આ દિવસે ભારતમાં કાળ ગણના પ્રારંભ થઈ હતી. જમ્બુદ્વિપ એટલે કે ભારતીય ઉપમહાદ્વિપમાં એમ તો ઘણી સંવત પ્રચલનમાં છે, પણ વર્તમાનમાં વિક્રમ સંવત અને શક સંવત વધુ પ્રખ્યાત છે. ભારતની ગૌરવમયી સભ્યતા અને સંસ્કૃતિમાં સંવત્સરનું વિશેષ મહત્વ છે. હિન્દુઓના પ્રાયઃ તમામ શુભ સંસ્કાર-વિવાહ, મુંડન, નામકરણમાં મંત્રજાપ, અનુષ્ઠાન અને સંકલ્પના સમયે સંવતના નામનો પ્રયોગ થાય છે. આવો જાણીએ આની શરૂઆત કેવી રીતે થઈ. વિક્રમ સંવત ઈસાથી લગભગ પોણા 58 વર્ષ પહેલા ગર્દશિલ્લના પુત્ર સમ્રાટ વિક્રમાદિત્યના પ્રયત્નોથી અસ્તિત્વમાં આવી. બૃહસ્પતિની વ્યાખ્યા કરતા 966 ઈસવીમાં ઉત્પલે લખ્યું કે, શક સામ્રાજ્યને જ્યારે સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે પરાભૂત કરી ત્યારે નવી સંવત અસ્તિત્વમાં આવી, જેને આજે વિક્રમ સંવત કહે છે. વિદેશી શકોને ઉખાડી ફેંક્યા બાદ ત્યારે પ્રચલિત શક સંવતના સ્થાને વિદેશીઓ અને આક્રાંતાઓ પર વિજય સ્તંભના રૂપે વિક્રમ સંવત સ્થાપિત થઈ. વિક્રમ સંવતમાં સમયની ગણતરી સૂર્ય અને ચંદ્ર સાથે ઘણાં અન્ય ગ્રહોના પણ આધારે બનાવવામાં આવી હતી. સાથે જ આમાં આકાશ ગંગાને પણ સામેલ કરવામાં આવી હતી. ત્યાર બાદ દિવસ, સપ્તાહ, મહિના અને વર્ષમાં વિભાજિત કર્યા. વિભાજનની પૂર્ણ વિધિ વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત છે, જે અંગ્રેજી કેલેન્ડર સાથે ઘણું વિકસિત જણાઈ આવે છે.