Saturday, June 22, 2019

Typewriter (ટાઈપરાઈટર)


    પહેલાં નોકરી કરવાની વાત આવે કે ટાઇપિંગ આવડવું ફરજીયાત રહેતું હતું. દસમીની પરીક્ષા પૂરી થતાં જ શોર્ટ હેન્ડ, લોંન્ગ હેન્ડ ટાઇપિંગ શીખવાનું શરૂ કરી દેવામાં આવતું હતું. જેથી ઉનાળાની રજા દરમિયાન ટાઇપિંગની ટક ટક બધા સીખી જતાં.
ઓફિસમાં નોકરી કરવી હોય તો ટંક લેખનનું  જ્ઞાન હોવું જરૂરી છે. પરંતુ સમય જતાં ટાઇપરાઇટરની જગ્યા હવે કમ્પ્યુટરે લીધી છે. ટાઇપિંગ ઉપરાંત કમ્પ્યુટર અનેક લોકોની પસંદગી બની ગઇ છે. અને ટાઇપ રાઇટરને પાછળ મૂકી દીધું છે.


કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ કામની સાથે સાથે ગેમ્સ રમવા, મૂવી જોવા જેવા ટાઈમ પાસ કામો માટે પણ હોય છે. પરંતુ, કોમ્પ્યુટર અને મોબાઈલથી પહેલા ટાઈપરાઈટર આવ્યું હતું અને આજે ટાઈપરાઈટરનો જન્મદિવસ છે. ૨૩ જૂન, વર્ષ ૧૮૬૮ એ ક્રિસ્ટોફલ એલ શોલ્સને ટાઈપરાઈટર માટે પેટંટ મળ્યો હતો. સિલાઈ મશીન બનાવનારી કંપની રેમીંગટન એંડ સન્સે આને સૌથી પહેલા બનાવ્યું હતું.

૧૮૨૦ થી ૧૮૭૦ વચ્ચે ઘણા લોકોએ આવા ડીવાઈસ બનાવ્યા જે કાગળ પર અક્ષર છાપી શકતા હતા. જેને ટાઈપરાઈટરનું નામ આપ્યું હતું.

તમે ઘણા કોમ્પ્યુટર, મોબાઈલ, ટેબલેટમાં QWERTY ને જોયું હશે. પરંતુ, ટાઈપરાઈટર પહેલી મશીન હતી જેમાં ક્વાર્ટ કી-બોર્ડ લેઆઉટ બટનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને આજે દરેક કીબોર્ડમાં QWERTY લેઆઉટનો જ પ્રયોગ થાય છે.

આજના યુગમાં કમ્પ્યુટર પર પરીક્ષા લેવાશે અને ટાઇપરાઇટરની ટક ટક કાયમ માટે બંધ થશે.  અને જેની શરૂઆત થઈ ગઈ છે.

સાભાર :- google દેવ ખાખાખોળા, વિવિધ ન્યુઝ પેપર, વિવિધ ઓનલાઈન લેખો...