ચાનો ઇતિહાસ

😀😀 🤣🤣
રામ-રાવણનું યુદ્ધ પૂરું થયા બાદ રામ, લક્ષ્મણ અને જાનકી પાછા ફરતા હતા ત્યાં ડૂસકાં નાં આવાજ સંભળાયા.
રામ ભગવાને પાછું ફરીને જોયું તો કોઈ માણસ દેખાયું નહીં. બધે નજર કરી ત્યાં અવાજ આવ્યો "પ્રભુ આ તરફ, ઉકરડા તરફ જુઓ"
 
રામ ભગવાને જોયું તો સંજીવનીને વાટયા પછી વધેલા કુચાને વાચા ફૂટી.
રામ ભગવાને કહ્યું "શું કામ રોવો છો?"
જવાબ મળ્યો "અમે આપના ભાઈની મૂર્છા ઉડાડી અને અમને જ ફેંકી દીધા, માણસ સ્વાર્થી હોય, પણ પ્રભુ તમેય ?"
રામ ને ખૂબ લાગી આવ્યું અને સંજીવનીના કુચાને આશીર્વાદ આપતા કહ્યું "આવતા જન્મે તમારા નામમાંથી "કુ" નીકળી જશે અને "ચા" બની તમે આખા જગની મૂર્છા ઉડાડસો"
 
અને એ રીતે, ચા એ પ્રભુ એ આપેલ વરદાન છે એમ માનીને સૌએ ચા પીવી.

આ વાત પર ભર ભર ભાઈ તું એક કટિંગ ભર

ધાર્મિક લાગણી દુભાણી હોય તો માફ કરશો..
પણ એક વડીલને ચા પિતા પહેલા ધરતી પર
ચા ના અમી છાંટણા કરતા જોયેલા અને તેમણે
આ વાત કહેલી...

🤣🤣🤣😀😀🤣🤣🤣

Post a Comment

Previous Post Next Post