Tuesday, October 29, 2019

શ્રીકૃષ્ણ અને પ્રભાસ પાટણ ભાલકા તીર્થ

#શ્રીકૃષ્ણની_નિર્વાણ_ભૂમિ_ભાલકા_તિર્થ_માં.

બાપા તો ભાગ્યશાળી થૈ ગ્યા કે ભાભા મોત માં ખાટી ગ્યા આવું કયારેક તો આપણે બોલ્યા કે સાંભળેલ હશે જ પણ મોતના સમયે કૃષ્ણની કરૂણતાનો અંદાઝ ખરો ?
અંતિમ સમયે પરિવારનું કોઇ નજર સામે ન હોય, પરિવારમાં થી કોઇના હાથનું પાણી પીવા ન પામે કેમ કે દ્વારીકા થી જેટલા યદુવંશીઓ સાથે આવેલ એ બધા જ યાદવાસ્થળીના ખપ્પર માં હોમાઇ ચુકેલ એટલે કૃષ્ણની અંતિમ ક્રિયા પણ રડતા હ્રદયે અર્જુને એકલા હાથે જ કરવી પડેલ.😭😭

જેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો એ
દ્વારિકાથી નીકળેલી ધ્વજ યાત્રા પ્રભાસ પાટણ પહોંચી
હજારો વાહનો જોડાયેલ
લાખો કૃષ્ણ ભક્તોના હર્ષોલ્લાસ સાથે કૃષ્ણની નિર્વાણભૂમિ ભાલકા તીર્થમાં ધ્વજારોહણ અને સુવર્ણ કળશની સ્થાપના થઇ ત્યારે હું સામેલ થઇ શક્યો હોત પણ નહોતો થયો કેમકે

મારે કૃષ્ણને મળવું હતું જરાક એકાંતે
થોડીક નિરાંતે

જેમના ચહેરાને આપણે સદાય સસ્મિત નિહાળ્યો છે એ મીઠડા કૃષ્ણ ના અંતઃકરણ માં ઉછળતા વિષાદના ઘૂઘવતા દરિયાના વિરાટ મોજાઓ ની ખારાશ ને અનુભવવી હતી .

આમ તો એ પુરૂષોત્તમ
પણ
પગ વાળીને બેઠો નહી કદી
દોડતો રહ્યો જિંદગી આખી
મથુરાની જેલ થી
ગોકુલ
વૃંદા'વન'
ક્યારેક રાસ માં તો ક્યારેક રણમેદાનમાં
પર્વતો
મુચકન્દ ની ગુફાઓ ...
કૌરવોની અઢાર અક્ષોણી ને હરાવનાર 'રણ'છોડ બન્યો
સુવર્ણ ની દ્વારિકામાં સુખ હશે
પણ
શાંતિ નહોતી
થાકી ગયો નાથ
અને અંતે
પ્રભાસ પાટણમાં પોઢી ગયો .
😭😭😭😭

૧૨૫ વરસના આયુષ્યમાં થી
મથુરામાં જન્મી ને ગોકુલ માં સવા દાયકો વિતાવ્યો
નંદ યશોદા ને અન્ય વ્રજવાસીઓ ને છોડી ને કૃષ્ણ મથુરા ગયા
વ્રજ માં પાછા ન આવ્યા કેમ કે તેનું અવતાર કાર્ય વ્રજ પુરતું સીમિત નહોતું
મથુરામાં કંસ પછી પોતે રાજા બની શક્યા હોત પણ એમનું અવતાર કાર્ય વ્રજ મથુરા પુરતું સીમિત નહોતું
ગોકુલ માં અનેક અસુરો ને મારનાર પોતે જરાસંઘને મારી ને મથુરામાં સ્થાયી થઇ શક્યા હોત
કુરુક્ષેત્ર નાં યુદ્ધને જીતાડનાર રણછોડ ને બદલે રણજીત બની શક્યા હોત પણ અવતાર કાર્ય સીમિત નહોતું
રાસલીલા દાણલીલા વ્રજલીલા અને વ્રજવાસીઓના વિયોગના પડો રચનારા વ્રજ વાસીઓની પીડા ને તો વાચા આપે છે પણ કૃષ્ણની પીડાનું શું ?
રામ કે કૃષ્ણના જીવનની અમુક ઘટનાઓ ને કેન્દ્રમાં રાખીને સવાલ ઉઠાવનારાઓ ની વાતમાં તથ્ય છે પણ સત્ય તો સળંગ અને અનંત હોય તથ્ય ની આગળ પાછળના તથ્યો સાથે ય સંલગ્ન હોય જેમ દૂરબીન ની મર્યાદા હોય એમ દૃષ્ટિકોણ અને સમજણની ય મર્યાદા હોવાની જ
जिस विभूति के जीवन का सत्य हमारी समज से बाहर होता हे उन के जीवन के कुछ तथ्यों को लोग पकड़ लेते हे और फिर उन तथ्यों के आधार पर या तो पूजा शुरू कर देते हे या फिर निंदा
या तो फूल बरसाते हे या फिर पथ्थर
याद रहे दोनों ही अस्वस्थ हे क्यों की दोनों सत्य को समझने की वजाय तथ्यों पर अटक गए हे
🙏🙏🙏🙏🙏

આભાર...
KHIMANAND RAM ની fb દીવાલ પરથી.....