ડાયરામાં ધોર કરવાથી અપમાન ના થાય કારણ લાખો જીવ નભે છે
અપમાન તો ત્યાં થાય ગરીબ પાસે થી મજબુરી નો લાભ લઇ કમાણા હોય
અપમાન તો ત્યાં થાય રીસવત લીધી હોય કે દિધી હોય
અપમાન તો ત્યાં થાય દારુ જુગાર મા ઉડાડ્યા હોય
અપમાન તો ત્યાં થાય હરામની કમાણી કરી હોય
અપમાન તો ત્યાં થાય લોન લે પછી હપ્તા ના ભરે
અપમાન તો ત્યાં થાય જયા જરૂર નથી તો પણ સરકાર પાસે લાભ લેતા હોય છે
એવી તો અપમાન તો લખવા વેસુ તો સવાર થાય
બાકી ડાયરામાં રુપિયા સારા કાર્ય મા વપરાય છે
તમે ભણેલા ગણેલા હસો પરંતુ આ વિસે તમારુ જ્ઞાન ઓછું છે
આપડા ને જે વસ્તુ નું જ્ઞાન કે માહિતી ન હોય તેના બાબત સમજ્યા વગર માત્ર કોઈ નાં પ્રત્યે દ્વેષ ભાવ અથવા આપડા ને નથી સારું લાગતું એટલે પોસ્ટ મૂકી દેવી..એ વિશાળ જનહિત માટે નુકસાન કરતા બની સકે
કોઈ એકાદ બે વ્યક્તિ કલાજગત માં મદિરા પાન કરતા હસે..પણ સ્ટેજ ઉપર કોઈ આ રીતે નાં આવે અને આયોજકો આવવા પણ ન દે..
બીજી વાત લક્ષ્મી નું અપમાન જે પૈસા સત્કાર્ય .ધાર્મિક કાર્ય ..સામાજિક કાર્ય .જીવદયા માં વપરાતા હોય એ અપમાન નહિ યોગ્ય જગ્યા એ અને સારા કામ માં જાય..
આપ ને ખબર જ નથી કે સ્ટેજ ઉપર પ્રોગ્રામ માં આવતી રકમ એ કલાકારો લે છે..નાં...આવું બિલકુલ નથી એ રકમ સત્કાર્ય માં જ વપરાય એક પણ પૈસો કલાકાર ન લે..કલાકાર ની તો જે નકી કરેલ ફી ની રકમ હોય એ ચૂકવાય અને એ પણ પ્રોગ્રામ માં આવેલ પૈસા માંથી નહી
પ્રોગ્રામ અગાઉ જ જાહેરાત થઈ જાય કે આજે જમાં થશે એ રકમ આ કાર્ય માં વપરાશે ..એ એટલા માટે કે અત્યારે કોઈ ની પાસે જે પણ આવા સામાજિક ધાર્મિક કાર્યો કરે છે એની પાસે ઘરે ઘરે જઈ ને દાન લેવા નો સમય નથી હોતો કેમ કે એ લોકો પોતે પણ પોતાના કામ નાં સમય માંથી સમય કાઢી આ સત્કાર્યો કરતા હોય છે..જેનું એ કોઈ વેતન નથી લેતા..ગુજરાત માં અત્યારે ગામો ગામ ગૌ સાલા અને ભોજન ની વ્યવસ્થા ..અન્ય ધાર્મિક સામાજિક કામો ચાલુ છે ...એમાં ગુજરાતી લોકસંગીત ભજન માધ્યમ બન્યું છે..એનો આનંદ છે .બીજું આ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો થકી લોકો ને ઇતિહાસ ધર્મ રાષ્ટ્ર હિત ની વાતો થકી ખુબ જાણકારી મળે છે .અને લોકો ખરાબ કલ્ચર થી બચે છે...એટલે આખા મુદ્દા ને સમજી પછી પોસ્ટ મૂકવાનું રાખો..
ડાયરામાં ઘોરમા થતાં પૈસા કોઈ કલાકાર ના ખીસામાં નથી જતા એ પૈસા ગૌશાળા , મંદિરે કે અન્નક્ષેત્ર જેવા સેવાકીય પ્રવૃતિઓ મા વપરાતાં હોય..
એટલે ઘોરના પૈસા સારા કામમાં વપરાતા હોય છે અને ઘોર કરવી સહેલી પણ નથી
માટે ઘોર કરતા હોય એને કરવા દ્યો
તમે કલાકારો નું મંદિરાપાન કહો છો તો ઘણા બ્રાહ્મણો દાન-દક્ષિણા માંથી મળેલા પૈસા અયાસી દારૂ જુગાર સટ્ટામાં વાપરે તો શું બ્રાહ્મણોને દાન ના કરવું..?