Thursday, November 7, 2019

પ્રેરણાનું ઝરણું :- સુપર 70 ("અલ્પેશભાઈ બારોટ" Lok Sahyog Trust)

સુપર 30 જેવું જ સુપર 70 :)





ભારત એક એવો ગરીબ દેશ છે જ્યાં દુનિયાનું ઊંચામાં ઉંચુ પૂતળું બનાવવાં કે ચંદ્ર પર યાન મોકલવામાં માટે અધધ પૈસા છે પણ એક બાજુ ભારતમાં એવા પરિવાર પણ છે જેની એક પણ પેઢીને હજી શિક્ષણ કે પ્ર્રાર્થમિક સુવિધાઓ પણ નસીબ નથી થઇ!

આવા પરિવારને પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને બાળકોને સંસ્કાર સિંચન સાથે શિક્ષણ મળી રહે તે માટે અથાગ પ્રયત્નો કરતાં "અલ્પેશભાઈ બારોટને"(Lok Sahyog Trust) મળવાનું થયું તેઓ છેલ્લા 3 વર્ષથી 70 બાળકોને મફતમાં શિક્ષણ આપવાનું અવિરત કામ હાથ ધર્યું છે. શૂન્યથી શરૂઆત કરી. 2 વર્ષ તો 70 બાળકો સાથે ગ્રામજનોના ઘરે રહ્યા।..
હાલમાંજ ગ્રામજનો અને અલ્પેશભાઈના 70 બાળકોના આકરા તાપમાં શ્રમ યજ્ઞ કરી બાળકોને છાત્રાલય મળ્યું, આ તો શરૂઆત છે...બાળકોને શ્રમનું મહત્વ સમજાય તે માટે વિવિધ કૌશલ્ય આપવામાં આવે, દરેક પોતાનું કામ જાતે જ કરે, સમૂહ જીવન, છાત્રાલયનાં દરેક નિર્ણય બાળકો મળીને જ નક્કી કરે..ખુબજ જીવંત વાતાવરણ અને ઘણું બધું ,.. તે માટે તમારે પ્રત્યક્ષ મુલાકાત જ લેવી પડે..

અમે બાળકો સાથે વાતો કરી, શૈક્ષણિક રમતો રમ્યા, ફરવા ગયા, વૃક્ષારોપણ કર્યું અને ઘણું બધું।..બાળકો અને અલ્પેશભાઈની સ્ફૂતિ ગજબની છે..
બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ :)

Alpeshbhai Barot
Mo. no. 8347831098
Location: Makadamba, Garudeshwer, Narmada District

Thanx
He Rain
Prashant Pintu Jadav