Monday, March 22, 2021

મારા મલકની મીઠી લોક બોલી...

Dev Odedara ના મોબાઇલમાં મીઠી રીંગ રણકી.
જોયું.
અજાણ્યો નંબર હતો એટલે ટેવ મુજબ

હં...

હેલ્લો. ગુડ મોર્નીંગ સર. આઇ એમ સૌમ્યા શાહ ફ્રોમ લાઇફ ઇન્સ્યુરન્સ કંપની. કેન આઇ ટોકીંગ વિથ મિસ્ટર દેવ ઓદેદરા સોરી ઓડેડરા સોરી ઓદેડ્રા ?

તું ઇટલું બધું ય એક હાઇહીં બોલે ગી ઇમાં મણી ઇટલું હમજાણું કે મારૂં નામ તો તું હાવ હાસું બોલી પણ અટક તૈણ વાર બોલી તો ય તૈયણે વાર ખોટી.

ઓહ સોરી સર યુ ડોન્ટ ક્નો ઇંગ્લીશ ?
કેન વી ટોક ઇન હિંદી સર ?

हिंदी हमारी राष्ट्रभाषा है जो हर हिंदुस्तानिको आनी चाहिए परंतु अफ़सोस ज्यादातर हिंदुस्तानी लोग राष्ट्रभाषा को छोड़ के अंग्रेजी भाषा द्वारा अपना प्रभाव जमाने की कोशिश करते रहते है !
तुम भी हिंदुस्तानी ही हो ना ?

जी

અને ગુજરાતી પણ..

હા..

ગુજરાતીને જ કોલ કર્યો
અંગ્રેજી મા ?

Sorry sir

તો હવે
મારુ ઇંગ્લીશેય હાંભરી જ લે

I don't dislike any language but I prefer to use the language that is better known to the speaker and listener.
I am proud to be a Hindustani.
It is my good fortune to be Gujarati.
My vernacular makes me feel very sweet.

હું તાં કાંઉ ડાખર ઘાંટું ભૈણોહ તી મણી વરાં તારા જીવું ઇંગલીશ નો આવડે. નો હમજાણું હોય તો ઇણું મારી લોકબોલી માં
આં થાય
મણિ કોઇ ભાષા હામે વાંધો નેત પણ વાત કરનાર અને હાંભળનાર માટે જી ભાષા વધુ જાણેતી હોય ઇણા ઉપયોગને હું ઇમ્પોર્ટન આપાંહ
મણે
હિંદુસ્તાની હોવાનું ગૌરવ સે
ગુજરાતી હોવા માટે હું મણિ ભાયગશારી માનું હ
મણિ મારી અસ્સલ લોકબોલી તો હાકર થી ને ય મીઠી લાગે.

કોલ કરનાર છોકરી કોલ કરવાનું કારણ જ ભુલી ગઇ.
દેવાના નંબરે સામે લાલ પેનથી રિમાર્ક કર્યું.

"બીજા ગમે એનો આદહો કરાય પણ અહંકારી રાવણની લંકાને બાળીને રાખ કરી નાખનારના ભક્તની આદહો (સળી) ન કરાય.
વગર ગદા એ ધોકાવી નાખે .

🙏જય હળમાન બાપા🙏