Saturday, June 4, 2022

વિશ્વ પર્યાવરણ દિન

  • પ્રસંગમાં છાશ એક જ ગ્લાસમાં ત્રણ વાર લેવાને બદલે ત્રણ અલગ અલગ ગ્લાસમાં છાશ પીનારને
  • સોસાયટીના ગાર્ડનમાં કયારેય છોડ- વૃક્ષ ન વાવે,કયારેય પાણી પણ ન પાય અને રોજ ભગવાનની પૂજા માટે ફૂલ તોડનારને
  • બહારગામ જતી વખતે ઘેરથી પાણીની  બોટલ ભરીને સાથે ન લેવી અને રસ્તામાં 20 રૂપિયાની પ્લાસ્ટિકની પાણીની બોટલ ખરીદનારને
  • માત્ર બે જ કિમી દૂર ચાલીને જવાને બદલે   કાર- બાઈકનો ઉપયોગ કરનારને
  • માત્ર એક સાબુ કે એક ટુથપેસ્ટ ખરીદી ત્યારે વેપારી પ્લાસ્ટિકની બેગમાં આપે એ સહર્ષ સ્વીકારનારને
  • શાકભાજી લેવા ઘેરથી બેગ લીધા વિના જનારને
  • 200- 300 કિમી મુસાફરી માટે AC બસમાં જવાના બદલે એકલો કાર લઈને જનારને
  • ચાલુ કારમાંથી વેફરના ખાલી પ્લાસ્ટિક રોડ પર ફેંકનારને
  • એક કાર વોશ કરવામાં આઠ- દસ ડોલ પાણીનો ઉપયોગ કરનારને


વિશ્વ પર્યાવરણ દિનની શુભકામનાઓ....