભૂખીમાતા મંદિર:
આ મંદિરમાં રાજા વિક્રમ કેવી રીતે રાજા બન્યા તેની કથા સાથે બાબત જોડાયેલી છે. કહેવામાં આવે છે કે ભૂખી માતાને રોજ એક યુવાનની બલી ચડાવવામાં આવતી હતી. પહેલા તેને ઉજ્જૈનનો રાજા ઘોષીત કરવામાં આવતો હતો ત્યાર બાદ ભૂખી માતા તેને ખાઇ જતી હતી. એક વાર એક દુખી માનો વિલાપ જોઇને યુવાન વિક્રમએ વચન આપ્યુ કે તેના દિકરાની જગ્યાએ તે નગરનો રાજા અને ભૂખી માતાનો ભોગ બનશે.
રાજા બનતાની સાથે જ યુવાન વિક્રમએ આખા શહેરને સુગંધીત ભોજનથી શણગારવાનો આદેશ આપ્યો. દરેક જ્ગ્યાએ છપ્પન ભોગ સજાવી દેવામાં આવ્યાં. ભૂખી માતાની ભૂખ વિક્રમાદિત્યને પોતાનો આહાર બનાવતા પહેલા જ ખત્મ થઈ ગઈ અને તેઓએ વિક્રમને પ્રજાપાલક ચક્રવર્તી સમ્રાટ થવાના આશીર્વાદ આપી દીધા. ત્યારે વિક્રમમાંથી બનેલા રાજા વિક્રમાદિત્યએ તેમના સન્માનમાં આ મંદિરની સ્થાપના કરી.
કાલીદેહ મહેલ:
આ મહેલનું નિર્માણ સિંધિયા ઘરાનાએ કરાવ્યું હતું. કારણ મુજબ દંતકથા છે કે ઉજ્જૈનનો ફક્ત એક જ મહારાજા હતો અને તે હતો મહાકાલ. આ સિવાય બીજા કોઇ પણને ઉજ્જૈનમાં રાત ગાળવાની અનુમતી નહોતી. જો તે ઉજ્જૈનમાં રાત ગાળી લે તો જલ્દી તેનું રાજપાઠ નષ્ટ થઈ જાય. આ દંતકથાને લીધે સીંધીયા રાજાઓએ પોતાના રહેવા માટે આ મહેલને બનાવડાવ્યો હતો. અને કહેવાય છે કે ઉજ્જૈન માં કોઈ ઊંચા હોદા પર જે રાજકારણી હોય તે પણ અહીં રાત રોકતા નહી.