Saturday, June 22, 2019

અમરીશ પુરી (સક્સેસ સ્ટોરી)

બોલીવુડના ખ્યાતનામ કલાકાર અમરીશપુરી સાહેબનો જન્મદિવસ છે.. તેના સન્માનમાં google દ્વારા તેમનું ડુડલ રાખવામાં આવ્યું છે.. જાણીએ તેમની જીવન ગાથા ટૂંકમાં....

અમરીશ પુરી બોલિવૂડના એક એવા વિલન હતા જે ફિલ્મ્સમાં હીરો પર ભારે પડતા જોવા મળતા હતા. અમરીશ પુરીની ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘નગીના’, ‘નાયક’, ‘દામિની’ અને ‘કોયલા’ જેવી ફિલ્મ્સમાં એક્ટિંગને ભુલાવવી અશક્ય જેવું છે. 80-90ના દાયકામાં અમરીશ ફિલ્મ્સમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળતા. અમરીશે હિંદી જ નહીં હોલિવૂડ ફિલ્મ Indiana Jones and the Temple of Doomમાં પણ કામ કરી ચૂક્યા હતા.

→ અમરીશ પુરીએ કરી હતી LICની નોકરી, 39 વર્ષની વયે મળ્યો હતો પ્રથમ રોલ

→માત્ર 1500 રૂ. લઈ આ સુપર વિલન આવ્યો હતો મુંબઈ.

અમરીશ પુરી એક્ટર બનવાનું સ્વપ્ન લઈ મુંબઈ આવ્યા હતા પરંતુ ઘણા સ્ક્રીન ટેસ્ટમાં ફેલ થયા બાદ તેમણે LICની નોકરી કરી. આ સાથે તેઓ પૃથ્વી થિએટરમાં એક્ટિંગ કરવા લાગ્યા. થિએટર કરતા-કરતા અમરીશપુરી ધીમે-ધીમે જાહેરાતોમાં જોવા મળવા લાગ્યા.

અમરીશ પુરીને બોલિવૂડમાં પ્રથમ રોલ 39 વર્ષની વયે મળ્યો હતો. આ ફિલ્મનું નામ હતું ‘રેશમા ઔર શેરા’. ફિલ્મમાં તેણે વહીદા રહમાન અને સુનીલ દત્ત સાથે કામ કર્યું હતું.



ઘણી ફિલ્મમાં યાદગાર રોલ કર્યા બાદ અમરીશનું 12 જાન્યુઆરી, 2005ના રોજ બ્રેન હેમરેજથી નિધન થયું હતું.

સાભાર
Divybhaskr