Wednesday, April 7, 2021

નિ:શબ્દ

બેટા...
.
તું અને વહુ.. થોડો વખત એકલા રહો....હું..અને તારી માઁ.. એક મહિનો...જાત્રા એ જઈયે છીયે...
.
.
જીંદગી..મા કમાવા ની હાય મા નતો ભગવાન સરખો ભજાયો...કે નતો.. તારી માઁ સાથે શાંતિ થી જીવી શક્યો...ઘડપણ...આંગણે આવી ગયું..ખબર પણ ના પડી...અને મોત.....આંગણેથી અંદર કયારે આવી જશે..તે પણ મને ખબર નથી.. માટે.. જે જીવન અમારૂ બાકી રહ્યું છે.તે...હવે શાંતિ થી જીવવવાની ઈચ્છા છે...
.
.
આ પપ્પા ના જાત્રા એ જતા પેહલાના છેલ્લા શબ્દો હતા....
.
.
પપ્પા મમ્મીને જાત્રા એ ગયે મહિનો થઈ ગયો...રોજ ફોન ઉપર વાત ચિત કરિયે... મહિનો પૂરો થયો. બીજો મહિનો પૂરો થવા આવ્યો ..
.
.
મેં પપ્પા ને પૂછ્યું... પપ્પા.તમે છો ક્યા..? બે મહિના થઈ ગયા...
.
.
મને હવે શંકા લાગે છે....
.
.
તમને મારા સોગંન ..આપ સાચું બોલો..ક્યાં છો દિપેન આંખમા પાણી સાથે બોલ્યો...
.
.
બેટા.. સાંભળ...અમે કાશીમા ...્જ.. છીયે...અહીં ફરતા.ફરતા..વૃદ્ધા આશ્રમ દેખાયો...તેનું વાતવરણ.. રહેવાનું..ખાવું પીવું...સવાર સાંજ ભગવાન ના દર્શન....સતસંગ બધુજ તારી માઁ ને અને મને માફક આવી ગયું છે..તારી માઁ નો સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે...
.
.
બેટા...મેં તને ઘરે થી નીકળતા પેહલા કીધું હતું..હવે ની ઉંમર અમારી શાંતિ મેળવવાની છે...અશાંતી ઉભી કરવાની નથી......
.
.
તમે બન્ને શાંતિ થી જીવો..અમારી ચિતા ના કરતા..પ્રભુએ પેંશન આપ્યું છે..તેમાં અમારા ખર્ચ નીકળી જાય..છે...તમારી તબિયતનું ધ્યાન રાખજો...
.
.
પપ્પા મહેરબાની કરી ઘરે પાછા આવી જાવ..
.
.
ના..બેટા.. હવે.. આપણી મંજીલ અલગ..અલગ છે..તું તારી રીતે આનંદ થી જીવ..અમે અમારી રીતે...બેટા તને ખબર છે..તારી માઁ નો સ્વાભવ ચિડિયો થઈ ગયો હતો....
.
.
પોતે જે રીતે ચોખ્ખાઈ અને જીણવટ થી જીવી તેવી અપેક્ષા તારી વહુ પાસે રાખે..તે શક્ય નથી હવે બદલતા સંજોગો મા...બેટા..
.
.
અને તે ને કારણે રોજ ઘર નું વાતવરણ તંગ..અને અશાંત બની જાય તે હું ઈચ્છતો નહતો...
સવારે ઉઠી ને એક બીજાના મોઢા જોવા ન ગમે ત્યારે સમજી લેવું જોઈએ.. કે ઘર નું પતન નક્કી છે...
.
.
અને
.
.
હું તેવું ઈચ્છતો નહતો...કે ઘર નું કોઈ સભ્ય આવા વાતવરણ ને કારણે ગંભીર બીમારીનું શિકાર બને અથવા અઘટિત ઘટના આપણા ઘર બની જાય...એટલે મેં ..પ્રેમથી આ રસ્તો અપનાવ્યો છે....બેટા
.
.
તું જરા પણ મન મા ના લેતો.... જતુ કરે તેને તો માઁ બાપ કેહવાઈ..
.
.
બાકી..કોઇ તકલીફ પડે તો...હું બેઠો છું..દૂર જવા થી...હું તારો બાપ કે તું મારૂ સંતાન નથી મટી જતો..આપણા વિચારો નથી મળતા... પ્રેમ તો એટલોજ છે....
.
.
બેટા ..મત ભેદ હોય...ત્યારે જ જુદા થઈ જવું સારૂ......જો મન ભેદ થઈ જુદા પડ્યા..તો ફરી એક થવુ મુશ્કેલ હોય છે..
.
.
બેટા... બીજી અગત્ય ની વાત...તે જે બૅંક મા નવું ઘર લેવા અને અમારા થી જુદા થવા લોન માટે અરજી જે મેનેજર ને આપી હતી તે..મારા મિત્ર નો પુત્ર છે...તેને મળજે.. તારે નવું મકાન લેવાં ની જરૂર નથી...મેં તારા નામે આપણું મકાન કરી દીધુ છે...પેપર તેની પાસે થી લઇ લેજે....
.
.
બેટા...તું ટૂંકા પગારમા લોન ના હપ્તા ભર કે ઘર ચલાવ..? અને તું હેરાન થતો હોય અને અમે આનંદ કરિયે.. તેમાંનો તારો બાપ નથી..
તમે સુખી થાવ.. સદા આનંદમા રહો.. એતો અમારૂ સ્વપન હોય છે...
.
.
ચલ બેટા.. આરતીનો સમય થયો છે..તારી માઁ મારી રાહ જોઈને નીચે ઉભી છે....જય શ્રી કૃષ્ણ
.
.
દિપેન... ચોધાર આશું એ રડતો રહ્યો.....અને પપ્પાએ ફોન કટ કર્યો..
.
.
પપ્પા મેં તમને સમજવામા ભૂલ કરી...છે..ભગવાન મને કદી માફ નહીં કરે..

દિપેનની પત્નીએ હકીકત બધી જાણી..... દુઃખી અવાજે કિધુ... આપણે આજે.. ટેક્ષી કરી
મમ્મી ..પપ્પાને ઘરે લઈ આવ્યે..

દિપેન બોલ્યો...બહુ મોડું થઈ ગયું...સ્વાતી..
મારા બાપને હું જાણું છું...
.
.
તે જલ્દી નિર્ણય કોઈ લેતા નથી અને જો નિર્ણય તેમને લઇ જ લીધો તો તેમા તે ફેરફાર કદી કરતા નથી...
.
.