રા'નવઘણ

આપ સૌ રા' નવઘણ વિષે તો જાણતા જ હશો

પણ નવઘણ નામ પાડવા પાછળ પણ ૧ અભૂતપૂર્વ ઘટના છે જેના થી કદાચ મોટા ભાગ ના અજાણ હશે..

રા નવઘણ ના પપ્પા એટલે કે રા દિયાસ..
એમને ૨૧ રાણીઓ હતી પણ જૂનાગઢ નો ૧ પણ વારસ ન્હોતો..

સંતાનપ્રાપ્તિ ના ઉદ્દેશય થી સોમલદે પરમાર સાથે રા દિયાસ ના લગ્ન થયા હતા.. બંને વચ્ચે ઉંમર નો ઘણો બધો ડિફરન્સ હતો.. જૂનાગઢ ના ઉજ્જવળ ભવિષ્ય માટે સોમલદે લગ્ન માટે તૈયાર હતા..

સોમલદે પરમાર માં ખોડિયાર ના પરમ ઉપાસક હતા.

લગ્ન પછી ૫ મહિના બાદ જ સોમલદે ને સારા દિવસો જતા હોવાનું બધા ને ખબર પડી અને રાજમહેલ માં ખુશીઓ ની લહેરો ગુંજી ઉઠી..

પરંતુ ૨૧ રાણીઓ આ જોઈ ન શકી અને આ સોમલદે અત્યાર થી જ સોઉથી માનીતી થઈ જશે એવા સ્વાર્થી વિચારો સાથે ગિરનાર ની તળેટી માં ૧ અઘોરી બાવા પાસે જય ને સોનામહોર ના ઢગલા કરી ને બધી વાત જણાવી કે આ સંતાન જન્મવું ન જોઈએ..

પરંતુ શરૂઆત માં અઘોરી ની શક્તિ ની પણ સોમલદે પર કઈ જ અસર ન થઈ..

૨૧ રાણીઓ ફરીવાર અઘોરી પાસે આવી અને કેહવા લાગી તમને આટલી સંપત્તિ આપી છતાં તમારી શક્તિ ની સોમલદે પર કઈ જ અસર થઈ નથી.. અઘોરી એ કહ્યું અશક્ય છે જરૂર એ દીકરી સાથે કોઈ દૈવીશક્તિ છે..

એ અઘોરી એ બીજા ૫ અઘોરી ને ભેગા કર્યા એન્ડ પોતાની શક્તિ વધુ સુદ્રઢ બનાવી ૧ અડદ નું પુતરું બનાવ્યું અને ૨૧ રાણીઓ ને આપી ને કહ્યું કે આ પૂતળું એ રાજા અને સોમલદે ના શયનખંડ માં દાટી દયો.. જ્યાં સુધી આ પુતરું દટાયેલું રહેશે ત્યાં સુધી દીકરા નો જન્મ નહીં થાય..

દિવસો જતા ગયા ૯ મહિના ને બદલે ૫ વર્ષ થયા છતાં દીકરો પેટ માં હોવા જતા દીકરા નો જન્મ થતો નોહ્તો..

સતત બધે વાતો થવા માંડી કે આ સોમલદે તો રોગી છે અને પેટ માં ગાંઠ છે વગેરે વગેરે ખોટ્ટી વાતો થવા લાગી.. આગળ સમય જતા ૯ મહિના ને બદલે ૯ વર્ષ થયા..છતાં દીકરા નો જન્મ થતો નથી..

૯ વર્ષ સુધી તો રાજા સોમલદે ના પક્ષ માં હતા પણ હવે રા દિયાસ પણ બધા ની ખોટી વાતો માં ભરમાઈ ને આ વાત સ્વીકારવા તૈયાર થયા અને સોમલદે ને રોગી માની પોતાના કક્ષ માં થી દૂર કરી સોમલદે અને તેની વડારણ(દાસી) વાલબાઈ ને બધા થી દૂર એવા અલગ કક્ષ માં ધકેલી દીધા..

સોમલદે થી હવે પીડા સહન નથી થતી એ અને વાલબાઈ બોવ જ દુઃખી છે..

થોડો ટાઈમ જતા ૧ વાર સોમલદે દુઃખી થઈ ને રડતા રડતા પોતાની વડારણ વાલબાઈ ને કહે છે બહેન મને હવે અમલ આપ હવે મારા થી પીડા સહન નહીં થાય.. વડારણ પણ ૧ પાત્ર માં રડતા રડતા અમલ આપે છે અને રડતા કહે છે અડધું પાત્ર મારા માટે રાખજો તમારા વિના મારે પણ જીવી ને શું કામ..?

હજુ સોમલદે અમલ નું પાત્ર હોઠે અડાડે ન અડાડે એટલા માં તેજપુંજ પ્રગટ થઈ માં ખોડિયાર સ્વયં પ્રગટ થઈ ને પાત્ર લઇ લે છે અને કહે છે બેટા મારી કૃપા જેના પર હોય એને આમ દુઃખી થઈ ને મરવાનું ન હોય..

માં ખોડિયાર સ્વયં ભાવુક થઈ ને સોમલદે ને કહે છે બેટા મને યાદ તો કરી હોત તારા આ પીડાકાળ માં... અને વડારણ વાલબાઈ ને કહે છે બેટા રાજકચેરી માં જાવ અને સંદેશ આપો કે દીકરા નો જન્મ થયો છે..

વાલબાઈ જઈ ને રાજા ને કહે છે આ ખુશી ની વાત.. રાજા ને ક્યાંય હરખ નથી સમાતો પણ.. પેલી ૨૧ રાણીઓ ની પગ નીચે થી જમીન સરકી જાય છે આ વાત સાંભળી... અને ૧ બીજી કહેવા લાગે છે આ કઈ રીતે શક્ય બને નક્કી ઓલું પૂતળું કોઈએ કાઢી લીધું છે.. દોડા દોડ એ પુતરું તપાસવા જાય છે.. જેવું પૂતળું બહાર નીકળે એટલી જ વાર માં ક્ષણભર માં વડારણ હજુ સોમલદે પાસે પોહ્ચે એ પેહલા તો માં ખોડિયાર સ્વયં પોતાના હાથે દીકરા નો જન્મ કરાવે છે..

અને સોમલદે ને ભાવુક થઈ માં કહે છે બેટા આ દીકરા ને માટે તે ૯ ૯ વર્ષ અસહ્ય પીડા સહન કરી છે અને આ દીકરો ૯ સોરઠ નો ધણી બનશે એટલે આ દીકરા નું નામ નવઘણ રાખજે અને જયારે મારી જરૂરત હશે ત્યારે નવઘણ ની વારે હું આવીશ.. જાહલ ના પ્રસંગે પણ માં નવઘણ ની સહાયે આવેલા એ તો બહુ ચર્ચિત વાત છે..

૯/૯ વર્ષ દીકરા ને પેટ માં રાખવો અને પીડા સહન કરવી અને નવઘણ જેવા શુરવીરો ને જન્મ આપવો એ રાજપૂતાણી સિવાય કોઈ ન કરી શકે..
ન ભૂતો : ન ભવિષ્યતિ:

અને આવા હળોહળ કળયુગ માં પણ જેના માં ખરેખર ક્ષાત્રત્વ રહેલું છે એવા ક્ષત્રિયો માટે આજે પણ માતાજી કોઈ ને કોઈ રીતે સદૈવ મદદે આવવા તત્પર રહેતા હોય છે એમાં ક્યારેય કોઈને શંકા ન રાખવી.. કોઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી..

જય માતાજી

સાભાર :- ગીરનો સાવજ

Post a Comment

Previous Post Next Post