ઘરગથ્થુ ઇલાજ

આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા...

●તાવ શરદી માં તુલસી,
●કાકડા માં હળદર,
●ઝાડા માં છાશ જીરું,
●ધાધર માં કુવાડીયો,
●હરસ મસા માં સુરણ,
●દાંત માં મીઠું,
●કૃમી માં વાવડિંગ,
●ચામડી માં લીંબડો,
●ગાંઠ માં કાંચનાર,
●સફેદ ડાઘ માં બાવચી,
●ખીલ માં શિમલકાંટા,
●લાગવા કે ઘા માં ઘા બાજરીયું,
●દુબળા પણાં માં અશ્વગંધા,
●નબળા પાચન માં આદુ,
●અનિંદ્રા માં ગંઠોડા,
●ગેસ માં હિંગ,
●અરુચિ માં લીંબુ,
●એસીડીટી માં આંબળા,
●અલ્સર માં શતાવરી,
●અળાઈ માં ગોટલી,
●પેટ ના દુખાવા માં કાકચિયા,
●ઉધરસ માં જેઠીમધ,
●પાચન વધારવા ફુદીનો,
●સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ,
●શરદી ખાંસી માં અરડૂસી,
●શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી,
●યાદશક્તિ વધારવા બ્રાહ્મી,
●મોટાપો ઘટાડવા જવ,
●કિડની સફાઈ કરવા વરિયાળી,
●તાવ દમ માં ગલકા,
●વા માં નગોડ,
●સોજા કે મૂત્રરોગ માં સાટોડી,
●કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો,
●હદયરોગ માં દૂધી,
●વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ,
●દાંત અને ચામડી માટે કરંજ,
●મગજ અને વાઈ માટે વજ,
●તાવ અને અરુચિ માટે નાગર મોથ,
●શરીર પુષ્ટિ માટે અડદ,
●સાંધા વાયુ માટે લસણ,
●આંખ અને આમ માટે ગુલાબ,
●વાળ વૃધી માટે ભાંગરો,
●અનિંદ્રા માટે જાયફળ,
●લોહી સુધારવા હળદર,
●ગરમી ઘટાડવા જીરું,
●ત્રિદોષ માટે મૂળા પાન,
●પથરી માટે લીંબોળી અને પાન ફૂટી,
●કફ અને દમ માટે લિંડી પીપર,
●હિમોગ્લોબીન માટે બીટ અને
ફિંદલા,
●કંપ વા માટે કૌચા બી,
●આધાશીશી માટે શિરીષ બી,
●ખરાબ સ્વપ્ન માટે ખેર,
●ફેક્ચર માટે બાવળ પડીયા,
●માથા ના દુખાવા માટે સહદેવી,
●આંખ કાન માટે ડોડી ખરખોડી,
●ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગ કરવો...!!
●આપણા પૂર્વજો આ બધુંય વાપરતાં હતાં... કયારેય એમને આજકાલ ની બીમારી નહોતી થાતી..

આપણે નવી પેઢીને કાંઈ પણ થાય... ડોક્ટર પાસે દોડી જતાં થઇ ગયાં... એલોપથી દવા ખાઈ ખાઈ.. શરીરની રોગ પ્રતિકાર શક્તિ નો નાશ વાળી દીધો ...
દેશી જીવન પર પાછા વળીએ,અને સારું સ્વાસ્થ્ય મેળવીએ.
●ઘરમાં રહેશો તો જ સ્વસ્થ રહેશો.

Post a Comment

Previous Post Next Post