૨૬ જુલાઈ ૨૦૧૯ નાં રોજ કારગીલ યુદ્ધ વિજયને વીસ વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. ભારતના ૫૨૭ વીરોએ કારગીલના એ ભયાવહ પર્વતો પરથી દુશ્મનને મારી હઠાવવા માટે તેમનો જીવ આપ્યો.
બહુ ઓછા લોકો જાણે છે કે કારગીલના અમર બલીદાનીઓમાંથી ૧૨ જવાનો એ ગુજરાતની ગૌરવવંતી ધરા પર જન્મ લીધો હતો. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપની સમક્ષ એ ૧૨ ગુજરાતી વીરોની વિરગાથાઓ ટૂંકમાં અત્રે પ્રેષિત કરી રહ્યો છું.
લેખમાળાની શરૂઆત માતા જશીબેન અને પિતા વિક્રમભાઈના બળુકા પુત્ર અમર બલિદાની ૧૪૧ ફિલ્ડ આર્ટીલરી રેજીમેન્ટના ગનર રમેશ જોગલ Kargil Shahid Rameshbhai Trust ની વાતથી કરીએ:
કારગીલ યુદ્ધમાં ટાઈગર હિલ પર ભારતના વિજયને અપ્રતિમ માનવામાં આવે છે. ટાઈગર હિલ પર હુમલાના આર્ટીલરી ફાયર પ્લાનને ‘ફાયનલ બ્લો’ – ‘અંતિમ પ્રહાર’ એવું સૂચક નામ આપવામાં આવેલું. ૩જી જુલાઈ ૧૯૯૯ ના રોજ રાત્રીના સાડા આઠ કલાકે શરૂ થયેલો ‘અંતિમ પ્રહાર’ ૭ જુલાઈ સુધી ચાલ્યો. જેની શરૂઆત આર્ટીલરી ગનર્સે સીધા અને પરોક્ષ બંને તોપમારા વડે કરી. કુલ ૨૦ આર્ટીલરી યુનિટ્સ એટલે કે કુલ ૧૨૭ તોપો અને મોર્ટાર મળીને સમગ્ર ટાઈગર હિલ પર ગોળાઓ વરસાવી રહ્યા હતા. ગનર્સ દર મીનીટે પ્રત્યેક બેટરી દીઠ એક રાઉન્ડ ફાયર કરી રહ્યા હતા. સમગ્ર આકાશ આપણા તોપમારા અને દુશ્મનના ગોળાઓના પ્રકાશ વડે ઝળહળી ઉઠ્યું હતું. બોફોર્સ તોપોના અવિરત કવર ફાયર વચ્ચે ટાઈગર હિલ પર ૨ નાગા રેજીમેન્ટ, ૮ શીખ રેજીમેન્ટ અને ૧૮ ગ્રેનેડીયર્સના દળો એ ત્રણ બાજુથી હુમલો કર્યો.
આ તરફ દુશ્મન પાસે આર્ટીલરી લોકેટીંગ રડાર હતા. ભારતીય તોપોને નિશાન બનાવીને દુશ્મનો પેલેપારથી અચૂક ફાયર કરી રહ્યા હતા. રમેશભાઈની પલટનની તોપો મતીયાનથી ટાઈગર હિલ પર પ્રચંડ તોપમારો કરી રહી હતી.
દુશ્મન ફાયરીંગ રમેશભાઈની પલટનની બોફોર્સને ટાર્ગેટ બનાવી રહ્યું હતું. પરંતુ, ૧૪૧ ફિલ્ડ રેજીમેન્ટના તોપચીઓ કંઈ દુશ્મન શેલીંગથી ડરીને પોતાનું શેલીંગ ધીમું પાડે તેમ નહોતા.
રમેશભાઈએ યુદ્ધ મેદાનેથી બા, જશીબેનને એક પત્ર લખ્યો હતો જે ૬ જુલાઈ ૧૯૯૯ના રોજ અગિયારેક વાગ્યા આસપાસ ટપાલી આપી ગયો. ઉતાવળે બા એ કાગળ ખોલ્યો અને મોટા દીકરા હમીર પાસે વંચાવ્યો.
બસ એ જ સમયે ૬ જુલાઈ ૧૯૯૯ના રોજ ૧૧ કલાકે દુશ્મને ફાયર કરેલો એક તોપગોળો રમેશની બાજુમાં આવીને ફાટ્યો.
સતત બે મહિના સુધી દુશ્મનના અવિરત તોપમારા વચ્ચે પણ મૃત્યુના ક્ષણિક ભય વિના અડીખમ લડતાં રહેલા રમેશના શરીરને વીંધીને તોપગોળાના લાલચોળ સ્પ્લીન્ટર્સ અંદર ધસી ગયા; કેટલાક આરપાર નીકળી ગયા. શરીર નિશ્ચેત થઇ ગયું, અમર પ્રહરી રમેશ જોગલને ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધો.
કારગીલ યુદ્ધ - ગુજરાતના શહીદો પુસ્તકમાંથી...