શ્રીમદ રાજચંદ્ર

1. ગાંઘીજીનું અજાણ્યું બંધ પાનું.

2. ગાંધીજી આફ્રિકાથી માઈકલ અથવા મોહમ્મદ બનીને પરત આવવાના હતા. મોહનદાસ તો ન જ હોત.

3. ઈ.વ. ૧૮૯૧માં ગાંધીજી બેરિસ્ટર થઈને વિલાયતથી પાછા હિન્દ આવ્યા ત્યારે શ્રીમદ રાજચંદ્રના કાકાસસરા શ્રી ડો. પ્રાણજીવનદાસના ઘરે મુંબઈમાં ગાંધીજીથી પોણા બે વર્ષ મોટા શ્રીમદ સાથેની પહેલી મુલાકાત થઇ.

4 ત્રેવીસ વર્ષીય શ્રીમદની ઓળખાણ આપતાં કહેવામાં આવ્યું કે શ્રીમદ જ્ઞાની છે, શતાવધાની છે, અવધાનશક્તિ છે, અદભુત સ્મરણશક્તિ છે, નીતિમત્તા અને સંસ્કારીકતા છે.

5 એટલા ગુણો એક જ વ્યક્તિમાં જોઇને અને બન્નેનો પહેલા જ વાર્તાલાભાથી ગાંધીજી શ્રીમદ રાજચંદ્રથી અંજાઈ ગયા અને ત્યાં જ ગાંધીજીની વિલાયતની બધી હવા નીકળી ગઈ.

6. ગાંધીજી ઈ.વ. 1891મા વિલાયતથી બેરિસ્ટર થઈને પાછા આવીને મુંબઈમાં બે વર્ષ વકીલાત કરી. ગાંધીજીની વકીલાત મુંબઈમાં ચાલી નહિ એટલે નિરાશ થઈને રાજકોટ આવ્યા.

7 રાજકોટમાં પોરબંદરના અબ્દુલા શેઠ નામના એક વેપારીએ આફ્રિકામાં પોતાની પેઢીના કેસો લડવા માટે ઈ.વ. 1893 મા ગાંધીજીને આફ્રિકા મોકલ્યા. ગાંધીજીએ આફ્રિકામાં વકીલાતમાં સફળતા મેળવી.

8 આફ્રિકામાં ત્યાના ગાંધીજીના મુસ્લિમ અને ખ્રિસ્તી મિત્રોએ પોતા પોતાના ધર્મોની ખૂબીઓ ગાંધીજીની સામે મૂકી અને પોતાના ધર્મ શ્રેષ્ઠ છે તેવી રીતે ગાંધીજીને લલચાવીને ગાંધીજીને ધર્મપરિવર્તન માટે તૈયાર કરી લીધા.

9 ખ્રિસ્તી મિત્રોના કેટલાક સારા ગુણોના કારણે ગાંધીજી ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષાયા અને ગાંધીજી ધર્મ પરિવર્તન કરવા તૈયાર થઇ ગયા હતા.

10 પરંતુ ગાંધીજીએ નિર્ણય કર્યો કે હિન્દુ ધર્મને પૂર્ણ રીતે સમજ્યા પહેલાં હિંદુ ધર્મ છોડવો નહિ.

11 અહિ ગાંધીજીના માનસ મુજબની હિંદુ ધર્મની ખામીઓ, અનિષ્ટો અને શંકાઓ વિશે ગાંધીજી શ્રીમદ રાયચંદ(રાજચંદ્ર)ને પત્ર લખે છે. આત્મા, કર્મ, મોક્ષ, ઈશ્વર અને તેનું જગતનું કરતવ્ય, વેદ, ગીતા, પશુયજ્ઞ, પુનર્જન્મ, ભક્તિ, વિશ્વનો પ્રલય અને જો સાપ કરડવા આવે ત્યારે શું કરવું ? વગેરે ૨૭ પ્રશ્નો ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રને પત્રમાં લખી મોકલ્યા.

12 શ્રીમદ રાજચંદ્રએ ગાંધીજીને વ્યવસ્થિત, વિશદ, તર્કયુક્ત અને ધર્મનિષ્ઠ જવાબ આપ્યો. આ ઉત્તરની સાથે અભ્યાસ માટે કેટલાક પુસ્તકો જેવા કે, પંચીકરણ, મણીરત્નમાળા, યોગવાસિષ્ટનું મુમુક્ષુ પ્રકરણ, ષડદર્શનસમુચ્ચય, મોક્ષમાળા વગેરેનો અભ્યાસ કરવાની ભલામણ કરી.
13 ગાંધીજીએ શ્રીમદે દર્શાવેલ બધા ગ્રંથોનો અભ્યાસ કર્યા પછી હિંદુ ધર્મ વિશેની ગાંધીજીની ગેરસમજો અને મુંજવણો દુર થઇ ગઈ અને ધર્માંતર કરવાનો પોતાનો વિચાર પડતો મુક્યો.

14 જો શ્રીમદ રાજચંદ્ર જેવા ગાંધીજી જેવા મહાત્માને સમયસર ન મળ્યા હોત તો આજે ગાંધીજી મોહનદાસમાંથી મોહમદ અથવા માઈકલ હોત.

15 ગાંધીજી લખે છે કે, “તેનું (રાજચંદ્રના માર્ગદર્શનનું) પરિણામ એ આવ્યું કે, હું શાંતિ પામ્યો. હિંદુ ધર્મમાં જે જોઈએ તે મને મળે છે, એવો મને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારું રાયચંદભાઈ (શ્રીમદ રાજચંદ્ર) જવાબદાર થયા. એટલે મારું માન તેમના પ્રત્યે વધી ગયું.”

16 જો શ્રીમદનું આધ્યાત્મિક માર્ગદર્શન ન મળ્યું હોત તો ગાંધીજી આફ્રિકાથી માઈકલ અથવા મોહમ્મદ બનીને પરત આવતે. મોહનદાસ તો ન રહેત.

17 . શ્રીમાદના સિદ્ધાંતોનો પાયો અહિંસક છે. શ્રીમદની અહિંસાના સિદ્ધાંતોમાં ઝીણામાં ઝીણાં જંતુથી માંડીને આખી મનુષ્યજાતિનો સમાવેશ થાય છે.

18 ગાંધીજીના ધાર્મિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસના પ્રકરણના મૂળમાં શ્રીમદ રાજચંદ્ર છે.

19 ગાંધીજીની સત્યાગ્રહની લડાઈમાં અહિંસક ક્રાંતિ દ્રારા સ્વરાજની પ્રાપ્તિ, અહિંસા, સત્ય, સયંમ, અને તપ એ શ્રીમદ રાજચંદ્રએ સત્ય, અહિંસાના ગાંધીજીને આપેલા ઉપદેશોની અસરનું પરિણામ છે.

20. શ્રીમદ રાજચંદ્ર સાથેની દરેક મુલાકાતો અને બન્ને વચ્ચેના પત્રોના વ્યવહારોથી ગાંધીજીને સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અને તાપશ્ચર્યાના રસ્તે ચાલવા માટે શ્રીમદે ગાંધીજીને મજબુર કરી દીધા હતા.

21. ગાંધીજીએ પોતાના માર્ગદર્શક તરીકે માનેલા ત્રણ મહા પુરુષો (1) શ્રીમદ રાજચંદ્ર, (2) રસ્કિન અને (3) ટોલ્સ્ટોયમાંથી ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રને પ્રથમ સ્થાન આપ્યું હતું.

22. શ્રીમદની પોતાના ઉપર પડેલી છાપને વર્ણવતા ગાંધીજી કહ્યું છે કે હું શ્રીમદને જ્યારે જ્યારે મળ્યો ત્યારે ત્યારે મને નિર્ણય લેવામાં મારા અંતરઆત્માને મારી નૈતિક ભાવનાને સમાધાનકારી બનાવી.

Post a Comment

Previous Post Next Post